ધોની થી લઈને જાડેજા સુધી આવા આલીશાન બંગલા માં રહે છે જુઓ તસવીરો.

0
113

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા એવા ક્રિકેટરો રહ્યા છે જે તેમની રમતગમત તેમજ તેમની લક્ઝરી જીવનશૈલી માટે જાણીતા છે. આ ક્રિકેટરોએ જેટલું ક્રિકેટ ક્ષેત્રે પ્રવાસ કર્યો છે, તેમનો ભવ્ય બંગલો પણ ત્યાં છે. 6 પ્રખ્યાત ક્રિકેટ ખેલાડીઓની વૈભવી આશિયનોની ઝલક જુઓ.

સૌરવ ગાંગુલીનું આ આલિશાન ઘર કોલકાતામાં છે.૮ જૂલાઇ ૧૯૭૨ના રોજ કોલકાતાના એક અમીર પરિવારમાં જન્મેલા સૌરવ ગાંગુલીએ ૪૮ વર્ષ પૂરા કર્યા છે. સૌરવ ગાંગુલીના શાનદાર ક્રિકેટિંગ કારકિર્દીથી તો દરેક વ્યક્તિ પરિચિત છે. પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી અમુક એવી વાતો છે જે અમુક જ લોકો જાણે છે. ગાંગુલીનો આલીશાન મહેલ કોલકત્તાના બેહાલા વિસ્તારમાં સ્થિત છે. વળી તેમનો આ મહેલ બહારથી તો સાધારણ દેખાય છે, પરંતુ અંદરથી તેનો નજારો કોઈ મહેલથી ઓછો નથી. સૌરવ ગાંગુલીનું આ પૈતૃક ઘર છે.પ્રિન્સ ઓફ કોલકાતાનાં નામથી મશહૂર સૌરવ ગાંગુલીના આ મહેલનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બંગાળી સંસ્કૃતિ અને કલાત્મકતા થી ભરપુર છે. મહેલની અંદર તમને દરેક ખૂણામાં બંગાળી કલાત્મકતા જોવા મળશે. દાદાના મહેલની તસવીરો તમે નહીં જોઈ શકો છો.

સૌરવની સફળતા પાછળ તેમના પિતાનો મોટો હાથ.સૌરવ ગાંગુલીનું બાળપણ આ મહેલમાં જ પસાર થયું છે એટલે સ્પષ્ટ છે કે તેમનું બાળપણ કોઈ રાજકુમાર થી ઓછું હતું નહીં. ગાંગુલી પરિવારના નિવાસમાં તમામ પ્રકારની સુખ-સગવડો થાઓ રહેલી છે અને દાદાએ તે બધી સુખ સગવડતાઓ પોતાના બાળપણમાં ભોગવી લીધી છે. સૌરવ ના પિતાનું નામ ચંડીદાસ ગાંગુલી હતું. સૌરવની પાસે દરેક પ્રકારની સુવિધા અને સુખ-સગવડતા હોવા છતાં પણ તેમના પિતાએ સૌરવની અંદર ક્યારેય પણ પૈસાનું અભિમાન આવવા દીધું નહીં. એ જ કારણ છે કે પોતાની કારકિર્દીમાં સફળતા મળી શકી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી પોતાના આ પૈતૃક નિવાસમાં પરિવારની સાથે રહે છે. ખાસ વાત એ છે કે ગાંગુલીના ઘરમાં ૪૮ રૂમ છે, જી હાં, તમે બરોબર જ વાંચ્યું છે. બહારથી સાધારણ દેખાતા આલિશાન ઘરની અંદર ૪૮ રૂમ છે. જણાવવામાં આવે છે કે દાદા સાફ-સફાઈ અને સુખ સગવડતા વાળી જિંદગી જીવવાના શોખીન છે અને એ જ કારણ છે કે આજે પણ તે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો પોતાના ઘર પાછળ ખર્ચ કરે છે.

ગોવામાં સુનિલ ગાવસ્કરનો ખૂબ જ ભવ્ય અને સુંદર મહેલનુમાં બંગલો છે. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે 70 વર્ષનો ઉંબર ઓળંગ્યો છે. એમની ક્રિકેટર તરીકેની લાઇફ તો ધુંઆધાર રહી જ છે પણ આ ઓરિજિનલ ‘લિટલ માસ્ટર’નો ચાર્મ એ જ્યારે પણ સ્ક્રિન પર દેખાયા ત્યારે લોકોને પ્રભાવિત કરી ગયો છે.

નવજોત સિંહ સિદ્ધુનું આલિશાન અશિયાના અમૃતસરમા આલિશાન ઘર મિડીયા રિપોર્ટ્સ અનુસાર કપિલે સિદ્ધુના ઘરે ડોઢ કલાક બેસીને ખુબ વાતો કરી હતી. તસવીરોમાં સિદ્ધુના આલિશાન ઘરનો નજારો સાફ દેખાઇ રહ્યો છે, સિદ્ધુએ આ ઘર 2014માં બનાવવાનું શરૂ કર્યુ હતુ અને ત્રણ વર્ષે આ ઘર બની રહ્યું હતું. 2017માં સિદ્ધુ પરિવાર સાથે આ ઘરમાં શિફ્ટ થયા હતા. સિદ્ધુનું ઘર કોઇ મહેલથી ઓછુ નથી, 2017ના એક રિપોર્ટ પ્રમાણે આ ઘરની કિંમત 25 કરોડ આંકવામાં આવે છે. ઘરની અંદર જીમ, સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.

