દર 12 વર્ષે આ મંદિરમાં પડે છે વીજળી જાણીલો શું છે તેનાં પાછળ નું રહસ્ય

0
72

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા-અર્ચના અને તેમની વાતો સાંભળવાથી પુણ્ય મળે છે તેવી લોકવાયકા છે. ત્યારે આવો આજે અમે તમને શિવજીના એવા મંદિરની વાત અંગે જણાવીએ જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે. દેવભૂમિ હિમાચલમાં ઘણા બધા દેવી-દેવતાઓના મંદિર છે. ત્યારે હિમાચલના કુલ્લુ શહેરમાં વ્યાસ અને પાર્વતી નદીના સંગમની પાસે એક ઊંચા પર્વતની ઉપર વીજળી મહાદેવનું પ્રાચીન મંદિર છે.

માનવામાં આવે છે કે આ વિશાળકાય ઘાટી સાંપનું સ્વરૂપ છે. આ સાપનો વધ ભગવાન શિવે કર્યો હતો. અહીં જે સ્થળ પર મંદિર છે ત્યાં દર 12 વર્ષે શિવલિંગ પર એક વખત ભયંકર આકાશમાંથી વીજળી પડે છે. આથી શિવલિંગ ખંડિત થઇ જાય છે. ત્યારબાદ પૂજારી ખંડિત શિવલિંગના ટુકડાને માખણથી જોડે છે અને થોડાંક મહિના બાદ શિવલિંગ નક્કર સ્વરૂપમાં પરિવર્તિત થઇ જાય છે. અહીં વીજળી કેમ પડે છે અને આ જગ્યાનું કુલ્લુ નામ કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે.

કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં અહીં કુલાંત નામનો રાક્ષસ રહેતો હતો. રાક્ષસ કુલ્લુની પાસે આવેલ નાગણધારથી અજગરનું સ્વરૂપ ધારણ કરીને મંડીના ધોગ્ધરધાર થઇને લાહૌલ સ્પીતિથી મથાણ ગામ આવી ગયો. રાક્ષસરૂપી અજગર કુંડળી મારીને વ્યાસ નદીના પ્રવાહને રોકીને આ જગ્યાને પાણીમાં ડૂબાડવા માંગતો હતો. તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે અહીં રહેનાત તમામ જીવજંતુ પાણીમાં ડૂબીને મરી જશે. ભગવાન શિવ કુલાંતના આ વિચારથી ચિતિંત થઇ ગયાય

ભગવાન શિવે રાક્ષસને પોતાના વિશ્વાસમાં લીધા અને તેના કાનમાં કહ્યું કે તેની પૂંછડીમાં આગ લાગી છે. આટલું સાંભળતા જ કુલાંત જેવો જોવા માટે પાછળ ફર્યો ત્યાં ભોળેનાથે પોતાના ત્રિશૂળથી આ રાક્ષસના માથા પર હુમલો કર્યો. આથી તે મૃત્યુ પામ્યો. કુલાંતના મરવાથી તેનું શરીર એક વિશાળ પર્વતમાં ફેરવાઇ ગયું. કુલાંત રાક્ષસનું શરીર જેટલાં ભાગમાં પથરાયું હતું એટલો ભાગ પર્વતમાં ફેરવાઇ ગયો. કુલ્લુ ઘાટીના વીજળી મહાદેવથી રોહતાંગ દર્રા અને આ બાજુ મંડીના ઘોગ્ધરધાર સુધીની ઘાટી કુલાંતના શરીરથી નિર્મિત મનાય છે. કુલાંતથી જ કુલુત અને ત્યારબાદ કુલ્લુ નામ પડ્યું.

ત્યારબાદ ભગવાન શિવ એ ઇન્દ્રને આદેશ આપ્યો કે દર 12 વર્ષમાં એક વખતે આ જગ્યા પર વીજળી પડે છે. ત્યારથી આ સિલસિલો યથાવત છે. અહીંના લોકો મંદિર પર વીજળી પડતી જુએ છે. જેમાં શિવલિંગ ચકનાચુર થઇ જાય છે, પરંતુ પૂજારીઓ તેને માખણ સાથે જોડતાં જ આ ફરીથી જૂના સ્વરૂપમાં આવી જાય છે.

