અહિયાં નિર્વસ્ત્ર કરીને યોગા શીખવે છે, કારણ જાણીને હોશ ઉડી જશે…

0
131

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો તમારે પણ ખૂબસુરત સૌંદર્ય જોઈએ છે, તો તમારે આજથી જ નગ્ન યોગની શરૂઆત કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે આજે આખા વિશ્વમાં યોગ વાગતા હોય છે.

આવી રીતે, એવો યોગ છે, જેના દ્વારા તમને યોગનો ફાયદો મળશે સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સારું થશે અને તે જ સમયે તમે ગરમ પણ થશો.ખરેખર અમે આજે તમને ગરમ યોગ વિશે જણાવવાના છીએ. તમને જણાવી દઇએ કે યુકેમાં રહેતા સ્ટુઅર્ટ ગિલક્રિસ્ટ એક એવી વ્યક્તિ છે જે લોકોને ગરમ યોગ શીખવે છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારના યોગમાં તમારે નગ્ન થવું પડશે.

બ્રિટનના રાજકુમારના સંબંધી પિપ્પા મિડલટન, હોલીવુડના કલાકારો વુડી હેરલસન અને કેટ મોસ સહિતના ખ્યાતનામ લોકોને સ્ટુઅર્ટે યોગ શીખવ્યો હોવાના અહેવાલ પણ છે.ચાલો અમે તમને જણાવી દઈએ કે યોગગુરુ સ્ટુઅર્ટ ગિલક્રિસ્ટ યુકેમાં શ્રેષ્ઠ યોગ શિક્ષક તરીકે જાણીતા છે, સ્ટુઅર્ટ કહે છે કે તે વર્ષમાં માત્ર એક વખત સ્નાન કરે છે અને તે ફક્ત ઘરે જ નહીં પરંતુ સમુદ્રમાં જતો હોય છે.આ સમયગાળા દરમિયાન, એક મહિનાથી તેના શરીરમાંથી કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી.

વળી સ્ટુઅર્ટ આગળ જણાવે છે કે તેઓ કાં તો વાળ કાપતા નથી. ખરેખર તેઓ કહે છે કે તેઓ એવું અનુભવવા માગે છે કે છરીઓ અથવા કાતર વિના જીવન શું હોઈ શકે.એવું કહેવામાં આવી રહ્યું છે કે 53 વર્ષ જૂની સ્ટુઅર્ટ અહીં બીજા નામથી જાણીતી છે અને તે નામ ચીએસ્ટ ફેલીએસ્ટ છે. જેમાં 90 મિનિટના યોગ લોકો માટે કરવામાં આવે છે.

યોગાસન વડે કેટલાક લોકો રોગ સાજા કરવાનો અને ખાસ કરીને વજન ઉતારવાનો તેમ જ કાયા કમનીય કરવાનો ધંધો પણ ધમધોકાર ચલાવે છે. યોગાસન દ્વારા ઘણા રોગનો ઈલાજ થઈ શકે છે તેમ જ ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી બીમારીઓ પર નિયંત્રણ રાખી શકાય છે એ સત્ય છે. યોગને વિજ્ઞાાન હવે એક વૈકલ્પિક સારવાર પદ્ધતિ તરીકે સ્વીકારે છે.

યોગથી મેદસ્વીતા ઘટાડી શકાય છે, યોગાસન કરનાર વ્યક્તિની ત્વચા કાંતિમય થઈ જાય છે અને એ રીતે સૌંદર્ય વધારનાર પણ સાબિત થાય છે. પરંતુ હકીકત એ છે કે આ તો યોગ કરવાનો વધારાનો લાભ છે. મતલબ કે મોટી કંપનીમાં નોકરી મળે તો ઘરેથી આવવા-જવાનું ભાડું મળે કે પેટ્રોલનો ખર્ચ આપવામાં આવે છે. પરંતુ કોઈ આ ખર્ચ મેળવવા માટે થઈને નોકરી નથી કરતું. નોકરી કરવાનો આશય પગારની રકમ હોય છે.

