દ્વારકા નો આ વીડિયો જોવો,અહીં પણ મોરબી જેવી દુર્ઘટના ના થાય તો સારી,બોટ ના એટલા પેસેન્જર ભર્યા કે જાણીને ચોકી જશો..

0
1036

મોરબીમાં દર્દનાક ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં મોરબી બાદ દ્વારકા જિલ્લામાં પણ આવી દુર્ઘટના બની શકે છે. જાણવા મળે છે કે મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીનો વીડિયો વાયરલ થયો છે.

જો કે ફેરી સર્વિસ વિડીયોની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ફેરીનો વીડિયો સામે આવ્યો છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં બોટમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હોવાનું જણાય છે. આ સાથે નિયમ મુજબ લાઈફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષા સાધનોની ગેરહાજરીને લઈને હોબાળો મચી ગયો છે. પ્રાંતિજમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના વીડિયોમાં જોઇ શકાય છે કે બેટના બ્રિજ અને બોટમાં સુરક્ષાના સાધનોનો પણ અભાવ છે.

ગઇકાલે મોરબીમાં બનેલી દર્દનાક ઘટના બાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ પણ જાગવાની જરૂર છે.ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના વીડિયો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરને ભરાયા હોવાનો વીડિયો સામે આવતા તંત્ર પર સવાલ ઉભા થયા છે. જો કોઈ દુર્ઘટના થશે તો આ બોટમાંથી અનેક લોકો દરિયામાં પડે તેવી શક્યતા છે.

જેમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ઓખા મરીન પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા લોકોની આવડી મોટી ભીડ વચ્ચે પણ ઓખા-બેટના બ્રિજ પર કે બોટમાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા નથી. ત્યારે મોરબીની ઘટના જોયા બાદ તો દ્વારકા જિલ્લા તંત્રએ જાગવાની ખુબજ જરૂરિયાત છે.

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.