અપાર ધન દોલત મેળવવી છે તો શિવપુરાણ માં આપેલ આ ઉપાયો અજમાવો,અને પરિણામ જાતે જ જોઈ લો…..

0
316

ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શિવપુરાણ શંકર વિશે વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. શિવપુરાણને વાંચવા અને સાંભળવાથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ હોય છે. પણ તેના માટે કેટલાક નિયમોંનો પાલન કરવું એવું કહેવામાં આવે છે કે જો ભગવાનને કોઈ વ્યક્તિ પર આશીર્વાદ હોય તો તે વ્યક્તિ ખુશીથી હસીને પોતાનું જીવન વિતાવે છે અને તે તેના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનો અભાવ નથી રહેતો, કેમ કે તમે બધા જાણો છો કે આ સૃષ્ટિની રચના ભગવાન દ્વારા કરવામાં આવી છે. અને તે ફક્ત શિવની ઇચ્છાથી જ કરવામાં આવી છે.માટે જ જે વ્યક્તિ ભગવાન શિવની ભક્તિ કરે છે તેને આ વિશ્વની બધી સુખ-સુવિધાઓ મળી રહે છે, જે ભગવાન શિવની ભક્તિ કરે છે એ વ્યક્તિ પર ભગવાન શિવ તરત જ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને સુખી થવાના આશીર્વાદ આપે છે જેના કારણે તે દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં ખૂબ સુખ ભોગવે છે.

તે વ્યક્તિ ખૂબ જ ઝડપથી આનંદ મેળવે છે અને તે તેમની બધી ઇચ્છાઓ ખુદ પૂર્ણ કરે છે, શિવ પુરાણ અનુસાર, જે વ્યક્તિ નિયમિત રીતે શિવલિંગની પૂજા કરે છે, તેના જીવનના બધા દુ:ખ દૂર થાય છે, જો તેને કદાચ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તો તે વ્યક્તિને શક્તિ મળે છે.શિવપુરાણને મહાપુરાણનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને દરેક સમસ્યાના સમાધાન માટે શિવપુરાણમાં અલગ-અલગ પ્રકારના ઉપાયો આપવામાં આવ્યા છે. ભગવાન શિવ ખૂબ ભોળા છે. જો કોઈ શિવભક્ત સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે તો તે પ્રસન્ન થઈ જાય છે. મનુષ્યોની સમસ્યાઓના સમાધાન માટે શિવપુરાણમાં નાના-નાના સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને અજમાવવા સરળ છે. જાણો, તેના વિશે.

ઘરમાં કોઈને તાવ, જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને તાવ છે તો તમે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરો અને રોજ સવારે સ્નાન કર્યા બાદ ઓમ નમઃ શિવાયનો જાપ કરતાં જળ ચડાવો. શાસ્ત્રોમાં સુખ પ્રાપ્તિ અને સંતાનના સ્વાસ્થ્ય માટે ભગવાન શિવની પૂજા શુભ ફળદાયી બતાવવામાં આવી છે. મહિલાએ સવારે સ્નાન બાદ રોજ ભૂખ્યા પેટે શિવજીને જળ ચડાવવું જોઈએ, આમ કરવાથી પતિને દીર્ઘાયું પ્રાપ્ત થાય છે.

તેજ મગજ માટે, જો તમારા ઘરમાં બાળકો છે અથવા તો તમે પોતે લખવા-વાંચવાના કાર્ય સાથે જોડાયેલા છો તો દૂધમાં ખાંડ ઉમેરીને ભગવાન શિવ પર અભિષેક કરો. શુભ ફળની પ્રાપ્તિ માટે તમારે રોજ શેરડીના રસથી પણ ભગવાન શિવ પર અભિષેક કરવો. આમ કરવાથી તમારા ઘરમાં આનંદ અને શાંતિ બની રહેશે.