મહેન્દ્રસિંહ ધોનીનું રાંચી ઘર. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશ્વવ્યાપી કેપ્ટન કૂલ તરીકે જાણીતા છે. તેમની તેજસ્વી રમતના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ધોની, ભારતનો સૌથી સફળ વનડે કેપ્ટન, વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરો પૈકી એક છે.જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. સચિન તેંડુલકર પછી તે વિશ્વનો બીજો સૌથી ધનિક ક્રિકેટર છે. છેલ્લા 1 વર્ષથી ટીમ ઇન્ડિયાનો ભાગ ન હોવા છતાં, તેની ધોનીની કમાણી પર કોઈ અસર થઈ નથી. તેઓ હજી પણ ઍડ્વેર્ટિઝમેન્ટથી વાર્ષિક કરોડો કમાય છે.

SEVEN એ મહેન્દ્ર સિંહ ધોનીની જીવનશૈલી બ્રાન્ડ છે જે સ્પોર્ટ્સ વિયર બનાવે છે. આ સિવાય તેમની પાસે ‘સ્પોર્ટ્સફિટ પ્રા.લિ.’ નામની કંપની છે જે દેશભરમાં 200 થી વધુ જીમ ધરાવે છે. ધોની ‘સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ’ માં ‘માહી રેસીંગ ટીમ ઈન્ડિયા’નો માલિક છે. તે ‘ઈન્ડિયન સુપર લીગ’ માં ‘ચેન્નાઈન એફસી’ ટીમનો માલિક પણ છે. ધોનીએ હોટલના વ્યવસાયમાં પણ નાણાંનું રોકાણ કર્યું છે. તે રાંચીની આલીશાન હોટલ માહી રેસીડેન્સીનો માલિક પણ છે.

આ તો ધોનીની કમાણીના સ્ત્રોત હતા! હવે ચાલો જાણીએ ધોનીની આ 4 વિશેષ બાબતો વિશે, જે ફક્ત મોંઘી જ નહીં પણ તેના પ્રિય પણ છે રાંચી ફાર્મહાઉસ.મહેન્દ્રસિંહ ધોની ઝારખંડની રાજધાની રાંચીમાં તેના માતાપિતા સાથે રહે છે. 7 એકરમાં ફેલાયેલ આ વૈભવી ‘કૈલાસપતિ’ ફાર્મહઉસની કિંમત આશરે 40 થી 50 કરોડ રૂપિયા છે. આ ફાર્મહાઉસની અંદર તેના રહેવાનું અને વિશાળ પાર્ક ઉપરાંત એક મોટી કાર અને બાઇક શોરૂમ પણ છે જેમાં ધોનીએ પોતાની પસંદની કાર અને બાઇક રાખી છે.

રવિન્દ્ર જાડેજાનો જામનગર બંગલો. ૨૦૦૮-૨૦૦૯ મા રણજી ટ્રોફીમાં કરેલા આર્કષક દેખાવ બાદ, કે જેમાં તેઓ વિકેટ લેવામાં પ્રથમ રહ્યા અને છ્ઠ્ઠા ક્રમે રમી બેટીંગમા પણ યોગદન આપ્યુ, જાડેજા ભારતીય ટીમમા શ્રીલંકા સામેની એકદિવસીય શ્રેણીમાં સ્થાન પામ્યા. તેઓનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ ફાઇનલ મેચમાં ૮ ફેબ્રુઆરીના રોજ થયું, જેમા તેઓએ ૬૦* રન બનાવ્યા છતાં ભારત તે મેચ હાર્યું હતું. ૨૦૦૯ માં ભારતના ઇંગલેન્ડ સામેના પરાજયમાં તેઓ અપેક્ષિત રન રેટથી સ્કોર ન બનાવી શકતા ટીકા પાત્ર બન્યા હતા.૨૧ ડિસેમ્બર ૨૦૦૯, શ્રીલંકા સામેની ૩જી એકદિવસીય મેચ, કટકમાં, જાડેજા ૪ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચના ખિતાબથી સન્માનાયા. તેમનો શ્રેષ્ઠ બોલીંગ આંક ૩૨-૪ રહ્યો છે.

ક્રિસ ગેલનું ખૂબસૂરત ઘર. ક્રિસ ગેલ દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી છે તેની અંદર તેને લખ્યું છે કે “જો કોઈ અન્ય વ્યક્તિ માટે કઈ સંભવ છે તો એ તમારા માટે પણ સંભવ છે. ક્રિસ ગેલનો આ બંગલો પ્રાકૃતિક સાનિધ્યમાં ઘેરાયેલો છે.ક્રિસ ગેલ આ બંગલામાં ઘણી પાર્ટીઓ પણ કરે છે, તે જયારે કોઈ મેચ જીતીને આવે છે ત્યારે આ બંગલામાં જ પાર્ટી કરતો હોય છે.ક્રિસ ગેલન આ ઘરની અંદર પાર્ટી પુલ છે તો ઘરની અંદર તેને એક મીની ડાન્સ બાર પણ બનાવ્યો છે, ક્રિસને તેનો બેડરૂમ સૌથી વધારે પસંદ છે.ક્રિસ ગેલ વિશ્વભરની ફ્રેન્ચાઈઝીઓ માટે ટી-20 રમે છે અને તેના કારણે જ તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે તેમજ તેના બેટિંગને ચાહકો વધુ નિહાળવાનું પણ પસંદ કરે છે.ગેલનું કહેવું છે કે જીવન ખુબ જ ટૂંકું છે અને એટલે જ દરેક પળને જીવવી જોઈએ. તે એમ પણ કહે છે કે શાહી જીવન જ મને પસંદ આવે છે.