ગેસ વગળ સળગ્યો ચૂલો,નરી આંખે દેખાયો ચમત્કાર,ભગવાન એ કરાવ્યા સત નાં પારખા.

0
341

નમસ્કાર મિત્રો આ લેખ માં તમારું હાર્દિક સ્વાગત છે.વર્ષો પહેલા ભગવાન સાઈ બાબા એ પાણી થી દિવા સળગાવ્યા હતા કેમ કે તે સતયુગ હતું અને તે ચમત્કાર હતો. અને અત્યાર ના યુગ માં જે ચમત્કાર થાય છે તેના પર આપડે તરત વિશ્વાસ કરી લેતા નથી પરંતુ જોવો આ લેખ માં આવીજ કંઈક વાત છે તો વાંચો.સોશિયલ મીડિયાના યુગમાં, આપણે ઘણા પ્રકારનાં વિડિઓઝ જોવા મળે છે. આમાંની કેટલીક વિડિઓઝ એટલી રહસ્યમય અથવા વિચિત્ર છે કે આપણે માથું ખંજવાળવાનું પણ શરૂ કરી દીધું કે આ કેવી રીતે બન્યું?  ઘણા લોકો આ વિડિઓઝમાં થઈ રહેલી વસ્તુઓને આશ્ચર્યજનક રીતે ચમત્કાર તરીકે પણ માને છે.

આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થયો. આ વિડિઓમાં, એક વ્યક્તિ લંગરમાં બનાવેલું ખોરાક બતાવી રહ્યું છે. આ વીડિયોની વિશેષ વાત એ છે કે ચૂલામાં ગેસ સિલિન્ડર નથી, જેના પર લંગરની દાળ ઉકળે છે. એટલે કે, આ સ્ટોવ કોઈપણ સિલિન્ડર વિના બળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેને ચમત્કાર ગણાવી રહ્યા છે. તો શું આ ખરેખર ચમત્કાર છે?  અથવા તેની પાછળ કોઈ બીજું સત્ય છુપાયેલું છે?આ વાયરલ વીડિયો ચંદીગઢના સેક્ટર 40 માં આવેલા ગુરુદ્વારાનો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં, જે વ્યક્તિનો ચહેરો દેખાતો નથી, તે દાવો કરી રહ્યો છે કે લંગરમાં ભક્તો માટે બનાવેલો પ્રસાદ કોઈ પણ સિલિન્ડર વિના સ્ટોવ પર બનાવવામાં આવી રહ્યો છે અને તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ વ્યક્તિ કેમેરાને સ્ટોવની આસપાસ ફરે છે અને બતાવવાની કોશિશ કરે છે કે સ્ટોવની આસપાસ એવી કોઈ વસ્તુ નથી જેના કારણે આગ બળી રહી છે.  અમે વિડિઓમાં સ્ટોવ પાઇપ પણ જમીન પર પડેલો જોઈ શકીએ છીએ. વિડિઓમાં ક્યાંય સિલિન્ડર દેખાતું નથી.આ વિડિઓ અપલોડ થયા પછી જ તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો.  ઘણા લોકોએ તેને એક ચમત્કાર માન્યો હતો અને આંધળો વિશ્વાસ પણ કર્યો હતો. જો કે, જ્યારે આ વાયરલ વીડિયોની સત્યતા બહાર આવી ત્યારે આ ચમત્કારિક વાત ખોટી હોવાનું બહાર આવ્યું.આ વીડિયોનો રહસ્ય ખુદ સેક્ટર 40 ના ગુરુદ્વારાના મેનેજરે ખુલાસો કર્યો છે. ગુરુદ્વારાના મેનેજર ક્રિપાલ સિંહના કહેવા મુજબ આ વીડિયોમાં જે કહેવામાં આવ્યું છે તેમાં કોઈ સત્ય નથી. આ વીડિયો દ્વારા કોઈએ તોફાની કરવાનો પ્રયાસ કર્યો છે.

