ભોજન કર્યા પછી આવે વિચિત્ર ઓડકાર તો અત્યારે જ કરીલો આ ઉપાય મળશે છુટકારો.

0
20

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખાટ્ટા ઓડકાર આવવા એ એક સામાન્ય સમસ્યા છે, જે લગભગ દરેક લોકોને અમુક સમયે થાય છે, પરંતુ આને લીધે ક્યારેક ગળા, પેટ અને છાતીમાં તીવ્ર સળગતી સંવેદનાનો અહેસાસ થાય છે. હકીકતમાં લોકો ખાવા-પીવામાં અજાણતા ભૂલ થઇ જાય છે, જેના કારણે પેટ સાથે સંબંધિત આવી સમસ્યાઓ ઉભી થાય છે. એવું માનવામાં આવે છે કે ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક અને આલ્કોહોલ પીવાથી ખાટા ઓડકાર આવી શકે છે. જે પાચનની સમસ્યાઓનું મુખ્ય કારણ છે. જો તમને પણ ખાટ્ટા ઓડકાર ની સમસ્યા છે, તો પછી તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

લીંબુનું પાણી પીવું.કેટલીકવાર એવું બને છે કે તમને સવારે ઉઠતાની સાથે જ ખાટ્ટા ઓડકાર ની સમસ્યા શરૂ થઈ જાય છે. જો તમને પણ આ સમસ્યા છે, તો તરત જ એક ગ્લાસ લીંબુનું શરબત પીવો. જો તમે સાદા મીઠાને બદલે લીંબુના પાણી સાથે કાળું મીઠું લેશો તો તમને જલ્દી રાહત મળશે. દહીં.જો તમને બપોર ના સમયે ખાટ્ટા ઓડકાર ની સમસ્યા હોય તો દહીં નું સેવન કરવું જોઈએ. આનાથી પેટમાં ઠંડક મળશે અને ઓડકાર માં તરત જ રાહત મળશે.

વરીયાળી ની સાથે સાકર ખાવી.જો તમને રાત્રે ખાટા ઓડકારની સમસ્યા છે, તો લીંબુનું શરબત અને દહીંનું સેવન ન કરો. તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે રાત્રે વરિયાળી સાથે સાકર નું સેવન કરી શકો છો. તમને નિશ્ચિતરૂપે આમાંથી રાહત મળશે. ખરેખર વરિયાળી પાચક શક્તિને વધુ સારી બનાવે છે અને પેટમાં ગેસ બનાવવાની મંજૂરી આપતી નથી, જ્યારે સાકર થી પેટને ઠંડક મળે છે.

ખાટ્ટા ઓડકાર થી બચવાના ઉપાય.ખાટા ઓડકાર ને ટાળવાની શ્રેષ્ઠ અને સૌથી અસરકારક રીત એ છે કે ઉતાવળમાં ખોરાક ખાવાનું અને પાણી પીવાની ટેવ છોડી દેવી જોઈએ. આ સિવાય વધારે મીઠું અથવા તેલ વડે ખોરાક ન ખાઓ, પુષ્કળ પાણી પીવો અને ખોરાક ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી સૂવું નહીં. આ તમામ ઉપાયો પાચક તંત્રને સુધારવા માટે છે, કારણ કે જો પાચન બરાબર હોય તો ખાટ્ટા ઓડકાર ની સમસ્યા નહીં થાય.

ઓડકાર આવવા પાચન સાથે જોડાયેલી એક સામાન્ય ક્રિયા છે, જે ભોજન કર્યા પછી આવે છે. સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે કે ઓડકારનો અર્થ પાચન તંત્ર સાથે જોડાયેલો હોય છે. પરંતુ જો તમને જરૂરથી વધુ ઓડકાર આવે છે તો તમારે તેની પાછળના કારણ જાણવા જોઈએ. ખાવાનું ખાધા પછી વારંવાર ઓડકાર આવવાનો અર્થ છે કે વધુ પ્રમાણમાં હવા શરીરની અંદર જતી રહી છે. જયારે હવા અંદર જાય છે અને પેટ માંથી હવા બહાર ન નીકળે, તો તે પેટ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. પરંતુ વધુ ઓડકાર આવવા પણ ઘણી બીમારીઓના સંકેત છે.

