દરેક મહિલાના હોઈ છે ચાર પતિ, અને તમારો નંબર હોઈ છે ચોથો, જાણો કેવી રીતે?..

0
327

પતિ અને પત્નીનો સબંધ આ દુનિયાનો સૌથી ખાસ સબંધ હોય છે કહેવાય છે કે જોડી ઓ સ્વર્ગમા બનાવવામા આવે છે અને ધરતી ઉપર તેમનુ મિલન થાય છે અને આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરી ઓ એકબીજાને જાણ્યા વગર એકબીજા નો સાથ આપવા તૈયાર થઇ જાય છે.આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે. જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે તમને જણાવી દઈએ કે પતિ પત્નીના સબંધને બધાજ સબંધોમાથી અલગ માનવામાં આવે છે તેમજ આ પતિ પત્નીના સબંધમા ઘણીબધી ખાટી મીઠી વાતો હોય છે.

પતિ પત્ની એકબીજાને જાણ્યા વગર જ એકબીજાને અપનાવી લે છે અને પછી આખા જીવન માટે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે અને જીવનના દરેક ખરાબ અને સારા સમયને એકબીજાની સાથે રહીને તેનો સામનો કરે છે મિત્રો પતિ પત્ની સબંધ ભગવાન દ્વારા બનાવવામા આવેલો એક પવિત્ર સબંધ છે મિત્રો પતિ પત્નીના સબંધમા એવી ઘણીબધી વાતો હોય છે જે તેમને સમયની સાથે વધારે મજબુત બનાવી દે છે.

એવું કહેવામાં આવે છે કે પત્ની પતિ વિના અધૂરી હોય છે અને પતિ પત્ની વગર અધૂરો છે અને આમ જ બંને સાથે મળીને પોતાને પરિપૂર્ણ કરે છે પતિ-પત્ની બંને તેમના સંબંધોને વધુ સુંદર બનાવવા માટે કંઈક કરતા રહે છે જેમની સાથે તેમનો સંબંધ વધુ પ્રેમાળ બને છે પતિ-પત્નીના સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે કે તેઓ એકબીજાને માન આપે છે અને તેના માટે એકબીજા ની ઇચ્છાઓને માન આપો અને એકબીજાની લાગણીઓને સમજો તેમજ એકબીજા પરનો વિશ્વાસ ક્યારેય ઓછો ના થવા દો મિત્રો લગ્ન પછી દરેક પતિ ઇચ્છે છે કે તેની પત્ની તેને ખૂબ પ્રેમ કરે જ્યારે પત્ની પણ ઇચ્છે છે કે તેનો પતિ હંમેશા તેની સાથે ઉભો રહે.

આ સંબંધોમાં તેમની વચ્ચે ઘણી વખત તણાવ રહે છે જેના કારણે બધુ તૂટી જાય છે. આનું કારણ ક્યારેક પતિ હોય છે તો ક્યારેક પત્ની હોય તો કેટલીકવાર તે બંને હોય છે લગ્ન પછી દરેક પતિ ઇચ્છે છે કે તેની પત્ની તેની સાથે ખૂબ પ્રેમ કરે, તેની સંભાળ રાખે અને દરેક દુખ અને સુખમા તેની સાથે ઉભી રહે અને ખુશીઓ માં તે જ પત્નીઓ પણ ઈચ્છે છે કે લગ્ન પછી તેમને વિશ્વનો શ્રેષ્ઠ પતિ મળે જે તેમના સારી રીતે તેમની સંભાળ રાખે તેને પ્રેમ કરે અને તેની દરેક ઇચ્છા પૂર્ણ કરો.

કદાચ તમને આ લેખમા તમને થોડીક નવાઈ જરૂર લાગશે પણ આ ખરેખર સાચી વાત છે.અને કદાચ તમે તમારી પત્ની થી પણ સવાલ કરશો.પણ તમારી પત્ની પણ કહેશે કે એ તમારી પહેલી પત્ની છે.હવે તમે વિચારશો કે જ્યારે અમે બન્ને પહેલા લગ્ન થયા છે અને મારી પત્નીથી મારા પહેલો લગ્ન છે તો હું મારી પત્નીનો ચોથો પતિ કેવી રીતે થયો તો ગભરાવા ની જરુર નથી અમે તમ્બે આ વિશે જ જણાવી રહ્યા છે.

