એક સમયે ગાયો પણ ચરાવતો હતો, આજે મોંઘીદાટ ગાડીઓ અને આલીશાન જીવન જીવી રહ્યો છે વિક્રમ……..

0
420

આજે આપણે જાણીશું ગુજરાત ના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર વિશે વિક્રમ ઠાકોર નું નામ આખા ગુજરાત માં પ્રખ્યાત છે વિક્રમ ઠાકોર ની ઘણી ફિલ્મો તમેં જોઈ હશે વિક્રમ ઠાકોર ના અભિનય ની વાહવાહ દરેક જગ્યાએ થતી હોય આજે આપણે વિક્રમ ઠાકોર ના જીવન વિશે વાત કરીશું જેઓ કેવી લાઈફ જીવે છે તે વિશે વાત કરીશું આવો જાણીએ તેમના જીવન વિશે ની કેટલીક રસપ્રદ વાતો.

માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ આખા ગુજરાત માં જેના ડાયલોગ ફેમસ છે જેની એક્શન સૌથી હિટ છે તેવા ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મો ને ઉંચાઈ પર લાવવા માં જેનો વધારે ફાળો છે તેવા વિક્રમ ભાઈ વિશે.વિક્રમ ઠાકોરનો જન્મ 1 એપ્રિલ, 1984ના રોજ જન્મ થયો હતો.

35 વર્ષના આ સ્ટારની સુપરસ્ટાર બનવા સુધીની સફર રસપ્રદ રહી છે.તેમનું ફૅનફોલોઈંગ કેટલું છે તે કહેવાની જરૂર નથી.ગાયક હતાં વિક્રમ ઠાકોર.મિત્રો તમને નવાઈ લાગશે પરંતુ વિક્રમ ઠાકોર પેહલાં એક ગાયક હતાં અને તેનું ઉદાહરણ તમે જોઇજ શકો છો તેઓ સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે અને ફિલ્મોમાં ગીત પણ ગાય છે.

વિક્રમ ઠાકોરના પિતાનું નામ મેલાજી ઠાકોર છે.જેઓ લોકગાયક હતા.અને ભજનિક પણ હતા.વિક્રમને કલા વારસામાં મળી છે.આજે વિક્રમ ઠાકોર ગુજરાતી રુરલ ફિલ્મોમાં સુપરસ્ટારનો દરજ્જો ભોગવે છે.ગુજરાતી ફિલ્મોના એક સમયના બાદશાહ નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા સાથે પણ વિક્રમ ઠાકોરએ કામ કર્યું છે.

વિક્રમ ઠાકોર ફિલ્મોમાં તેમની એક્શન, સ્ટાઈલ અને અંદાજ માટે જાણીતા છે.વિક્રમે બોલેલા ડાયલોગ તમને ઘણા યુવાનોના મોઢે સાંભળવા પણ મળશે.કારણ કે વિક્રમ યુવાનો ના દિલમાં જગ્યા બનાવી ચૂક્યાં છે.મિત્રો વિક્રમ ઠાકોર ભલે અત્યારે આ ઉંચાઈ પર હોય પરંતુ એક સમય એ તેઓએ ગાયો ભેંસો પણ ચરાવી હતી.

વિક્રમ ઠાકોર જ્યારે તેમની મમ્મી જોડે ભેંસો ચરાવવા જતા ત્યારે જોડે વાંસળી લઈ જતા હતા અને વગાડતા હતા ખેતરમાં પક્ષી ઉડાડતા ઉડાડતા વગાડતા હતા અને સ્કૂલમાં પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે વિક્રમ જ બધું આયોજન કરતા.આગળ તમને જણાવ્યું તેમ વિક્રમ ઠાકોર એક્ટિંગ કરતા પહેલા ગાયક તરીકે કામ કરતા હતા.પિતા પાસેથી મળેલો આ વારસો તેમણે સાચવ્યો હતો.

જો કે ખૂબ ઓછા લોકોને ખબર છે કે વિક્રમ ગાયક ની સાથે સાથે સારા વાંસળી વાદક પણ છે.ઘણી ફિલ્મોમાં તે આ રીતે વાંસળી વગાડતા નજર આવતાં હશે.ફિલ્મોમાં ધમાકેદાર એન્ટ્રી.વિક્રમ ઠાકોરે એ ગુજરાતી ફિલ્મોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.2006માં ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ ડેબ્યુ કર્યો હતો.તેમની પહેલી ફિલ્મ ‘એક વાર પિયુને મળવા આવજે’ હતી.જે જબરજસ્ત કમર્શિયલ હિટ રહી હતી.

પહેલી ફિલ્મ હિટ થયા બાદ વિક્રમ ઠાકોરે પાછું વળીને જોયું નથી.અત્યાર સુધી સંખ્યાબંધ ફિલ્મો કરી ચૂકેલા વિક્રમની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે.ગુજરાતી ફિલ્મો નું નામ આવે એટલે વિક્રમ નું નામ આવીજ જાય.વિક્રમ ઠાકોર એટલે ગુજરાતી સિનેમા.અને ગુજરાતી સિનેમા એટલે વિક્રમ.મિત્રો વિક્રમ ઠાકોર એ જીવન માં ઘણો સંઘર્ષ કર્યો છે.વિક્રમ ઠાકોર 10 વર્ષની ઉંમરથી વાંસળી વગાડતા હતા.

