Breaking News

હાલ ફિલ્મોથી દૂર રહીને સુનીલ શેટ્ટી આ કામ કરીને કમાય છે કરોડો રૂપિયા રહે છે આવા આલીશાન ઘરમાં…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દી સિનેમાના ઘણા એવા કલાકારો છે જે પોતાની ફિલ્મો કરતા પોતાના વૈભવી જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.તે હમેશા કોઈને કોઈ કારણે સોસીયલ મીડિયા પર એક્ટીવ જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં બોલીવૂડના જાણીતા એવા અભિનેતા સુનીલ શેટ્ટીની વાત કરવામાં આવે તો તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળે છે. પરંતુ ફિલ્મોથી દૂર હોવા છતાં પોતાના વૈભવી જીવનને લઈને અમુક સમયે ચોક્કસ રીતે ચર્ચામાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે તે આશરે હાલમાં 59 વર્ષની ઉંમર ધરાવે છે.પરંતુ ફીટનેસની બાતમાં બીજા સ્ટાર્સ કરતા પણ વધારે ફીટ છે.સુનીલ શેટ્ટીને બોલિવૂડના સૌથી ધનિક કલાકાર તરીકે ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1992 માં ફિલ્મ બલવાનથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત સુનિલ શેટ્ટીએ કરી હતી.આ પછી તેમણે ઘણી તેજસ્વી ફિલ્મો આપી છે.આજના સમયમાં પણ તે ઘણા ચહિતા સ્ટાર્સ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા ફિલ્મો ઉપરાંત બિઝનેસ જગતમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. સુનિલ શેટ્ટી ‘અન્ના’ તરીકે પણ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ અને રીઅલ એસ્ટેટનો વ્યવસાય ચલાવે છે.આ ઉપરાંત તેમની પાસે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ’ પણ છે.તે આજના સમયમાં હોટલના વ્યવસાયમાં વધારે સક્રિય જોવા મળે છે.

સુનિલ શેટ્ટી પાસે કર્ણાટકના ઉદૂપી સહિત દેશના ઘણા શહેરોમાં ભવ્ય હોટલો છે.જયારે તેમના ઘરની વાત કરવામાં આવે તો સુનીલ શેટ્ટીનું ભવ્ય ઘર મુંબઈમાં છે જ્યાં પોતે રહે છે.અહેવાલો મુજબ મુજબ એવું કહેવામાં આવે છે કે અભિનેતા ખંડાલામાં પોતાનો ભવ્ય હોલીડે હોમ ડે બનાવ્યું છે.જે દેખાવમાં ઘણું સુદર છે. સુનીલ શેટ્ટીનું ઘર દક્ષિણ મુંબઈમાં છે. સુનીલ શેટ્ટીનું ઘર મુંબઇના અલ્તામાઉન્ટ રોડ પર આવેલું છે.ઘણા ઓછા લોકો જનતા હશે કે તેઓ પૃથ્વી એપાર્ટમેન્ટ્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે આ માર્ગ ભારતના અબજોપતિઓના માર્ગ તરીકે પણ જાણીતો છે.જ્યાં ઘણા કરોડોના માલિકો રહે છે. તને કદાચ નહિ જાણતા હોય ઓટ જણાવી દઈએ કે વિશ્વના ટોચના ધનિકમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરનાર રિલાયન્સના માલિક મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ આ જ માર્ગમાં આવેલું છે. સુનિલ શેટ્ટીનાં ઘરની દિવાલો પર ઘણાં ચિત્રો પણ છે.ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે સુંદર પોઝ આપતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પણ સાથે છે.

સુનિલ શેટ્ટી ખાસ કરીને પરિવાર સાથે રજાઓમાં તેમના ખંડાલામાં સ્થિતિ હોલીડે ઘરમાં રહે છે.એવું કહેવાય છે કે આ ઘર પ્રકૃતિથી પણ વધારે સુંદર છે.આ હોલીડે હોમમાં લક્ઝરીની બધી કમ્ફર્ટ્સ હાજર રહેલી છે.મળતી માહિતી મુજબ આ ઘર 6,200 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે અને તેમાં 5 બેડરૂમ પણ છે.સુનીલ શેટ્ટીના આ ઘરમાં ઘણા કૂતરા પણ છે.તમે પણ તસવીરોમાં જોઇ શકાય છે કે સુનિલ તેની પત્ની મના સાથે કૂતરાઓથી ઘેરાયેલા બેઠા છે.ખંડાલામાં આ હોલીડે હોમનો બગીચો વિસ્તાર પણ ખૂબ ભવ્ય છે.અહીં તમે ચારે બાજુ હરિયાળી જ જોવા મળે છે.એવું કહેવાય છે કે આ ઘર આદિજાતિ થીમ પર બનાવવામાં આવ્યું છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ અને લગ્ઝરી લાઈફસ્ટાઇલ માટે ફેમસ સુનિલ શેટ્ટી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. હવે તેમનો દીકરો અહાન બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. હવે જો તમને લાગતું હોય કે સુનીલ શેટ્ટી પાસે કોઈ જ કામ નથી, ઘણા સમયથી તેની કોઈ જ ફિલ્મ નથી આવી અને તે બાકી ફિલ્મ સ્ટારની તુલનામાં ખુબ જ ઓછા પૈસા કમાતા હશે, તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. સુનીલ શેટ્ટી પાસે એટલી અઢળક સંપતી છે કે તેને ભારતના બીજા અંબાણી પણ કહી શકાય. તો ચાલો જાણીએ કે ઘણા વર્ષોથી ફિલ્મોથી દુર રહ્યા બાદ પણ સુનીલ શેટ્ટી પાસે આટલા પૈસા ક્યાથી આવે છે.