શારીરિક નબળાઈ દૂર કરવા માટે, જો વ્યક્તિ શારીરિક રીતે નબળી છે તો શિવપુરાણમાં તેના માટે પણ વિશેષ ઉપાય આપવામાં આવ્યા છે. રોજ ભગવાન શિવનો અભિષેક ગાયના ઘીથી કરો. તેનાથી તે વ્યક્તિની નબળાઈ દૂર થાય છે.તો મધથી ભગવાન શિવ પર અભિષેક કરવાથી ટીબીના દર્દીઓનો પણ ઈલાજ થઈ શકે છે.

વાહન સુખ માટે આ ફૂલ,જો તમે ઘણા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અને ઘણા પ્રયાસ બાદ પણ સફળ નથી થઈ રહ્યા તો ચમેલીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરો. લાલ અને સફેદ આંકડાના ફૂલથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણમાં શમીના ફૂલથી ભગવાન શિવની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

સુંદર-સુશીલ પત્નીની પ્રાપ્તિ માટે,શિવપુરાણમાં સુંદર પત્નીની પ્રાપ્તિ માટે ફૂલોનો ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. જે અનુસાર બેલાના ફૂલથી રોજ અપરિણીત યુવક ભગવાન શિવની પૂજા કરે તો તેને સુંદર અને સુશીલ પત્નીની પ્રાપ્તિ થાય છે. જૂહીના ફૂલથી રોજ ભગવાન શિવની પૂજા કરવાથી તમારા ઘરમાં અન્નની કમી નહીં થાય અને મા લક્ષ્મી પણ પ્રસન્ન થશે.સુખ-સંપત્તિમાં વૃદ્ધિ માટે, કરેણના ફૂલનું ભગવાન શિવની પૂજા કરવાનું શિવપુરાણમાં ખાસ મહત્વ બતાવાયું છે. જે પ્રમાણે રોજ કરેણના ફૂલથી શિવજીની પૂજા કરવાથી નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે. પારિજાતના ફૂલથી પૂજા કરવાથી સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દૂર્વાથી શિવજીની પૂજા કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

જો તમે તમારા જીવનમાં રોજ શુભ સમય મેળવવા માંગતા હોય અને દરેક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માંગતા હોય તો રોજ રાત્રે શિવલિંગ સામે દીવો જરૂર પ્રગટાવવો અને જીવનમાં આવતા તમામ કષ્ટો હરવા સાચા મનથી મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ.આ વિષયમાં એક કથા પણ કહેવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ગુણનિધિ નામનો નિર્ધન માણસ હતો, એકવાર તે ખોરાકની શોધમાં ભટકતો હતો અને રાત પડી ગઈ હતી , પછી તે એક શિવ મંદિર જાય છે. ગુણાનિધિએ વિચાર્યું કે આ મોડું થઈ ગયું છે, તેથી આ મંદિરમાં આરામ કરવો યોગ્ય રહેશે, પરંતુ રાત્રિનો સમય હતો અને અંધકાર ઘણો હતો.

તેથી તેણે મંદિરમાં અજવાળું પોતાના શરીર પરનું વસ્ત્ર કાઢી જલાવી દીધું અને પછી એને મંદિરમાં અજવાળું કર્યું, એ રાત્રે ભગવાન શિવની શિવલિંગ સામે પ્રકાશ થયો જેના કારણે ગુણનિધિને તેના આગલા જન્મમાં ભગવાન કુબેરનું પદ મળ્યું.આ દંતકથા અનુસાર, તે જાણીતું છે કે વ્યક્તિએ દરરોજ રાત્રે શિવ મંદિરમાં જય ભગવાન શિવ સામે દીવો કરવો જોઈએ, તે તેને ધન અને સંપત્તિ આપશે, જો તમે નિયમિતપણે રાત્રે શિવલિંગની સામે દીવો પ્રગટાવો. અને દીવો પ્રગટાવતી વખતે “ઓમ નમ: શિવાય” મંત્રનો જાપ કકરવો, માત્ર આ એક જ પ્રયોગથી તમારા જીવનમાંથી પૈસાની કમી હશે તો દૂર થશે અને મહાદેવના આશીર્વાદ મળશે.