દિવસમાં 100 વખત સબંધ બાંધતી હતી આ મહારાણી,શક્તિ મેળવવા ગધેડીઓનું દૂધ પીતી હતી…..

0
576

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને તમને આજે જાણવા મળશે એક એવી સ્ત્રી વિશે જે 100 ગધેડા ના દૂધ થી નહતી હતી અને તેના 100 પુરુષ સાથે સંબંધ રાખી ચુકી છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ.પ્રાચીન સમયમાં, રાણીઓને વિચિત્ર શોખ હોય છે.  અમે તમને જણાવી રહ્યાં રાણીના શોખ જાણીને તમને આશ્ચર્ય થશે.  આપણે જે રાણીની વાત કરી રહ્યા છીએ તે ગધેડાના દૂધથી નહાતી હતી.  આ રાણી 700 ગધેડાઓનું દૂધ સપ્લાય કરે છે અને તે આવું શા માટે કરતી હતી તેનો મોટો રહસ્ય છે.દરરોજ 700 ગધેડા દૂધથી સ્નાન કરાયું હતું: આપણે જે રાણીની વાત કરી રહ્યા છીએ તે ક્લિયોપેટ્રા છે.  આ રાણી ઇજિપ્તની શાસક હતી.  એવું કહેવામાં આવે છે કે ક્લિયોપેટ્રાએ ઇજિપ્ત પર 51 બીસીઇથી 30 બીસીઇ સુધી શાસન કર્યું હતું અને તે સમયે ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી ધનિક અને સુંદર મહિલા માનવામાં આવતી હતી.  આ રાણીઓએ સેંકડો પુરુષો સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા છે.

આનું કારણ શું છે: સુંદર દેખાવા માટે, ક્લિયોપેટ્રા દરરોજ 700 ગધેડા દૂધ માંગતી હતી અને પછી તે નહાતી હતી.  આને કારણે, રાણીની ત્વચા હંમેશા સુંદર રહે છે.  રાણી ક્લિયોપેટ્રાનું 39 વર્ષની વયે અવસાન થયું, અને તે કેવી રીતે મરી ગઈ તે આજ સુધી એક રહસ્ય છે.ચાલો મિત્રો આ રાની ની બીજી વાતો પણ જાણીએ…ઈસુના જન્મનાં અડતાલીસ વર્ષ પહેલાંની વાત છે. મિસર એટલે કે આજના ઇજિપ્તના રાજા એવિલ્ટીઝનો દેહાંત થયો. સિંહાસન પ્રાપ્ત કરવા માટે બે સગાં ભાઈ-બહેન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. ભાઈ તેર જ વર્ષનો હતો. તેનું નામ ટોલોમી. બહેન વીસ વર્ષની હતી,તેનું નામ ક્લિયોપેટ્રા.

મિસરના દરબારીઓ એક સ્ત્રીના હાથમાં સત્તાનું સુકાન સોંપવાના પક્ષમાં નહોતા, એટલે ક્લિયોપેટ્રા રાણી બની ન શકી, પરંતુ તે હાર સ્વીકારવા તૈયાર નહોતી. ક્લિયોપેટ્રા બેહદ સુંદર હતી. દરબારીઓએ તેર વર્ષના ટોલોમીને રાજા ઘોષિત કરી દઈ ક્લિયોપેટ્રાને દેશનિકાલ કરી દીધી. તે સીરિયા ચાલી ગઈ. ત્યાં પણ તે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની તરકીબો શોધતી રહી. તેણે વફાદાર સૈનિકોની એક ફોજ પણ બનાવી લીધી. અલબત્ત, એક સમય એવો આવ્યો કે તેણે મિસરના શાસક બનવા ફોજનો ઉપયોગ કરવો જ પડયો. એને પોતાના સૌંદર્યનો ઉપયોગ કરવાની તક મળી ગઈ.