સુનીલ શેટ્ટીને ઇન્ડીયાના અર્નોલ્ડ સ્વાજ્વેગર કહેવામાં આવે છે. તેની એક્ટિંગ બાકીના સ્ટાર્સ કરતા ખુબ જ અલગ છે. સુનીલ શેટ્ટીએ ધડકન, ટક્કર અને મોહરા જેવી ઘણી હીટ ફિલ્મો કરી છે. કુલ મિલાવીને સુનીલ શેટ્ટીએ 110 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની દમદાર એક્શનથી લોકોનું મનોરંજન કર્યું છે. સુનીલ શેટ્ટીની ઉમર હાલ 56 વર્ષ છે અને તેણે હિન્દી ફિલ્મો સિવાય મલયાલમ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એ વાત ખુબ ઓછા લોકોને માલુમ હશે કે સુનીલ શેટ્ટી એક સારા એવા એક્ટર હોવાની સાથે સાથે એક સફળ બીઝનેસમેન પણ છે. ફિલ્મી કેરિયરમાં તો ઘણા ઉત્તર ચઢાવ આવ્યા પણ સુનિલનો સાઈડ બિઝનેસ દિવસ-રાત પ્રગતિ કરી રહ્યો છે. સુનિલ શેટ્ટીની ઘણી રેસ્ટોરેન્ટ અને પત્ની માના શેટ્ટીના ડેકોર સેન્ટર છે. સુનીલની પત્ની માનાની પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની છે. બીઝનેસ સિવાય તેણે ખેલના માધ્યમ દ્વારા પણ ઘણા પૈસા કમાયા છે. સુનિલ શેટ્ટીની હોટેલ ‘રોયલ ઈન’ નામથી રેસ્ટોરેન્ટ ચેન પણ ચાલે છે. સાઉથમાં પણ સુનિલ શેટ્ટીનું રેસ્ટોરેન્ટ છે જ્યા સાઉથનું સ્પેશિયલ વ્યંજન ઉડ્ડુડપી પણ મળે છે. સુનીલ શેટ્ટીએ ઘણા સામાજિક કાર્યોમાં પણ પોતાની હિસ્સેદારી આપી છે. ભલે આજે સુનીલ શેટ્ટીને ઓછી ફિલ્મો મળી રહી હોય, પણ તે દરેક વર્ષ 100 કરોડ રૂપિયા કરતા પણ વધુ કમાણી કરે છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરેંટની સાથે સાથે પોપકોર્ન એન્ટરટેનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. સુનિલે ફિલ્મ ખેલ, રક્ત અને ભાગમ ભાગ જેવી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે.

ફિલ્મોથી દુર ગયા બાદ સુનીલે ખેલ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અન્ય ફિલ્મ સ્ટાર્સની સાથે સેલીબ્રીટી ક્રિકેટ લીગની ટીમ ખરીદી છે જેના તે ખુદ કેપ્ટન છે. સાથે જ સુનીલ કપડાનું બુટ્ટીક પણ ચલાવે છે. સુનિલનું FTC નામથી એક ઓનલાઇન વેન્ચર પણ છે. જે બોલીવુડને એક નવું ટેલેન્ટ શોધીને આપે છે. મુંબઈમાં સુનીલનું Mischief Dining Bar અને Club H20ના નામથી ક્લબ પણ છે. તે સુનીલ શેટ્ટી જ છે જેણે બોલીવુડમાં બીઝનેસ કલ્ચરને એક નવું રૂપ આપ્યું. તેને જોઇને જ અન્ય સ્ટાર્સે પણ બીઝનેસ કરવાનું વિચાર્યું. એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે તેના પિતા એક સમયે હોટેલમાં પ્લેટસ સાફ કરવાનું કામ કરતા હતા. જે હોટેલમાં તેના પિતા કામ કરતા હતા તે હોટેલ સુનીલ શેટ્ટીએ 2013 ની સાલમાં ખરીદી લીધી છે. જેને લોન્ચ કરવાના સમયે તેણે કહ્યું કે આ તે જ જગ્યા છે જ્યાં મારા પિતા ‘વીરપ્પા શેટ્ટી’ એક સમયે કામ કરતા હતા.

