હજારો વર્ષો પહેલા કઈ આવી રીતે આ શિવલિંગ પહોંચી ગયું હતું આફ્રિકા,જાણો વિગતવાર…..

0
633

શિવની પૂજા શિવલિંગ ના સ્વરૂપે વર્ષો થી થતી આવી છે. રામાયણ અને મહાભારત કાળ માં પણ શિવલિંગ પૂજા વિશે જણાવેલ છે શિવલિંગ માં ત્રીદેવો ની શક્તિ નિહિત છે. મૂળ માં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારી ના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગ ની પૂજા થી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવી દેવતાની પૂજા ની સમાન છે શિવ ના નિરાકાર શિવલિંગ ની પૂજા. શિવલીંગની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેકની પ્રાપ્તિ થાય છે. જયારે આ સંપૂર્ણ જગત નો નાશ થશે તો શિવલિંગ માં સમાઈ જશે અને પછી આ જ શિવલિંગ થી નવા સંસાર ની શરૂઆત થશે.

શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગ નો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાડી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે.

કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સબંધમાં જનનાંગ ના લેવો જોઈએ.શિવલિંગ સમસ્ત ઉર્જા નો પરિચાયક છે. સંપૂર્ણ બ્રહ્માંડની આકૃતિ શિવલિંગ સમાન છે સમગ્ર સંસારની ઉર્જા શિવલિંગમાં નિહિત છે.

આપણા દેશમાં ભોલેનાથના ઘણા મંદિરો છે .અને ઘણા મંદિરો રહસ્યમય છે.અને ઘણા ચમત્કારિક દેવોના દેવ મહાદેવ વિશે ઘણી રોચક કહાનીઓ છે.પરંતુ શું તમે જાણો છો કે એક શિવલિંગ એવું છે જે ભારતમાં નહિ પરંતુ બહારના એક દેશમાં ગુફામાંથી મળી આવ્યું.કેવી રીતે ચાલો જાણીએ.સાઉથ આફ્રિકામાંથી મળ્યું 6 હજાર જૂનું શિવલિંગ.પૌરાણિક કથાઓ પ્રમાણે દેવોના દેવ ભગવાન શિવના જન્મનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી, તે સ્વયંભૂ છે અને આખા સંસારના સર્જનહાર ગણાય છે. તેમને સંહારકર્તા પણ માનવામાં આવે છે. તેમના મસ્તક પર ચંદ્ર અને જટામાં ગંગાજીનો વાસ છે.

દુનિયાને બચાવવા તેમણે ઝેર પીધું હતું અને તેથી જ તેમને નિલકંઠ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે, તેમનો વાસ કૈલાશ પર્વત છે. હવે વિચારો કે, હિન્દુઓના દેવ ગણાતા ભગવાન શંકર આફ્રિકામાં પહોંચી જાય તો? હા, તમને માન્યામાં નહીં આવે પણ ભગવાન શિવનું પ્રતિક શિવલિંગ 6 હજાર વર્ષથી આફ્રિકામાં સ્થાપિત છે.

સંશોધકો પણ અચરજમાંઆફ્રિકા એશિયા બાદ દુનિયાનો સૌથી મોટો ખંડ છે. દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે એક ગણરાજ્ય છે. યૂરોપિયન લોકોના આગમન દરમિયાન અહીં રહેનારા મોટાભાગના લોકો આદિવાસી હતા, જે આફ્રિકાના જુદા-જુદા વિસ્તારોમાંથી વર્ષો પહેલા આવ્યા હતા. આમ તો શિવજીના મંદિર વિશ્વના દરેક ખૂણે છે પણ આફ્રિકામાં હિન્દુ ધર્મ 6 હજાર વર્ષ પહેલા પણ પ્રચલિત હતો તે અચરજ પમાડે તેવી વાત છે.

સા.આફ્રિકામાં સૌથી ઊંચી શિવ પ્રતિમાનું અનાવરણસાંકેતિક તસવીર સાઉથ આફ્રિકાના સુદ્વારા નામની એક ગુફામાં પુરાતત્વવિદોને મહાદેવની 6 હજાર વર્ષ જૂનું શિવલિંગ મળ્યું, જે ગ્રેનાઈટ પત્થરમાંથી બનેલું છે. સંશોધકો પોતે એ વાતથી દંગ છે કે, આટલું જૂનું શિવલિંગ હજુ સુધી કેવી રીતે સચવાયેલું છે. હાલમાં જ દુનિયાની સૌથી ઊંચી શિવશક્તિ પ્રતિમાનું અનાવરણ પણ સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું છે. 10 કલાકારોએ 10 મહિનાની સખત મહેનત બાદ આ પ્રતિમા તૈયાર કરી છે.