આવા આલીશાન ઘરમાં રહે કબીર સિંઘ વાળી પ્રીતિ, અંદરની તસવીરો જોઈ ચોંકી જશો…..

0
295

કિયારા અડવાણીનું ઘર ખૂબ જ લક્ઝુરિયસ છે, જુઓ ઘરની અંદરની તસવીરો,અહીંના બધા સ્ટાર્સ પોતપોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ ધરાવતા હોય છે. તમને જણાવી દઈએ કે આપણે જેની આજે વાત કરી રહ્યા છીએ તે બીજું કંઈ નહીં પરંતુ જાણીતી અભિનેત્રી કિયાર અડવાણી છે. હા, તમારે તેમને સારી રીતે જાણવું જ જોઇએ. પરંતુ શું તમે જાણો છો કે તે ખૂબ સુંદર છે જે તેમના કરતા વધારે સુંદર છે અને તેણે ફિલ્મી દુનિયામાં પણ કામ કર્યું છે.

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીથી ઈંડસ્ટ્રીઝમાં ખાસ ઓળખાણ ઉભી કરી છે. જે બાદ ગત વર્ષે બ્લોક બસ્ટર રહેલી ફિલ્મ કબીર સિંહમાં શાહીદ કપૂર સાતે જનરે પડી હતી. કિયારા હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર ખૂબ ધૂમ મચાવી રહી છે.

હાલમાં કિયારા પાસે લક્ષ્મી બમ, ભૂલ ભુલૈયા-2 જેવી મોટા બજેટની ફિલ્મોની લાઈન છે. બાકી સ્ટાર્સની માફક કિયારા પણ હાલમાં મુંબઈમાં પોતાના ઘરે દિવસો વિતાવી રહી છે.કિયારાનું આલિશાન ઘર પણ તેના જેટલુ જ સુંદર છે. તેના બેડરૂમની સજાવટથી લઈને લિવિંગ રૂમની લાઈટીંગ ખૂબ જ શાનદાર છે. ફર્નીચરથી લઈને ફૂલદાની અને મોટા મોટા ફૂલના કુંડા બધુ સફેદીથી ચમકી રહ્યા છે. લાગે છે કે, કિયારાને સફેદ રંગ ખૂબ જ પસંદ છે.

કિયારાએ ફક્ત લિવીંગ રૂમમાં જ નહીં, પણ ઓલ વ્હાઈટ થીમને બાલકનીમાં લગાવી છે. અહીં બેસીને કિયારા સાંજના સમયમાં ચાની ચુસ્કી લગાવે છે.કિયારાએ પોતાના ઘરને શાનદાર રીતે સજાવ્યુ છે.વોલ ડેકોરેશનથી લઈને ફર્નીચર સુધી કિયારાએ દરેક વસ્તુનું સારી રીતે ખ્યાલ રાખ્યો છે.

તેમાં કોઈ શંકા નથી કે બોલીવુડની હસ્તીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ લક્ઝરી બ્રાન્ડની શોખીન હોય છે અને મોટે ભાગે મોંઘા ખર્ચાળ કપડા તેમ જ મોંઘી એક્સેસરીઝમાં જોવા મળે છે. સૂચિમાં કિંમતી હેન્ડબેગ ટોચ પર આવે છે. કરીના કપૂરથી લઈને સોનમ કપૂર અને આલિયા ભટ્ટથી લઈને દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા સુધીની, ઘણી વાર મોંઘા અને બ્રાન્ડેડ હેન્ડબેગ લઈને જતી જોવા મળે છે. આ સૂચિમાં એક નવું નામ કિયારા અડવાણીનું ઉમેરાયું છે.

કબીરસિંહની સફળતાથી ખૂબ ઉત્સાહિત કિયારા અડવાણીએ 31 જુલાઈએ તેનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો. કિયારાએ તેના જન્મદિવસ પર વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. કિયારાએ વ્હાઇટ કલરના સાટિન ફેબ્રિકનો ફિશ કટ પ્લેન સ્કર્ટ અને બ્રાલેટ સ્ટાઇલ વ્હાઇટ ક્રોપ ટોપ પહેરેલ હતું. સાથે એસેસરીઝ જોઈએ તો વેસ્ટ બેગ કેરી કરી હતી. પરંતુ આ વેસ્ટ બેગને અલગ લુક આપવા માટે, કિયારાએ તેને વેસ્ટ પર બાંધવાની જગ્યાએ ગળામાં લટકાવી દીધી હતી.

