અભિનેત્રી સાથે જાહેરમા ફ્લર્ટ કરતા ઝડપાયો આ ક્રિકેટર, કરી આ વાત જાણો કોણ છે તે….

0
328

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આપ સૌનુ સ્વાગત કરિઍ છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમના નવોદિત ખિલાડી પૃથ્વી શૉ વિશે તમને જણાવી દઇએ કે પૃથ્વી પંકજ શો ભારતીય ક્રિકેટર અને પૂર્વ ભારતીય રાષ્ટ્રીય અંડર19 ક્રિકેટ ટીમના કેપ્ટન છે મિત્રો ઓપનિંગ બેટ્સમેન શોએ 4 ઓક્ટોબર 2018 ના રોજ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દેખાવ કર્યો હતો તેમજ ટેસ્ટ સદી બનાવનારો સચિન તેંડુલકર પછીનો બીજા નંબરનો ભારતીય અને ટેસ્ટ ડેબ્યૂ પર આવનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો છે.

મિત્રો પૃથ્વી શો એ 1 જાન્યુઆરી, 2017 ના રોજ રણજી ટ્રોફી 2016-17 ની સેમિફાઇનલમાં મુંબઇ તરફથી પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેણે બીજી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો તેમજ તેણે દુલીપ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં સદી ફટકારીને બીજો ખ્યાતિ મેળવી હતી જેમા દુલીપ ટ્રોફી અને રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં પ્રથમ વખત સદી ફટકારનારા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી.

મિત્રો આ સિવાય ભારતીય ક્રિકેટર પૃથ્વી શો જે વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરની બેટિંગનું મિશ્રણ હોવાનું મનાય છે તે આજકાલ પ્રેમની ટોચ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો છે અને ફક્ત 18 વર્ષની ઉંમરે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર શો પોતાના અંગત જીવનમાં એક અભિનેત્રીની સામે સ્પષ્ટ રીતે બોલ્ડ બની ગયો છે અને ખરેખર એવા અહેવાલો છે કે શો આજકાલ અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે અને પૃથ્વી શોની જેમ પ્રાચી પણ મુંબઈની છે.

મિત્રો એવા અહેવાલો છે કે પૃથ્વી શો આજકાલ અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે અને ખરેખર પૃથ્વી શોની સોશ્યલ મીડિયા પર આવી કેટલીક ટિપ્પણીઓ જોવા મળી છે, જેના પછી પૃથ્વી શોનું નામ પ્રાચી સાથે જોડવામાં આવી રહ્યું છે જો કે પૃથ્વી શો અને પ્રાચી ઘણા અહેવાલોમાં ઉંડા મિત્રો તરીકે પણ જાણીતા છે અને તમને જણાવી દઈએ કે પ્રાચી ચોક્કસપણે શોની તમામ પોસ્ટ્સ પર કોમેન્ટ કરે છે અને શો પણ પ્રાચીની કોમેન્ટ નો જવાબ આપવાનું ભૂલતો નથી.

મિત્રો તમને જણાવી દઇએ કે એક્ટ્રેસ પ્રાચી સિંહ સતત યુવા ખેલાડી પૃથ્વી શૉ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર કોમેન્ટ કરી રહી છે જોકે આ દરમિયાન પૃથ્વી શૉ પણ પાછળ ના રહેતા તેણે પ્રાચીની કોમેન્ટ્સનો જવાબ આપવાની સાથે ફ્લર્ટ કરતો રહ્યો હતો અને હાલ બંને તરફથી આ સંબંધ અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

જો કે આ એક્ટ્રેસની વાત કરીએ તો તે હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ન્યૂકમર છે અને કલર્સ ચેનલ પર આવતી સીરિયલ ઉડાન માં જોવા મળી ચૂકી છે અને જ્યારે શૉએ 18 વર્ષની વયે જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું અને સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો અને આ સાથે તેણે 2 મેચની સીરિઝમાં 237 રન પોતાના નામે કર્યા હતા અને હાલ તે આઈપીએલ 13 માટે દુબઈમાં છે અને દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે તૈયારીઓ કરી રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પ્રાચી સિંઘ એક એક્ટ્રેસ અને ડાન્સર છે અને તેણે કલર્સ ટીવીની પ્રખ્યાત સીરિયલ ઉડાનમાં કામ કર્યું છે અને પ્રાચી પણ એક મોડેલ છે અને તેની અભિનયની સાથે, પ્રાચી તેના શાનદાર બેલી ડાન્સ માટે પણ જાણીતી છે અને બોલિવૂડ અને ક્રિકેટરો વચ્ચે ખૂબ જૂનો સંબંધ રહ્યો છે અને હવે જોવા જેવી વાત એ હશે કે પૃથ્વી શોનું નામ પણ આ સૂચિમાં શામેલ થાય છે કે નહીં.

મિત્રો તમને જણાવી દઈએ કે પૃથ્વી શો હાલમાં યુએઈમાં આઈપીએલ 2020 ની તૈયારી કરી રહ્યો છે અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે ઇનિંગની શરૂઆત કરનાર શોએ વનડે અને ટેસ્ટમાં ભારત તરફથી શરૂઆત કરી છે અને પૃથ્વી શો તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ પ્રવાસ પરની વનડે સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો. ભારત તરફથી શોએ ચાર ટેસ્ટમાં 335 રન અને ત્રણ વનડેમાં 84 રન બનાવ્યા હતા.