ભોલેનાથની પૂજા સમયે વપરાયેલ સામગ્રીનું ક્યારેય ન કરો, અપમાન બગડી જશે તમારી હાલત, જાણો તેની સાચી રીત…

0
171

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ભગવાન શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ મહિનામાં લોકો તેમની પૂજા કરે છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર જોઈએ ઓ શ્રાવણ મહિના માં ભગવાન શિવજી ની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ પવિત્ર મહિનામાં દરેક ભક્ત ભગવાન શિવજી ની વિશેષ પૂજા કરે છે અને પૂજા દરમિયાન શિવજી ને પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા સામગ્રી અર્પિત કરે છે.

આપણે બધા મહાદેવના ભક્ત છીએ આપણે જાણીએ જ છીએ કે મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે, તેઓને ખુશ કરવા પણ ખુબ જ સરળ છે તેમનો પ્રિય વાર સોમવાર છે આ દિવસે તેમના પર માત્ર જળ અર્પણ કરવાથી પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે ઘણા શાસ્ત્રોમાં શિવપૂજાના કેટલાક વિધાન પણ કહેવામાં આવ્યા છે.

એવા અમુક વિધાન નું ધ્યાન પૂજા કરતી વખતે રાખવામાં આવે તો શિવજીની કૃપા હંમેશા તેના ભક્તો પર રહે છે. જો કે ભોળાનાથની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરવામાં આવે તો તેઓ તેના ભક્ત પર કોપાયમાન પણ થઈ શકે છે તો આપણે પણ શિવ પૂજામાં આ વાતોનું ધ્યાન અચૂક રાખવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજી નો અભિષેક પૂજા વગેરે કરવાથી વ્યક્તિનું જીવન ધન્ય થઇ જાય છે ભગવાન શિવજી ની પૂજા માં અભિષેક ભસ્મ અને બીલીપત્ર નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મોટાભાગના બધા મંદિરો અને ઘરો ની અંદર શ્રાવણ ના સોમવારે ભગવાન શિવજીનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને બિલીપત્ર અર્પિત કરીને તેમની પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવેલા બિલીપત્ર ફૂલો વગેરેનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ.

મોટાભાગના લોકો જાણતા નથી કે પૂજા સામગ્રીને કેવી રીતે વિસર્જન કરવું જોઈએ લોકો તે માહિતીના અભાવે લોકો પૂજા સામગ્રીને ગમે ત્યાં રાખી દે છે કેટલાક લોકો નદીના કાંઠે તેને એવી જગ્યાએ રાખી દે છે જ્યાં તેમનો અનાદર કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો દેવી-દેવતાઓને અર્પણ કરેલી પૂજા સામગ્રીનો અપમાન કરવું એ પાપ માનવામાં આવે છે આજે અમે તમને કેવી રીતે પૂજા સામગ્રીને વિસર્જન કરવું જોઈએ તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

પૂજા સામગ્રીને વિસર્જન કરવાની સાચી રીત.શ્રાવણ ના પવિત્ર મહિનામાં ભક્તોએ શિવજી ની પૂજા કર્યા પછી પૂજા સામગ્રીના વિસર્જન ની વિશેષ કાળજી રાખવી જરૂરી છે તમે ભૂલી ને પણ પૂજા સામગ્રી કોઈ નદી કાંઠે અથવા બગીચામાં ન રાખશો કારણ કે આવી જગ્યાએ આ વસ્તુઓનો અનાદર થાય છે.જો તમે એવી જગ્યાએ સામગ્રીને રાખો છો તો અહીં આવનારા લોકોનો પગ લાગી શકે છે જેના કારણે આ વસ્તુઓનું અપમાન થાય છે તમારે તે ખાતરી કરવી પડશે કે કઈ જગ્યાએ પૂજા સામગ્રીનો અનાદર નહિ થાય તમે ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીને કોઈ પવિત્ર સ્થાન અથવા બગીચામાં ખાડો ખોદી ને તેને જમીનમાં દબાવી શકો છો.

ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીનું વિસર્જન કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો પરંતુ તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે જ્યાં આ પૂજા સામગ્રી પ્રવાહિત કરી રહ્યા છો તે નદી નું પાણી પ્રદૂષિત ન હોવું જોઈએ.

શિવ ની પૂજા કરતી વખતે મુખ ઉત્તર તરફ રહે તેમ આસન ગ્રહણ કરવું જોઈએ શિવજીની પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ ન કરવો શિવજીની પૂજામાં શંખનો પ્રયોગ ન કરવો શિવજીની પૂજામાં ઉપયોગમાં લેવાનું જળ માત્ર ત્રાંબાના પાત્રમાં જ રાખવું શિવલિંગ પર ક્યારેય કંકુથી તિલક ન કરવું તેમને હંમેશા ચંદન જ અર્પણ કરવું જોઈએ શિવજી પર ક્યારેય હળદર પણ ન ચડાવવી શિવજીને પ્રસાદમાં ચડતી ભાંગ માત્ર ચાંદી કે સ્ટીલના પાત્રમાં જ ચડાવવી જોઈએ કેવડાત્રીજ સિવાય શિવજીને કેવડો ન ચડાવવો.

શિવજીને રૂદ્રી ખુબ જ પ્રિય છે સોમવારે રૂદ્રી બનાવી તેનો પ્રસાદ એક ભાગ રમતા બાળકને એક ભાગ મંદિરમાં એક ભાગ ઘરમાં પ્રસાદી તરીકે ધરાવવો. સોમવારે બિલ્વપત્ર ચડાવી શિવજીની પૂજા કરવી જોઈએ આ રીતે પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

ઉપરોક્ત શિવપૂજન માં ચડાવેલી પૂજા સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરવું આ અંગેની માહિતી આપવામાં આવી છે શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂજા કરાયેલી સામગ્રીનું અપમાન કરવું એ એક મહા પાપ છે તેથી તેનાથી બચવા માટે તમે ઉપરોક્ત બતાવેલી બાબતો નું ધ્યાન રાખો જો તમે પાપથી બચવા માંગો છો તો પછી ફક્ત બે જ રસ્તાઓ છે પ્રથમ ઉપાય એ છે કે થોડી માત્રામાં પૂજા સામગ્રીનો ઉપયોગ કરો અને બીજો ઉપાય એ છે કે પૂજા સામગ્રીને શ્રેષ્ઠ રીતે વિસર્જન કરો.