ચમેલી ના ફૂલ થી થાય છે આટલા બધા ફાયદા,આટલા બધા રોગો નો છે રામબાણ ઈલાજ,જાણી લો ખૂબ કામ ની માહિતી…

0
410

અત્યારે જોઈએ તો બજારમાં એટલા બધા પ્રકારના નવા નવા કોસ્મેટીક્સ આવી ગયાં છે કે તેનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને એકદમ અલગ જ લુક આપી શકો છો એટલે વધતી જતી ઉંમરને પણ તમે રોકી શકો છો. પરંતુ તે કોસ્મેટીક્સની કિંમત એટલી બધી હોય છે કે બધા લોકોને તે પરવડે તેમ નથી હોતું. તેથી તમે કોઇ કુદરતી ઉપાય કરો તો તે તમારા માટે વધારે સારૂ કેમકે તેનાથી કોઇ આડઅસર થવાની સંભાવના નથી રહેતી અને તે ખુબ જ નજીવી કીંમતમાં પણ મળી જાય છે. અને વળી કુદરતી વસ્તુઓથી જે નિખાર અને ચમક આવે છે તે લાંબા સમય સુધી ટકે છે.ચમેલીના ફુલની ભીની-બીની સુંગંધ દરેક લોકોને આકર્ષિત કરે છે. ખાસ કરીને ઘરમાં ઉગાડવામાં આવતા આ સુંદર ફુલ અનેક ગુણોથી ભરપૂર હોય છે. તેમાથી નીકળનારા તેલ વાળ અને ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓથી છૂટકારો અપાવવાનું કામ કરે છે.ચમેલીના ફુલથી નીકળનારા તેલમાં કાર્બોહાઇડ્રેટ, ફ્લેવોનોઇડ. ટેનિન્સ અને ફેનોલિક યૌગિક, ગ્લાઇકોસાઇડ અને સૈપોનિંસ જેવા પૌષ્ટિક તત્વ રહેલા છે. જે ઓચા લોકો જાણે છે. જે ચમેલીના તેલનો ઉપયોગ કરવાનું જાણે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ચહેરા અને વાળની સુંદરતા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

ત્વચાની સાથે ચમેલીનું તેલ વાળ માટે પણ ફાયદાકારક છે. જો તમારા સ્કેલ્પ પર સંક્રમણ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો તે આ તેલને લગાવવાથી ઘણી હદ સુધી ઓછા થઇ જાય છે. કારણકે ચમેલીના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. સારા પરિણામ માટે આ તેલથી અઠવાડિયામાં બે વખત માથામાં મસાજ કરો. આ તેલને લગાવવાથી ખરતા વાળની સમસ્યા પણ ઓછી થાય છે.ચમેલીના તેલમાં રહેલા મોઇશ્ચરાઇઝર તમારા ડ્રાય વાળને નરમ અને કોમળ બનાવવાનું કામ કરે છે. અઠવાડિયામાં આ તેલ ને બે વખત વાળમાં બરાબર લગાવીને મસાજ કરો, જેનાથી વાળની ડ્રાયનેસની સમસ્યા ઓછી થાય છે.વરસાદની ઋતુમાં ઘણા લોકોને સ્કિન ઇન્ફેક્શનનો શિકાર થવું પડે છે. આ વસ્તુથી બચાવ માટે વિટામીન ઇ લાભદાયી માનવામાં આવે છે. ચમેલીના તેવમાં વિટામિન ઇનું પ્રમાણ ભરપૂર હોય છે તે સિવાય તેમા એન્ટી ઇફ્લામેટ્રી અને એન્ટીસેપ્ટિક ગુણ હોવાના કારણે ખીલની સમસ્યા પણ દૂર કરે છે.

જો તમારી સ્કિન વધારે ડ્રાય છે અને કોઇ પ્રોડક્ટ તેની પર સૂટ નથી કરી રહી તો ચમેલીનું તેલ લગાવો, જે તમારી સ્કિનને ભેજ યુક્ત બનાવશે અને અંદરથી હાઇડ્રેટ રાખશે. આ તેલને રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો જેથી સવાર સુધી ફરક જોવા મળશે.સફેદ ફૂલવાળી અને ગુલાબી ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. ગુલાબી ફૂલવાળી જાત આવશ્યક તેલ માટે ઘણી ઉત્તમ છે.

વર્ધન

ચમેલીનું વર્ધન કટકા કલમથી કરવામાં આવે છે. એક વર્ષ જૂના સારા ખોરાકવાળા પુખ્ત મૂળનાં કટકાઓ પસંદ કરી તેની નીચેનો ભાગ જીભ જેવો બનાવી જમીનમાં દબાવી કલમો તૈયાર કરવામાં આવે છે. કલમો તૈયાર થયે મૂળને નુકસાન ન થાય તેમ છાયામાં ભીના કંતાનમાં રાખવામાં આવે છે.

