ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય, આ સૌથી વધુ ચાલેલી ગુજરાતી ફિલ્મોએ કેટલી કમાણી કરી છે, આંકડા જાણી ચોકી જશો….

0
638

આજે આપણે એક એવા ટોપિક4પર વાત કરવાના છીએ જે ટોપિક ભાગ્યજ તમે બીજે ક્યાંય વાંચ્યો હશે મિત્રો તમે દરેક લોકો બોલિવૂડ ફિલ્મોની કમાણી નો આંકડો જાણતાં જ હશો પરંતુ શું તમેકયારે ગુજરાતી ફિલ્મોની કામણી નો આંકડો જાણવા ની કોશિશ કરી છેમિત્રો ગુજરાતી ફિલ્મો ની વાત કરીએ તો ઘણી એવી ફિલ્મો છે.જેને લોકો ભારે માત્રા માં જોવાનું પસંદ નથી કરતાં પરંતુ ઘણી એવી ફિલ્મો છે જેને ગુજરાતી સિનેમા નો રંગ રૂપજ બદલી નાખ્યો આજે આપણે ખાસ એવીજ ફિલ્મો વિશે વાત કરીશું જે ફિલ્મો સમગ્ર ગુજરાતમાં ખુબજ હિટ રહી હતી.

પરંતુ શું તમે જાણો છો કે આ હિટ ફિલ્મોએ કેટલી કમાણી કરી હતી તો આવો જાણીએ.ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોક્સઓફિસ પર કરોડોની કમાણી કરનારી ફિલ્મોમાં દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા,,ની સાથે સાથે છેલ્લો દિવસનો પણ ખાસ ઉલ્લેખ કરવો પડે.છેલ્લો દિવસ ફિલ્મની વાત કરીએ તો કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે.આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે.

મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાળા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએઆચલચિત્રમાં અભિનય કર્યો છે.આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો  દ્વારા  સારો  પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું.હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું.અર્બન ગુજરાતી મૂવીઝમાં સફળ થયેલી છેલ્લો દિવસ ફિલ્મને 15 લાખ દર્શકોએ સિનેમાહોલમાં નિહાળી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 18 કરોડની કમાણી કરી હતી.

દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મની વાત કરીએતો દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ગોવિંદભાઈ પટેલ દ્વારા નિર્દેશિત ૧૯૯૮ ની ભારતીય  ગુજરાતી ફિલ્મ છે. તે ૧૯૯૮ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી. ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’એ બોક્સ ઓફિસ પર 22 કરોડની કમાણી કરી હતી.આ ફિલ્મને દોઢ કરોડ કરતાં વધુ દર્શકોએ નિહાળી હતી.આ ફિલ્મમાં હિતેન કુમાર,રોમા માણેક અરવિંદ ત્રિવેદી,રાજદીપ પિંકી પરીખ સમીર રાજડા ભૂમિકા શેઠ,દેવેન્દ્ર પંડિત,રમેશ મહેતા જેવા કલાકારો એ અગત્ય નો ભાગ ભજવ્યો હતો.

એક વાર પિયુને મળવા આવજે.મુવીની વાત કરીએ તો એકવાર પીયુને મળવા આવજે એ ૨૦૦૬માં આવેલા એક ફિલ્મ છે.ગુણવંત ઠાકોર અને રમેશ પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર, વિક્રમ ઠાકોર, ફિરોઝ ઇરાની, મિનાક્ષી, મમતા સોની, જયેન્દ્ર મહેતા, જૈમિની ત્રિવેદી અને મયુર વાંકાણી હતા.આ ફિલ્મનું ફિલ્માંકન  ગુજરાતમાં કરવામાં આવેલું.

આ ફિલ્મ વિક્રમ ઠાકોરનું પ્રથમ વ્યવસાયિક સફળ ફિલ્મ હતું.આ ફિલ્મની કમાણી નો સાચો આંકડો બહાર નથી આવ્યો પરંતુ આ ફિલ્મ ની કમાણી એ પરથીજ નક્કી થઈ જાય છે કારણ કે આ ફિલ્મ ૨૫ અઠવાડિયાં સુધી સતત સીનેમાં માં ચાલ્યું હતું.લવ ની ભવાઈ આ મુવી ખુબજ ચાલી હતી ખાસ કરીને યંગ કલચર માં વધુ દોડ લગાવી હતી એ મુવીએ.ત્રિકોણીયા પ્રેમને દર્શાવતી બોલીવુડમાં અનેક ફિલ્મો બની છે જેમા ઘણી સફળ થઈ તો ઘણી નિષ્ફળ ગઈ છે.ગૂજરાતી ફિલ્મ લવની ભવાઈ પણ પ્રણયત્રિકોણ રજૂ કરે છે.

