ભોજન માં સામીલ કરો આ વસ્તુ,ખરતા વાળ થી મળી જશે હંમેશા ના માટે છુંટકરો.

0
341

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંમિત્રો આપણા માથા પર વાળ હોવા પણ જરૂરી છે. અને વાળની કિંમત એ લોકો સારી રીતે સમજી શકે છે, જેમના માથા પણ ઓછા વાળ છે, અથવા તો જેમની ટાલ પડી ગઈ છે. એવું કહીએ તો ખોટું ન કહેવાય કે પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકોમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે.

તેમજ વધારે ટેન્શન લેવાને કારણે અને ભોજનમાં જરૂરી ખનીજોની કમીને કારણે, આજકાલ સમય પહેલા જ લોકોના વાળ સફેદ થઇ રહ્યા છે. તો એવામાં આજે અમે તમારા માટે સમય પહેલા થયેલા સફેદ વાળને કાળા કરવા માટે, તેમજ ખરતા વાળને અટકાવવા અને વાળને પાતળા થવાથી રોકવા માટેના રામબાણ નુસખા લઈને આવ્યા છીએ. હેલ્દી ડાઈટનું પાલન કરવાથી વાળ ખરતા પણ બચી શકે છે. તે વાળ માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. વૃદ્ધત્વ, વધુ તણાવ, વધુ પડતા ધૂમ્રપાન, પોષક તત્ત્વોની કમી વગેરે વાળ ખરવાના પરિબળો હોઈ શકે છે. તૈલીય વાળને કારણે ઘણી વાર વાળ ખરવા પણ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં વાળ પડતા અટકાવવા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વસ્થ આહારનું પાલન કરવાથી વાળ ખરતા પણ બચી શકાય છે. તે વાળ માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત, તે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પૂરા પાડી શકે છે. કયા ફૂડસ ખાવાથી ખરતા વાળ પર કાબૂ મેળવી શકાય છે

બદામ: મગફળી, અખરોટ અને બદામ જેવા સુકા ફળોમાં વિટામિન અને બાયોટિન હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બદામ નિયમિતપણે ખાવાથી તમારા વાળ સ્વસ્થ બનશે,તેમાં નવું જીવન આવશે અને વાળ તૂટતા બંધ થઈ જશે.

ગાજર: ગાજરમાં હાજર વિટામિન-ઇ વાળના વિકાસ, ઘાટા અને જાડા થવા માટે ખૂબ મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન સીને કારણે ખોપરી ઉપરની ચામડી રક્ત પરિભ્રમણને સુધારે છે, જેથી તમારા વાળ સફેદ ન થાય. આ સિવાય ગાજર ખાવાથી વાળ ખરતા પણ ઓછા થાય છે.

ઓટ્સ: ઓટ્સમાં ફાયદા ઉપરાંત ઓટમાં આયર્ન, જસત અને ઓમેગા 6 ફેટી એસિડ્સ હોય છે જે સ્વસ્થ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. વાળના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ રોજ નાસ્તામાં કરી શકાય છે. વાળ સાથે સંબંધિત દરેક સમસ્યાને દૂર કરવા ઓટ ફાયદાકારક છે.

પાલક: પાલક આયર્ન, વિટામિન એ અને સી અને ફોલેટથી સમૃદ્ધ છે. જે વાળને વધારવામાં મદદ કરે છે. ઉપરાંત, તે વાળના પતનને દૂર કરવામાં પણ મદદ કરે છે. પાલકના એક કપ શાકમાં 54 ટકા વિટામિન એ હોય છે, જે વાળનો વિકાસ કરે છે.

કઠોળ: કઠોળ પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે, જે વાળના વિકાસ માટે જરૂરી છે. છીપની જેમ, કઠોળમાં પણ ઝીંકની માત્રા વધુ હોય છે, જે વાળના વિકાસ અને તેને વધારવાના ચક્રમાં મદદ કરે છે. વળી, તેનું સેવન કરવાથી વાળનું ખરવું પણ ઓછું થાય છે.

આંબળાંના પાના. : સફેદ વાળને કાળા કરવાં માટે આંબળાના નાના નાના ટુકડા કરીને તેને છાયામાં સુકવી દો. પછી તેને નારીયેલના તેલમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી તે આંબળા કાળા અને કડક ન થઈ જાય. ત્યારબાદ આ તેલને ઠંડુ કરી એને માથામાં લગાવો. નિયમિત રીતે ઉપયોગ કરવાં પર આ તેલ વાળને સફેદ થવામાં અટકાવવા માટે ઘણું ઉપયોગી છે.લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાવવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ફરીથી આવશે.

ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે.ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી.રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

વાળ ખરતા રોકવા માટે આદુના રસમાં 1 લીંબૂનો રસ મિક્સ કરીને વાળના જડમૂળથી માથા સુધી લગાવો. આવું કરવાથી વાળનું ખરવું તો ઓછું થશે સાથે જ એમાં ખોડાની સમસ્યાનું નિરાકરણ આવશે. પરંતુ એને લગાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે એમાં એવા ગુણ હોય છે જેના કારણે માથામાં ડ્રાયનેસની સમસ્યા થઇ શકે છે. એટલે એને લગાવતા પહેલા વાળને બરોબર રીતે ઘોવો.

વાળને પોષણ મળે તે માટે દહીં સૌથી ઉપયોગી છે. વાળને ધોતા પહેલા 30 મિનિટ પહેલા વાળમાં દહીં અને લીંબુનો રસ મેળવીને લગાડી દો. દહીને સૂકાવા દો. જેનાથી વાળોમાં ચમક આવશે અને વાળોને પુરતું પોષણ મળશે. આમ કરવાથી વાળ ખરતા અટકી જશે.ઈંડા બનાવશે વાળના મૂળને મજબૂતઇંડા ખાવા એ શરીર સ્વાસ્થ્ય માટે સારું છે ઉપરાંત ઇંડાનો ઉપયોગ વાળ ઉપર કરવાથી વાળોને પૂરતું પોષણ મળી રહેશે. વાળને ધોતા પહેલા 1 કલાક પહેલા ઈંડાને વાળમાં લગાડો. જો તમે ચાહો તો ઇંડાની સાથે દહીંનો ઉપયોગ કરી શકો છો અથવા મહેંદીનો ઉપયોગ કરી શકો છો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