દેવી દેવતા ના વાહનો ઉપરથી જાણો તે આપણને શું આપે છે સંદેશ એક વાર જરૂર વાંચો…

0
388

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ હિંદુ ધર્મના દેવી દેવતાઓ ના વાહન થી આપણને કઇ શીખ મળે છે તો આવો જાણીએ. મિત્રો તમે કોઇ પણ મંદિરમાં જાઓ કોઇ પણ ભગવાનને જોવો તેમની સાથે એક વસ્તુ સામાન્ય રીતે જોડાયેલી છે અને તે છે તેમનુ વાહન.  લગભગ દરેક ભગવાનને કોઈને કોઈ વાહન જોવા જ મળે છે. આ વાહનમાં પશુ-પક્ષી જ જોવા મળે છે. શિવના નંદીથી લઈને સરસ્વતીના હંસ સુધી ભગવાન વિષ્ણુના ગરુડથી લઈ ઈન્દ્રના ઐરાવત સુધી દરેક દેવી દેવતાઓ પ્રાણીઓ પર સવાર થતાં દેખાય છે. જોકે શું તમને એ બાબતની જાણ છે કે આખરે શા માટે સર્વશક્તિમાન ભગવાન પ્રાણીઓ પર સવાર થતાં જોવા મળે છે.

ભગવાનનું વાહન દરેક પ્રાણીઓ છે એ પાછળ અનેક કારણો છે. જેમાં આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણોનો સમાવેશ થાય છે. જે કારણે ભારતીય ઋષિઓએ ભગવાનના વાહન તરીકે બતાવ્યાં છે. હકીકતમાં દેવતાઓ સાથે પશુઓને તેના વ્યવહારને અનુરૂપ જોડવામાં આવ્યાં છે. બીજું સૌથી મોટું કારણ છે પ્રકૃતિની રક્ષા કરવી. જો પશુઓને ભગવાન સાથે જોડવામાં ન આવ્યાં હોત તો પશુ પ્રત્યે હિંસાનું પ્રમાણ પણ વધ્યું હોત. હિંદુ સનાતન ધર્મમાં સાકાર રૂપમાં ઈશ્વરને પૂજવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં અનેક દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા દેવી-દેવતાઓના અલગ-અલગ આભૂષણ અને સ્વરૂપ હોય છે. એવી જ રીતે બધા દેવી દેવતાઓના અલગ અલગ વાહન પણ હોય છે. દરેક દેવી દેવતાઓના ફોટામાં તમે જોયું હશે કે તેનું વાહન કોઈ પશુ અથવા પક્ષી હોય છે. આ બધા પશુપક્ષીઓ દેખાવમાં તો સાધારણ હોય છે, પરંતુ તેને દેવી દેવતાઓના વાહન દ્વારા આપણને શું શિખ મળે છે તે જોઈએ.

મા શેરાવાલીની સવારી સિંહ.દેવી ભાગવત અનુસાર મા દુર્ગાની સવારી સિંહ વનમાં સંયુક્ત પરિવારમાં રહેનાર પ્રાણી છે. તે વનનો સૌથી શક્તિશાળી પ્રાણીમાંથી એક છે. પરંતુ તે પોતાની શક્તિનો વ્યર્થમાં વ્યય નહી કરતો. જરૂર પડે તો જ તેનો ઉપયોગ કરે છે. દેવીનું વાહન એ સંદેશ આપે છે. ઘરમાં મુખિયાને અને પરિવારને જોડીને રાખવું જોઈએ. વ્યર્થના કાર્યોમાં પોતાની શક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ અને ઘર સુખી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. માતા લક્ષ્મીનું વાહન છે ઘુવડ.ઘુવડ ક્રિયાશીલ પ્રવૃતિનું પક્ષી છે. તે પોતાનું પેટ ભરવા માટે નરંતર ભોજનની શોધમાં કાર્ય કરે છે. તે કાર્યને તે પૂરી લગન સાથે કરે છે. લક્ષ્મીજીનું વાહન એ શીખ આપે છે કે જે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. તેના પર માતા- લક્ષ્મીની કૃપા સદા બનેલી રહે છે અને તેના ઘરમાં વાસ પણ કરે છે.

ગણેશજીનું વાહન ઉંદર.ગણેશજીનું વાહન દરેક વસ્તુને પછી તે કામની હોય કે નકામી દરેક વસ્તુને કોતરીને તેને ક્ષતિ પહોંચાડે છે. આમ કુતર્કી મનુષ્ય તેમના દુષ્કૃત્યો દ્વારા કામમાં વિક્ષેપ નાખે છે. ગણેશજીનું વાહન બુદ્ધિના દેવતા છે. આ સાથે જ તે કુતર્ક ઉંદર છે. જેથી ગણેશજીએ તેને પોતાની સવારી બનાવીને પોતાની નીચે દબાવીને રાખ્યો છે. આ એ વાતનો સંદેશ આપે છે કે આપણે ખરાબ લોકોની અર્થહીન વાતોને હટાવીને વિવેકથી કામ લેવું જોઈએ. શિવજીનું વાહન બળદ.સામાન્ય રીતે ચૂપ રહેનાર બળતનું ચરિત્ર ઉત્તમ અને સમર્પણ ભાવ વાળું હોય છે. બળ અને શક્તિના પ્રતીક બળકને મોહ-માયા અને ભૌતિક ઈચ્છાઓથી દૂર રહેનાર પ્રાણી માનવામાં આવે છે. તે સીધુ સાદુ પ્રાણી છે. પણ તે જ્યારે ક્રોધિક થાય છે તો તે સિંહ સાથે પણ બાથ ભીડી લે છે. શિવની સવારી પ્રેરણા આપે છે કે શક્તિશાળી હોવા છતાં પણ આપણે સહજથી કામ લેવું જોઈએ. પરિશ્રમ દ્વારા જીવનમાં સદાય ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ.