સુનિલે 25 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘બલવાન’ હતી. આ ફિલ્મમાં તેમણે દિવ્યા ભારતીની સાથે કામ કર્યું હતું. અમુક રિપોર્ટ્સની માનીયે તો બલવાનમાં સુનિલ શેટ્ટીની સાથે કામ કરવા માટે કોઈપણ એક્ટ્રેસ તૈયાર ન હતી. આવું એટલા માટે કેમ કે સુનિલ શેટ્ટી તે સમયે એકદમ નવા હીરો હતા. આખરે દિવ્યા ભારતી એ સુનિલ સાથે કામ કરવા માટે સાઈન કરી નાખી. સુનિલ શેટ્ટીએ પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલા જ લગ્ન કરી ચુક્યા હતા. હિન્દી સિવાય સુનિલે મલયાલમ, તમિલ અને ઈંગ્લીશ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનિલ ફિલ્મોમાં એક્શન હીરો તરીકે જાણવામાં આવે છે.

સુનીલે ‘હેરા-ફેરી’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘ગોપી-કિશન’ અને ‘વેલકમ’ જેવી ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2001મા આવેલી ફિલ્મ ‘ધડકન’ માટે સુનિલ શેટ્ટીને બેસ્ટ વિલેનનો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો. એક દશક સુધી બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યા પછી સુનીલનું કેરિયર નીચે જવા લાગ્યું. તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઇ તો મેકર્સે તેને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કાસ્ટ કરવાનું શરૂ કરી દીધું. સુનિલ પણ બોલીવુડમાં બની રહેવા માટે ફિલ્મો કરતા રહ્યા પણ વાત બની નહિ.

સુનિલ શેટ્ટી બાળપણમાં ભારત માટે ક્રિકેટ રમવાનું સપનું જોઈ રહ્યા હતા. પણ તેમણે પોતાનું કેરિયર બોલીવુડમાં બનાવ્યું. હવે સુનિલ થોડા ફ્રી થયા તો તેમણે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. હવે તે મુંબઈ હીરો ક્રિકેટ ટીમના કેપ્ટ્ન છે. સુનિલ શેટ્ટીની લાઈફસ્ટટાઈલ કોઈ રાજાથી ઓછી નથી. આવળો મોટો કારોબાર સાંભળવાની સાથે સાથે સુનિલ શેટ્ટી પોતાના ફિઝીક પર પણ ધ્યાન આપે છે. સુનિલ ટીવીના ફિટનેસ રિયાલિટી શો ‘ઇન્ડિયા જ અસલી ચૈમ્પિયન હૈ દમ’ને હોસ્ટ કરી ચુક્યા છે.

ફિટનેસના મામલામાં સુનિલ શેટ્ટી યુવાઓને પણ માત આપે છે. સુનિલની કમર માત્ર 28 ઇંચની છે અને તે છેલ્લા 25 વર્ષોથી આજ માપના જીન્સ પહેરે છે. આ વાતને તે ખુદ ગર્વથી જણાવે છે. પોતાની આ કમરની સાઈજને મેન્ટેન કરવા માટે સુનિલ શેટ્ટી એક કઠિન રૂટિનને પણ ફોલો કરે છે. સુનિલ હેલ્દી અને ઘરનું ભોજન જ ખાય છે. જંક ફૂડ અને તળેલો ખોરાકને તે હાથ પણ નથી લગાવતા, સુનિલની જેમ તેનો દીકરો અહાન શેટ્ટી પણ જિમ ફ્રીક છે 56 વર્ષના એક્ટર સુનિલ શેટ્ટી પોતાની ફિટનેસને લઈને ખુબ જ કોન્શિયસ છે. આવળી મોટી ઉંમરમાં પણ તેની બોડી જોવા લાયક છે. તેમણે હાલમાં જ પોતાના ઈનસ્ટાગ્રામ પર 6 એબ્સ બનાવી રહેલી એક તસ્વીર શેયર કરી છે. ફોટો શેયર કરતા જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ બોલ્યા કે, ‘What a body Aanna’.

About Hu Gujarati TEAM

Check Also

વડીલોનું સન્માન કરવામાં સૌથી આગળ હોય છે આ કલાકારો,જુઓ તસવીરો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …