આજથી વર્ષો પહેલાં આ રીતે લોકો કાપતાં હતાં વાળ દાઢી, તસવીરો જોઈ નવાઈ લાગશે

0
570

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ પહેલાના સમયમા લોકો દાઢી અને માંથાના વાળ કેવી રીતે કાપતા હશે મિત્રો આજના સમયમા દરેક લોકો પોતાની દાઢી વધારવાની ક્રેઝ લગભગ દરેક યુવા વર્ગ મા જોવા મળે છે અમુક લોકોને દાઢી રાખવાનો શોખ હોય છે તો અમુક લોકોને સાવ સાફ કરેલી દાઢી પસંદ હોય છે, પરંતુ આ દાઢી કરવાની શરૂઆત ક્યાંથી થઇ એ કહેવું મુશ્કેલ છે. કારણ કે પ્રાચીન સમયમાં પણ લોકો દાઢી કરતા હોય તેવા પુરાવા મળે છે.

દરેક સમયે પુરુષોની દ્વારા દાઢી કરવાની રીત સમયાંતરે બદલાતી રહી છે. તેની પસંદ, ક્યારેક જરૂરી કાર્ય માટે, ક્યારેય સાંસ્કૃતિક માન્યતા, તો વળી કયારેક ફેશન પ્રમાણે લોકો દાઢી રાખતા હોય છે. સિકંદરે પોતાના સૈનિકોને દુશ્મન દાઢી પકડીને તેનો દુરુપયોગ ના કરી શકે તે માટે ફરજીયાત દાઢી કરવાનો આદેશ કર્યો હતો. સિકંદર પોતે પણ દાઢી કરેલી જ રાખતો હતો અને આજે તો આપની પાસે દાઢી કરવાની હાઈફાઈ દુકાનો અને અનેક ટેકનીકલ મશીનો પણ ઉપલબ્ધ છે, જેમાં લેજર, ટ્રીમર, સેવર, અને સજાયો વગરે ઓજાર દ્વારા હાલના સમયે દાઢી કરવામાં આવે છે.

આજનો યુગ ખૂબ ઝડપી બની ગયો છે. લોકો પોતાના માટે સારી ચીજો શોધી રહ્યા છે. આજકાલ સારું દેખાવું એ લોકોની જરૂરિયાત બની ગઈ છે અને બધાના જીવવાની રીત બદલાઈ રહી છે અને જો આપણે છોકરાઓ વિશે વાત કરીએ તો એક સમય એવો હતો કે જ્યારે છોકરાઓ હજામત કરતા હતા, પરંતુ આજના ઝડપી ગતિમાં શેવિંગ એક ફેશન બની રહી છે, પરંતુ આજે આપણે તેના વિશે નહીં પરંતુ તેના વિશે વાત કરીશું જ્યારે જૂના સમયમાં બ્લેડની શોધ કરવામાં આવતી ન હતી ત્યારે લોકો કેવી રીતે દઢી બનાવતા હતા.

ચકમકના પથ્થર.પાષાણ યુગમાં પત્થર ઘસી ઘસીને તેને ધારદાર બનાવવામાં આવતો અને જરૂરિયાત મુજબ અલગ અલગ આકાર આપવામાં આવતો હતો. દાઢી ચોખ્ખી રાખવાનો તે સમયે કોઈ હેતુ નહોતો અને તે સમયે દાઢીના પરસેવાથી કોઈ રોગ ના ફેલાઈ તેટલા માટે વાળ કાપી નાખવામાં આવતા હતા અને આજે પણ આદિવાસીઓ આ પથ્થરોના બનેલા ઓજારો વાપરે છે.સમુદ્રના છીપલા.સમુદ્રમાં કે નદી કિનારે જોવા મળતા છીપલાઓને એવા બે છીપલોને ભેગા કરીને ચીપટી લઇ શકાય તેમ ભેગા કરવામાં આવતા હતા, તે સમયે આમ ચીપટી લઈને વાળને દુર કરવાની રીત ખુબ જ પ્રચલિત બની હતી.

