દાંતણ કરવાથી થાય છે એટલાં લાભ કે એકવાર જાણી લેશો તો રોજ કરશો દાંતણ.

0
77

આપણે જાણીએ જ છીએ કે દાંતની નિયમિત સફાઈ કરવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આજે દાંતની સફાઈ માટે બજારમાં ઘણા બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. અને ઘણા પ્રકારના દંતમંજન પણ ઉપલબ્ધ છે.પહેલાના જમાનામાં માત્ર દાતણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ચોક્ક્સ ઝાડની પાતળી ડાળીને કાપીને તેનું જ દાતણ કરવામાં આવતું હતું. એ સાથે જ એમાં કેટલાક ઔષધિય ગુણો પણ સામેલ છે.

‘દાંતણ’ દાંત સાફ કરવા માટે એક જમાનાની અકસીર ઔષધિ છે. જયારે દાંતની સફાઈ માટે ટુથપેસ્ટનો આવિષ્કાર કરવામાં નહોતો આવ્યો ત્યારે લોકો ‘દાંતણ’ વડે જ દાંતની સફાઈ કરતા હતા અને આજે પણ અમુક ગામડાઓમાં લોકો દાતણનો જ ઉપયોગ કરતા હતા દાંત માટે મીઠુ અને ગરમ પાણીના કોગળા ઉતમ છે. પહેલાના લોકો શેરડીનો સાઠો અને અખરોટ પણ દાંતથી ભાંગી શક્તા, જયારે આજે એ શકય નથી. દાંતથી ભોજનનો શ્રેષ્ઠ આનંદતો લઈ જ શકાય છે. બલકે સુંદરતાની ઓળખ માટે પણ દાંત મહત્વનો ભાગ ભજવે છે.

આપણા આ અમૂલ્ય દાંતની જાળવણી માટે ‘દાંતણ’ને આયુર્વેદ તથા શાસ્ત્રમાં પણ ઉતમ માનવામાં આવ્યું છે.આયુર્વેદમાં દર્શાવાયું છે કે નીમનું દાતણ માત્ર દાંતને જ સાફ નથી રાખતુ બલ્કે તેનાથી પાચન ક્રિયા પણ વ્યવસ્થિત થાય છે. અને ચહેરા પર પણ નિખાર આવે છે. અને એસિવાય જે લોકો નિયમિત દાંતણનો ઉપયોગ કરે છે તેમનો અવાજ મધુર અને સ્પષ્ટ હોય છે. તેથી જે લોકો વાણી અથવા ગાયીકી સાથે સંબંધ ધરાવે છે તેને દાતણનો ઉપયોગ કરવો જોઈએ દાતણના મુખ્ય ત્રણ પ્રકાર છે. નીમ, બેર, અને બબુલ જેમાં દાત અને પેઢાને મજબૂત રાખવા બબુલના દાતણનો ઉપયોગ શ્રેષ્ઠ મનાય છે. દાતણ કેવી રીતે કરવું? તો દાતણને ઉપરના દાંતમા ઉપરથી નીચેની તરફ અને નીચેથી ઉપર તરફ કરવાનું હોય છે. જેનાથી શ્ર્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. અને દાંતમાં પાયરિયાની તકલીફ પણ નથી થતી.

દરેક વ્યકિતના ચહેરા પરનું સ્થિત તેની સુંદરતાનો મુખ્ય ભાગ છે અને આ મુસ્કાન ત્યારે વધારે સુંદર બને છે જયારે વ્યકિતના દાંત સ્વસ્થ અને સ્વચ્છ હોય, બજારમાં મળતા ટુથ પેસ્ટથી દાંતને ચમક આપે છે. પરંતુ દાંત માટે સૌથી વધારે અકસીર દાતણ જ છે.પારિયા દાંતની સંભાળ ન રાખવાથી થાય છે. તેમજ ભોજન વ્યવસ્થિત ન પચવાથી થાય છે.અન્ય એક કારણ છે જેમાં લિવર ખરાબ થવાથી લોહીમાં એસિડનું પ્રમાણ વધે છે. જેના કારણે દાંત પારિયાથી પ્રભાવિત થાય છે.તેમજ માંસાહાર અને ગળપણ વધારે ખાવાથી અને પાન, ગુટખા, તમાકુનું સેવન કરવાથી પણ પાયરીયા થાય છે. આમાં કરંજનું દાતણ પાયરિયાના ઈલાજ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

દાતણનું વર્ણન આયુર્વેદમાં પણ છે. ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ પણ દાતણને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અને એજ એક માત્ર કારણ છે કે વ્રત અથવા તહેવારનાં દિવસે ઘણા લોકો આજે પણ બ્રશની જગ્યાએ દાતણનો ઉપયોગ કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ દાતણને શ્રેષ્ઠ એટલા માટે માનવામાં આવે છે. કારણ કે તે ‘એઠું’ નથી થતું એક દાંતણનો ઉપયોગ માત્ર એક વાર જ કરવાનો હોય છે, જયારે એક જ ટુથ બ્રશનો ઉપયોગ પ્રતિદિન કરવામાં આવે છે.

આયુર્વેદમાં વર્ણિત દંતધાવન વિધિમાં અર્ક, ન્યગ્રોધ, ખદિર, કરંજ, નીમ, બબુલ વગેરે ઝાડની નાની દંડીઓથી દાંત સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં મુખ પ્રદેશ એટલે કે મોં ને કફનું મુક્ય સ્થાન બતાવવામાં આવ્યું છે. એવામાં સવારનો ‘કાળ’ પણ કફજન્ય હોય છે. જે આખી રાત સુવાના કારણે મોની અંદર જમા થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં કફદોષનો નાશ કરવા માટે કડવાશ, અને સરયુકત દાતણનો ઉપયોગ દર્શાવાયો છે.

આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફનું સમસ્યા ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે. આંબાનું દાતણ ત્યારે જ કરવું જ્યારે કેરીની સિઝન ચાલુ થઈ જાય.લીમડાનું દાતણ હોળી પછી કરવું જોઈએ. આ દાતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ. આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિતનું શમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે. લીમડાનાં દાતણ ઉનાળામાં જ કરવું.

લીમડાના દાંતણ કરવાથી એક ફાયદો એ પણ છે કે આથી પેઢાની મજબૂતાઈ વધે છે. દાંતણને ઉપરના દાંતમાં ઉપરથી નીચે તરફ અને નીચેનાં દાંતમાં નીચેથી ઉપર તરફ લઈ જાવ. તેનાથી પેઢા મજબૂત થશે.
જો તમે નિયમિત રૂપે લીમડાના દાંતણથી દાંતની સફાઈ કરો છો તો તમને પાયોરિયાની તકલીફ ક્યારેય થશે નહી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં રીતે ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.

લીમડાનું દાતણ નેચરલ માઉથફ્ર્રેશનરની પણ કામ કરે છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ નથી આવતી. આ દાંતણ તમે પાંચ મિનિટથી લઇને 15 મિનિટ સુધી કરી શકો છો. જો તમે દાંતણ કરો છો તો તમને બે મિનિટમાં જ તેનો પ્રભાવ જોવા નળશે. સવારે અને રાત્રે બે વાર દાતણ કરી શકાય છે.આયુર્વેદ મુજબ લીમડો વૃક્ષોની ડાળીને દાતણ કહીં શકાય છે. આ બધા દાતણ કડવા રસના છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે કડવા રસના જ દાતણ ને પ્રાધાન્ય કેમ ?

આયુર્વેદમાં મુખપૃષ્ઠ માટે કફને અતિરિક્ત સ્થાને કહેવાય છે.સવારના સમય પણ કફ મુખ્ય થાય છે અને આખી રાત સુવાથી મુખમાં કફ ઉત્પન્ન થાય છે. જે કફ દોષનું નિવારણ કરે છે. માટે દાતણને કફ નાશક પણ કહ્યું છે. તમને જાણીને નવીન લાગશે કે અમેરિકામાં આ લીમડાનું દાતણ ૨૪ ડોલરમાં વેચાય છે જે આપને ભારતમાં મફતમાં મળે છે.

વડનું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય. વડનાં દાતણથી દાંતનાં પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.ખેરનું દાતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાનાં ચાંદાઓથી છુટકારો અપાવે છે.બાવળની ઘણી જાતો છે.આ બાવળને દેસી બાવળ કહેવાય છે. બાવળનું ઝાડ મોટું થાય છે અને તેને લાંબા કાંટા આવે છે. દેસી બાવળનું દાતણ ખુબ સરસ થાય છે. બાવળના ઝાડ માંથી ગુંદર નીકળે છે અને તે ખુબ પૌષ્ટિક હોય છે. બાવળનું લાકડું પણ ઘણું મજબૂત હોવાથી ઈમારત ના કામ માં આવે છે.બાવળનું દાતણ (દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુમાં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળનાં દાતણમાં સલ્ફર હોઈ જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય, તેનું દાતણ નિરાપદ છે.તથા ગુલર, ખીજડો, ખેર.. આ પણ નિરાપદ દાતણ છે.કણજીનું દાતણ મોઢામાં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાંફ ચડતો હોઈ એમને આમળાનાં વૃક્ષનું દાતણ કરવું જોઈએ.કરંજનું દાતણ માત્ર કરવાથી મુખની દુર્ગંધ દુર કરવાની સાથે સાથે દાંતમાં થતા પાયોરીયા નામક રોગને મટાડે છે, એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સારી ફ્રેશનેસ પણ મળે છે.

આ તમામ પ્રકારનાં દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યારબાદ કોઈ બીજા વનસ્પતિનું દાતણ લેવું. સીઝન પ્રમાણે.. રોટેશનમાં.આ દાતણ આંગળ લાબું અને એક આંગળ જાડુ લેવું અને રસદાર હોય એવું લેવું. ચાવી ગયેલ દાતણને કાપીને નવેસરથી દાતણ કરવું. દાતણને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મળે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપીને દાતણને પાણીમાં બોળી રાખવું .દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે. માટે એકવાર જરૂર અપનાવો

સુરક્ષિત અને તદ્ન નજીવા દરે ઉપલબ્ધ ‘દાતણ’નો ઉપયોગ સમયાંતરે લુપ્તઆધુનિક યુગમાં જયારે દરેક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે ત્યારે સમયાંતરે દાંત સાફ કરવાની પ્રક્રિયામાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલાના જમાનામાં જયારે ટુથ પેસ્ટનો આવિષ્કાર થયો ન હતો ત્યારે લોકો દાંતણ વડે જ દાંત સાફ કરતા હતા દાંતણનો ઉપયોગ સરળ, સુરક્ષીત અને તદ્ન સસ્તો છતા અસરકારક છે. કરંજના દાતણની ૮૦ થી ૯૦ ના દાયકાના સમયની વાત કરીએ તો રૂા.૧માં ચાર દાતણ મળતા હતા એટલે કે ઘરમાં ચાર સભ્યો હોય તો તેઓનો મહિનાભરનો દાંત સાફ કરવાનો ખર્ચ માત્ર ૩૦ જ રૂપિયાનો થતો હતો. આમ, સાવ નજીવા દરે ઉપલબ્ધ હોવા છતાં ‘દાતણ’નો ઉપયોગ આજે સાવ લુપ્ત થઈ ગયો છે. તેનું એક કારણ વૃક્ષોનો સફાયો છે તેમ કહી શકાય.