પહેલા પિતાના કાર્યક્રમોમાં અને ગુજરાતના કેટલાક જાણીતા ગાયકોના કાર્યક્રમમાં પણ વિક્રમ વાંસળી વગાડી ચૂક્યા છે.વિક્રમ ગમે તે કામ કરે તે પરફેક્ટ જ હોય છે પછી તે ગાવાનું હોય ઍક્ટિંગ હોય કે વાંસળી વગાડવાની હોય વિક્રમ બધામાં પરફેકટ જ છે.મિત્રો જે રીતે વિક્રમ નું ઉંચુ નામ છે તેમજ તેઓની ફી પણ ઉંચી હોવાનો દાવો છે.

વિક્રમ ઠાકોર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી ચાર્જ કરતા અભિનેતા છે.ગુજરાતના અર્બન ફિલ્મોના અભિનેતાઓ કરતા પણ તેમની ફી વધુ હોવાનું કહેવાય છે.માટેજ તો કહેવાય છે કે કોઈ બોલીવુડ સ્ટાર્સથી કમ નથી આ ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર.તેઓનું જીવન પણ ખુબજ વૈભવી અને આલીશાન છે.ગુજરાત ના નામી કલાકારોમાં વિક્રમ આવે છે વિક્રમ જીવનમાં સંઘર્ષ બાદ આ સ્થાને પોહચ્યા છે.

ત્યારે તેઓ હવે પોતાનાં દરેક શોખ પુરા કરી શકે તે સ્થાને છે.વિક્રમ ઠાકોરની ફિલ્મોની સાથે સાથે તેમના ગીતો પણ ધૂમ મચાવે છે.વિક્રમ ઠાકોરનું સૌથી વધુ ફેન ફોલોઈંગ ઉત્તર ગુજરાતમાં છે.તેઓ ઉત્તર ગુજરાતના કિંગ ગણાય છે.વિક્રમને પણ બાઈક્સનો શોખ છે.તેમને પોતાની ફિલ્મની સાથે સાથે અંગત જીવનમાં પણ બાઈક ચલાવવાનું ખૂબ જ ગમે છે.વિક્રમ ઠાકોર આજના યુવાનો ને પ્રેરિત કરતું પાત્ર બની ગયાં છે.

મિત્રો સ્વાભાવિક રીતે વિક્રમ ઠાકોર કે જેઓ ફિલ્મોમાં ખુબજ ઉત્તેજિત અને થોડા ગુસ્સા વાળા લાગતાં હોય છે પરંતુ આવું છે નહીં તેમને શાંતી ગમે છે.વિક્રમ ઠાકોરના નામ માત્રથી થિયેટરમાં ભીડ ઉમટે છે.વિક્રમ ઠાકોર અંગત જીવનમાં ખૂબ જ શાંતિપ્રિય છે.શૂટિંગમાં બ્રેક સમયે પણ તેઓ શાંત બેસવાનું વધુ પસંદ કરે છે.તેઓ માત્ર ઍક્ટિંગ દરમિયાનજ થોડા ગુસ્સા માં હોય છે તે પણ પાત્ર ભજવતાં જ બાકી તો તેઓ શાંતજ જોવા મળે છે.

વિક્રમ ઠાકોર એ એન્ટ્રમાંજ થિયેટર ની બહાર હાઉસફુલના પાટિયા મરાવ્યાં હતાં.મિત્રો જો તમેને ખબરજ હશે કે આજથી આઠ-દસ વર્ષ અગાઉ ગુજરાતી ફિલ્મો જોવા ભાગ્યે જ દર્શકો આવતા.તે સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મો જોવા જતાં લોકો કંટાળી જતાં.એ સમયે મોટાભાગની ફિલ્મોને ફ્લોપનું લેબલ લાગતું હતું.

અને આવા સમયે જો કોઈ ફિલ્મ અચાનક હિટ નીવડે અને ચારેકોર એની ચર્ચા થઈ જાય તો સ્વાભાવિક છે અને નવાઈ પણ લાગે પરંતુ આપણાં વિક્રમ ભાઈ એવું જાદુ કર્યું હતું જે સૌથી અલગ હતું. ‘એકવાર પિયુને મળવા આવજે’, જેના રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર સુનામી સર્જાઈ હતી.ફિલ્મ જેટલા થિયેટરમાં રિલીઝ થઈ એ દરેક થિયેટર્સની બહાર હાઉસફૂલના પાટિયા ઝુલવા માંડ્યા હતા.

આ ફિલ્મને કારણે લાંબા અરસા બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આવો દિવસ જોયો હતો.પેહલાં ગુજરાતી ફિલ્મો ભાગ્ય બે ત્રણ દિવસ ચાલતી પરંતુ વિક્રમ ઠાકોર ની એન્ટ્રી બાદ આખું અઠવાડિયુ જતું તો પણ ફિલ્મ ના ઉતરતી.વિક્રમ ઠાકોર નું કહેવું છે કે તેઓનો પરિવાર ખુબજ સારો છે અને તેમને સમજી શકે છે.

પરિવારમાંથી તેમને હંમેશા સાથ સહકાર મળ્યો છે.કોઇ દિવસ તેમની પત્ની તારાએ તેમને કોઇ જાતની ફરિયાદ નથી કરી.શુટિંગ માટે બહાર જવું અને ત્યારબાદ ઘરે આવીને થાકી જવાથી સુઈ જવુંસામાન્ય રીતે આવી લાઈફ થી પરિવાર માં પણ અસર પડતી હોય છે જોકે તેમના પત્ની તેમને સમજે છે માટે બન્ને વચ્ચે સારા સબંધ છે.