ડાઈ ના ઉપયોગ વિના જ થોડાક દિવસોમાં સફેદ વાળ ને કાળા અને રેશમી કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય…

0
77

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે. વાળને કાળા કરવા માટે જે ચીજની જરુર પડવાની છે તે દરેકના કિચનમાં આસાનીથી મળી શકે છે.તમારા ઘરમાં ચા ની ભૂકી તો હશે જ ને તેમાં ટૈનિક એસિડ હોય છે જે તમારા વાળને માત્ર થોડા જ સમયમાં બ્લેક બનાવામાં મદદ કરે છે.

તેના માટે તમારે 6 ચમચી ચા ની ભૂકી ને 30 મિનિટ સુધી પકાવાની રહેશે. પછી તેને ગાળી લો અને હવે આ પાણીને ઠંડુ થયા પછી વાળમાં લગાવો. તમે ઈચ્છો તો તેમાં કોફી પણ મિક્સ કરી શકો છો.ચાની ભૂકી સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે. આ ભલે પોતાનું કામ ધીમે-ધીમે કરે છે, પરંતુ આ રીત પૂર્ણત્વે કુદરતી છે અને તે આપનાં માથામાં મોજૂદ એક-એક સફેદ વાળને કુદરતીરીતે કાળા કરી દે છે અને તેમાં એક અલગ જ કુદરતી ચમક આપે છે. તમે પોતે આશ્ચર્ય પામશો વાળની રેશમી ચમકને જોઈને.

વાળને કાળા કરવાની સાથે-સાથે ચા નું પાણી ના અન્ય પણ ઘણા ફાયદાઓ છે: હેયરફોલ ઓછું કરવામાં મદદગાર વાળનો ગ્રોથ સારો બને છે, વાળની ડ્રાઈનેંસ અને રફનેસને દૂર કરે છે, અને વાળની ચમક પણ વધારે છે.આમલકી રસાયણની અડધી ચમચી રોજ સેવન કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રૂપે કાળા અને મજબૂત બને છે. આમળાના નાના નાના ટુકડા કરી નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળવામાં આવે અને ત્યારબાદ તેને વાળમાં માલીશ કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

સૂરજમુખી ઘઉં અને પાલક જેવી લોહતત્વ ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે પણ તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે. આદુના રસની અંદર મધ ભેળવી અને વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ એક કલાક બાદ વાળને ધોઈ લેવામાં આવે તો તેના કારણે નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યા દૂર થઈ જાય છે.લીંબુ અને પાણીને બરાબર માત્રા ની અંદર લઇ વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે વાળમાં ઘણા ફાયદા થાય છે. નારીયલ તેલની અંદર લીંબુનો રસ મેળવી વાળમાં માલિશ કરવામાં આવે તો તમારા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જાય છે.

અઠવાડિયામાં બે વખત ગાયના દૂધમાંથી બનેલી છાશ વાળમાં લગાવવામાં આવે તો નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. વાળને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે હંમેશાં એ માટે તેને ઠંડા અને સાફ પાણીથી ધોવા જોઈએ. કાળા અખરોટને પાણીની અંદર ઉકાળી લઇ તે પાણીથી વાળ ધોવાથી નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે.દૂધીને સૂકવી લઈ નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળી અને તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. ત્યાર બાદ તે તેલ થી મસાજ કરવાના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે. કાચી ડુંગળીનો રસ વાળમાં લગાવવાના કારણે વાળ મૂળમાંથી મજબૂત બને છે. સાથે-સાથે ખરતા વાળની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

બે ચમચી મહેંદી નો પાવડર, એક ચમચી દહીં, એક ચમચી મેથીના દાણા નો પાઉડર, ત્રણ ચમચી કોફી અને બે ચમચી તુલસી નો પાવડર આ બધી જ વસ્તુઓનું મિશ્રણ કરી વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ ત્રણ કલાક પછી તેને ધોઈ લેવામાં આવે તો વાળને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.વાળ ધોતા પહેલા વાળની અંદર એલોવેરા જેલ દ્વારા મસાજ કરવામાં આવે તો તમારા વાળ એકદમ ઘટાદાર અને કાળા થઈ જાય છે. જામફળના પાનની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે.

મિત્રો આ નાના દેખાતા આંબળા ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ ગુણકારી નથી, પણ તેના નિયમિત ઉપયોગથી સફેદ થતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એના માટે આંબળાને ડાયટમાં ઉમેરવા ઉપરાંત મેંદીમાં મિક્સ કરી એનાથી વાળનું કંડિશનિંગ કરતા રહો. જો તમે ઈચ્છો તો આંબળાને ઝીણા કાપી અને ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરી માથા પર લગાવી શકો. તમને ફાયદો જ થશે.

જાણકારી માટે જણાવી દઈએ કે સફેદ થઈ રહેલા વાળ માટે કાઢી લીમડો ઘણો સારો હોય છે. એના ઉપયોગ માટે સ્નાન કરતા પહેલા કઢી લીમડો પાણીમાં મૂકી દો, અને એક કલાક પછી એ પાણીથી માથું ધોઈ લો. અથવા આંબળાની જેમ કઢી લીમડાના પાંદડાને પણ ઝીણા કાપી ગરમ નારિયેળ તેલમાં મિક્સ કરી માથા પર લગાવો. એનાથી પણ લાભ થશે.તમને જાણીને નવાઈ લાગશે પણ કાંદા તમારા સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. થોડા દિવસ સુધી સ્નાન કરવાના થોડા સમય પહેલા પોતાના વાળમાં કાંડાની પેસ્ટ લગાવો. એનાથી તમારા સફેદ વાળ કાળા થવાના શરુ થઈ જશે, વાળમાં ચમક આવશે અને સાથે જ વાળ ખરતા અટકી જશે.

મિત્રો કાળું મરચું જમવાની વાનગીઓનો સ્વાદ તો વધારે જ છે, સાથે જ એનાથી સફેદ વાળ પણ કાળા થવા લાગે છે. એના માટે કાળા મરચાના દાણાને પાણીમાં ઉકાળી એ પાણીને વાળ ધોયા પછી માથામાં નાખો. લાંબા સમય સુધી આમ કરવાથી તે અસર બતાવે છે.કોફી અને કાળી ચા, વાળને કાળા બનાવે, મિત્રો જો તમે પણ તમારા સફેદ વાળથી પરેશાન છો, તો કાળી ચા અને કોફીનો ઉપયોગ કરો. સફેદ થઈ ગયેલા વાળને જો કાળી ચા કે કોફીના અર્કથી ધોવામાં આવે, તો સફેદ થતા વાળ પાછા કાળા થવા લાગે છે. આવું તમે બે દિવસમાં એકવાર જરૂર કરો.