એ જ રીતે યોગાસન કરવાથી ઉપર જણાવેલા ઘણા બધા લાભ મળે છે પણ એ તો આડલાભ છે. જોકે યોગાસનના આવા બધા લાભની લાલચ આપીને બની બેઠેલા યોગગુરુઓ અને તેમના ક્લાસ બિલાડીના ટોપની જેમ દરેક ગલી-મહોલ્લામાં ફૂટી નીકળ્યા છે. માત્ર શારીરિક સ્વાસ્થ્ય કે કમનીય કાયા ઝંખનારાઓ આવા ક્લાસમાં ધસારો કરે છે.

યોગશાસ્ત્રના આધારભૂત ગ્રંથ તરીકે નામના ધરાવતા પતંજલિ યોગદર્શનમાં કુલ ૧૯૫ સૂત્ર છે અને એમાં માત્ર એક જ સૂત્ર શરીર માટે છે એવી માહિતી યોગદર્શનના અભ્યાસુ આચાર્ય યોગેશકુમારજી આપે છે. યોગદર્શનમાં યોગાસન માટે એક જ સૂત્ર છે- સ્થિરં સુખમ આસનમ્. મતલબ કે યોગના આસનમાં તમને સ્થિરતા અને સુખનો અનુભવ થવો જોઈએ.

બહુ ઓછા લોકો જાણે છે કે યોગ માર્ગ શિવજીએ આપ્યો છે. શિવ ભગવાને તેમની પત્ની અને શિષ્યા પાર્વતીને યોગના જે સૂત્ર આપ્યા એ મત્સેયન્દ્રનાથે સાંભળ્યા અને ગ્રહણ કર્યા. મત્સેયન્દ્રનાથે શિવજી દ્વારા આપવામાં આવેલા તંત્ર તેમ જ યોગ ખાસ કરીને આસનોનો પ્રચાર કર્યો. તેમની જ પરંપરામાં ગુરુ ગોરખનાથ આવ્યા જેમણે યોગને વધુ અનુશાસિત અને વ્યવસ્થિત રીતે મૂક્યા. ગુરુ ગોરખનાથે આસનોનો જે અનુશાસિત માર્ગ આપ્યો તે હઠયોગ. એવું કહેવાય છે કે યોગના કુલ ૮૪૦૦૦ આસનો છે. આ બધા આસનો સર્વસામાન્ય માણસ ન કરી શકે પણ એમાંના ૨૪ આસનો એવા છે જે દરેક વ્યક્તિએ કરવા જોઈએ એવું યોગના જાણકારો કહે છે.

આ આસનો નિયમિત અને યોગ્ય રીતે કરવાથી શરીર સ્વસ્થ થશે એ અંગે બેમત નથી પણ આ આસનો માત્ર એટલા માટે નથી કરવાના કે એનાથી વજન ઘટે કે પછી કોઈ રોગ હોય તો એને મટાડી શકાય. આ તો આસન કરવાના આડલાભ થયા.દરેક મનુષ્યની શોધ છેવટે તો સુખની અને આનંદ માટેની છે. જે કોઈપણ આનંદની શોધ કરી રહ્યું હોય તેના માટે પતંજલિનો યોગમાર્ગ છે.

મહિલા સંત આનંદર્મૂિત ગુરુમા પણ યોગના માહત્મ્ય તરફ્ના શ્રીકૃષ્ણ ભગવાને કરેલા ઈશારાને સમજાવે છે. આ શ્લોકમાં હઠયોગ તેમ જ રાજયોગ તરફ્ ઈશારો કરવામાં આવ્યો છે. તેઓ સમજાવે છે કે મન સૂક્ષ્મ છે, શ્વાસ મનથી સ્થૂળ છે અને શરીર એનાથી પણ સ્થૂળ છે. આ શ્લોકમાં ભગવાને અંતઃકરણને જીતવાની વાત કરી છે.

હવે સીધા અંતઃકરણ સુધી આપણી પહોંચ નથી અને એટલે જ સ્થૂળથી એટલે કે શરીરથી શરૂ કરી સૂક્ષ્મ તરફ્ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની પાછળ સ્થિત આત્મા સુધી ગતિ કરવાની છે. મન સૂક્ષ્મ છે અને મન પર સીધું નિયંત્રણ કરવું કઠિન છે પણ શરીરને સાધવું પ્રમાણમાં સહેલું છે.સંતો અને શાસ્ત્રો એક સૂરમાં કહેતા રહ્યા છે કે માનવશરીર દુર્લભ છે. માનવશરીરમાં જન્મ થવો એ બહુ જ મોટું સદભાગ્ય ગણાય છે કારણ કે આખા બ્રહ્માંડમાં કદાચ મનુષ્ય અવતારમાં જ ઈશ્વરભક્તિ કે પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે, અન્ય કોઈ પ્રાણી માટે એ સંભવ નથી.