હવે તમે આ નાનકડી વેસ્ટ બેગની કિંમત કહી શકો એવી સાધારણ બેગ નથી. કિયારાએ લક્ઝૂરિયસ બ્રાન્ડ ચેનલની વ્હાઇટ કલર લેમ્બ સ્કિનમાંથી બનાવેલ ક્રોસ બોડી વેસ્ટ બેગ કેરી કરી હતી, જેની કિંમત 5 હજાર ડોલર છે, જે અંદાજે 3 લાખ 50 હજાર રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, લેમ્બ સ્કીન ગોલ્ડ ટોન અને સિલ્વર ટોન મેટલથી બનેલી કિયારાની આ ચેનલ બેગની કિંમતમાં રેનો ક્વીડ કાર ખરીદી શકાય અને તમે વિદેશ ટૂર પર પણ જઈ શકો.

વર્ષ 2019 બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી માટે ખુબ જ સારુ રહ્યું છે. કિઆરાની શાહિદ સાથેની ફિલ્મ ‘કબીર સિંહ’નું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન રહ્યું હતું. આ ફિલ્મમાં કિઆરાના કામની પ્રસંશા કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં કિઆરા Good Newsમાં જોવા મળશે, જેમાં કિઆરા અક્ષય કુમાર, કરીના કપૂર ખાન અને દિલજીત દોસાંજ સાથે જોવા મળવાની છે. હવે વાસ્તવીક જીવનમાં કિઆરા Good News આપવા જઈ રહી છે.

તાજેતરમાં જ કિઆરા અડવાણીએ સોશિયલ મીડિયા પર પોતાની બહેનના લગ્ન વિશે જાહેરાત કરી છે. કિઆરાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, તેની બહેનના લગ્ન નક્કી થઈ ગયા છે. કિઆરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં બહેન ઈશિતા અને વિવાનના ફોટો શેર કર્યા છે. આ ફોટો શેર થયા હાદ લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કિઆરાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

કિઆરાએ ફોટો શેર કરતા લખ્યું કે, આનાથી વધારે શ્રેષ્ઠ કંઈ નહીં હોય, કે હું મારી બહેનને ખુશ થતા જોઉં. આજ એ વ્યક્તિ છે, જે અમારા સૌની જિંદગીમાં તે લઈને આવ્યા છે વિવાન…હું તમારું મારા પરિવારમાં સ્વાગત કરૂં છું. અમારા પરિવારમાં નવા સભ્યનું સ્વાગત. હું તમારા બન્નેની જીવનભરની ખુશીઓ માટે કામના કરૂં છું.

જો કામની વાત કરીએ તો, 27 ડિસેમ્બરે કિઆરા અડવાણીની “ગૂડ ન્યૂઝ” ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત કિઆરા પાસે લક્ષ્મી બૉમ્બ, ઈન્દુ કી જવાની, ભૂલ ભૂલૈયા-2 અને શેરશાહ જેવા મોટા પ્રોજેક્ટ છે.

અભિનેત્રી કિયારા અડવાણીને પ્રથમ વખત લીડ રોલવાળી ફિલ્મ મળી છે. આ ફિલ્મનું નામ ‘ઇંદુ કી જવાની હૈ’ છે. કિયારાએ જ ઉત્સાહિત થઇને સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મ મહિલા કેન્દ્રિત હશે.

ઇંદુ તેજ, પ્યારીઅને વિચિત્ર યુવતી છે. આવું પાત્ર હજી સુધી મેં ભજવ્યુ નથી. આ પાત્રને ન્યાય આપવા મારે ઘણી વર્કશોપ કરવી પડશે. મહિલા પ્રધાન ફિલ્મોમાં કામ કરવું એ દરેક અભિનેત્રીનું શમણું હોય છે,” તેમ કિયારાએજણાવ્યું હતું.

આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે.આ ઉપરાંત કિયારા ‘શેરશાહને લઇને પણ ચર્ચામાં છે.આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.

કિયારાનું અસલી નામ આલિયાઅડવાણી છે. પરંતુ સલમાને તેને નામ બદલવાની સલાહ આપી હતી. સલમાનનું કહેવું હતુ કે, આલિયા ભટ્ટ નામની એક અભિનેત્રી બોલીવૂડમાં છે, તેથી એક જ નામની બે અભિનેત્રીઓ હોય તે યોગ્ય નથી. કિયારાએ સલમાનની સલાહ માનીને પોતાનું નામ બદલાવી નાખ્યું.