દરરોજ સવારે બોલો ભોલેનાથ નો આ ચમત્કારી મંત્ર, દરેક દિશામાંથી આવશે માત્ર ધન જ…

0
546

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મહામૃત્યુંજય મંત્ર નો જાપ સવારના સમયે કરવો જોઈએ, 12 વાગ્યા પછી આ મંત્ર નો જાપ નહીં કરવો જોઈએ,કારણ કે 12 વાગ્યા પછી આ મંત્ર નો જાપ કરવાથી આ મંત્ર થી જોડેલો લાભ નથી મળતો.આ મંત્રની પૂજા કરતા પહેલાં,ભગવાન શિવની પૂજા કરો અને આ મંત્રને ગ્રહણ કરવા માટે એક સંકલ્પ લો. સંકલ્પ લીધા પછી,તમે આ મંત્રનો જાપ કરવાનું ચાલુ કરી દો.

ૐ ત્રયમ્બકં યજામહે । સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્ધનામ । મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ॥આ પ્રભુ શિવ નો મહામૃત્યુંજય મંત્ર એ એટલી તાકત ધરાવે છે કે આ મંત્રોચ્ચારણ માત્ર થી મૃત્યુ નો ભય દૂર થઈ જાય છે. આ મંત્ર ના જાપ થી મહાકાલ રાજી થાય છે અને જેની પર મહાકાલ ની કૃપા વરસી જાય તેનો જીવ તો સ્વયં યમરાજ પણ હરી નથી શકતા. આ મંત્ર સાથે જોડાયેલ એક પ્રસંગ વિશે અહી ચર્ચા કરવા માંગુ છુ.આ પ્રસંગ એ સમય નો છે જ્યારે પ્રભુ શિવ ના ભક્ત માર્કડ ઋષિ ને એક પણ સંતાન ના હતી. જેના થી તે ખુબ જ નિરાશ હતા. તેમના ભાગ્ય મા સંતાનયોગ જ ના હતો. પરંતુ તે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા ધરાવતા હતા. તેમણે આ માટે મહાદેવ ને પ્રસન્ન કરવા એક યજ્ઞ કર્યો અને તેમની ભક્તિ મા લીન થઈ ગયા.

માર્કડ ઋષિ ની તપશ્ચર્યા થી પ્રભુ મહાદેવ પ્રસન્ન થાય છે અને કહે છે હુ વિધી નુ વિધાન બદલી ને તને પુત્ર નુ વરદાન આપુ છુ.આ સાંભળી ને ઋષિ માર્કડ ના મુખ પર પ્રસન્નતા છવાઈ જાય છે પરંતુ શિવજી આ વાત મા એક વાત ઉમેરે છે કે આ પુત્ર પાપ્તિ બાદ તારે એક ખુબ જ કષ્ટદાયક પીડા નો સામનો કરવો પડશે.પરંતુ તે પીડા કઈ હશે તે વિશે મહાદેવે મૌન ધારણ કર્યુ. ઋષિ માર્કડ ને ત્યા પુત્ર નો જન્મ થાય છે જેનુ નામ માર્કેંડેય રાખવા મા આવ્યુ. જ્યારે જ્યોતિષિ એ બાળક નુ ભાવિ ભાખ્યુ તો તેણે જણાવ્યુ કે આ બાળક ફક્ત ૧૨ વર્ષ ની આયુ સુધી જીવીત રહેશે. ત્યારબાદ તે મૃત્યુ પામશે.

આ વાત સાંભળતા ની સાથે જ ઋષિ માર્કડ તથા તેના પત્નિ નિરાશ થઈ ગયા. ત્યારે ઋષિ માર્કડ પત્નિ ને આશ્વાસન આપે છે કે જે પ્રભુ એ પુત્ર પ્રાપ્તિ નુ વરદાન આપ્યુ તે જ તેની રક્ષા પણ કરશે. સમય વ્યતીત થવા લાગ્યો અને સમય ની સાથે-સાથે માર્કેંડય મોટો થવા લાગ્યો. પિતા એ તેને શિવ મંત્ર ની શિક્ષા આપી.પરંતુ માતા ને તેની સતત ચિંતા રહેતી. માતા નુ આ નિરાશાજનક મુખ જોઈને તે તેની નિરાશા નુ કારણ પૂછે છે ત્યારે માતા માર્કેંડય ને તેની અલ્પ આયુ વિશે જણાવે છે.

ત્યારે માર્કેંડય માતાને વચન આપે છે કે તે પ્રભુ શિવ પાસે થી આ સમસ્યા નુ નિવારણ અવશ્ય પ્રાપ્ત કરી લેશે.ત્યારબાદ પ્રભુ શિવ ની પુજા કરવા માટે એક મંત્ર ની રચના કરે છે અને શિવ મંદિર મા બેસી આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરવા લાગ્યો. આ મંત્ર ના મંત્રોચ્ચારણ કરતા-કરતા તેના વિનાશ નો સમય સમીપ આવી ગયો. તેના બાર વર્ષ પૂર્ણ થયા અને યમદૂત તેના પ્રાણ લેવા આવી જાય છે. માર્કેંડય ને પ્રભુ શિવ ની ભક્તિ મા જોઈ થોડીવાર પ્રતીક્ષા કરી. કોઈપણ તેના પ્રાણ લેવા નો સાહસ ના કરી શક્યા.

આ સમગ્ર ઘટના યમદૂતે યમરાજ ને જણાવી અને ત્યારબાદ યમરાજ સ્વયં માર્કેંડય ના પ્રાણ લેવા માટે આવે છે. યમરાજ ને જોઈ માર્કેંડય પ્રભુ શિવ ના શિવલીંગ ને પકડી આ મંત્ર નો જોર-જોર થી મંત્રોચ્ચારણ કરવા લાગે છે. યમરાજ જેવા માર્કેંડય ના પ્રાણ હરવા માટે આગળ વધે છે કે એક ત્રાડ પડે છે અને આખી ધરા ધ્રુજે છે.રોદ્ર પ્રકાશ ઉત્પન્ન થાય છે અને સ્વયં મહાદેવ પ્રગટ થાય છે ને કહે છે કે તે મારી ભક્તિ કરતા ભક્ત ના જીવ લેવા નો પ્રયાસ કેવી રીતે કર્યો યમરાજ મહાદેવ ના આ સ્વરૂપ ને જોઈ ડરી જાય છે.

કહે છે હુ તો ફક્ત મારી ફરજ બજાવુ છુ જે તમે મને સોપી છે પ્રભુ ક્ષમા કરો પ્રભુ ત્યારે પ્રભુ શિવ ની ક્રોધાગ્નિ શાંત થાય છે અને જણાવે છે કે હુ મારા ભક્ત ની આરાધના થી રાજી છુ અને તેને દિર્ઘાયુ નુ વરદાન આપુ છુ.યમરાજ પ્રભુ શિવ ના આદેશ નુ પાલન કરી ને પરત ફરે છે. પ્રભુ શિવ કહે છે કે આજ થી જે કોઈ પણ આ મંત્ર નો જાપ કરશે તે મૃત્યુ ના ભય થી મુક્ત થઈ જશે.આમ ઋષિ માર્કેંડય દ્વારા આ મહામૃત્યુંજય મંત્ર ની રચના થઈ. એવુ કહેવાય છે કે સોમવારે મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવા થી તમે અસાધ્ય બિમારીઓ તથા મુશ્કેલીઓ મા થી બહાર નિકળી શકો.લઘુ મૃત્યુંજય મંત્ર.ॐ जूं स माम् पालय पालय स: जूं ॐ। किसी दुसरे के लिए जप करना हो तो-ॐ जूं स (उस व्यक्ति का नाम जिसके लिए अनुष्ठान हो रहा हो) पालय पालय स: जूं ॐ.

કાળજીપૂર્વક કરો મંત્ર રટણ મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે ચોક્કસ સાવચેતી રાખવી અને મંત્રનું રટણ પધ્ધતિ સર કરવું. આ મંત્રનો જાપ કરવા સાથે સંબંધિત કેટલાક નિયમો છે અને તમારે આ નિયમોના આધારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે નીચે જણાવેલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મૃત્યુંજય મંત્રનો પાઠ કરવામાં આવે છે. તેથી તમારે ફક્ત સોમવારથી જ આ મંત્રનો જાપ શરૂ કરવો જોઈએ. કારણ કે સોમવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ છે અને ભગવાન શિવ સાથે સંકળાયેલા આ મંત્રોનું વાંચન આ દિવસે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે આ મંત્રના ઉચ્ચારણ પર વિશેષ ધ્યાન આપો અને તેને યોગ્ય રીતે વાંચો. જો આ મંત્ર ખોટી રીતે વાંચવામાં આવે તો તમને આ મંત્રનો જાપ કરવાથી કોઈ ફાયદો થતો નથી. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો ત્યારે તમારે આ મંત્રનો નું ઉચ્ચારણ યોગ્ય રીતે કરો. બને તો પહેલા આ મંત્ર ને શીખો અને ત્યારબાદ તેનો જાપ શરૂ કરો.