મોટા ભાગના હિન્દુઓ તેમના ધર્મ, ગ્રંથો અને પુરાણો વિશે જાણતા નથી અને આ જ કારણ છે કે આપણે ઘણી વસ્તુઓથી અજાણ રહીએ છીએ અને આજે અમે તમને એવું કંઈક જણાવીશું કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ હિન્દુ ધર્મમાં વર્ણવેલ બાબતો અનુસાર આ વાત સાચી છે અને આ લેખ વાંચીને તમે માનશો નહીં પણ એ વાત સાચી છે કે દરેક સ્ત્રીના ચાર પતિ હોય છે અને તમે ચોથા નંબરમાં છો, તમને આ ખબર નથી હોતી કારણ કે લગ્ન સમયે જ્યારે પંડિત તમને લગ્ન મંત્રનો પાઠ કરે છે ત્યારે તમે મંત્રનો અસલી અર્થ સમજી શકશો નહીં.

જો તમે મંત્રોને યોગ્ય રીતે જાણતા હો, તો તમે જાણતા હશો કે લગ્ન સમયે મંડપ પર બેઠેલા વરની સંખ્યા ચોથી છે.અને તે પહેલાં તેની પત્નીની માલિકી અન્ય ત્રણ લોકોને સોંપવામાં આવી છે તે વિચિત્ર લાગે છે પરંતુ આ સાચું છે. ખરેખર વૈદિક પરંપરામાં નિયમ છે કે કોઈ પણ સ્ત્રી પોતાની મરજીથી ચાર પુરુષોને તેનો પતિ બનાવી શકે છે.આ નિયમનું પાલન કરતી વખતે, સ્ત્રીને પતિની ગૌરવમાં રાખવા માટે લગ્ન સમયે સ્ત્રીના લગ્ન ત્રણ દેવતાઓ સાથે થાય છે.

પ્રથમ કન્યાની માલિકી ચંદ્રને સોંપવામાં આવી છે.અને તેના પહેલા લગ્ન ચંદ્ર સાથે થાય છે અને બીજા નંબર ની માલિકી પછી વિશ્વાસુ નામના ગંધર્વ સાથે લગ્ન કરવામા આવે છે અને પછી અગ્નિ સાથે અને પછી તેના ચોથા નંબર મા તેના પતિને આપવામાં આવે છે.અને આ વૈદિક પરંપરાને કારણે દ્રૌપદી એક કરતા વધારે પતિ સાથે રહી હતી દ્રૌપદી એ તે સમયની પ્રણાલી માંથી આગળ વધી હતી અને પાંચ માણસોને તેનો પતિ તરીકે સ્વીકાર કર્યો હતો અને જો દ્રૌપદી ચાર માણસો ની પત્ની હોત, તો તે તે સમયના નિયમો અનુસાર ન્યાયી અને સામાજિક રૂપે સ્વીકૃત થઈ હોત અને કર્ણ તેમને વેશ્યા ન કહી શક્યો હોત અને ત્યાં મહિલાઓના ચાર પતિ હોઈ શકે છે.

આ પ્રણાલીના આરંભ કરનારાઓ અથવા કહી શકાય કે લગ્ન પ્રથાની સ્થાપના કરનાર ઉદાલક ઋષિના પુત્ર શ્વેતકેતુ હતા મિત્રો વાસ્તવમાં વૈદિક પરંપરા અનુસાર એક મહિલાને ચાર પતિ રાખવા નો અધિકાર આપવા માં આવ્યો છે પરંતુ એનાથી સમાજમાં ફેલાતી અવ્યવસ્થાને જોઇને ઋષિ શ્વેતકેતુએ આ રિવાજને શરૂ કર્યો કે લગ્ન દરમિયાન મહિલાના લગ્ન દેવો સાથે કરાવી દેવામાં આવે. એનાથી એમના 4 પતિઓની પત્ની હોવાનો અધિકાર પણ સુરક્ષિત રહેશે અને સમાજમાં વ્યવસ્થા પણ બની રહેશે.