Breaking News

ઘરે ઢોંસા બનાવોતો ક્યારેય ન કરો આ ભૂલ,100% નહીં ચોંટે તવા પર…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બધાને ઢોસા ખૂબ પસંદ હોય છે તેનું નામ પડતાં જ બધાના મોં માં પાણી આવી જાય છે.

આ એવી વાનગી છે જે નાના બાળકોથી લઈને મોટા બધાને બાવતા હોય છે. ઘણી વાર ઘરે ઢોસા બનાવવાની મહેનત કરીએ છીએ તે છતાં પણ બહાર હોટલ જેવા ઢોસા આપના ઘરે બનતા નથી. ઘણી વાર ઘરે જ્યારે ઢોસા બનાવીએ ત્યારે અનેક તકલીફ પડતી હોય છે તેમાથી સૌથી વધારે તે તવા પર ચોંટી જાય ત્યારે સૌથી વધારે તકલીફ પડે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આવું થવાના લીધે ઘણી વખત ઘરે ઢોસા બનાવમાં કંટાળો આવે છે. આજે આપણે એવી રીત જાણીએ કે જ્યારે આપણે ઘરે ઢોસા બનાવીએ ત્યારે તેને તવા પર ન ચોંટે તેના વિષે જાણીએ તેને બનાવતા પહેલા આપણે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

તમે તેનું ખાસ ધ્યાન રાખીને આને બનાવશો તો તમારા ઢોસા ક્યારેય પણ તવા પર ચોંટશે નહિ. તેની સાથે તે બહાર જેવાજ મસ્ત બનશે.તેને બનવાની તવી અલગ રાખવી તેમાં બીજી વસ્તુ ન બનાવવી.તમારે હમેશા માટે આને બનાવટી વખતે નોનસ્ટિક તવીનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં તમારે ક્યારેય પણ રોટલી કે કોઈ બીજી વસ્તુ બનાવી ન જોઈએ. તેના માટે તમારે સૌ પહેલા તેને સારી રીતે સાફ કરવી તેના પર તેલ લાગેલું હોવું જોઈએ નહીં.

તવાની ઉપર તેલને લગાવીને તેને સાફ કરવી.તમારે તવા પર તેલ લગાવીને તેને ધીમા ગેસ પર ગરમ કરવા માટે મૂકવું. તે સરખી રીતે ગરમ થાય એટલે તમારે ગેસને બંધ કરી દેવાઓ અને ભીના કપડાથી તેને સારી રીતે લૂંછી લેવું. એક ઢોસાનું પેપર બની જાય એટલે તેને ફરીથી આવી રીતે સાફ કરવી.

તમારે આનું પેપર જ્યારે ઊથલાવવું હોય ત્યારે તમારે તાવેથા પર પાણી નાખીને અથવા તેને પાણીમાં ડૂબોડીને તેનો ઉપયોગ કરવો. તે છતાં પણ તમારા ઢોસો ચોંટે તો તમે તેના પર થોડો લોટ નાખીને તેને સારી રીતે સાફ કરી શકો છો. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી તમારો ઢોસો ક્યારેય પણ ચોંટશે નહીં. તમે પણ ઘરે સરળતાથી બહાર જેવો જ ઢોસો બનાવી શકશો.

મિત્રો આપ સૌને ઢોસા તો બહુજ પસંદ હસે, આમતો ઢોસા નું જન્મસ્થાન તામિલનાડુ છે.પણ આ તમિલનાડું ના ઢોસા ભારત માં જ નહીં પણ આખા વિશ્વ માં ખવાય છે.ઢોસા આજે સમગ્ર ભારત માં મળે છે.અને દરેક જગ્યાએ ઢોસા ના અલગ ને ઓળખાય છે.આવી રીતે ઢોસા ના સ્વાદ પણ અલગ હોય છે.આજે ઢોસા માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે.

