આને કહેવાય કિસ્મત! ફાંસી આપવાના સમયે આરોપી નીકળ્યો કોરોના પોઝીટીવ પછી જે થયું…

0
177

સિંગાપુરથી એક મોટો આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યારે એક વ્યક્તિની ફાંસી થવાની હતી અને તે છેલ્લી ઘડીએ કોરોના પોઝિટિવ આવ્યો. ત્યારબાદ અધિકારીઓ વિચારમાં પડી ગયા કે શું કરવામાં આવે. આ બધુ ત્યારે થયું જ્યારે સિંગાપુરની એક સર્વોચ્ચ અદાલતે માદક પદાર્થોની તસ્કરીના ગુનામાં દોષી ઠેરવેલા એક ભારતીય મૂળના 33 વર્ષિય વ્યક્તિને મોતની સજા સંભળાવી હતી. ધર્મલિંગમ નામનો આ વ્યક્તિ ફાંસી પહેલા કોરોના પોઝિટિવ આવ્યો. આ ફાંસીનો એક ખુબ ચર્ચિત મામલો છે કારણ કે તેને 11 વર્ષ પહેલા આ સજા સંભળાવવામાં આવી હતી. સિંગાપુરમાં સૌથી ચર્ચિત ફાંસી ટળી ગઇ હતી.

જો કે આગળની સુનવણી પહેલા તેને ફાંસી નહી થાય. ભારતીય મૂળના ધર્મલિંગમને માદક પદાર્થની તસ્કરીના આરોપમાં બુધવારે ફાંસી પર ચઢાવવાનો હતો. તેને 2009માં પકડવામાં આવ્યો હતો. તેના એક વર્ષ બાદ એટલે કે 2010માં તેને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી પરંતુ તેણે 2011માં ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી અને ન્યાય ન મળવા પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ 2019માં તેની અપીલ રદ્દ કરી દેવામાં આવી હતી. 2019માં જ રાષ્ટ્રપતિએ પણ તેને રાહત ન આપી. આ મામલો થોડા સમયથી ઇન્ટરનેશનલ ન્યૂઝમાં છવાયેલો હતો.

ન્યાયાધીશે કહ્યું કે કોર્ટનું માનવું છે કે “વર્તમાન સંજોગોમાં” મૃત્યુદંડની અમલવારી સાથે આગળ વધવું યોગ્ય નથી. જજ ફેંગે કહ્યું કે જો આ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ ગયો હોય તો તેને ફાંસી આપી શકાય નહીં. આ સાથે તેમણે કેસની સુનાવણી મુલતવી રાખી હતી પરંતુ હજુ આગામી તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી અરજદારને ફાંસી આપવામાં આવશે નહીં.

રિપોર્ટમાં તે વાતનો પણ ઉલ્લેખ છે કે ધર્મલિંગમ ક્યારે કોરોના સંક્રમિત થયો, તેની જાણકારી આપવામાં આવી નથી. ધર્મલિંગમને 2009માં હેરોઇન સિંગાપુર લઈ જવાના ગુનામાં 2010માં મોતની સજા ફટકારવામાં આવી હતી. તે 2011માં ઉચ્ચ ન્યાયાલયમાં, 2019માં સર્વોચ્ચ ન્યાયાલય તથા 2019માં રાષ્ટ્રપતિ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યો. ધર્મલિંગમને ફાંસી પર ચઢાવવાનો સમય નજીક આવવા પર આ મામલો આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો હતો.

ધર્મલિંગમ માટે મલેશિયાના પ્રધાનમંત્રી ઇસ્માઇલ સબરી યાકોબે સિંગાપુરના પીએમ લી સીન લૂંગને પત્ર પણ લખ્યો હતો. તે સિવાય માનવઅધિકાર સંગઠનોએ પણ રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મલિંગમને માફી આપવા સંબંધિત ઓનલાઇન અરજી પર 70000 લોકોએ પોતાની સહી કરી હતી પરંતુ તેને રાહત મળી શકી નહી.આટલું થયા હોવા છતાં તેને રાહત નહોતી મળી પરંતુ ફાંસીના એક દિવસ પહેલા તે કોરોના પોઝીટીવ થઇ ગયો હતો. જેના કારણે તેને ફાંસી આપી શકાય નહી. હજુ આ મુદ્દે જજે કોઇ ફેંસલો આપ્યો નથી પરંતુ રામ રાખે તેને કોણ ચાખે કહેવત અહીં સત્ય ઠરી છે.

આ મામલામાં મલેશિયાના પ્રધાનમંત્રી ઈસ્માઈલ સાબરી યાકોબે તેમના સિંગાપોરના સમકક્ષ લી સિએન લૂંગને પત્ર લખ્યો હતો અને માનવાધિકાર સંગઠનો અને વર્જિન ગ્રૂપના સ્થાપક રિચર્ડ બ્રેન્સને પણ તેમને આ મામલે રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, ધર્મલિંગમને માફ કરવાની માંગ કરતી ઓનલાઈન અરજી પર 70000થી વધુ લોકોએ હસ્તાક્ષર પણ કર્યા છે.લોકોની અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે દબાણમાં આ ગુનો કર્યો છે અને તેની માનસિક સ્થિતિ પણ સારી નથી. હાલમાં સિંગાપોરની સુપ્રીમ કોર્ટે ભારતીય મૂળના ધર્મલિંગમની ફાંસી પર રોક લગાવી દીધી છે. વિશ્વભરના માનવાધિકાર કાર્યકર્તાઓ આ ફાંસી પર સ્ટે મૂકવાની અપીલ કરી રહ્યા હતા. આ સ્ટે ધર્મલિંગમની અપીલની સુનાવણી સુધી ચાલુ રહેશે.