પરંતુ લવની ભવાઈનો પ્રણય ત્રિકોણ ચીલાચાલુ નથી..આ એક નવીનતમ પ્રણય ત્રિકોણ છે.સંદિપ પટેલ નિર્દેશિત લવની ભવાઈની વાર્તા આર જે અંતરા, બિઝનેસમેન આદિત્ય અને એંજીનિયર સાગરની આસપાસ ફરે છે.આદિત્યને અંતરા સાથે પ્રથમ નજરે જ પ્રેમ થઈ જાય છે જો કે અંતરાનાં જીવનમાં પ્રેમ જેવા ભાવ માટે કોઈ જગ્યા નથી જ્યારે આનંદ માટે તો પ્રેમ જ એનું જીવન છે.સાગરનો તેની 24 મી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ અંતરાનાં કારણે થાય છે.આ બ્રેકઅપથી ગુસ્સામાં આવેલ સાગર અંતરા સામે બદલો લેવા માગે છે.જેથી એક યોજના બનાવે છે પણ આ યોજનાનાં ફળસ્વરૂપ અંતરા સાગરનાં ગળાડૂબ પ્રેમમાં પડી જાય છે.બાદમાં આ પ્રેમકહાની ત્રિકોણીયો પ્રેમ બની જાય છે.

જો કે આ વાર્તાનો કલાઈમેક્સ પણ અન્ય ત્રિકોણીયા પ્રેમ જેવો જ છે.પરંતુ આ ફિલ્મનો ક્લાઈમેક્સ એવી રીતે રજૂ કરવામાં આવ્યો છે કે તમે તેની સાથે તાદાત્મયભાવ જોડ્યા વિના રહી નહિ શકો.આમ આ ત્રિકોણીયા પ્રેમમાં નાવીન્ય છે.ફિલ્મ લવની ભવાઈનું દિગ્દર્શન અને સંપાદન સારી રીતે માવજતપૂર્વક થયુ છે.ફિલ્મનાં કલાકારો પાસે પણ સંદિપ પટેલ સારો અભિનય કરાવવા સફળ થયા છે.ફિલ્મનું લેખન કાર્ય પણ સુંદર છે.ફિલ્મના હાસ્ય જન્માવતા સંવાદો પેટ પકડાવીને હસાવે છે જ્યારે ગંભીર સંવાદો વિચાર કરવા મજબૂર કરી દે છે.આર જે અંતરાનો રોલ આરોહી પટેલે પ્રભાવક રીતે કર્યો છે.મલ્હાર ઠાકરે સાગરનો રોલ પણ બખુબી નિભાવ્યો છે.આદિત્યનાં પાત્રમાં પત્રીક ગાંધી છવાઈ જાય છે.આરતી પટેલ જે ફિલ્મની નિર્માત્રી પણ છે એ આરતીની ફિલ્મમાં ઉપસ્થિતી ફિલ્મને આકર્ષક બનાવે છે.

આ સિવાયનાં સહયોગી કલાકારોનો ઉત્કૃષ્ટ અભિનય પણ ફિલ્મને અવ્વલ દરજાની ફિલ્મ બનાવે છે.લવની ભવાઈનું સંગીત,સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉંડ સંગીત આકર્ષક છે.અંતરાલ પૂર્વે ફિલ્મ ખૂબ જ મનોરંજક છે પણ અંતરાલ બાદ ત્રિકોણીયો પ્રેમ ફિલ્મમાં ભાવુક દશ્યો સર્જે છે.શરૂઆતથી અંત સૂધી વાર્તા એકધારી આગળ ધપે છે.જે દિગ્દર્શકની ક્ષમતા દર્શાવે છે.આ ફિલ્મનો કમાણી વિશેની વાત કરીએ તો આ ફિલ્મે લગભગ 8 કરોડ સુધીની કમાંણી કરી છે.સમય પસાર થતાં હવે લોકો પાછા ગુજરાતી ફિલ્મો બાજુ વળ્યાં છે જેનું કારણ છે અત્યારના અનેક હિટ ફિલ્મો.