જો તમે મૃત્યુંજયના મંત્રનો પાઠ કરવા માંગતા હોય, તો તમે તેને પૂજારી દ્વારા પણ કરાવી શકો છો. ફક્ત પહેલા દિવસે તમે આ મંત્રનો જાપ ત્રણ વખત કરો ત્યારબાદ પંડિત આ મંત્ર નો જાપ કરી શકે છે. તમારા સિવાય તમારા ઘરના કોઈપણ સભ્ય પણ તમારા માટે આ મંત્રનો જાપ કરી શકે છે.જે દિવસે તમારો જાપ પૂર્ણ થાય તે દિવસે તમે તમારા ઘરે હવન કરવો અને ભગવાન શિવની પૂજા પણ કરવી. પૂજા કરતી વખતે ભગવાન શિવ પાસેથી ક્ષમા માંગવી કે જો તમે આ મંત્ર વાંચતી વખતે કોઈ ભૂલ કરી હોય તો તમને ક્ષમા આપે.

મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે તમારે ફક્ત રુદ્રાક્ષની માળા થી કરવો જોઈએ. આ મંત્ર નો મોતી ની માળા કે અન્ય કોઈ પ્રકાર ની માળા થી ભૂલ થી પણ ના કરવો.આ મંત્રનો પાઠ આસન ઉપર બેસી ને કરવો જોઈએ. પ્રથમ દિવસે તમે શિવલિંગની સામે બેસીને આ મંત્રનો પાઠ કરી શકો છો. આ મંત્રનો જાપ કરતી વખતે તમારી સામે ઘીનો દીવો પ્રગટાવો અને જ્યારે પણ તમે આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે મનમાં કેમ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો છો એ બાબત પણ અવશ્ય બોલવી.

આ મંત્રનો જાપ નીચેની પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે, તમે કોઈ મોટી બીમારીથી પીડિત છો તો આ મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે.જો કોઈ રોગથી પીડિત વ્યક્તિ લાંબા સમય સુધી મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે, તો તે સ્વસ્થ બને છે.કોઈ પણ મનોકામના પૂર્ણ કરવાના હેતુ થી પણ આ મંત્રનો પાઠ કરી શકાય છે.પુત્ર પ્રાપ્તિ માટે પણ મૃત્યુંજય મંત્રનો પાઠ કરવામાં આવે છે.

જ્યારે કુંડળીમાં અકાળ મૃત્યુની સંભાવના હોય ત્યારે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારી ઉપર જે ભય આવવાનો છે તે ટળી જાય છે.જો ધંધામાં કે પૈસામાં કોઈ ખોટ થઈ હોય તો મત્યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવાથી ધન વધે છે.જ્યારે ઘરમાં કોઈ ઝગડો થાય કે કષ્ટ આવે ત્યારે આ મંત્રનો જાપ કરો. આ મંત્રોનો ઉપદેશ આપવાથી ઘરનું વાતાવરણ યોગ્ય રહે છે અને ઘરમાં કોઈ તકલીફ નથી.

જે લોકોના મગજમાં હંમેશાં ખલેલ રહે છે, તેઓએ પણ આ મંત્રનો જાપ શરૂ કરવો જોઈએ.તમારે આ મંત્રનો કેટલો વખત જાપ કરવો જોઈએ.જેમને સંતાન કે પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓએ આ મંત્રનો જાપ ૧,૨૫,૦૦૦ વખત કરવો જોઈએ.કોઈપણ રોગથી પીડિત લોકોએ ઓછામાં ઓછું ૧૧,૦૦૦ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ.અકાળ મૃત્યુ અથવા કોઈપણ સમસ્યાથી પરેશાન લોકોએ આ મંત્રનો જાપ ૧,૨૫,૦૦૦ વખત કરવો જોઈએ.