ખાવામાં ઊંઘની ગોળીઓ નાખી પતિને સુવડાવી પત્ની મનાવતી હતી પ્રેમી સાથે રંગરલીયા અચાનક થયું એવું જાણી ચોંકી જશો…..

0
368

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાદ્વારકા વરવાળા ગામે શનિવારે રાત્રિનાં અગાશીમાં સૂતેલ અરવિંદ ભાઈની હત્યા 29 કિલોનો પત્થર મારી હત્યા નીપજાવાઈ હતી. બીજી તરફ ગણતરીનાં સમયમાં પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી દેતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. દ્વારકાનાં વરવાળા ગામે રહેતા હતા.

મજૂરી કામ કરતા અરવિંદ ભાઈ અસવાર 36 વર્ષનાંને તેમની જ પત્ની પૂનમ ઉંમર 28 અને પૂનમનાં પ્રેમી એવા એઝાઝ કાશમ ગજ્જન કરી હોવાનું સામે આવતા હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતુ.મૃતક અરવિંદ ભાઈને બે બાળકો એક નક્ષ ઉંમર પાંચ વર્ષ અને બીજો નવીન ઉમર11વર્ષનાં બે બાળકો હતા. ત્યારે આ બે બાળકોની માતા એવી પૂનમે પહેલા મેં હત્યા કર્યાની કબુલાત નહોતી કરી. જો કે પોલીસે મોબાઈલ ફોન અને આસપાસના લોકો સાથે ખાનગી હકીકતો જાણી આ ભેદ ઉકેલ્યો હતો.

પોતાના જ બે માસુમ બાળકોને અનાથ કરનાર આ એઝાઝના પ્રેમમાં પાગલ પુનમે સહુ પ્રથમ ખોરાક માં ઘેનની ગોળીઓ નાખી પોતાના પતિ અરવિંદને જમાડ્યો હતો. બાદમાં અરવિંદ નિંદ્રાધીન હતો ત્યારે મધરાત્રે પૂનમ અને તેના પ્રેમી એઝાઝ મળી અરવિંદનું કાસળ કાઢી નાખ્યું.હત્યા પ્રકરણમાં દ્વારકા પોલીસ એલસીબી એસ ઓ જી પણ કામે લાગી હતી. પૂનમનો પ્રેમી એઝાઝ ગજજનને જામનગર નજીક ખાવડી થી પરત ફરતો હોવાની બાતમી મળતા ખાનગી વાહનોમાં વોચ ગોઠવી જડપી પાડ્યો હતો.

અંતે પોલીસે આ હત્યારા પ્રેમી પંખીડાને દ્વારકા કોવીડ ટેસ્ટ કરાવી બનાવનું રિહર્સલ પણ કરાવ્યું હતું. જેમાં આરોપી એઝાઝ ખંભાળિયાથી દ્વારકા રિક્ષા લઈ આવ્યો હતો. દ્વારકાથી રિક્ષા બદલાવી વરવાળા અડધી રાત્રે આવ્યો હોવાનું જણાવ્યું હતું. પૂનમનો સાથ લઈ પત્થર ઘા મારી નિર્મમ હત્યાને અંજામ આપી ભાગી છૂટયો હતો. જો કે SOG ટીમે આરોપી બહાર ક્યાંય ભાગે તે પહેલા જ દબોચી લીધો હતો.

પ્રેમી પંખીડા સામે દ્વારકા પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડ માંગવાની અને ચાર્જ સીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પૂનમ અને એઝાઝ બનેની પ્રેમ કહાનીએ નાના બે બાળકોને અનાથ બનાવાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લા માં પોતાના જ બાળકોને અનાથ કરનારી પુનમ સામે ફિટકારની લાગણીઓ વર્ષી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા એક પતિએ તેના બાળકોની માતા અને પત્નીને સ્વેચ્છાએ છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે જેનું કારણ ઘણું અજીબ છે. ભોપાલના કોલાર વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની ફેશન ડિઝાઈનર પત્નીને પ્રેમી સાથે ખુશીથી જીવન પસાર કરી શકે તે માટે છૂટાછેડા આપી દીધા છે. બંનેના લગ્નને 7 વર્ષ થયા છે અને બે બાળકો પણ છે.

પત્નીના જીવનમાં તેના પૂર્વ પ્રેમીની એન્ટ્રી થતા પતિ-પત્ની વચ્ચે અંતર વધી ગયું અને વાત પત્નીના ઘર છોડવા સુધી આવી ગઈ ત્યારે મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતા હતા. લગ્ન બાદપણ પ્રેમી સાથે સંબંધ રહ્યો હતો. પ્રેમી બીજી જ્ઞાતીનો હતો એટલા માટે કલ્પનાના પિતા આ લગ્ન માટે તૈયાર ન્હોતા થયા. અને કલ્પનાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવ્યા હતા.

જોકે, પાગલ પ્રેમીએ અત્યાર સુધી પણ લગ્ન કર્યા નહીં. પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે.

ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી. કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જામનગરમાં પતિ,પત્ની અને વો નો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. પત્નીએ પ્રેમી અને અન્ય શખ્સો સાથે મળી પતિનું ઢીમ ઢાળી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવતા ચકચાર જાગી છે. હાલ પોલીસે મૃતકની પત્ની, પ્રેમી સહિતના પાંચ આરોપીઓની ધર પકડ કરી.ગુન્હામાં વપરાયેલ ચાર મોબાઈલ ફોન,એક તુફાન કાર, ગુન્હામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવામા આવ્યા હતા. તેમજ આ ગુનામાં કોઈ અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

મળતી માહિતી અનુસાર ગત તારીખ 25 ના વહેલી સવારના જોડીયા તાલુકાના બાલાચડી ખીરી રોડ ઉપર બાવળની ઝાડીમાં એક અજાણ્યા પુરુષ ગંભીર ઘવાયેલી હાલત માં મળી આવતા પોલીસે આ પુરુષને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન પુરુષનું મોત નિપજતા પોલીસે ગંભીરતા દાખવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, મૃતક હારુનભાઈ કાસમભાઇ બાબવાણી જામનગરના હોવાની ઓળખ બાદ પોલીસે જુદી જુદી ટિમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા.

સમગ્ર બનાવમાં જામનગર પોલીસને સફળતા મળી હતી જેમાં મરણનાર હારૂન સુમરાની પત્ની શબાનાને સાહીદ ખોજા સાથે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો, તેમજ મરણનાર તેમના પત્ની શબાના સાથે અવાર નવાર બોલાચાલી ઝગડો કરતા હોવાથી પત્ની શબાનાના કહેવાથી સાહીદએ અજય , સાગર , રઇસ નામના શખ્સોને રૂપીયા 1, 60 ,000 / ની સોપારી આપી હતી.

પત્ની શબાનાએ બનાવની રાત્રે તેમના પતિ હારૂનને વધુ પડતી ઉંધની ગોળી ખવડાવી ત્યાર બાદ આરોપીઓને બોલાવી , હારૂન ઉંધમા હોવાથી આરોપીઓએ મરણનાર હારૂનને મોઢે બાંધી દઇ તુફાનમાં લઇ જઇ બાલાચડી રોડ પાસે શરીરે તથા માથામાં તીક્ષ્ણ હથિયાર મારી , શરીર ઉપર તુફાન ગાડી ચડાવી જીવલેણ ઇજા કરી , હત્યા કરેલનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે આરોપી પ્રેમી સાહીદ શીરાજભાઇ સોમાણી ,અજય સુરેશભાઇ મૈયા, સાગર વીનોદભાઇ વાઘેલા , રઇસ નુરમામદ બ્લોચ તેમજ પત્ની શબાના હારુનભાઇ સુમરા પાચેય પાસેથી ગુનામાં વપરાયેલ ચાર મોબાઈલ ફોન, અને એક તુફાન કાર કબજે કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવા તેમજ આ ગુનામાં કોઈ અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે બોપલમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ફોન પર વાત કરતી પત્નીને કાપડના વેપારી પતિએ અટકાવી હતી. જેથી પત્નીના પ્રેમીએ ઘરે આવી પતિને માર મારી ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે આડો આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વેપારીને માર મારતા સોસાયટીના સેક્રેટરી વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. બોપલ પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બોપલ ઘુમા વિસ્તારમા રહેતા અને સ્ટેડીયમ નજીક કાપડની દુકાન ધરાવી વેપાર કરતા મૌલીન શાહ (ઉ.45) પત્ની રીના (નામ બદલેલા છે) સાથે રહે છે. ૩ માર્ચના રોજ રાત્રે સાત વાગ્યાની આસપાસ રીના કોઇના સાથે ફોન પર વાત કરતી હતી આ સમયે પતિ મૌલીને કહ્યુ કે, કોના સાથે વાત કરે છે. જેથી તેને કહ્યુ કે, મિત્ર છે શું કામ છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રિનાએ તેના પ્રેમી વિનય રાજેશ સિંધી (રહે. વસ્ત્રાપુર) ને ફોન કરી કહ્યુ કે, તુ અહી આવ મને મારા પતિ મારી સાથે ઝઘડો કરે છે.

જેથી સાડા આઠ વાગ્યાની આસપાસ વિનય સિંધી આવી ગયો અને તેણે મૌલીનને ઘરમાંથી કાઢી ગડદા પાટુનો માર માર્યો હતો. મૌલીને બુમો પાડતા સેક્રેટરી આવી ગયા હતા અને તેમણે સેક્રેટરીને પણ માર માર્યો હતો. વિનયે ધમકી આપી કે, મારે તારી પત્ની સાથે બે-ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે અને જો તુ આડો આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પત્નિએ જણાવ્યુ હતુ કે, મારે વિનય સાથે અનૈતિક સબંધ છે અને તુ મને રોકીશ તો હુ તારા વિરુધ્ધમાં કેસ કરીશ. પોલીસે જણાવ્યું હતું કે, વિનયના પિતા ગાંધી રોડ પર ઇલેકટ્રીકની દુકાન ધરાવે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી.ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી. પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.

પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.લસૂડિયા ટીઆઇ સંતોષ દૂધીએ જણાવ્યું કે, રૂપેશની પત્ની પ્રિયાને તેના પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતા. તે રૂપેશને રંગે હાથ પકડવા માગતી હતી. જેના કારણે તેનો પીછો કરતી તે પણ હોટલ સુધી પહોંચી ગઇ હતી. જણાવી રહ્યાં છે કે મહિલા પણ વિવાહિતા છે અને બે વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા છે.