Breaking News

ભુતેશ્વરનાથ મહાદેવના નામથી ફેમસ છે આ સ્થળ, મહાદેવનું પ્રાકૃતિક શિવલિંગ આવેલ છે અહીં દર વર્ષે તેની ઉંચાઇમાં થાય છે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું ભારતમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થામાં પ્રતિવર્ષ વધારો થતો જોવા મળે છે. એમાં પણ જો કેટલાંક ચમત્કારોનો સાથ મળી જાય તો પછી પૂછવું જ શું આવા ચમત્કારોમાં માતાજી અને ભગવાન શંકરનાં શિવલિંગ વધુ પ્રચલિત છે.

અમરનાથનાં બરફનાં શિવલિંગ વિષે તો બધાંજ જાણે છે પણ કોઈ પથ્થરના શિવલિંગની વધતી ઊંચાઈ અને પહોળાઈ વિષે કોઈ જ નહિ જાણતું હોય. આ વિષે શું સત્ય કે શું તથ્ય એ કોઈને જ ખબર નથી પણ થાય છે એ હકીકત છે જ. જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ હજુ સુધીતો મળ્યો નથી અને મળશે પણ નહીં જ શ્રધ્ધા અને આસ્થા કોઈ કારણોની મોહતાજ નથી હોતી  બસ એ પરાપૂર્વથી ચાલી આવી રહી છે અને અવિરત ચાલ્યા જ કરે છે એટલું પુરતું છે.

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના મરોદા ગામમાં ગાઢ જંગલની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે, જે ભૂતેશ્વરનાથના નામથી પ્રસિદ્ધ છે. આ વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ છે. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ આપમેળે જ મોટું અને પહોળું થતું જાય છે. આ શિવલિંગ જમીનથી અંદાજિત 18 ફૂટ ઊંચું અને 20 ફૂટ ગોળાકારમાં છે. રાજસ્વ વિભાગ દ્વારા દરવર્ષે આ શિવલિંગની લંબાઈ માપવામાં આવે છે, જે સતત 6થી 8 ઇંચ વધી રહી છે.

આ શિવલિંગ વિશે કહેવાય છે કે આજથી હજારો વર્ષ પહેલા જમીનદારી પ્રથાના સમયમાં પારા ગામના રહેવાસી શોભાસિંહ જમીનદારનું અહીં ખેતર હતું. શોભાસિંહ સાંજે જ્યારે પોતાના ખેતરમાં ફરવા જતો હતો ત્યારે તેને ખેતર પાસે એક વિશેષ આકૃતિ જેવા પહાડમાંથી (ટીલો અથવા એક જાતનો વિશાળ પત્થર) બળદ તથા શેરનો અવાજ આવતો હતો.

કેટલીય વાર સુધી આ અવાજ સાંભળ્યાં બાદ શોભાસિંહે આ ઘટના વિશે ગામના લોકોને વાત કરી. ગામના લોકોએ પણ સાંજના સમયે આ અવાજ અનેક વાર સાંભળ્યો. તેમજ અવાજ જ્યાંથી આવતો હતો ત્યાંથી બળદ તથા શેરને શોધવાના પણ પ્રયાસ કર્યા, પરંતુ દૂર-દૂર સુધી કોઈ પ્રાણી ન મળતા ત્યાંના લોકોમાં શ્રદ્ધા વધવા લાગી અને લોકો આ પહાડને શિવલિંગના રૂપમાં માનવા લાગ્યા હતા.

મિત્રો કંઈપણ સમજવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે તો જ તે વધુ સારી રીતે જાણી શકાય પરંતુ વિશ્વમા કેટલીક વસ્તુઓ એવી છે જે વૈજ્ઞાનિકોના સમજની બહારની છે. આ પૃથ્વી ઉપર અજાયબીઓની કમી નથી. આજે અમે તમારી સામે આવી જ એક અજીબ ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને દરેક દંગ થઈ જશે અને જેમ તમે જાણો છો કે ભગવાન શિવને મૂર્તિ અને શિવલિંગ બંને સ્વરૂપમા પૂજા કરવામા આવે છે. તમે અત્યાર સુધી શિવજીના ઘણા મંદિરો જોયા હશે.