બધા જ મહાત્માઓ એ વાત કહેતા રહ્યા છે કે માનવશરીર ભોગ ભોગવવા માટે નથી મળ્યું પણ એ આધ્યાત્મિક યાત્રા કરવા માટેનું સાધન છે. આ સાધન જો બરાબર કામ કરતું હશે તો જ આધ્યાત્મિક યાત્રા સંભવ બનશે. યોગીઓ કહે છે કે દરરોજ કમસે કમ મુખ્ય ૨૪ આસનોનો નિરંતર અભ્યાસ કરી શરીર પર અને એના દ્વારા મન પર નિયંત્રણ મેળવવાનું છે. ત્યારબાદ પ્રાણાયામ અને આગળ પગથિયા ચડતાં-ચડતાં પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પહોંચવાનું છે.

કેટલાક સંતો તો માને છે કે વ્યક્તિ જ્ઞાાનમાર્ગ કે ભક્તિમાર્ગ અથવા અન્ય કોઈ માર્ગનો યાત્રી હોય તો પણ યોગાસન તેની સાધનાનો હિસ્સો હોવો જ જોઈએ. તેમની વાત ર્તાિકક છે કારણ કે તેઓ કહે છે કે જો જ્ઞાાનમાર્ગનો સાધક હોય અને સમાધિ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં બેસશે પણ એ ત્યારે જ સંભવી શકશે જ્યારે શરીર સ્વસ્થ હશે. જ્ઞાાનમાર્ગનો સાધક હોય પણ તેને કમરનો દુખાવો હોય તો શું તે પાંચ મિનિટ પણ શાંતિથી બેસી શકશે ખરો? કેટલાક ભક્તો કહે છે કે અમને આવા યોગાસનની આવશ્યકતા નથી, પણ ભક્ત ઠાકોરજીની પૂજા કરવા બેસે અને પગના ઘૂંટણ દુખતા હોય તો કેટલી વાર પલાંઠી વાળીને સેવા-પૂજા કે કીર્તન કરી શકશે.

ઈસુ ખ્રિસ્તના જીવનનો એક પ્રસંગ વાંચ્યો હતો. ઈસુ ખ્રિસ્ત ખૂબ કરુણાશીલ હતા. એક દિવસ તેઓ ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક પુરુષને કોઈ રૂપાળી સ્ત્રીની પાછળ લોલુપ થઈને દોડતો જોયો. ધ્યાનપૂર્વક તેમણે જોયું તો તેઓ તે પુરુષને ઓળખી ગયા. આ એ જ પુરુષ હતો જે એક જમાનામાં અપંગ હતો અને ઈસુ ખ્રિસ્તે કરુણા કરીને તેનો પગ સાજો કરી આપ્યો હતો. ઈસુ ખ્રિસ્ત જેવા મહાત્મા પાસેથી મળેલી આ ભેટનો ઉપયોગ તે શારીરિક વાસના સંતોષવા માટે કરી રહ્યો હતો.

યોગાસન પણ આપણને આપણા પૂર્વજો પાસેથી મળેલી અનન્ય ભેટ છે. એના દ્વારા શરીરને સ્વસ્થ કર્યા બાદ જો આપણે તેનો માત્ર સાંસારિક ભોગ ભોગવવા માટે ઉપયોગ કરીએ તો આપણે પણ એ જ પાપકર્મ આચરી રહ્યા છીએ જેવું ઈસુની કરુણારૂપે પેલા પુરુષને મળેલા પગનો તે ઉપયોગ કરી રહ્યો હતો. યોગ દ્વારા શરીર, પ્રાણ અને મનને સાધીને આધ્યાત્મિક ઉન્નતિ ભણી પ્રયાણ કરવાનું છે એ આપણે વિસારી દીધું છે.