આવા આલીશાન ઘરોમાં રહે છે આ દિગ્ગજ ક્રિકેટરો જાણો કોનું ઘર છે સૌથી મોંઘુ

0
333

આજે આપણે ખાસ જોઈસુ જુદા જુદા ક્રિકેટર કેવા આલીશાન ઘરોમાં રહે છે આટલાં બધાં રૂપિયા કમાયા બાદ આ ક્રિકેટરો આ રૂપિયા પોતાની આલીશાન લાઈફ સ્ટાઈલ જીવવામાં ધૂમ રૂપિયા ખર્ચે છે ત્યારે હવે જોઈકે આ ક્રિકેટર ક્યાં રહે છે અને કેવા ઘર છે કેટલાં રૂપિયામાં બનાવ્યા છે તો આવો જાણીએ.

મહેન્દ્રસિંહ ધોની. : રાંચીના રીંગરોડમાં સ્થિત, આ હાઉસમાં વિશાળ સાત એકર જમીનમાં ફેલાયેલ છે, જેણે નિર્માણમાં સમજણપૂર્વક ત્રણ લાંબા વર્ષોનો સમય લીધો હતો. મહેન્દ્રસિંહ આ નવા ઘરનું નામ ‘કૈલાસપતિ’ છે, જે રાચીના રિંગરોડ પર આવેલો છે.ધોનીનું લીલોતરી પ્રત્યેનો પ્રેમ તદ્દન સ્પષ્ટ છે કારણ કે કૈલાસપતિનો વિશાળ વિસ્તાર ભવ્ય લેન્ડસ્કેપ્સ પ્રદાન કરે છે. તાજા પાણીયુક્ત લોન વૃક્ષો અને વિવિધ આકાર અને કદના ઝાડવાથી દોરેલા ગોળાકાર સીમા સાથે મિલકતના વધુ સારા ભાગને ખુશીથી આવરી લે છે.આ પહેલાં ધોનીનું આ સાત એકરનું ફાર્મહાઉસ અંદરથી કોઈએ જોયું નહોતું. હવે જ્યારે સાક્ષીએ વીડિયો શેયર કર્યો છે તો માહીના ફેન્સ તેને જોવા માટે ઉત્સુક છે. સાક્ષીએ કુલ બે વીડિયો પોસ્ટ કર્યાં છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે ગેટની અંદર પ્રવેશતાં જ ચારે તરફ એક વિશાળ લૉન છે. તેમાં ઘણાં પ્રકારનાં છોડ વૃક્ષ છે.

વિરાટ કોહલી. ” વિરાટનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી.માહિતી માટે જણાવી દઈએ કે છેલ્લા વર્ષમાં વિરાટ ગુરુગ્રામ સ્થિત પોતાના મોટા મકાનમાં શિફ્ટ થયો છે. પહેલા તે દિલ્હીના પશ્ચિમ વિહારના મીરા બાગ વિસ્તારમાં રહેતો હતો.નવા મકાનમાં શિફ્ટ થવાની ખુશીમાં, વિરાટે એક મોટી પાર્ટી રાખી હતી, જેમાં તેણે તેના નજીકના લોકોને બોલાવ્યા હતા.સમાચાર મુજબ આ ભવ્ય મકાન 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.ગુરુગ્રામના ડીએલએફ સિટી ફેઝ -1 ના બ્લોક સી માં વિરાટનો મોટો બંગલો આવેલો છે.500 ફુટમાં બનેલું આ ઘર બહારથી મહેલ જેવું લાગે જ છે પણ અંદરથી પણ મહેલ જેવું લાગે છે.એક જાણીતી કંપનીએ આ ઘરનું ઇન્ટિરિયર કર્યું છે.વિરાટના આ ઘરમાં સ્વિમિંગ પૂલ અને જીમ પણ આવેલું છે.મોટા લિવિંગ રૂમમાં એક મોટું એલઇડી ટીવી આવેલું છે, જ્યાં તમે બેસીને મેચ અથવા મૂવી જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે, વિરાટના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.એન્જિનિયરે આ ઘરને ખૂબ જ સુંદર અને આધુનિક રીતે બનાવ્યું છે.

શેન વોર્ન. : રાજાઓની જેમ રહેવાનું તો કોઈ ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર પાસેથી શીખે. આના બંગલામાં 10 કારો માટે અંડરગ્રાઉન્ડ ગેરેજ છે. સ્વીમીંગ પૂલની સાથે સાથે ઘરમાં મનોરંજનની અનેક સુખ સગવડો ઉપલબ્ધ છે. આ ઇટાલિયન મેન્શનમાં 4 બેડરૂમની સાથે બધી સુવિધા ઉપલબ્ધ છે.