પરંતુ છત્તીસગઢના ગારીબંદ જિલ્લામા સ્થિત ભૂતેશ્વરનાથ શિવલિંગની વાત જ કઈક અલગ છે. સૌ પ્રથમ જણાવી દઈકે તે વિશ્વનુ સૌથી મોટુ શિવલિંગ છે અને આ કુદરતી રીતે બનેલ શિવલિંગની બીજી વિશેષતા એ છે કે તેનુ કદ દર વર્ષે વધતુ રહે છે.તે જમીનથી લગભગ ૧૮ ફુટ ઉચી અને ૨૦ ફૂટ ગોળાકાર છે .આ શિવલિંગનુ કદ વર્ષે-વર્ષે વધતુ જાય છે. દર વર્ષે શિવલીંગની ઉચાઇ માપવામા આવે છે ત્યારે તે ૬ થી ૮ ઇંચ જેટલુ વધેલુ હોય છે અને ૧૨ જ્યોતિર્લિંગની જેમ ભૂતેશ્વરનાથ પણ અર્ધનારીશ્વર શિવલિંગ તરીકે ઓળખાય છે.

અને દર વર્ષે આ શિવલિંગની મુલાકાત લેવા અને જળઅભિષેક કરવા માટે સેંકડો ભક્તો અહી પગપાળા આવે છે અને આ અનન્ય શિવલિંગ વિશે પ્રચલિત દંતકથા અનુસાર સો વર્ષો પહેલા અહી જીમીનદારની એક વાડી હતી.શોભા સિંહ નામનો આ જમીનદાર રોજ સાંજે પોતાના ખેતરમા જતો. એક દિવસ શોભા સિંહે ખેતર નજીક ખાસ આકાર ના ટેકરામાંથી બળદનો અવાજ અને સિંહનો અવાજ સાંભળ્યો હતો જ્યારે આ અંગે ગ્રામજનોને જાણ કરવામા આવી ત્યારે બધાએ સાથે મળીને ઘણુ શોધ્યુ પણ ક્યાંય કોઈ મળ્યુ નહી.

જો કે ત્યા તેને એક નાનુ શિવલિંગ મળ્યુ હતું અને આ લોકો તેને ત્યા રાખીને તેની ઉપાસના કરવા લાગ્યા અને દર વર્ષે તે શિવલિંગનો આકાર વધતો જ રહ્યો અનેલોકોએ શ્રધા સાથે તેની પૂજા શરૂ કરી દીધી અને તે દિવસથી આજ સુધી તે સતત વધતુ જાય છે. આ શિવલિંગની લંબાઈ વધવા પાછળનુ કારણ શું છે તે હજી જાણી શકાયુ નથી. આજે પણ દેશના ખૂણે ખૂણેથી ભક્તો અહી શિવના દર્શન કરવા અને પૂજા કરવા આવે છે.

એનાં વિષે પારાગાંવના લોકો બતાવે છે કે પહેલાં આ ટીલો નાનાં રૂપમાં હતો. ધીરે ધીરે એની ઊંચાઈ એવં ગોળાઈ વધતી ગઈ. જે આજદિન પર્યંત વધતી જ જાય છે અને આ શિવલિંગમાં પ્રકૃતિ પ્રદત જલલહરી પણ જોવાં મળે છે. જે ધીરે ધીરે જમીન પર આવી રહી છે.આ સ્થાન ભૂતેશ્વર, ભકુરા મહાદેવના નામે પણ ઓળખાય છે.

આ શિવલિંગની પૂજા બિંદનવાગઢના છુરા નરેશના પૂર્વજો દ્વારા કરવામાં આવતી હતી. આ મંદિર વિશે એક એવી દંત કથા છે કે ભગવાન શંકર-પાર્વતી ઋષિ મુનિઓના આશ્રમમાં ફરવા આવ્યા હતા, ત્યારે જ અહીં શિવલિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. ગાઢ જંગલની વચ્ચે સ્થિત હોવા છતાય અહીં શ્રાવણમાં કાવડિયાનું ટોળું આવે છે. આ સિવાય શિવરાત્રીમાં અહીં વિશાળ મેળો પણ લાગે છે.

About Hu Gujarati TEAM

Check Also

શુ સાચે જ ગંગા નદીમા સ્નાન કરવાથી થાય છે સ્વર્ગની પ્રાપ્તિ,જાણો શુ કહ્યુ હતું ભગવાન શિવે……

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …