બોલિવૂડ ના આ ગીતો પાછળ કરવામાં આવ્યો હતો કરોડો રૂપિયા નો ખર્ચ,આંકડો ચોંકાવનારો..

0
79

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગીત બધીજ બોલિવૂડ ફિલ્મો ની જાન હોય છે. તેમના વિના દરેક ફિલ્મ અધૂરી લાગે છે. બોલિવૂડની લગભગ દરેક ફિલ્મમાં ગીતનો ચોક્કસપણે સમાવેશ થાય છે. આ ગીતોને ફિલ્મોમાં શામેલ કરવા પાછળનું વિશેષ કારણ છે. આપણે ભારતીયોને ગીતો ખૂબ જ ગમે છે. જો કોઈ ને ત્યાં કોઈ ફંક્શન હોય તો પણ આપણે ગીતો પર નૃત્ય કરવાનું પસંદ કરીએ છીએ.આવી સ્થિતિમાં જ્યારે કોઈ ફિલ્મનું ગીત રિલીઝ થાય છે ત્યારે ફિલ્મની નિ:શુલ્ક પ્રસિદ્ધિ મળે છે. ગીતો સાંભળ્યા પછી લોકો ફિલ્મ જોવામાં રસ દાખવે છે.

કદાચ આ જ કારણ છે કે બોલીવુડમાં ઘણા ગીતો બનાવવામાં આવ્યા છે જેમાં પૈસાને પાણીની જેમ બગાડવા માં આવ્યા છે . આવામાં આજે અમે તમને બોલિવૂડના સૌથી મોંઘા ગીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.પ્રેમ રતન ધન પાયો – ટાઇટલ સોંગ.સલમાન ખાન અને સોનમ કપૂરની ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મનું ટાઇટલ સોંગ ખૂબ જ પ્રખ્યાત હતું. તે શીશમહેલ પ્રકારના સેટ પર શૂટ કરવામાં આવી હતી. તમને આશ્ચર્ય થશે કે આ શીશમહલ બનાવવા માટે 300 કારીગરો કાર્યરત હતા. તે બનવામાં 5 થી 6 મહિનાનો સમય લાગ્યો. તેને બનાવવા માટે લગભગ 2.5કરોડ રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યા હતા.

ડોલા રે ડોલા – દેવદાસ.શાહરૂખ ખાન માધુરી દીક્ષિત અને એશ્વર્યા રાય અભિનીત ‘દેવદાસ’ ફિલ્મે પણ બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. ફિલ્મનું ‘ડોલા રે ડોલા’ ખૂબ પ્રખ્યાત ગીત હતું. ગીતમાં માધુરી અને એશ્વર્યા બંને હતાં. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી હતી તેથી ફિલ્મના સેટ પર પણ ખાસ ખર્ચ થયો હતો. આ ગીતને બોલિવૂડનું સૌથી મોંઘું ગીત પણ માનવામાં આવે છે. ગીતના કોરિયોગ્રાફર સરોજ ખાનના જણાવ્યા અનુસાર સેટ મેકિંગ અને શૂટિંગ દરમિયાન ગીતમાં કુલ 2.5 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

મલંગ – ધૂમ 3.’ધૂમ 3′ નું આમિર ખાન અને કેટરીના કૈફનું ‘મલંગ’ ગીત પણ જીભ પર હોય છે. આ ગીતમાં વિદેશથી 200 જિમ્નેસ્ટ બોલાવવામાં આવ્યા હતા. ગીતને મોટા પાયે બતાવવા માટે તેમાં લગભગ 5 કરોડ રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા હતા.થા કરકે – ગોલમાલ 2.રોહિત શેટ્ટી હંમેશાં તેની ફિલ્મોમાં ઘણી બધી કાર ઉડાડવા માટે જાણીતા છે. આવી સ્થિતિમાં ‘ગોલમાલ 2’ ના ‘થા કરકે’ ગીતમાં તેણે ગીતની અંદર જ 10 લક્ઝરી કાર ઉડાવી દીધી હતી. ગીતમાં 1000 નર્તકો અને 200 ટ્રેન્ડ લડવૈયાઓ પણ હતા. આ ગીતનું શૂટિંગ મુંબઈમાં જ 12 દિવસ ચાલ્યું હતું. હવે તમે આમાંથી અનુમાન લગાવી શકો છો કે તેને શૂટ કરવા માટે કેટલો ખર્ચો થયો હશે.

પ્યાર કિયા તો ડરના ક્યાં – મોગલ-એ-આઝમ.1960 માં બોલિવૂડ ક્લાસિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ નું ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત ખૂબ જ લોકપ્રિય થયું. આ ગીતમાં શીશમહલ જેવો 150 ફુટ લાંબો અને 80 ફુટ પહોળો મહેલ જેવો સેટ બનાવવામાં આવ્યો હતો. સેટમાં વપરાયેલ કાચ બેલ્જિયમથી મંગાવેળ હતા. ફિલ્મના ઇતિહાસના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ગીતમાં ખર્ચવામાં આવેલી રકમ બાકીની ફિલ્મના બજેટ કરતા વધારે હતી. જો આપણે તેની આજકાલ સાથે તુલના કરીએ તો આપણે કહી શકીએ કે આ ગીતની કિંમત 25 કરોડને વટાવી ગઈ હોત.

આ ઉપરાત બોલિવૂડ ના સૌથી મોંઘા સિંગર. આમ તો ફિલ્મો દેખવી તો બધા લોકો ને પસંદ હશે ને આ ફિલ્મો માં દેખાડવા વાળા ગીતો પણ લોકો ને બહુ પસંદ આવે છે જો ફિલ્મ માં ગીત ના હોય તો પૂરી ફિલ્મ ફીકી જ લાગશે. ગીતો ના કારણે વધારે કરીને ફિલ્મો હીટ થાય છે તેથી ફિલ્મ ના હીટ હોવામાં ગીતો નો પણ બહુ મોટો હાથ હોય છે ગીતો પણ ફિલ્મ ને હીટ અને લોકો ની વચ્ચે લોકપ્રિય કરવાનું કામ કરે છે ફિલ્મો ના ગીતો માં મધુર અવાજો ની પાછળ સંગીતકાર નો બહુ મોટો હાથ હોય છે જે પોતાની મધુર અવાજ થી તે ગીતો અને વધારે સારું બનાવી દે છે.

એટલે ગીત માં ચાર ચાંદ લગાવી દે છે અને આજકાલ ના સમય માં બહુ બધા લોકો એવા છે જે આ સિંગર્સ ને જરૂર જાણતા હશે પરંતુ શું તમે આ વાત ને જાણો છો કે આ સિંગર્સ પોતાની મધુર અવાજ માટે કેટલા પૈસા લે છે કદાચ જ કોઈ વ્યક્તિ હશે જે આ વિશે જાણતો હશે? ચાલો આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી બોલીવુડ ના મોટા સિંગર્સ અને કયા સિંગર્સ ને ફિલ્મો માં પોતાની અવાજ આપવાના કેટલા પૈસા મળે છે તેના વિશે જાણકારી જણાવીએ.

આવો જાણીએ બોલીવુડ ના સિંગર્સ ને કેટલા પૈસા આપવામાં આવે છે. સુનિધિ ચૌહાણ.બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની આ ગાયિકા ને તો બધા લોકો જાણતા જ હશે આ બોલીવુડ ની મશહુર ગાયિકા સુનિધિ ચૌહાણ છે તેમનો જન્મ 14 ઓગસ્ટ 1983 માં દિલ્લી માં થયો હતો તેમને પોતાના કેરિયર ની શરૂઆત 13 વર્ષ ની ઉંમર માં કરી હતી તેમનું સૌથી પહેલું ગીત “રુકી રુકી સી જિંદગી” છે અને તેમનું લોકપ્રિય ગીત “કમલી” છે જો આપણે તેમની ફી ની વાત કરીએ તો તે દરેક ગીત માટે 12 લાખ રૂપિયા સુધી ફી લે છે.

રાહત ફતેહ અલી ખાન.બોલીવુડ ઇન્ડસ્ટ્રી ના સૌથી મશહુર ગાયક રાહત ફતેહ અલી ખાન સૌથી સારા ગાયક છે તે વધારે કરીને દર્દ ભરેલા ગીતો ગાવા માટે મશહુર છે આ એક ગીત માં પોતાની અવાજ આપવા માટે પુરા 20 લાખ રૂપિયા ની ફી લે છે. અરિજિત સિંહ.ભારત ના સૌથી મશહુર અને બધાના પસંદીદા સિંગર્સ માં ગણાવા વાળા અરિજિત સિંહ કોઈ ના પરિચય ના મોહતાજ નથી. તેમની અવાજ અને તેમના ગીતો ના લાખો કરોડો લોકો દીવાના છે તેમની અવાજ લોકો ના દિલો સુધી પહોંચી જાય છે તે એક ગીત માં પોતાની અવાજ આપવા માટે 13 થી 14 લાખ રૂપિયા સુધી ફી લે છે.

સોનું નિગમ.બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની સૌથી પસંદીદા અને મશહુર ગાયક સોનું નિગમ નો જન્મ 3૦ જુલાઈ 1973 માં હરિયાણા માં થયો હતો તે બંગાળી, તમિલ અને તેલુગુ ના ગાયક છે તેમને પોતાના કેરિયર ની શરૂઆત ફિલ્મ “બેતાબ” થી કરી હતી અને તેમની બીજી ફિલ્મ “જાની દુશ્મન” હતી તેમને બોલીવુડ ની ફિલ્મો માં બહુ બધા ગીતો માં પોતાની અવાજ આપ્યો છે અને તેમના ગીતો જેમ કે “બોલે ચૂડિયા” અને “દિલ ને યહ કહા હે દિલ સે” લોકો ની વચ્ચે ઘણા લોકપ્રિય પણ રહ્યું છે સોનું નિગમ દરેક ગીત માટે 10 લાખ રૂપિયા સુધી ની ફી લે છે.

મીકા સિંહ.મીકા સિંહ બહુ જ મશહુર ગાયક છે તેમને બહુ બધી ફિલ્મો માં હીટ ગીતો આપ્યા છે તેમની ગાયકી ને બધા લોકો ના દિલો માં પોતાની જગ્યા બનાવી લીધી છે તે એક ગીત માટે 13 લાખ રૂપિયા ની ફી લે છે. નેહા કક્કડ.તમે આમને તો બહુ જ સારી રીતે જાણતા જ હશો તેમને પોતાની ગાયકી થી લોકો નું મન મોહી લીધું છે નેહા કક્કડ નો જન્મ 6 જૂન 1988 માં થયો હતો તેમને પોતાની સીંગીગ કેરિયર ની શરૂઆત ઇન્ડિયન આઈડલ માં 2006 થી કર્યું હતું અને તેમનું પહેલું ગીત “નેહા-જી રોકસ્ટાર” હતું અને તે આજ ના સમય માં યુવા ગાયકો માં થી એક છે તે દરેક ગીત માં પોતાની અવાજ આપવા માટે 8,00,000 રૂપિયા ફી લે છે.