ભગવાન વિષ્ણુનુ વાહન ગરૂડ.ગરૂડ એક એવું પ્રાણી છે કે જે આકશમાં ખુબ ઉંચાઈ પર ઉડીને પણ પૃથ્વી પર નાના નાના જીવો પર નજર રાખી શકે છે. ગરૂડ સાપોનો શુત્ર છે. તેનું કારણ એવું કહેવામાં આવે છે. ઝેરને નાશ કરનાર એટલે કે આંતકને નષ્ટ કરનાર પક્ષી છે. એમ ભગવાન વિષ્ણુ સૃષ્ટીના પાલનહાર છે. તેની નજર પ્રત્યેક મનુષ્ય પર હોય છે. જેથી પ્રેરણા મળે છે કે આપણી દ્રષ્ટીને જાગરૂત બનાવીને રાખવી જોઈએ. સરસ્વતીજીનું વાહન હંસ.હંસ પવિત્ર, જિજ્ઞાસુ અને સમજદાર પક્ષી હોવાની સાથે સાથે આખુ જીવન એક જ હંસની સાથે રહે છે. પરિવારમાં પ્રેમ અને એકતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. હંસની સામે દુધ અને પાણી મિશ્રીત કરીને રાખો તો હંસ માત્ર તેમાંથી દુઘ પી લે છે અને પાણી છોડી દે છે. એટલે એવું કહેવામાં આવે છે કે હંમેશા ગુણ ગ્રહણ કરવા જોઈને અવગુણ છોડી દેવા જોઈએ.

હનુમાનજીનું આસાન ભૂત.હનુમાનજી ભૂત-પ્રેત પર આસન બનાવીને તેના પર બેસે છે અને તેને જ પોતાના વાહનની રૂપમાં પ્રયોગ કરે છે. ભૂત-પ્રેત અહંકાર અને બીજાને ભય આપનાર હોય છે. તેનો અર્થ એ છે કે આપણે અંહકાર અને દુષ્ટ પ્રવૃતિને આપણે આપણા પર હાવી થવા દેવી જોઈએ નહીં.ભૂત – પ્રેત ઉપર તેઓનું અપાર નિયંત્રણ રહેતું હોય છે. આપણે એવી શીખ આપે છે કે જે કષ્ટદાયક છે, ભયજનક છે તેને આપણાં ઉપર હાવી થવા ન દેવું જોઈએ. કોઈપણ ખરાબ બાબત કે ભય ઉપર નિયંત્રણ મેળવવાનો સંદેશ આપણને હનુમાનજી આ રીતે પીશાચનું આસન અને વાહન બનાવીને આપી જાય છે.

રથ પર સવાર ભગવાન સૂર્ય.આપણી સૃષ્ટીના સાક્ષાત દેવતા એટલે સૂર્ય દેવ. તે સાત ઘોડા પર સવાર હોય છે. જેને શક્તિ અને સ્ફૂર્તિનું પ્રતિક માનવામાં આવે છે. રથ એ પ્રેરણા આપે છે કે સારા કામો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ. તો જ આપણા જીવનમાં સફળતા રૂપી પ્રકાશ આવે છે. કાર્તિકેય અને મોર.ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. એક દંતકથા અનુસાર આ વાહન તેમને ભગવાન વિષ્ણુએ ભેટમાં આપ્યું હતું. ભગવાન વિષ્ણુએ કાર્તિકેયની વિશાળ ક્ષમતાને જોતાં તેમણે આ વાહન ભેટ આપ્યું હતું. જેનો સાંકેતિક અર્થ હતો કે પોતાના ચંચળ મનરૂપી મોરને કાર્તિકેયે વશમાં કર્યું છે. તો અન્ય એક કથામાં દંભના વિનાશ તરીકે કાર્તિકેય સાથે બતાવ્યું છે.

મગર પર બેસે છે મા ગંગા.શાસ્ત્રોમાં ગંગા માતાના વાહન તરીકે મગરમચ્છનો ઉલ્લેખ થયેલો છે. આનાથી આપણને એવો સંદેશ મળે છે કે કદી પણ જળચર પ્રાણીઓને મારવા ન જોઈએ કે તેમને કોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચાડવું જોઈએ. મગર પાણીમાં રહેનારા દરેક જળચર વચ્ચે સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. કોઈપણ જીવને નુકસાન પહોંચાડવું એ અતિ અનિષ્ટ કાર્ય છે, તેવું મા ગંગાના વાહન થકી આપણને સંદેશો મળે છે.