બોલિવુડ ના આ સિતારાઓ એ અનાથ બાળકો ને દત્તક લઇ દેખાડી છે માનવતા,એક તો છે અનાથ આશ્રમ ની માલકિન….

0
371

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આપણુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા તમને જણાવીશું બોલુવુડના અમુક એવા કલાકારો વિશે જેમણે અનાથ બાળકોને ગોદ લીધા છે થોડા વર્ષો પહેલાં બાળકોને દત્તક લેવું એ માતાપિતા માટે એક વિકલ્પ હતો જે બાઈલોજીકલ બાળકો પેદા કરી શકતા ન હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં સમાજમાં મોટો બદલાવ આવ્યો છે અને લોકોએ તેમની વિચારસરણી બદલવાનો પ્રયાસ કર્યો છે જેના પછી ઘણા એકલા પુરુષો અને સ્ત્રીઓએ બાળકોને દત્તક લીધા છે તેમજ બાળકને દત્તક લેવું એ હ્યુમન એક્ટ હેઠળ આવે છે અને જો આપણે સમાજમાં થતા પરિવર્તનની વાત કરીએ તો બોલિવૂડનો આમાં સૌથી મોટો ફાળો છે અને આજે અમે તમને 10 બોલિવૂડ હસ્તીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે બાળકોને દત્તક લઈને સમાજમાં માનવતાનુ ઉદાહારણ પુરુ પાડ્યુ છે.

સુષ્મિતા સેન.

મિત્રો બોલિવુડની મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પણ એક માતા છે અને જ્યારે સુષ્મિતા 25 વર્ષની હતી ત્યારે તેણે રેને ને દત્તક લીધી હતી અને 2009 માં, જ્યારે રેની મોટી થઈ ત્યારે સુષ્મિતાએ બીજી ત્રણ મહિનાની બાળકીને દત્તક લીધી.

સુભાષ ઘાઈ.

બોલીવુડના શો મેન તરીકે જાણીતા બોલીવુડ ડાયરેક્ટર સુભાષ ઘાઇ અને તેમની પત્ની મુક્તા ઘાય દ્વારા મેઘાને દત્તક લેવામાં આવી હતી. બાદમાં અફવાઓ સામે આવી હતી કે મેઘા તેના નાના ભાઈ અશોક ઘાયની પુત્રી હતી અને મેઘા પતિ રાહુલ પુરી સાથે ધંધો સંભાળે છે તેમજ સુભાષ અને મુક્તા ઘાઇને લગ્નના 27 વર્ષ પછી મુસ્કાન નામની પુત્રી હતી.

નિલમ કોઠારી.

મિત્રો બોલિવૂડ એક્ટ્રેસ નીલમ કોઠારી અને સમીર સોનીએ વર્ષ 2011 માં લગ્નની ગાંઠે બંધાય ગયા હતા જ્યા નીલમ હંમેશાં એક બાળકીને અપનાવવા માંગતી હતી અને તેમના લગ્નના થોડા વર્ષો પછી તેઓએ સાત મહિનાની બાળકીને દત્તક લીધી અને તેનું નામ અહના રાખ્યું હતુ.

દિબાકર બેનર્જી.

મિય્રો બોલિવૂડના લોકપ્રિય ડિરેક્ટર દિબાકરે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે તેમજ દિબાકર અને તેની પત્ની રિચાએ મુંબઈના એક અનાથ આશ્રમ માંથી એક નાની છોકરીને દત્તક લીધી અને તેનું નામ ઇરા રાખ્યું હતુ અને આ યુગલો ઘણીવાર પોતાની નાની છોકરી સાથે મસ્તી કરતા જોવા મળે છે.

સલીમ ખાન.

મિત્રો સલીમ ખાન અને સલમા ખાનને ચાર બાળકો છે, સલમાન, અરબાઝ, સુહેલ અને પુત્રી અલ્વીરા ખાન સલીમે 1981 માં બીજી વાર અભિનેત્રી હેલેન સાથે લગ્ન કર્યા અને સાથે મળીને તેઓએ એક પુત્રી દત્તક લીધી હતી જેનું નામ તેમણે અર્પિતા રાખ્યું હતુ અને તેઓએ મુંબઈમાં ફુટપાથ પાસે પડેલી મહિલા પાસેથી અર્પિતાને દત્તક લીધી હતી તેમજ અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે જે એક બિઝનેસમેન છે.

મહેબુબ ખાન.

મિત્રો ઘણા લોકોને ખબર નહીં હોય કે રોટી, આન, અમર, અંદાઝ, મધર ઈન્ડિયા જેવી બોલિવૂડ ફિલ્મો આપનારા સ્વર્ગમ મહેબૂબ ખાને સાજીદ ખાનને અપનાવ્યો હતો તેમજ સાજિદે મધર ઇન્ડિયામાં સુનીલ દત્તના બાળપણની ભૂમિકા ભજવી હતી.

રવિના ટંડન.

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ફિલ્મોમાં તેના અભિનય માટે દર્શકોમાં ખૂબ જાણીતી છે પરંતુ તે તેમની ઉદારતા માટે પણ જાણીતી છે. અભિનેત્રી રવિના ટંડને બે પુત્રી દત્તક લીધી હતી. રવિના ટંડનની પુત્રીનું એક નું નામ પૂજા અને બીજી નું નામ છાયા છે અને રવિના ટંડન એ આ બંનેએ ખુબજ સારું જીવન આપ્યું છે.

પ્રીતિ ઝિન્ટા.

મિત્રો ફિલ્મ ઉદ્યોગની ડિમ્પલ ગર્લ અભિનેત્રી પ્રીતિ ઝિંટા દ્વારા 34 અનાથોને દત્તક લેવામાં આવ્યા હતા અને પ્રીતિ ઝિન્ટા લગ્ન પછી પણ આ બાળકોને મળવા વર્ષમાં બે વાર ઋષિકેશની મુલાકાત લેવા જાય છે અને તે બાળકોના શિક્ષણની સાથે, તેઓ અન્ય જવાબદારીઓ પણ સારી રીતે નિભાવે છે.

સની લિયોન.

મિત્રો સની લિયોનને ફિલ્મ ઉદ્યોગની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે તેમજ સની લિયોને નિશા નામની પુત્રીને દત્તક લીધી છે અને આ પછી સરોગસી દ્વારા સની લિયોન બે બાળકોની માતા બની હતી અને તે તેના ત્રણ બાળકોને યોગ્ય રીતે ઉછેરી રહી છે.

મિથુન ચક્રવર્તી.

મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનીના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને બધા જ જાણે છે અને તે કોઈની ઓળખની નિશાની નથી તેમજ તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોને તેના દરેક પાત્રો ખૂબ ગમે છે તો ચાલો તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીએ પુત્રી ઇશાનીને દત્તક લીધી હતી અને તે તેની પુત્રીને ખૂબ જ ચાહે છે.