હવામાન વિભાગની આગાહી, 2 દિવસ પછી ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે ધોધમાર વરસાદ…

0
195

ગુજરાતમાં ચોમાસું સામાન્ય તારીખ કરતા બે દિવસ પહેલાં બેસી ગયું હતું. જોકે ગુજરાતમાં સરેરાશ 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે પરંતુ સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છના સાત તાલુકામાં વરસાદ નોંધાયો જ નથી. તો સૌથી સારો વરસાદ સૌરાષ્ટ્ર માં થયો છે. હજુ કેટલાક જિલ્લામાં વાવણી લાયક વરસાદ રાહ જોવાઇ રહી છે. હાલ રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી રોજેરોજ સારો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.

જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.ભારે વરસાદની શક્યતા છે. 24 જૂને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. બીજી તરફ અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો તેની રાહ જોવી પડશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 27મી જૂન પછી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 22 જૂન સુધી વાદળછાયું આકાશ રહેશે. તેની સાથે સામાન્ય વાવાઝોડું પણ આવી શકે છે.ગાંધીનગરમાં રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 24 જૂનથી 26 જૂન સુધી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

રાહત કમિશનરે નવસારી જિલ્લા અને અન્ય જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને આગાહી મુજબ વરસાદ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે અંદાજિત 10,24,422 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર 20/06/207 સુધી થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વિસ્તારની સરખામણીએ આ વર્ષે 11.5 ટકાનો વધારો થયો છે. સરદાર સરોવર જળાશયમાં 1,49,972 mcft પાણીની સંગ્રહ ક્ષમતા છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 44.89 ટકા છે, એમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યના 206 જળાશયોમાં 1,88,241 mcft પાણી છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 4.5% છે. હાલ રાજ્યના બે જળાશયો એલર્ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે સારું પાણી આવ્યું છે.રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.