વાત એમ બની કે રોમન સામ્રાજ્યનો મહાન શાસક જુલિયસ સિઝર એક પછી એક રાજ્યોને જીતતો મિસર પહોંચ્યો. એ વખતે મિસરની રાજધાની એલેક્ઝાંડ્રિયા હતી. જુલિયસ સિઝરના સૈન્યની તાકાત જોઈને મિસરના યુવાન રાજા ટોલોમીએ તેની સામે હથિયાર ઉઠાવવાને બદલે સિઝરનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા ટોલોમી ખુદ સિઝરના સ્વાગત માટે નગરના દ્વારે ગયો. મહેલને સજાવવામાં આવ્યો. સિઝરને તેના ભવ્ય મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. ભાતભાતનો શરાબ પીરસવામાં આવ્યો. કેટલાયે દિવસો સુધી આનંદપ્રમોદ ચાલ્યો.એક રાત્રે જુલિયસ તેના ખંડમાં અંગત સાથીઓ સાથે ચર્ચા કરતો હતો ત્યારે નજીકની નહેરમાં એક નાનકડા તરાપામાં બેઠેલો એક કદાવર માણસ કાર્પેટમાં વીંટાળેલી કોઈ ચીજ સાથે જુલિયસ સિઝર સમક્ષ ઉપસ્થિત થયો. એણે કહ્યું, “મારી કાર્પેટમાં જે ચીજ છે તે માત્ર સિઝરની આંખો માટે છે.”

સિઝરે તેમના સેનાપતિ અને બીજા સાથીઓને રવાના કર્યા. કદાવર માણસે ફર્સ પર કાર્પેટ મૂકી. કાર્પેટને રગડાવી તો તેમાંથી એક અત્યંત નાજુક સ્ત્રી બહાર આવી. એ સ્ત્રીના સૌંદર્યને જોઈ સિઝર સ્તબ્ધ થઈ ગયો. કદાવર વ્યક્તિએ કહ્યું, “શહેનશાહ! આ નજરાણું આપના માટે છે.”સિઝેર પૂછયું, “આ સ્ત્રી કોણ છે?”એણે કહ્યું, “ક્લિયોપેટ્રા. મિસરના રાજા ટોલોમીની બહેન.”સિઝર ક્લિયોપેટ્રાના સૌંદર્ય પર મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ક્લિયોપેટ્રા ચાલાક પણ હતી. એણે વાક્ચાતુર્યથી સિઝરનું મન જીતી લીધું. સિઝરને એણે બધી જ રીતે જીતી લીધો. થોડાક જ દિવસોમાં એણે તેનો ભાઈ ટોલોમી તેની હત્યા કરવા માગે છે તેવો આરોપ મૂકી સિઝર દ્વારા ક્લિયોપેટ્રાએ સગા ભાઈ ટોલોમીની હત્યા કરી દેવડાવી. સિઝરે ક્લિયોપેટ્રાને મિસરના સિંહાસન પર બેસાડી દીધી.

અલબત્ત, ક્લિયોપેટ્રાની મહત્ત્વાકાંક્ષા મિસરના શાસક બનવા પૂરતી સીમિત નહોતી. તે આખા સંસારની સમ્રાજ્ઞાી બનવા માગતી હતી. ધીમે ધીમે એણે સિઝરને પૂરેપૂરો વશ કરી લીધો. જુલિયસ સિઝરની વય એ વખતે પચાસ વર્ષની હતી, જ્યારે તે પોતે માત્ર વીસ વર્ષની હતી. છતાંયે એણે સિઝરના બાળકની મા બનવાની યોજના અમલમાં મૂકી. સિઝર તો એના સૌંદર્યથી પ્રભાવિત હતો જ. ક્લિયોપેટ્રા સિઝરથી ગર્ભવતી બની. બીજી બાજુ ક્લિયોપેટ્રા અને સિઝરના પ્રેમની ચર્ચાઓ હવે છેક રોમ સુધી પહોંચી. સિઝર આમેય પરિણીત હતો. રોમમાં તેને એક પુત્ર પણ હતો. રોમને પોતાની સેનેટ હતી. જુલિયસ સિઝર ભલે શાસક હતો, પરંતુ સેનેટનો પણ તેની પર અંકુશ હતો. વિશ્વવિજય કરવા નીકળેલો જુલિયસ સિઝર એક સ્ત્રીના સૌંદર્યનો દીવાનો બનીને વિશાળ સૈન્ય સાથે મિસરમાં પડયો રહે તે વાત કેટલાક સેનેટરોને ન ગમી.આ પરિસ્થિતિમાં ક્લિયોપેટ્રાએ સિઝરને સમજાવી એશિયા માઇનોરના પાંટ્સ નામના રાજ્ય પર આક્રમણ કરાવ્યું. એ રાજ્ય જીતી લીધા બાદ સિઝરે એ પ્રાંત ક્લિયોપેટ્રાને ભેટ આપી દીધું અને મિસરની સીમા વધારી આપી.

ક્લિયોપેટ્રાએ રોમ જવાની ઇચ્છા વ્યક્ત કરી. સિઝરે હા પાડી, પરંતુ ક્લિયોપેટ્રાએ ચાલ ચાલી. તે બોલી, “હું એક દિવસ રોમ તો આવીશ, પરંતુ સિઝરની પ્રેયસી તરીકે નહીં, હું મહારાણી તરીકે જ આવવા માગું છું.”સિઝરે ક્લિયોપેટ્રાને પત્ની અને સામ્રાજ્ઞાીનો દરજ્જો આપ્યો. ક્લિયોપેટ્રાએ કહ્યું, “આખા વિશ્વનું સામ્રાજ્ય એક છત્ર નીચે હશે. પૂર્વની રાજધાની એલેક્ઝાંડ્રિયામાં અને પશ્ચિમની રાજધાની રોમમાં.”સિઝરે ક્લિયોપેટ્રાને વિશ્વની સમ્રાજ્ઞાી બનાવવાનું વચન આપ્યું.એ પછી ક્લિયોપેટ્રા તેની યોજના મુજબ સિઝરના બાળકની માતા પણ બની. ક્લિયોપેટ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. આ વાત રોમ સુધી પહોંચી. લાંબો સમય મિસરમાં રહ્યા બાદ સિઝર તેનું સૈન્ય લઈ રોમ પાછો ફર્યો. રોમના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ કેટલાક સેનેટરો મિસરની રાણી ક્લિયોપેટ્રા સાથે તેના સંબંધથી અને ક્લિયોપેટ્રાના સિઝરથી થયેલા પુત્રની ઘટનાથી ખુશ નહોતા.

કેટલોક સમય વીત્યા બાદ જુલિયસ સિઝરે રાણી ક્લિયોપેટ્રાને પોતાનાથી થયેલા પુત્ર સાથે રોમ આવવા નિમંત્રણ આપ્યું. ક્લિયોપેટ્રા તેના પુત્ર સાથે રોમ આવી ત્યારે આ બેહદ સુંદર રાણીને જોવા રાજમાર્ગો પર આખું રોમ ઊમટી પડયું. ભવ્ય સ્વાગત વખતે સિઝરની પત્ની અને રોમના સેનેટરો પણ હાજર રહ્યાં. સિઝરે એ જ વખતે જાહેર કર્યું કે, “હવે ક્લિયોપેટ્રા જ રોમની મહારાણી છે.”

સિઝરે ક્લિયોપેટ્રા માટે રોમમાં જ એક અલગ ભવ્ય મહેલ બંધાવી આપ્યો. લોકોને લાગ્યું કે સિઝર હવે રોમમાંથી પ્રજાતંત્રની સમાપ્તિ કરી દેવા માગે છે. એક વિદેશી રાણીને સમ્રાજ્ઞાીનો દરજ્જો આપવાથી કેટલાક સેનેટરો સખત નારાજ હતા. એ વખતે માર્ક એન્ટની સિઝરનો વફાદાર સેનાપતિ હતો, જ્યારે બ્રુટ્સ તેનો વફાદાર સાથી અને મિત્ર સેનેટર હતો. કેટલાક સેનેટરોને લાગ્યું કે, સિઝરને જીવતો રાખીશું તો તે કાયમ માટે સરમુખત્યાર બની જશે અને ભવિષ્યમાં ક્લિયોપેટ્રાનો પુત્ર જ રોમનો શાસક હશે. એ સેનેટરોએ સિઝરના વફાદાર સાથી બ્રુટ્સને વિશ્વાસમાં લઈ સિઝરની સેનેટમાં જ હત્યા કરી નાખવા યોજના બનાવી. સિઝર ખુદ લશ્કરી યોદ્ધો અને પડછંદ કાયા ધરાવતો પ્રતિભાશાળી રાજા હતો. એક વ્યક્તિના હુમલાથી તે ધ્વસ્ત થાય તેમ નહોતો, તેથી બીજા ચાર-પાંચ સેનેટરો વારાફરતી તેને ખંજર ભોંકે તેવી સાજિશ રચવામાં આવી. આ સાજિશમાં બ્રુટ્સ પણ સામેલ હતો, પરંતુ બીજા દિવસે જ પોતાના વફાદાર મિત્રની હત્યામાં તેણે સામેલ થવાનું હોઈ તે ખિન્ન હતો. એ રાત્રે તે તેના મહેલમાં શૂન્યમનસ્ક હતો. એની પત્નીએ તેને કેટલાક પ્રશ્નો પૂછયા, પણ બ્રુટ્સ કંઈ બોલ્યો નહીં.