સિલિન્ડર વિના સ્ટોવ સળગાવવાનું કારણ જણાવતાં ક્રિપાલે જણાવ્યું હતું કે અમારા ગુરુદ્વારામાં ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે.  આ દરમિયાન ગેસ સિલિન્ડર નીકળી ગયું હતું, જેના કારણે તે અલગ થઈ ગયું હતું. દરમિયાન, એક વ્યક્તિએ આ વિડિઓ બનાવી છે. ક્રિપાલ સમજાવે છે કે જ્યારે સિલિન્ડર સ્ટોવથી અલગ કરવામાં આવે છે.ત્યારે પણ તેની પાઇપમાં થોડો ગેસ રહે છે. આ કારણોસર, સ્ટોવ કેટલાક સમય માટે સિલિન્ડર વિના સળગતા રહે છે. જો કે, વિડિઓ બનાવનાર વ્યક્તિએ તેને ટ્વિસ્ટ કરીને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આ પ્રસાદ સંપૂર્ણપણે સિલિન્ડર વિના બનાવવામાં આવી રહ્યો છે. જે જૂઠાણું છે. તો મિત્રો આ દુનિયા ના ઘણી વખતે ચમત્કાર તો થાય છે, પરંતું આપડે અંધશ્રદ્ધા માં રહેવું નહિ.

તો મિત્રો આ લેખ માં આપડે જે જોયું તે સાચું ન હતું પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ હતું. માટે અત્યાર ના જમાના માં અંધશ્રદ્ધા માં ઘણા લોકો જીવે છે જેનમાં માટે હું એક વાત કહેવા માગું છું તો મિત્રો આ લેખ શાંતિ પૂર્વક વાંચો અને સમજો.હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પ્લાસ્ટિકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વિચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએતો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ. વધારે પડતી શ્રદ્ધા બાજુની દોટમાં માનવ કમ્પ્યુટર કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ અંતી ઉત્સાહ અને ઉમંગ થી વસાવે છે, અને એ જ ચીજ વસ્તુઓ આગળ શ્રી ફળ વધેરી ચાંલ્લા કરતા જોવા મળે છે. આ પ્રક્રિયા આપણને શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા બંને ના દર્શન કરાવે છે તેનું પૂજન અર્ચન જરૂરી છે.

જેને આપણે શ્રદ્ધા કહીશું અને જો પૂજન નહિ કરવામાં આવે તો વસાવેલ વસ્તુ આપણને યોગ્ય વળતર નહિ આપે એ અંધશ્રદ્ધા કહીશું. અને આમાં વર્તનાર મહામાનવોને આપણે ક્રમશ: શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ માં વિભાજીત કરેલ છે. આજે આપણે મહામાનવોની અંધશ્રદ્ધા વિષે શક્ય તેટલું સંક્ષીપ્તમાં વિવરણ કરીશું,પહેલાંના યુગમાં લોકો વઘુ અંધશ્રદ્ધાળુ હતા તથા અત્યારે ભણતરનું વઘતું જતુ પ્રમાણ માણસને તેમાંથી મુક્ત કરી રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જોવા જાણવા અને માણવા મળે છે, પરંતુ આ શું? જેમા ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ અંધશ્રદ્ધાના પ્રવર્તકો તેનો દૂરૂપયોગ કરીને આપણને અંધશ્રદ્ધાની ઊંડી ખાણ કે જેમાંથી બહાર નીકળવું મૂશ્કેલ જ નહી પરંતુ અશક્ય છે,તે તેરફ ખેચાણ ઉત્પન્ન કરી રહ્યાં છે. અને આપણે તેની પોચી ચીકણી માટીમાં ઘસડાતા જઈએ છીએ. આજે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મૂકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળિયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલ સર્કલ જોઈ ભણેલો ગણેલો અને અંધશ્રદ્ધામાં નહી માનનારો માનવ પણ તે સર્કલ થી બહાર ચાલે છે.

બીજી બાજુ હાથની આંગળીયોમાં ગ્રહો ના નંગ પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવામળશે, કદાચ એ પણ સાચું હશે પરંતું દસ માંથી આઠ આંગળીમાં નંગા પહેરનાર ને તમે શું કહેશો, શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ?હાથની ચાલાકી અને ટેકનોલોજીનો દૂરઉપયોગ આજે માનવોને ડરાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. એક ગુરુ ના બે શિષ્યો અત્યારે એકા મહાન જાદુગર અને બીજો ભગવાન તરીકે પૂંજાય છે.આવા કેટલાય બનાવટી ચમત્કારીને આપણે તેના ચમત્કારોમાં ગૂંચવી રાખ્યાં છે. ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનંત કાળોથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બઘા ધૂતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો? ઘણાં એવું માને છે કે ભગવાન નથી પણ તે વિજ્ઞાન છે. મતલબ તો એક જ છે, કે આ ગ્રહોની ગતિ સજીવા સૃષ્ટિ વગેરે ને ચલાવતી કોઈક શક્તિ તો જરૂર છે અને જેણે ઘણા ભગવાન માને છે અને ઘણા વિજ્ઞાન અંતમાં માત્ર આટલું જ કહીશ.