કાંઈ પણ ખાધા પછી ઓડકાર આવવા એક સામાન્ય વાત છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ઓડકાર આવવાથી ખાધેલું ભોજન પચી જાય છે. જેથી પેટમાં કોઈ તકલીફ રહેતી નથી. ઓડકારનું મુખ્ય કારણ એ છે કે ખાવા સાથે હવા પણ પેટમાં જતી રહે છે, જે ઓડકારના રૂપમાં શરીર માંથી બહાર નીકળે છે પણ ઘણી વખત વધુ ઓડકાર આવવા લાગે છે, તો તે કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે છે. આવો જાણીએ તેના કરને કઈ બીમારી થઇ શકે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

ઇરીટેબલ બ્રાઉળ સિન્ડ્રોમ.આ બીમારીમાં રોગીને કબજીયાત, પેટનો દુ:ખાવો, મરડો અને ઝાડા વગેરે થઇ શકે છે. સાથે જ રોગનું એક મોટું લક્ષણ વધુ ઓડકાર આવવા પણ હોય છે. આ સમસ્યા ઉપરાંત પેપ્ટીક અલ્સરને કારણે પણ વધુ ઓડકાર આવી શકે છે. ડીપ્રેશન.તણાવ ઘણી સમસ્યાઓને કારણે થાય છે. તણાવ કે કોઈ મોટા લાગણીશીલ પરિવર્તનની અસર આપણા પેટ ઉપર પણ પડે છે. લગભગ ૬૫ ટકા કેસમાં મુડમાં તાત્કાલિક અને મોટા ફેરફાર કે તણાવનું વધવું, વધુ ઓડકાર આવવાનું કારણ બને છે.

અલ્સર.વધુ ઓડકાર આવવાને કારણેથી પેટમાં કબજીયાત, ગેસ, ઝાડા અને મરડો જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે. આ સમસ્યાને સામાન્ય સમજીને લોકો તેનો ઈલાજ નથી કરાવતા, જેથી તે તકલીફ વધી જાય છે. તેનાથી પેટના અલ્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે. એરોફેજીયા.હંમેશા એવું બને છે કે આપણે ખાવાનું ખાતી વખતે વધુ હવા પેટની અંદર લઇ લઈએ છીએ તો ઓડકાર આવવા લાગે છે. એવી સ્થિતિને એરોફેજીયા કહે છે. આ સમસ્યા માંથી બચવા માટે નાના કોળિયા લો અને મોઢું બંધ કરીને ધીમે ધીમે ખાઓ ચાવીને ગળો.

કબજિયાત.જે લોકોને ઘણા વધુ ઓડકાર આવે છે, તેમાંથી લગભગ ૩૦ ટકા લોકોને કબજિયાતની સમસ્યા હોય છે. આ સમસ્યા થવાથી ખાવામાં પૂરતા પ્રમાણમાં ફાઈબરનો ઉમેરો કરો. તે ઉપરાંત અપચાને કારણે પણ વધુ ઓડકાર આવે છે.કેમ આવે છે વારંવાર ઓડકાર?ઘણા લોકો જલ્દી જલ્દી મોટા મોટા કોળિયા લઇને ખાય છે. તેને કારણે ડાઈજેશન ઉપર અસર પડે છે અને વધુ ઓડકાર આવે છે. ખાતી વખતે કે ભોજન લેતી વખતે વધુ મોઢું ખોલવાથી પેટમાં વધુ હવા જતી રહે છે. જેથી વધુ ઓડકાર આવે છે.

ડાઈજેશન ખરાબ હોવાને કારણે કબજિયાત કે અપચોની તકલીફ થઇ જાય છે. તેથી પેટમાં ગેસ બનવા લાગે છે અને ઓડકાર આવે છે. પેટ ખાલી હોવાને કારણે પેટની ખાલી જગ્યામાં હવા ભરાઈ જાય છે. તે હવા ઓડકાર દ્વારા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. કાર્બોનેટેડ ડ્રીંકસ, જંક ફૂડ, કોબી, વટાણા, દાળ જેવા ઘણા ફૂડ પેટમાં ગેસ બનાવે છે. તે ખાધા પીધા પછી વધુ ઓડકાર આવે છે.

એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું.ખોરાક સાથે પાણી ઓછું પીવું. બે ખોરાકની વચ્ચે પાણી પીવું. વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો. ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેનો ”વાલ્વ ઢીલો થઇ જાય છે.

કોફી, ટમેટાં કે સંતરાંનો જ્યુસ, દારૂ કે તમાકુ ન જ ખાવા કારણકે આ દરેક જઠરની અંત:ત્વચાને સીધું નુકસાન પહોંચાડે છે. જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ પાયા નીચે ઇંટો ગોઠવવી. વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું. દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.

ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓ. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે. મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે. દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે. દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.

ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબીબાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે. ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે. વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે. ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.

કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે. કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય. પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખુબ શીતળ છે.

કોઠાનાં પાનની ચટણી બનાવી પિત્તનાં ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે. આમલી પિત્તશામક તથા વીરેચક છે. ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે. ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વીકારો મટે છે. અળવીનાં કુણાં પાનનો રસ જીરુની ભુકી મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.

આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપ મટે છે. ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે. પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગ મટે છે. જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્તવીકાર મટે છે. જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્તવીકાર મટે છે. આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.