એટલે બ્રુટ્સની પત્નીએ તેની સાથળ પરનું વસ્ત્ર ઊંચકીને એક ખંજરથી પોતાની સાથળ ચીરી નાખી. બ્રુટ્સે આશ્ચર્યચકિત થઈ પૂછયું, “તેં આ શું કર્યું?”ત્યારે બ્રુટ્સની પત્ની બોલી, “હું આ પીડા સહન કરી શકું છું, પણ તારું મૌન સહન કરી શકતી નથી.”બીજા દિવસે જુલિયસ સિઝર સેનેટ હોલમાં જવા નીકળ્યો ત્યારે તેને ત્યાં ન જવા એક સ્ત્રીએ ચેતવ્યો, પણ એ ચેતવણીની પરવા કર્યા વિના સિઝર સેનેટ હોલમાં ગયો. અગાઉની યોજના પ્રમાણે તેના વફાદાર સેનાપતિ માર્ક એન્ટનીને વાતચીત કરવાના બહાને સિઝરથી દૂર ખસેડી દેવામાં આવ્યો અને સેનેટ હોલમાં જ ચારથી પાંચ સેનેટરોએ વારાફરતી સિઝરના શરીરમાં ખંજર ભોંકી દીધાં. છેલ્લે બ્રુટ્સે પણ ખંજર ભોંક્યું ત્યારે લોહીલુહાણ સિઝરે પૂૂછયું, “બ્રુટ્સ, તું પણઅને સિઝર પડી ગયો.

સિઝરની હત્યા બાદ માર્ક એન્ટનીએ એ રાત્રે જ ક્લિયોપેટ્રાને અને તેના પુત્રને ચૂપચાપ મિસર રવાના કરી દીધાં. બીજી બાજુ રોમમાં ગૃહયુદ્ધ છેડાઈ ગયું. એક બાજુ માર્ક એન્ટનીનું જૂથ હતું, બીજી બાજુ વિરોધીઓનું. માર્ક એન્ટની જુવાન હતો, મહત્ત્વાકાંક્ષી પણ હતો. તે પોતાનું લશ્કર લઈ બીજા પ્રદેશો જીતવા નીકળી પડયો. મિસરની સીમા પર પહોંચી એણે રાણી ક્લિયોપેટ્રાને સંદેશો મોકલ્યો કે તે રાણી ક્લિયોપેટ્રાને મળવા માગે છે. ક્લિયોપેટ્રા તો પહેલેથી જ આ મુલાકાત માટે બેચેન હતી. સમ્રાજ્ઞાી બની રહેવાની તેની મહત્ત્વાકાંક્ષા યથાવત્ હતી. માર્ક એન્ટનીની નબળાઈ તે જાણતી હતી. એન્ટનીના માનમાં મિજબાની, નૃત્ય અને ઉત્કૃષ્ટ શરાબની વ્યવસ્થા કરવામાં આવી. શરાબના નશામાં મસ્ત માર્ક એન્ટની પણ ક્લિયોપેટ્રા પર મોહી પડયો. ક્લિયોપેટ્રાએ તેની યોજના મુજબ જ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા પાર પાડવા માર્ક એન્ટનીને પ્રણયપાશમાં લપેટી લીધો. માર્ક એન્ટની પણ જુલિયસ સિઝરની જેમ હવે મિસરમાં જ રોકાઈ ગયો. માર્ક એન્ટની ક્લિયોપેટ્રાની જાળમાં ફસાઈ ચૂક્યો હતો.

માર્ક એન્ટની અને ક્લિયોપેટ્રાના પ્રણયની વાત હવે રોમ સુધી પહોંચી. એ વખતે રોમની ધુરા ઓક્ટેવિયસ પાસે હતી. એન્ટની ઓક્ટેવિયસનો બનેવી પણ હતો. એનાથી આ સહન ન થયું. માર્ક એન્ટનીએ એની પત્નીને મળવા ઇન્કાર કરી દીધો. માર્ક એન્ટનીની પત્નીનું નામ ઓક્ટેવિયા હતું. પતિને મળવા ગયેલી ઓક્ટેવિયા નિરાશ થઈ રોમ પાછી ફરી. આ ઘટનાથી ઓક્ટેવિયસ ક્રોધે ભરાયો. રોમનો પણ અપમાન મહેસૂસ કરવા લાગ્યા.

