દીપિકાથી લઈને અનુષ્કા સુધી આ છે બોલિવૂડની સૌથી ધનકી અભિનેત્રીઓ,જાણો કોની સંપત્તિ છે સૌથી વધુ..

0
204

દીપિકા પાદુકોણથી લઈને અનુષ્કા શર્મા સુધીની, તે બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રી છે,આજે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા જેવા કેટલાક નામ મોખરે છે. અનુષ્કા શર્મા ઘણા લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં જોવા મળી ન હોવા છતાં, તેની વેબ સીરીઝ ‘પાટલ લોક’ અને નિર્માતા તરીકે ઓટીટી પ્લેટફોર્મ પર ‘બુલબુલ’ દર્શકોને પસંદ આવી છે. આને કારણે આજની આ વાર્તામાં અમે તમને બોલિવૂડની સૌથી ધનિક હીરોઇનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આલિયા ભટ્ટે ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરી આ યાદીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ફોર્બ્સ 2019 ની સૂચિ અનુસાર, આલિયાએ ગયા વર્ષે 59.21 કરોડની કમાણી કરી હતી.નાની વયે કારકિર્દીના ટોચ પર પહોંચેલી મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ આજે અઢળક કમાણી કરી રહી છે. આલિયાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની મહેનતના નાણાં કઇ રીતે અને ક્યાં વાપરે છે તેની મોકળા મને વાત કરી હતી.હું મર્યાદિત બજેટમાં ગુજારો કરી શકુ એમ છું. મને બેફામ ખરચા કરવાની આદત નથી.મારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મને ઘણી વખત કહે છે કે તું શું કામ વધારે રૂપિયા વાપરતી નથી

એક ટીનએજર તરીકે મેં કદી વધુ પડતી મોંઘીદાટ ચીજવસ્તુઓની ખરીદી કરી નથી. સાચું કહું તો મારી પૈસા જ હોતા નથી. હું અને મારી બહેન શાહીન મારી માતા સાથે રજા ગાળવા માટે હંમેશા લંડન જતા ત્યારે પણ અમને બહુ થોડી ખિસા ખરચી આપવામાં આવતી.મારી કમાણીમાંથી મોંઘીદાટ કહી શકાય તેવી બ્રાન્ડેડ પર્સ મેં પહેલી વખત ખરીદી હતી. મને પર્સીસ તેમજ જીમનેશિયમના પરિધાન ખરીદી કરવા વધુ પસંદ છે. મારી બહેન શાહીન તેમાં પણ કાપ મુકતી હોય છે. હું સ્ટોરમાં જાઉં કે તરત જ તે મને વધુ પડતી ખરીદી કરતા રોકે છે. તેને લાગે છે કે, હું નવરી હોઉં ત્યારે ખોટા ખરચા કરતી હોઉં છું.

આલિયા વૈભવી વસ્તુના શમણાં શેર કરતા કહે છે કે, મારી પાસે લકઝરી ખાનગી જેટ હોય તેવી મને ઇચ્છા છે. ઊપરાંત પર્વતમાળા પર મારું વૈભવી ઘર હોય એવી મને ઇચ્છા છે. જે હું ચોક્કસ એક દિવસ પૂરી કરીશ. મને લંડનામાં પોતીકું ઘર ખરીદવાનું બહુ મન હતુ ઈચ્છા મેં ૨૦૧૮માં એ પૂરી કરી છે. લંડનના કોવેન્ટ ગાર્ડન વિસ્તારમાં મારુ હાઉસ છે, જેમાં મોટા ભાગે મારી બહેન રહે છે.

પ્રિયંકા ચોપડા જોનાસ- ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા જોનાસ ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ટોચની 100 હસ્તીઓની યાદીમાં આ વર્ષે 49 મા ક્રમેથી 14 માં ક્રમે આવી ગઈ છે. ગયા વર્ષે, પ્રિયંકાની કુલ કમાણી 23.4 કરોડ રૂપિયા હોવાનું કહેવાતું હતું, એટલું જ નહીં, તેણીને ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2019 માં પણ સૌથી ધનિક ભારતીય હસ્તી તરીકે નામાંકિત કરવામાં આવી હતી. સમાચાર અનુસાર, દેશી યુવતીએ ગયા વર્ષે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક પોસ્ટ માટે 1 271,000 એટલે કે આશરે 1.92 કરોડ વસૂલ્યા હતા.

દીપિકા પાદુકોણ- દીપિકા પાદુકોણ વર્ષ 2018 માં 48 કરોડની કમાણી કરીને સૌથી ધનિક સેલિબ્રિટીની યાદીમાં 10 મા ક્રમે આવી હતી. પરંતુ હવે કમાણીની બાબતમાં દીપિકા ચોથા નંબરે પહોંચી ગઈ છે. તેની પાછલા વર્ષની કમાણી 112.8 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું.દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી માંથી એક છે. દીપિકા એ ફિલ્મોમાં અભિનય કરતા પહેલા મોડેલિંગ માં પણ કામ કર્યું છે. તે સૌથી પહેલા હિમેશ રેશમિયાની સાથે “નામ હે તેરા તેરા” વીડીયો માં જોવા મળી હતી. 2007 માં આવેલ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” ને જોયા બાદ એ માનવામાં આવ્યું કે બોલીવુડને એક ચમકતો સિતારો મળી ગયો છે.

દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986 માં કોપનહેગન, ડેનમાર્ક માં થયો હતો. જયારે દીપિકા ની ઉમર 11 મહિનાની હતી ત્યારે તેમનો પરિવાર બેંગલોરમાં શિફ્ટ થઇ ગયું.દીપિકાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2006 માં આવેલ કન્નડા ફિલ્મ “ઐશ્વર્યા” થી કરી હતી.દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એક સારા બેડમિંટન ખેલાડી રહી ચુક્યા છે અને તેની માતા ઉજાલા એક ટ્રાવેલ એજન્ટ છે.

અનુષ્કા શર્મા- અભિનેત્રી, નિર્માતા અનુષ્કા શર્માની 2019 ની કમાણી 28.67 કરોડ રૂપિયા હતી. આપને જણાવી દઈએ કે અનુષ્કા અને તેના પતિ વિરાટ કોહલી પણ મયન્ત્રા જેવી ઘણી મોટી બ્રાન્ડના એમ્બેસેડર છે. ફોર્બ્સની યાદી મુજબ, અનુષ્કા સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીમાં 21 મા ક્રમે છે.બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. બન્ને જણાએ સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી છે. અનુષ્કાએ લખ્યું છે કે, “અને હવે અમે ત્રણ થઈશું”છેલ્લા ઘણાં સમયથી અનુષ્કા પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યાં હતા. વાસ્તવમાં અનુષ્કાને મુંબઈમાં એક ક્લિનિક બહાર સ્પૉટ કરવામાં આવી હતી. જે બાદ એવી અટકળો વહેતી થઈ ગઈ હતી કે, અનુષ્કા ગર્ભવતી છે. જો કે હવે અભિનેત્રીએ સામે ચાલીને આ ખુશખબરી આપી છે.

અનુષ્કા શર્માની આ પોસ્ટ પર કૉમેન્ટ્સ પણ અઢળક આવી રહી છે. આ ખુશખબર જાણીને ફેન્સ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યાં છે.તાજેતરમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે, તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે. જે બાદ લોકો વિરાટ-અનુષ્કાને પ્રશ્ન પૂછી રહ્યાં હતા કે, તેઓ ક્યારે ગુડન્યૂઝ આપવાના છે.જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા છેલ્લે શાહરુખ ખાન સાથેની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી શકી નહતી. આ સિવાય અનુષ્કા શર્માએ પોતાના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ “પાતાલલોક”ને લઈને પણ ચર્ચામાં છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, 2017ના રોજ ઈટલીના ટસ્કની સ્થિત આલિશાન રિસોર્ટમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા.

કેટરિના કૈફ- બોલિવૂડની ચિકની ચમેલી એટલે કે કેટરિના કૈફે ગયા વર્ષે 23.63 કરોડની કમાણી કરી હતી, જે મુજબ તે 23 મા ક્રમે છે. ફિલ્મોની સાથે સાથે કેટરીન અનેક મોટી બ્રાન્ડની એમ્બેસેડર પણ છે.ભારત’ ફિલ્મ બાદ કેટરીના કૈફ રજા મનાવવા ગઇ હતી. હવે તેનું વેકેશન પૂર્ણ થઇ ગયુ છે અને કેટરીના ફરી કામ પર જોડાવાની તૈયારી કરી રહી છે. આ પહેલા કેટરીના કૈફે એક એવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરને 17 લાખથી વધુ લાઇક્સ મળી ચુક્યા છે.કેટરીનાની આ તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે, જેમાં તે એક બ્લૂ રંગની મોનોકિનીમાં જોવા મળી રહી છે. કેટરીના પાણીમાં રમતી જોવા મળી રહી છે. આ સાથે કેટરીનાએ લખ્યુ આ કેપ્શન દ્વારા કેટરીનાએ પોતાના ફેન્સ અને ફોલોઅર્સને જણાવ્યુ કે રજા દરમિયાન તેમની આ અંતિમ તસવીર છે. તે બાદ તે કામ પર પરત ફરવાની છે.

 

કેટરીના કૈફ આ વર્ષે રિલીઝ થયેલી ભારતમાં સલમાન ખાન સાથે નજરે પડી હતી. 200 કરોડથી વધુનું કલેક્શન કરીને ભારત આ વર્ષની સૌથી સફળ ફિલ્મમાં સામેલ છે. કેટરીના હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં નજરે પડશે, જેમાં તે ઘણા સમય બાદ અક્ષય કુમાર સાથે પરદા પર પરત ફરી રહી છે. બીજી તરફ ફરાહ ખાનની અંડર પ્રોડક્શન ફિલ્મ પણ કેટરીનાની લિસ્ટમાં છે. કેટરના કૈફ માટે 2019ની શરૂઆત સારી રહી છે.2018 તેની માટે ખરાબ રહ્યું હતું. કેટરીના 2018માં આમિર ખાન સાથે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને શાહરૂખ ખાન સાથે ઝીરોમાં નજરે પડી હતી. આ બન્ને ફિલ્મ ચાલી નહતી. હવે ભારત બાદ સૂર્યવંશીથી આશા છે કે કેટરીના એક વખત સફળતા મેળવશે.