ભણવાની વાત જ અલગ અહીં સ્કૂલોમાં શીખવાડે છે એવું કાર્ય જે જાણી તમે પણ વિચારમાં પડી જશો.

0
73

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સ્કુલમાં દરેક લોકોના બાળકો ભણવા માટે જતા હોય છે અને બાળકોને સ્કૂલમાં સારું શિક્ષણ આપતા હોય છે પરંતુ એક સ્કૂલ છે જ્યાં ડેટિંગ ની શિક્ષા આપવામાં આવે છે જાણીને તમને પણ નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ટેકનોલોજી પ્રોડક્શન અને શોધના મામલામાં ચીનને સૌથી આગળ માનવામાં આવે છે. પરંતુ આ જે અમે ચીનની એક એવી શાળા અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જ્યાં ડેટિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. ચીનમાં એક એવી શાળા છે જ્યાં યુવકોને યુવતીનું દિલ જીતવાની રીત બતાવવામાં આવે છે. ચીનના બીજિંગ શહેરમાં યુવકોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તે પ્રથમ મુલાકાતમાં યુવતીઓનું દીલ જીતી શકે છે.યુવતીને પટાવવામાં આ શાળાની ફી સાંભળીને તમે પણ હેરાન થઇ જશો. ડેટિંગની ટ્રેનિંગ આપનાર આ શાળામાં એક મહીનાની ફી 4500 ડોલર છે.

આટલી વધારે ફી હોવા છતા પણ યુવકો અંહી ડેટિંગની ટ્રેનિંગ લેવા માટે આવે છે. લવ એનર્જી નામની આ શાળાની ખાસ વાત એ છે તે યુવતીઓને પટાવવાના ગુણ ક્લાસરૂમ કોર્સની સાથે ઓનલાઇન પણ શીખવવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે આ સ્કૂલમાં 23-60 વર્ષના વ્યક્તિઓ એડમિશન લેવા માટે આવે છે.શુ શીખવવામાં આવે છે ડેટિંગની ટ્રેનિંગમાં, યી કુઇ ઉર્ફ દ્વારા ખોલવામાં આવેલી આ શાળામાં યુવકોને મેકઓવર કરીને સોશિયલ મીડિયા માટે યોગ્ય અને સુંદર તસ્વીર લેવામાં આવે છે.

તે પછી યુવકોને કાબે ડાન નામની જાપાની ટેકનિક શીખવવામાં આવે છે. જેમા યુવતીઓની પાછળ હાથ રાખીને તેને ઇમ્પ્રેસ કરવા અંગે જણાવવામાં આવે છે. આ ટેકનિકને શીખવવા માટે ત્યાંના ગુરુ દીવાલનો ઉપયોગ કરે છે.અંહીમા ગુરુંનું કહેવું છે કે યુવકો ખાસ કરીને યુવતીઓથી વાત કરવામાં સંકોચ અનુભવે છે કારણકે તેમને રિજેક્ટ થવાનો ડર રહે છે. તેમનું માનવું છે કે યુવક યુવતીઓથી પ્રેમથી વાત કરવાથી ડરે છે. જેના માટે યોગ્ય ડેટિંગની ટ્રેનિંગ આપવાની જરૂરત હોય છે.

આ શાળામાં યુવકોને તેમની કમજોરી પર કાબૂ રાખવાનું શીખવવામાં આવે છે. તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે કેવી રીતે યુવતીની ખુશીનું ધ્યાન રાખવામાં આવે અને તેમની ઇચ્છાઓને પૂરી કરી શકાય. આ શાળામાંથી ટ્રેનિંગ લીધા પછી કેટલાક યુવકો તેમના પાર્ટનરની સાથે ખુશીથી લાઇફ પસાર કરી રહ્યા છીએ.લી કૂઇનું કહેવું છે કે લવ અને ડેટિંગની ટ્રેનિંગનું કામ કરવું સહેલું નથી જેટલું તેને સમજવામાં આવે છે એટલું જ નહીં, આ કામમાં પારંગત શિક્ષકોને મળવું પણ ખૂબ મુશ્કેલ છે. આ શાળા ડેટિંગની ટ્રેનિંગ કોર્સ ઓનલાઇન પણ ચાલે છે. જેની ફી 30 ડોલર મહીનો છે. ક્લાસકોર્સ હોય કે ઓનલાઇન, અંહી યુવકોને પ્રોફેશનલી યુવતી પટાવવા અંગે શીખવવામાં આવે છે.

બીજી સ્કૂલ વિશે જણાવવા જઈ રહ્યા છે.હરિદ્વાર સ્થિત આઇઆઇટી રૂડકીના પરિસરમાં એક એવી સ્કૂલ છે, જ્યાં મૂંગા-બહેરા બાળકોના ઇશારાઓની ભાષા દિલથી સાંભળવામાં આવે છે. ‘અનુશ્રુતિ એકેડેમી ફોર ધ ડેફ’ નામથી ચાલતી આ સ્કૂલમાં એવા બાળકોને ફક્ત શિક્ષણ જ આપવામાં નથી આવતું, પરંતુ તેમને એ કાબેલ પણ બનાવવામાં આવે છે કે તેઓ સામાન્ય લોકોની વાતો સમજીને તેમને પણ પોતાની વાત ઇશારાથી સમજાવી શકે. શાળાના આ પ્રયાસના કારણે જ અનેક મૂંગા-બહેરાં બાળકો સ્વાવલંબી બની ચૂક્યાં છે. ઘણા સરકારી નોકરી પણ કરી રહ્યા છે.

હાલ સ્કૂલમાં 90 બાળકો ભણી રહ્યા છે. 1989માં આ સ્કૂલ એવા બાળકો માટે ખોલવામાં આવી હતી, જે બાળપણથી જ મૂંગા-બહેરાં હોય. તેમની સારસંભાળની જવાબદારી આઇઆઇટી રૂડકીની પાસે છે. શાળાના મુખ્ય આચાર્ય પાર્વતી પાંડેય જણાવે છે કે પ્રી-નર્સરીથી આઠમા ધોરણ સુધી આ શાળાને ઉત્તરાખંડ શિક્ષણ વિભાગની માન્યતા મળેલી છે. જ્યારે 9થી 12 ધોરણ સુધી એનઆઇઓએસ (રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન) દ્વારા ચાલે છે. કોઈ બાળક પ્રવેશ માટે આવે છે તો પહેલા તેનું એક મેડિકલ પરીક્ષણ કરવામાં આવે છે. તેનાથી બાળકની સાંભળવાની ક્ષમતાની જાણ થાય છે. ત્યારબાદ તેનું ભણવાનું શરૂ થાય છે. વર્તમાનમાં સ્કૂલમાં 90 બાળકો ભણી રહ્યાં છે, જે રૂડકી ઉપરાંત સહારનપુર, મુઝફ્ફરનગર, હરિદ્વાર, દેહરાદૂન વગેરે શહેરોમાંથી આવે છે.

લિપરીડિંગથી શરૂ થાય છે ભણતર, સ્કૂલમાં 22 લોકોનો સ્ટાફ છે, જેમાં બાળકોને ભણાવવા માટે 14 એક્સપર્ટ શિક્ષકો સામેલ છે. શિક્ષકો સૌથી પહેલા બાળકોને લિપરીડિંગ (હોઠોના હાવભાવને વાંચવા) શીખવાડે છે. તેનાથી બાળક સામેવાળાનો ઇશારો પણ સમજી શકે છે અને પોતાની વાતને પણ ઇશારાઓમાં જણાવી શકે છે. ધીમે-ધીમે તે સામાન્ય લોકો જેવું બની જાય છે. સ્કૂલમાં સ્માર્ટક્લાસની પણ વ્યવસ્થા છે. ક્લાસરૂમમાં પ્રોજેક્ટર અને મોટી સ્ક્રીન પણ છે. બાળકોને પ્રોજેક્ટરના માધ્યમથી સ્ક્રીન પર અક્ષરો અને શબ્દો બતાવવામાં આવે છે. શિક્ષકો હોઠોના ઇશારાથી તેમને બોલતા શીખવાડે છે.

અનુશ્રુતિ એકેડેમી ફોર ધ ડેફ’ને ઊભી કરવામાં એચસી હાંડા અને તેમની પત્નીનું મોટું યોગદાન રહ્યું.રોજગાર માટેનું શિક્ષણ પણ, પુસ્તકોના જ્ઞાનની સાથે-સાથે બાળકોની રૂચિ પ્રમાણે તેમને રોજગારી માટેનું શિક્ષણ પણ આપવામાં આવે છે. તેમાં સીવણકામ, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કુકિંગ, મહેંદી, કોમ્પ્યુટરનું પ્રશિક્ષણ વગેરે સામેલ છે. સ્કૂલમાંથી ભણી ચૂકેલા ઘણા બાળકો હાલ પોતે પ્રોફેશનલ કામ કરી રહ્યા છે અથવા સરકારી સેવાઓ કે પછી કોઈ કંપનીમાં કાર્યરત છે.

સ્કૂલની સ્થાપનામાં હાંડા દંપતીનું મોટું યોગદાન, અનુશ્રુતિ એકેડેમી ફોર ધ ડેફને ઊભી કરવામાં એચસી હાંડા અને તેમની પત્નીનું મોટું યોગદાન રહ્યું. તેમનો દીકરો વિવેક હાંડા પણ મૂંગો-બહેરો હતો. પરિણામે હાંડા દંપતીએ ફક્ત પોતાના જ બાળકોને ભણાવવાની મહેનત કરવાને બદલે આવાં અન્ય બાળકો માટે પણ શિક્ષણની વ્યવસ્થા કરાવી. આ સ્કૂલ પહેલા રૂડકીમાં આવેલા સીબીઆરઆઇ (સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) પરિસરમાં હતી.

ત્યારે તેમાં ગણતરીના બાળકો જ ભણતા હતા. ત્યારબાદ હાંડા દંપતીએ સ્કૂલને નવેસરથી આઇઆઇટી રૂડકીના પરિસરમાં સ્થાપિત કરી. બાળકોને ભણાવવા માટે એચસી હાંડાની પત્નીએ ટ્રેઇનિંગ લીધી. તેમનો દીકરો વિવેક હાલ એસબીઆઈ, આઇઆઇટી રૂડકીની બ્રાંચમાં તહેનાત છે.