બ્રેટ લી. : ઓસ્ટ્રેલિયાની ટીમના નિવ્રુત્ત બોલર બ્રેટ લી પોતાની આક્રમક ઝડપ માટે ઓળખાય છે. તેમને પોતાની 2 મિલિયન સંપત્તિ વેચીને સિડનીના હાર્બર પર એક ભવ્ય સીફોર્ડ હવેલી લીધી છે. બ્રેટ લીના આ આલીશાન ઘરમાં પૂલ, સ્પા અને સાથે સાથે એક જિમ પણ છે, જે 20 ચોરસ મીટરમાં ફેલાયેલ છે. આ બધા માટે તેમણે 4 મિલિયન ડોલરનો ખર્ચો કર્યો છે.

સૌરવ ગાંગુલી. : કોલકાતાના સૌથી શ્રીમંત પરિવારો માંથી એક પ્રિન્સ ઓફ કોલકાતા’ એક અદ્ભુત ઘરમાં રહે છે. આ ઘરમાં તેના દાદા-દાદીની પસંદગીની બધી વસ્તુઓ છે. ઘરમાં 45 રૂમ છે, જેમાં 50 લોકો રહે છે.

સચિન તેંડુલકર. : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું ઘર કોઈ આલીશાન બંગલાથી ઓછુ નથી. આ 5 માળનું ઘર છે, જે 6,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. ઘરમાં ફક્ત કાર માટે જ બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે. તેના ઘરનું ગ્રાઉન્ડ ફ્લોર માત્ર એવોર્ડ્સ પ્રદર્શિત માટે જ છે.

ક્રિસ ગેલ. : ક્રિસ ગેલનુ ઘર એવા યુવાનોને ખુબજ પસંદ આવે જે ડિસ્કો અને ક્લબના શોખીન હોય. આ ઘરમાં બધીજ લક્ઝરી સુવિધાઓ છે. ક્રિસ ગેલનુ કહેવું છે કે “જો એક ક્રિકેટરના ઘરમાં સ્ટ્રિપ ક્લબ નથી, તો એ ક્રિકેટર જ નથી”.

માઈકલ ક્લાર્ક. : 230 એકરમાં ફેલાયેલ આ ઘરમાં તમામ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. આમાં પ્રાઇવેટ પીચની સાથે સાથે સ્વીમીંગ પૂલ, ટેનિસ કોર્ટ અને Alpacas નામના 7 પાલતું જાનવર છે. આ ઘર 6.5 મિલિયન $ નુ છે, જે અત્યારે વેચાણમાં છે.

રિકી પોન્ટિંગ. : ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પોતાના 10 મિલિયન ડોલર ના આલીશાન ઘરમાં નિવૃત્ત થયા બાદ તમામ સુવિધા ભોગવી રહ્યા છે. 7 બેડરૂમની સાથે સાથે આ ઘરમાં સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ થિયેટર અને સંપૂર્ણ કદનું એક ટેનિસ કોર્ટ પણ છે.

ડેવિડ વોર્નર. : વિશ્વ કક્ષાના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર પોતાના પરિવાર સાથે 5 બેડરૂમ અને 5 બાથરૂમ વાળા આ ભવ્ય અને આલીશાન ઘરમાં રહે છે. તેના ઘરેથી જે પ્રાકૃતિક દ્રશ્ય દેખાય છે તે જોવાવાળા નું મનમોહી લે છે. તેમણે આ આલીશાન ઘરને 6,500,000 ડોલરમાં પોતાનું બનાવ્યું છે.

કુમાર સંગાકારા. : કુમાર સંગાકારાના ઘરનું નામ “એન્ગેલટીન કોટેજ” છે. આ નામ 81 વર્ષ પહેલાં આ બંગલાના ભૂતપૂર્વ માલિકે આપ્યું હતું. આ સફેદ બંગલામાં એક ગાર્ડન પણ છે, જેમાં ફળ અને ફૂલો છે. આ બંગલાની સુંદરતા તમને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. ઘરમાં કરેલ લાકડાનું ફર્નિચર અદભૂત કલાનો નમુનો છે. આ ઘર સંગાકારા જેવી પર્સનાલિટી વાળા વ્યક્તિને જ સુટ કરે. તે આ ઘરમાં પોતાના પરિવારની સાથે રહે છે.

શેન વોટસન. : શેન વોટસને ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લીધા પછી આ ઘર ખરીધ્યું. આકર્ષક અને અદભૂત હોવાની સાથે ઘરમાં 4 બેડરૂમ અને ૧ સ્વીમીંગ પૂલ પણ છે. આની કીમત 9,000,000 ડોલર છે.