ભોળાનાથ નથી ઇચ્છતા કે જ્યારે વીજળી પડે ત્યારે જન ધનને નુક્સાની પહોંચે. આથી તેમણે લોકોને બચાવા માટે વીજળીને પોતાની ઉપર જ પાડે છે. તેના લીધે તેને વીજળી મહાદેવ કહેવાય છે. કુલ્લુ શહેરથી વીજળી મહાદેવ પર્વત લગભગ સાત કિલોમીટર દૂર છે. આ સ્થળ દરિયાઇ સપાટીથી 2450 મીટરની ઊંચાઈ પર આવેલ છે. શિયાળામાં અહીં બરફ હોય છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુ વીજળી મહાદેવના દર્શન કરવા અહીં આવે છે.

આ ઉપરાંત એવાજ બીજા રહસ્યમય મંદિરો છે. સ્તંભેશ્વર મંદિર.સ્તંભેશ્વર મહાદેવ નું આ મંદિર દિવસ માં બે વાર સવારે અને સાંજે અદ્રશ્ય થઇ જાય છે અને અમુક સમય પછી એ જ જગ્યા પર ફરીથી આવી જાય છે. મંદિર ના દર્શન ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે દરિયામાં ભરતી ઓછી હોય ત્યારે મંદિરના મુલાકાતીઓ ફક્ત શિવલિંગ જોઈ શકે છે. ભરતી દરમિયાન સંપૂર્ણપણે શિવલિંગ ભરાઈ જાય છે અને કોઈ પણ મંદિર સુધી પહોંચી શકતા નથી.

નિષ્કલંક મહાદેવ મંદિર.ગુજરાત ના ભાવનગર થી ૩ કિલોમીટર અંદર સમુદ્ર માં સ્થિત છે નિષ્કલંક મહાદેવ. અહિયાં પર સમુદ્ર ની લહેર રોજ શિવલિંગ નો જળાભિષેક કરે છે. લોકો પાણી માં ચાલીને જ આ મંદિર માં દર્શન કરવા જાય છે અને એના માટે એને ભરતી ઉતરવાની રાહ જોવી પડે છે. ભારે ભરતી વખતે મંદિરનો પ્રવેશ અને હિંસા જોવા મળે છે. જેને જોઇને કોઈ અંદાજો પણ નહિ કરી શકતા કે પાણી ની નીચે ભગવાન શિવ નું પ્રાચીન મંદિર સ્થિત છે.

અચલેશ્વર મહાદેવ મંદિર.એમ તો પુરા ભારત માં અચલેશ્વર મહાદેવ ના નામ થી ઘણા મંદિર છે પર આજે અમે વાત કરીએ છીએ રાજસ્થાન ના ધોલપુર માં સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ની વિશે.ધોલપુર જીલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ની સીમા પર સ્થિત છે. આ વિસ્તાર ચંબલ અને બીહ્ડો માટે પ્રસિદ્ધ છે. આ મંદિર ની સૌથી મોટી ખાસિયત એ છે કે અહિયાં સ્થિત શિવલિંગ જે દિવસ માં ત્રણ વાર રંગ બદલે છે. સવાર માં શિવલિંગ નો રંગ લાલ હોય છે, બપોરે કેસરિયો અને જેમ જેમ સાંજ થાય છે ત્યારે શિવલિંગ નો રંગ સાંવલો થઇ જાય છે.એવું કેમ થાય છે એનો કોઈ પણ પાસે જવાબ નથી.

લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર.લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર ની સ્થાપના થી જોડાયેલી એક કિવદંતી પ્રચલિત છે.જેને અનુસાર ભગવાન રામ એ ખર અને દુષણ ના વધ નો પશ્ચાત પોતાના ભાઈ લક્ષ્મણ ના કહેવા પર આ મંદિર ની સ્થાપના કરી હતી. લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર ના ગર્ભગૃહ માં શિવલિંગ છે જેના વિશે માન્યતા છે કે એની સ્થાપના સ્વયં લક્ષ્મણ એ કરી હતી. આ શિવલિંગ માં એક લાખ છિદ્ર છે. તેથી જ તે લિંગને લક્ષ્યાંક બનાવે છે.આ લાખ છિદ્ર માં થી એક છિદ્રએવું છે જે પાતાળ ગામી છે.કારણ કે એમાં જેટલું પણ પાણી નાખો તે બધું એમાં સમાય જાય છે.