આ તરફ માર્ક એન્ટનીની મદદથી ક્લિયોપેટ્રાએ પોતાની નૌસેના મજબૂત કરી લીધી. એન્ટની પૂર્વના દેશો પર આક્રમણ કરતો રહ્યો અને તેનો લાભ ક્લિયોપેટ્રાને મળતો રહ્યો. મિસરની સીમાઓ વધતી જ રહી. ક્લિયોપેટ્રાના કહેવાથી માર્ક એન્ટનીએ તેની પત્ની ઓક્ટેવિયાને છૂટાછેડા પણ આપી દીધા. એન્ટનીના આ વ્યવહારથી ઓક્ટેવિયસે રોમનોને માર્ક એન્ટનીનો વિરોધ કરવા ભડકાવ્યા અને હવે રોમનું શાસન સંપૂર્ણતયા ઓક્ટોવિયસના હાથમાં હતું.એ જ રીતે ક્લિયોપેટ્રાએ ઓક્ટોવિયસની તાકાતને ખતમ કરી દેવા માર્ક એન્ટનીને ઉકસાવ્યો. માર્ક એન્ટનીએ યુનાન પર પણ આક્રમણ કરી દીધું, પરંતુ એક્ટિયમ નામના સ્થળે તેમની સેના હારી ગઈ. પરાજય બાદ ક્લિયોપેટ્રા અને એન્ટની એલેક્ઝાંડ્રિયા રવાના થઈ ગયાં.

હવે ક્લિયોપેટ્રાના મિસર પર હુમલો કરવા રોમની સેનાઓ સજ્જ હતી. ઓક્ટેવિયસે મોટી સેના સાથે મિસર પર હુમલો કર્યો. ક્લિયોપેટ્રાના કારણે તેના રાજ્યમાં પણ પ્રજા વિદ્રોહી બની ગઈ હતી. તેનું સૈન્ય પણ હવે વેરવિખેર હતું. ઓક્ટેવિયસ હવે એલેક્ઝાંડ્રિયામાં પ્રવેશી ચૂક્યો હતો. ક્લિયોપેટ્રા કે એન્ટની પાસે હવે કોઈ લશ્કર જ નહોતું. માર્ક એન્ટનીએ કેદી બનીને પાછા રોમ જવાને બદલે આત્મહત્યા કરી લેવાનંુ પસંદ કર્યું. એણે જાતે જ પોતાના શરીરમાં તલવાર ભોંકી દીધી. ક્લિયોપેટ્રા પણ કેદી બનીને રોમ જવા માગતી નહોતી. જોકે, ઓક્ટેવિયસે ક્લિયોપેટ્રા આત્મહત્યા ન કરે તે માટે ખૂબ સાવધાની રાખી, પરંતુ એ રાત્રે ક્લિયોપેટ્રાએ સુંદર વસ્ત્રો ધારણ કર્યાં બાદ તેની વફાદાર દાસીને બોલાવી. એને માટીનો સાચવી રાખેલો ઘડો લાવવા કહ્યું. એ ઘડામાં ઝેરી સાપ હતો. ક્લિયોપેટ્રાએ એક સમ્રાજ્ઞાીના જ પરિવેષમાં સજ્જ થઈને એ ઘડામાં હાથ નાખી દીધો. સર્પે દંશ માર્યો અને થોડીક ક્ષણોમાં તે મૃત્યુ પામી.

ઓક્ટેવિયસ ક્લિયોપેટ્રાના ખંડમાં આવ્યો ત્યારે મિસરની મહારાણીનો મૃતદેહ જ તેને મળ્યો. એેણે નજીકમાંથી જ એક સર્પને સરકતો જોયો. ક્લિયોપેટ્રાને રોમ લઈ જવાની ઓક્ટેવિયસની મહેચ્છા અધૂરી જ રહી.- આ છે ક્લિયોપેટ્રાની કહાણી.એક સ્ત્રીની અસાધારણ સત્તાભૂખ અને અસાધારણ મહત્ત્વાકાંક્ષાએ તેને તો ખતમ કરી જ દીધી, પરંતુ રોમના મહાન શાસક જુલિયસ સિઝર અને સેનાપતિ માર્ક એન્ટનીને પણ બરબાદ કરી નાખ્યા. સ્ત્રી, સૌંદર્ય અને સત્તાનું કોકટેલ કેટલું ડેન્જરસ છે તેનું આ ઉદાહરણ છે.