જેમકે સાદા ઢોસા,પેપર ઢોસા,પનીર ઢોસા,માહિસુર ઢોસા.ઢોસા ના નામ પ્રમાણે તેમના સ્વાદ પણ અલગ-અલગ અને અદભુત હોય છે.ઢોસા ભલે અલગ – અલગ બનતા હોય છે.પરંતુ તેનું ખીરું એક જ રીતે બનાવમાં આવે છે.શરૂઆત માં તો ઢોસા નું પડ જાડુ – અને નરમ બનાવવામાં આવતું પણ સમય જતા ઢોસા પણ એકદમ પાતળા અને પાપડ જેવા ક્રિષ્પી બનાવ લાગ્યા.પરંતુ આપણે ઘરે ઢોસા બનાવીએ તયારે આપણા થી તેવા બની નથી શકતા

આજે આ પોસ્ટ માં આપણે ઢોસા નું ખીરું સાચી રીતે બનાવતા શીખીએ, જેથી તમે પણ બજાર જેવા કડક અને ટેસ્ટી ઢોસા બનાવી શકો.ઘણા લોકો ઘરે ઢોસા બનાવાની ઘણી ટ્રાય કરતા હોય છે.પરંતુ તેમની એકાદી ભૂલ ને કારણે ઢોસા નું પડ બની નથી સકતું,કેટલીક વાર પડ ફાટી જાય છે.ઢોસા નું ખીરુ બનાવવા માટેની સામગ્રી આ સામગ્રી થી 4 -5 વ્યક્તિ માટે ઢોસા બની શકશે.3 કપ ચોખા, 1 કપ અડદની ફોતર વગર ની દાળ, 1 ચમચી મેથી ના દાણા.

મીઠું સ્વાદ અનુસાર.ઢોસા નું ખીરું બનાવવા માટે ચોખા અને અડદ ની દાળ ને ધોઈ નાખો અને ત્યાર બાદ તેને અને મેથી ના દાણા ને 5 – 6 કલાક માટે પાણી માં પલાળી દો અથવા તમે આખી રાત પણ પલાળી શકો છો. પણ ચોખા અને દાળ ને અલગ – અલગ પાલળવી.5 થી 6 કલાક બાદ ચોખા અને દાળ ને અલગ – અલગ મીક્ષર માં પીસી નાખો.પણ પીસતી વખતે જરૂર પડે તો જ પાણી ઉમેરવું.જરૂર ન હોય તો પાણી ના નાખો તો વધારે સારું રહેશે.પીસેલા ચોખા અને દાળ ને એક વાસણ માં ભેગું કરી લો અને 4 – 5 કલાક માટે તેને ઢાંકીને આથો લાવવા માટે મૂકી દો.

આથો આવી ગયા બાદ ખીરા બતાવીશું ગોળ ફેરવો , પરંતું ધ્યાન એ રાખવું કે તમારો હાથ એક જ દિશામાં ફેરવવો,આ પ્રક્રિયા ને ફેટવું કહે છે ફેટવા ની આ પ્રક્રિયા 5 મિનિટ સુધી કરવી ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો દો.હવે તમારું ખીરું ઢોસા બનાવવા માટે તૈયાર છે.આ ખીરા થઈ તમે ઈડલી અને ઉત્તપા પણ બનાવી શકો છે.તમે ઢોસા ને સાંભર ,અને નાળિયેર ની ચટણી સાથે પીરસવી અમે આગળની પોસ્ટ માં નારીયેર ની ચટણી બનાવવાની રીત બતાવીશું.

ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. એની સાથે સાઉથ ઇન્ડિયાના ઈડલી-સાંભર અને ઉત્તપમ પણ ખુબ જ લોકપ્રિય છે. આમ તો તમને ઢોસામાં પણ અલગ અલગ જાતની વેરાયટી જોવા મળશે. પણ એમાં મૈસુર ઢોસા વધારે પ્રખ્યાત છે. અને તમે ગુજરાતમાં પણ કોઈ પણ મોટી હોટલમાં જાવ તો ત્યાંના મેનુમાં તમને ઢોસા જરૂર જોવા મળશે. તેમજ તમે લારી પર પણ જમવા જાવ તો તમને દરેક વિસ્તારમાં ઢોસા વાળો મળી જ જશે.

