આજે પણ અક્ષય કુમાર ને ખૂબ નફરત કરે છે આ અભિનેત્રી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો..

0
69

બોલીવુડમાં મિસ્ટર ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારને આજે કોઈ નહિ ઓળખતું હોય એવું ન બને. આજે તેને દેશમાં અને વિદેશમાં પણ લોકો ખુબ જ ચાહે છે. હાલ અક્ષય કુમાર 52 વર્ષના છે. પરંતુ તમને જાણવી દઈએ કે આજે તેવો આખા બોલીવુડમાં સૌથી વધારે કમાણી કરતા સ્ટાર છે. અક્ષય કુમાર પોતાના કામને લઈને ખુબ જ ચોક્કસ રહે છે જેના કારણે આજે બોલીવુડમાં તેનું નામ ઘણું આગળ છે. આજે તેવો બોલીવુડમાં વધારે કમાણી કરતા સ્ટાર છે પરંતુ તેમણે અહીં સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષનો સામનો કર્યો હતો.

અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે. જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને ચોંકાવી દે છે. તેમની દરેક ફિલ્મનું કોન્સેપ્ટ અલગ હોય છે અને તે હંમેશા એ જ પ્રયત્ન કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકે. અક્ષય કુમાર આજકાલ સામાજિક મુદ્દો પર પણ વધારે ફિલ્મો બનાવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી તેમની ફિલ્મ મિશન મંગલ એ તાબડતોડ કમાણી કરી હતી. અક્ષયની ફિલ્મો હિટ થવાના કારણે તેમના ફેન્સ પણ ખુબ જ ખુશ જોવા મળે છે. હાલમાં જ ફોર્બ્સ એ દુનિયાની સૌથી હાઈસ્ટ પેઇડ એક્ટર્સનું એક લિસ્ટ જાહેર કર્યું હતું અને આ લિસ્ટમાં અક્ષય ચોથા નંબર પર હતા. અક્ષય એકમાત્ર એવા ભારતીય અભિનેતા હતા જેને આ વર્ષે ફોર્બ્સના ટોપ-૧૦ ના લીસ્ટમાં જગ્યા મળી હતી.

બે વર્ષ પહેલા આવેલી ફિલ્મ પૈડમેન માટે અક્ષયને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીતેલા દિવસોમાં ૯ સપ્ટેમ્બરના રોજ અક્ષયકુમારે પોતાનો ૫૨ મો જન્મદિવસ ઉજવ્યો હતો. દુનિયાભરમાં અક્ષય કુમારના લાખો કરોડો ફેન્સ છે. પરંતુ શું તમે જાણો છો બોલિવૂડમાં એક એવી અભિનેત્રી છે. જેને અક્ષય કુમાર બિલકુલ પણ પસંદ કરતા નથી અને આજ સુધી તેમણે તેમની સાથે એક પણ ફિલ્મ કરી નથી.જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલિવૂડની જે અભિનેત્રીને નફરત કરે છે અને જેમની સાથે કામ કરવા માંગતા નથી તે બીજી કોઈ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીની રાની એટલે કે રાની મુખરજી છે. તેને તે નફરત એમ જ નથી કરતા પરંતુ તેની પાછળ એક મોટું કારણ પણ છે. ખરેખર જ્યારે અક્ષયના કરિયરની શરૂઆત થઈ હતી ત્યારે રાની મુખર્જી ટોપ ની હિરોઈન હતી.

ઘણા જ ઓછા લોકોને જાણ હશે કે અક્ષય કુમારની વર્ષ ૧૯૯૯ માં આવેલી ફિલ્મ સંઘર્ષ માટે પહેલા રાની મુખર્જીને સાઈન કરવામાં આવી હતી. પરંતુ જ્યારે રાનીને એ વાતની જાણ થઈ કે આ ફિલ્મના હીરો અક્ષય કુમાર છે તો તેમણે ફિલ્મ સાઈન કરવાની સ્પષ્ટ ના કહી દીધી. ત્યારબાદ રાનીને અક્ષયની સાથે એક બીજી ફિલ્મ “આવારા પાગલ દિવાના” પણ ઓફર થઈ અને તેમણે આ ફિલ્મ પણ ઠુકરાવી દીધી. તે સમયે અક્ષયનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે રાની મુખરજીની સાથે ક્યારેય પણ કામ ના કરવાની કસમ ખાધી.

હાલમાં જ અક્ષય કુમારે એક ફિલ્મ સ્ક્રીનિંગ દરમ્યાન પોતાની પસંદગીની અભિનેત્રી વિશે વાત કરી હતી. જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે તેમની ફેવરિટ હિરોઇન કોણ છે તો તેના પર અક્ષયે જણાવ્યું કે તેમની ફેવરિટ એક્ટ્રેસ દિવંગત અભિનેત્રી શ્રીદેવી છે. અક્ષયે કહ્યું કે ૯૦ ના દશકથી જ તેમની ફિલ્મો જોવી મને ખૂબ જ પસંદ છે. તે દિવસોમાં બોલીવુડમાં શ્રીદેવીનો એક જમાનો હતો. આજે પણ તેમની યાદો મારા દિલમાં જીવે છે. તે મારી ફેવરિટ હિરોઈન છે અને હંમેશા રહેશે.જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૪ ની ફિલ્મ “મેરી બીવી કા જવાબ નહી” મા અક્ષય કુમાર શ્રીદેવીની સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે તેમને આજની જનરેશનમાં કઈ હિરોઈન પસંદ છે તો તેના પર અક્ષયે જરા પણ રાહ જોયા વગર બોલિવૂડની બેગમ કરિના કપૂરનું નામ લીધું હતું. જણાવી દઈએ કે અક્ષય અને કરીના ઘણી ફિલ્મોમાં સાથે નજર આવી ચૂક્યા છે.