ધાતુના બનેલા ઓજાર.ઇજિપ્તમાં જોવા મળતી મિશ્ર પ્રજાતિના લોકો આવી ધાતુના બનેલા ઓઝારોનો ઉપયોગ કરતા હતા. જેમ જેમ પ્રજાતિનો વિકાસ થયો તેમ માણસ દ્વારા કાંસાની શોધ કરવામાં આવી. અને માણસ આ કાંસાનો ઉપયોગ કરતા શીખ્યો.આ કાંસાથી બનેલી વસ્તુ પથ્થરથી પ્રમાણમા વધારે ટકાઉ હતી. જેથી વાળને દુર કરવા માટે આ ધાતુમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ થવા લાગ્યો.તે સમયે વ્યક્તિના મૃત્યુ બાદ તેના શરીર સાથે આવી વસ્તુઓને પણ દફનાવવામાં આવતી હતી. આ સંસ્કૃતિના વિકાસની સાથે અન્ય ઓજારોનો પણ વિકાસ થયો.

અસ્ત્રો.1700 ની સદીમાં અસ્તરાની શોધ થઇ ચુકી હતી.તે શેફીલ્ડ નામના અમેરિકાના શહેરમાં બનાવવામાં આવ્યો હતો. જ્યાંથી વિકસ થઈને તે દુનિયાના અનેક ખૂણે પહોચ્યો. 1740 સુધીમાં આ અસ્તરો સ્ટીલ માંથી બનવા લાગ્યો. આ થી આજના સમયે જે રીતે આપણને જે અસ્તરાથી દાઢી કરવામાં આવે તે અસ્તિત્વમાં 1740 સુધી જુનો ઈતિહાસ ધરાવે છે.આજે આપણે ત્યાં અલગ અલગ પ્રકારના અસ્તરાઓ જોવા મળે છે. આજના અસ્તરામાં જેવી ડીઝાઇન છે તેવી જ તે સમયમાં હતી, બસ તે વખતે તેમાં બ્લેડ ના હતી અને તેને બદલી શકાતી નહોતી.

મોર્ડેન હોમ રેજર વડે.લોકો પોતાના ઘરે પોતાની રીતે જ દાઢી કરી શકે તે માટે રેજરની શોધ થઇ. આ માટે કિંગ સી જીલેટ દ્વારા રેજરની શોધ થઇ. 1895 માં પહેલી વાર રેજર બન્યું. આ માટે કોઈ ધાર કઢવાનારની જરૂર પડતી ના હતી, અને સીધી જ બ્લેડ ચેન્જ કરવા લાગી. ત્યાર બાદ 1904 માં જીલેટ દ્વારા સેફટી રેજર બનાવવામાં આવ્યું અને તેની પેટન્ટ પણ બનાવવામાં આવી.આ સમયમાં પ્રથમ વિશ્વ યુદ્ધ હતું.તેમાં અમેરિકન આર્મી માટે રેજર બનાવવાનો ઓર્ડર જીલેટ કંપનીને મળ્યો.આ બાદમાં જીલેટ દરેક ઘરમાં જરૂરિયાતની વસ્તુ બની ગઈ, સમય જતા તેને બ્લેડ અને રેજર બંનેમાં ફેરફાર કરવાનું શરુ રાખ્યું,. 1971 માં ટ્વીન બ્લેડ આ જીલેટ દ્વારા જ બનાવવામાં આવી હતી. 1998 માં જીલેટ ટ્રીપલ બ્લેડ ની શરૂઆત થઇ. આજે તે જીલેતની દેન છે.

ઇલેક્ટ્રિક રેજર કે ટ્રીમર વડે.1930 માં પહેલું ઇલેક્ટ્રિક રેજર બનાવવામાં આવ્યું હતું. જે જેકબ શિક દ્વારા બનાવવામાં આવ્યું હતું, સમય જતા આ ઇલેક્ટ્રિક રેજારમાં ફેરફાર થયો તેની સાથે ટ્રીમર પણ અસ્તીત્વમાં આવ્યું, અને તે સમય જતા આધુનિક ડીઝાઇન પ્રમાણે સુધરો થયો.આમ દાઢી કરવાનો રીવાજ ખુબજ જુનો છે, માટે સમય અને યુગ પ્રમાણે અવનવા ઓજારો શોધતા ગયા અને દાઢી કરવામાં સરળતા મળતી ગઈ. આજે પણ ટેકનોલોજીના વિકાસ સાથે તેમાં સુધારા અને સંશોધન હજુ સુધી ચાલુ જ છે.આમ દાઢી અને તેના ઓજારો પથ્થરથી માંડીને ઇલેક્ટ્રિક સુધીની સફર ખુબ જૂની છે.