અને આજે અમે જે રેસીપી લઈને આવ્યા છીએ, એની મદદથી તમે પોતાના ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ મૈસુર ઢોસા બનાવી શકશો. આ રીત એકદમ સરળ છે. તો આવો જાણીએ કે મૈસુર ઢોસા કેવી રીતે બનાવાય છે.જરૂરી સામગ્રી.મૈસૂર લાલ ચટણી.લાલ મરચાં પાણીમાં પલાડીને, 8 નંગ.લસણની કડી, 5 નંગ.જીરૂ, 1 ચમચી, શેકેલી ચણાની દાળ, 2 ચમચી, 1 ટુકડો આદું, મીઠું સ્વાદ મુજબ, 1/2 લીબુંનો રસ આમલી પણ લઈ શકો.પાણી જરૂર મુજબ.

બનાવવાની રીત.મૈસુર ઢોસા બનાવવા માટે સૌથી પહેલા તો જે પાણીમાં મરચા પલાડેલા છે, એમાં બધી સામગ્રી એક કરી દેવાની છે. પછી બધી સામગ્રીને વાટી લેવાની છે. આ ચટણીને જાડી રાખવાની છે. એને વધારે પાતળી કરવાની નથી. એટલા માટે તેમાં થોડું થોડું જ પાણી એડ કરીને તેની ચટણી બનાવો.હવે ઢોસા ઉતારી તેની ઉપર આ 1 ચમચી લાલા ચટણી સારી રીતે લગાવી દેવાની છે.

ઢોંસા માટે આ રીતે મસાલો તૈયાર કરો.એના માટે સૌથી પહેલા બટેટાને ઉકાળો, પછી એને ઠંડા કરીને છોલીને એના ઝીણા ટુકડા કરી લો. ત્યારબાદ કડાઈમાં તેલ નાખીને ગરમ કરો, પછી ગરમ તેલમાં રાઈ નાખીને શેકી લો. પછી હળદર પાવડર અને ધાણા પાવડર નાખો, સાથે જ એમાં લીલા મરચા અને આદુ નાખીને એને ૧ મિનીટ શેકો.ત્યારબાદ એમાં વટાણાના દાણા અને ૨ ટેબલ સ્પુન પાણી નાખીને ભેળવો. પછી એને ઢાંકીને વટાણાના દાણા નરમ થાય ત્યાં સુધી ચડાવો. તમે આ મસાલામાં બટેટા, મીઠું, આમચૂર પાવડર અને લાલ મરચા પાવડર ભેળવીને એને ૨ મિનીટ સુધી શેકી લો. અને લીલા ધાણા ભેળવી દો. ઢોંસા માટે મસાલા તૈયાર છે.

જો તમે ડુંગળી નાખવા માંગો છો, ત્યારે ૧-૨ ડુંગળી ઝીણી કાપો અને આદુ, લીલા મરચા સાથે નાખીને આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો, બીજી બધી વસ્તુઓ ઉપરની રીતે ભેળવીને મસાલો બનાવી લો.હવે ઢોસા ઉપર જે બટાકાનો માવો છે તે લગાવી દેવાનો છે, તે તમારા પ્રમાણ અનુસાર લગાવી દેવાનો છે. અને તમારો ગરમાં ગરમ મૈસુર મસાલા ઢોસા તૈયાર છે. આને તમે કોપરાની ચટણી અને સાંભર સાથે સર્વ કરી શકો છો.

About Hu Gujarati TEAM

Check Also

રાત્રે વાળમાં લગાવીદો વેસેલિન,થશે એટલાં ફાયદા કે જાણી દિલ ખુશ થઈ જશે…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે કે …