આ ઉપરાંત ભગવાન શિવના એક મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં ભગવાન શિવની પેહલા રાવણની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ એક ઊંડું રહસ્ય છે.આ મંદિર કમલનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. શિવાજીનું આ પ્રાચીન મંદિર, તળાવોના શહેર ઉદયપુર થી આશરે 80 કિ.મી. દૂર ઝાડોલ તહસીલ માં અવરગઢ ની ટેકરીઓ પર સ્થિત છે. પુરાણો અનુસાર આ મંદિરની સ્થાપના લંકાપતિ રાવણે પોતે કરી હતી.

એવું કહેવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં રાવણે તેનું માથું કાપી ને અગ્નિકુંડમાં ભગવાન શિવને અર્પણ કર્યું હતું. ત્યારે રાવણની આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવએ રાવણની નાભિમાં અમૃત કુંડની સ્થાપના કરી હતી.આ સ્થાનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે જો શિવજીની પહેલાં રાવણની પૂજા કરવામાં ન આવે તો બધી પૂજા વ્યર્થ જાય છે.

પુરાણોમાં કમલનાથ મહાદેવની એક કથા લખેલી છે, જે મુજબ એકવાર રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને તપસ્યા કરવાનું શરૂ કર્યું. તેની સખત કઠોરતાથી પ્રસન્ન ભગવાન શિવએ રાવણને વરદાન માંગવાનું કહ્યું. ત્યારબાદ રાવણે ભગવાન શિવ ને લંકા જવાનો આશીર્વાદ માગ્યું. પછી ભોલેનાથ તેની સાથે શિવલિંગ તરીકે જવા તૈયાર થયા.

ભગવાન શિવએ રાવણને શિવલિંગ આપ્યું અને તેને એવી શરત કરી કે જો તમે લંકા પહોંચતા પહેલા શિવલિંગને પૃથ્વી પર ક્યાંય મૂકી દો, તો હું ત્યાં સ્થાપિત થઇ જઈશ. કૈલાસ પર્વતથી લંકા સુધીની યાત્રા એકદમ લાંબી હતી અને રાવણ ને માર્ગમાં થાક લાગ્યો હતો, તેથી તે આરામ કરવા માટે સ્થળે રોકાઈ ગયો અને અનિચ્છાએ શિવલિંગને જમીન પર મૂકી દીધું.

આરામ કર્યા પછી, રાવણ શિવલિંગને ઉંચકવા માંગતો હતો, પરંતુ તે ટસ થી મસ થયું નહિ. પછી રાવણને તેની ભૂલનો અહેસાસ થયો અને પસ્તાવો કરવા તેણે ફરીથી તે જ સ્થળે તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું. તે દિવસમાં એકવાર ભગવાન શિવની સો કમળના ફૂલોથી પૂજા કરતો હતો. આ કરતી વખતે સાડા બાર વર્ષ વીતી ગયા.

જ્યારે બ્રહ્માજીને જાણ થઈ કે રાવણની તપશ્ચર્યા સફળ થવાની છે, ત્યારે તેમણે તેમની તપસ્યાને નિષ્ફળ બનાવવા પૂજા દરમિયાન એક કમળ નું ફૂલ ઘટાડ્યું. પાછળથી જ્યારે રાવણે જોયું કે ભગવાન શિવની ઉપાસના માટે ફૂલ ઓછુ પડી રહ્યું છે, ત્યારે તેણે તેનું માથું કાપીને ભગવાન શિવને અર્પણ કર્યું. ભગવાન શિવ રાવણની આ ભક્તિથી પ્રસન્ન થયા અને એક વરદાન તરીકે તેમણે તેમની નાભિમાં અમૃત કુંડની સ્થાપના કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે હવેથી આ સ્થાન કમલનાથ મહાદેવ તરીકે ઓળખાશે.