રોપણી

જૂનથી ડિસેમ્બર માસ દરમિયાન સાંજના ૪ વાગ્યા પછીનો સમય રોપણી માટે અનુકૂળ ગણાય છે. છોડને ખાડાની મધ્યમાં રોપ્યા પછી હળવું પાણી આપવું.

પિયત

રોપણી પહેલાં ૩ દિવસ અગાઉ પિયત આપવું. રોપને રોપ્યા પછી પહેલું પાણી તુરત જ આપવું. ત્યારબાદ ૪ દિવસે એક વખત પાણી આપવું. ડિસેમ્બર માસથી ફૂલો આવવાની શરૂઆત થાય ત્યારથી છાંટણી અને ખાતર આપવાનાં સમય સુધી પાણી આપવાનું સંપૂર્ણ બંધ કરવું.

છાંટણી

વધુ ઉત્પાદન મેળવવા અને ડાળીઓને યોગ્ય માપમાં રાખવા માટે છાંટણી આવશ્યક છે. રોપણી બાદ પહેલી છાંટણી પછી દર વર્ષે એક જ વાર છાંટણી કરવામાં આવે છે. ડાળીઓની છાંટણી ડિસેમ્બર માસમાં કરવી. છાંટણી અગાઉ ૧૫ દિવસ પહેલાં પિયત બંધ કરવું. છોડના મૂળની લંબાઈની અડધી લંબાઈ સુધીની ડાળીઓની છાંટણી ડિસેમ્બર માસમાં કરવી. છાંટણી અગાઉ ૧૫ દિવસ પહેલાં પિયત બંધ કરવું. છોડના મૂળની લંબાઈની અડધી લંબાઈ સુધીની ડાળીઓની છાંટણી કરવી. છાંટણી બાદ ડાળી પરનાં પાન દૂર કરવા, મરેલી ડાળીઓ કાઢી નાખવી. ફૂગ તેમજ ભમરીનાં ઉપદ્રવથી બચવા ડાળીઓના કાપેલા ભાગ પર ૫ ટકા બી.એચ.સી. ભેળવેલી બોર્ડો પેસ્ટ લગાવવી.

ખાતર

દર વર્ષે કુલ ૬ વખત ખાતર આપવામાં આવે છે. પહેલું ખાતર છાંટણી વખતે જાન્યુઆરી માસમાં અને ત્યારબાદ માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર માસમાં ખાતર આપવામાં આવે છે. જમીનમાં ખાતર બરાબર ભેળવી દેવામાં આવે છે.દર વખતે છોડ દીઠ ૫ કિ.ગ્રા. છાણિયું કે કમ્પોસ્ટ ખાતર, ૧૮૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૨૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ અથવા ૭૦ ગ્રામ ડી.એ.પી. અને ૭૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું. ઉપરના જથ્થાનો ૧/૪ ભાગ રોપણી બાદ ૬ મહિને અને ૧/૩ ભાગ ઉપર જણાવેલ મહિનાઓમાં રોપ્યા પછી ૨ વર્ષે, ત્યારબાદ આગળના વર્ષોમાં પૂરેપૂરો પાછળનો જથ્થો આપવો જરૂરી બને.

સુગંધિત કળીઓ

સુવિકસિત કળીઓ પરંતુ ખુલ્યા સિવાયની સવારનાં અગિયાર વાગ્યા પહેલાં કળી બજારમાં મોકલવામાં આવે છે. કળીની ઋતુમાં એક એકર વિસ્તાર માટે ૩૦થી ૪૦ મજૂરોની જરૂરિયાત રહે છે. ફૂલ ફેબ્રુઆરીમાં બેસવાનાં શરૂ થઈ જાય છે. માર્ચથી મે સુધી ઉતાર ઓછો હોય છે. કળીની ઋતુ જૂનથી ઓક્ટોબર વચ્ચેની જ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ઉતાર ક્રમશઃઘટતો જાય છે.

ફૂલનું ઉત્પાદન

રોપણી બાદ ૬ માસની છોડ ઉંમરનાં થતાં ફૂલો જોવા મળે છે. ફૂલોનો ઉતાર ક્રમશઃ વધતો જાય છે. અને વધુમાં વધુ ઉતાર ત્રીજા વર્ષે મળે છે. ચાર વર્ષ પછી એકરે સરેરાશ ૪૫૦૦ કિ.ગ્રા. ફૂલોનો ઉતાર મળે છે. પહેલા વર્ષે ૫૦૦ કિ.ગ્રા. બીજા વર્ષે ૧૫૦૦ કિ.ગ્રા. અને ત્રીજા વર્ષે આશરે ૬૦૦ કિ.ગ્રા. જેટલો ઉતાર મળે છે. છોડદીઠ વાર્ષિક સરેરાશ ઉતાર ૪૫૦ ગ્રામ ફૂલો મળે છે.