અક્ષય કુમાર અને કરિશ્મા કપૂર બંનેએ ચાહકોના દિલ પર ખૂબ રાજ કર્યું છે. અક્ષય કુમાર હજી પણ ફિલ્મોમાં ખૂબ જ સક્રિય છે, કરિશ્મા કપૂરે બોલીવુડનો લગભગ ત્યાગ કર્યો છે. બંને અભિનેતાઓએ સાથે મળીને થોડીક ફિલ્મો પણ કરી હતી. જોકે, એક સમય એવો હતો જ્યારે કરિશ્મા અક્ષયને ધિક્કારવા લાગી. તેણે અક્ષય સાથે કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું.અક્ષર કુમાર અને કરિશ્મા કપૂર સાથે દિદાર એ પહેલી ફિલ્મ કરી હતી. કરિશ્મા એક મોટા કુટુંબ સાથે સંકળાયેલી હતી, તેથી ઘણી વાર તેણીના સેટ પર ઘણું બધું રહેતું.

પરંતુ દીદારના સેટ પર આવું બન્યું નહીં.દીદારના ડિરેક્ટર પ્રમોદ ચક્રવર્તી અને અક્ષય ખૂબ સારા મિત્રો બની ગયા હતા. અક્ષય નીચે પૃથ્વી પર હોવાને કારણે, આખા ક્રૂએ તેમનું ખૂબ સન્માન કરવાનું શરૂ કર્યું.કરિશ્માએ જોયું કે તેને ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તેથી તે એક દિવસ અક્ષય પર ભડકી ગઈ. કરિશ્માએ ગુસ્સાથી અક્ષયને કહ્યું કે તમે ડિરેક્ટરના ચમચા છો અને હું ચમચા ઓને ધિક્કારું છુ.

અક્ષય કુમારે વર્ષ 1991 માં એક ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. જે ફિલ્મનું નામ હતું ‘સોગંધ’. પરંતુ સફળતા માટે અક્ષય કુમારના જીવનમાં ઘણી વાર ઉતાર ચડાવ આવ્યા. પરંતુ તે મહેનતમાં વિશ્વાસ રાખતા હતા માટે સમય સાથે સંજોગ પણ બનતા ગયા તેને સફળ બનાવવા માટે. પરંતુ આજે તેવો બોલીવુડના સૌથી એક્ટીવ રહેતા સ્ટાર તરીકે માનવામાં આવે છે. તે પોતાના જીવનને અનુશાસન સાથે વિતાવવામાં માને છે. આખા વિશ્વનું સૌથી ફેમસ મેગેઝીન ફોર્બ્સ દ્વારા હાલમાં જ દુનિયાના સૌથી વધારે કમાણી કરતા સ્ટાર્સની લીસ્ટ બહાર પાડી હતી.

જેમાં અક્ષય કુમારને ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે. સાથે સાથે તે લીસ્ટમાં અક્ષય કુમાર એક એવા ભારતીય છે જે એક અભિનેતા છે. તે લીસ્ટ મુતાબિક જોઈએ તો જુન 2018 થી લઈને 2019 સુધી તેવો 69 મિલિયન ડોલરની કમાણી કરી ચુક્યા છે.અક્ષય કુમારની સંપત્તિની વાત કરીએ તો રીપોર્ટ અનુસાર અક્ષય કુમર પાસે 150 મિલિયન ડોલર એટલે કે 10.74 અરબ કરતા વધારે સંપત્તિ થાય છે. અક્ષય કુમાર પોતે લક્ઝરી લાઈફને માણવાના શોખીન છે પરંતુ તે પોતાના જીવનમાં ખુબ જ અનુશાસન રાખે છે. તે લાઈફને બંધનની સાથે આઝાદ રીતે જીવન જીવે છે. અક્ષય કુમાર બોલીવુડને સિલેક્ટેડ સિતારાઓ માંથી એક છે જેની પાસે ખુદનું પ્રાઈવેટ પ્લેન છે.

આજે અક્ષય કુમાર પાસે જે પ્રાઈવેટ જેટ છે તેની કિંમત 260 કરોડ રૂપિયા છે. સાથે સાથે તેની પાસે આલીશાન બંગલો અને ઘણી બધી મોંઘી લકઝરીયસ કાર પણ છે.જો આપણે અક્ષય કુમારના બંગલા વિશે વાત કરીએ તો તે કોઈ મહેલથી કમ નથી. અક્ષયનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો છે. તેના આખા બંગલાનું ઈન્ટીરીયર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ ડીઝાઇન કર્યું છે. તેના બંગલા પરથી ખુબ જ સુંદર એવો સમુદ્રનો નજરો પણ જોવા મળે છે. તેની કિંમત 80 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

જો લક્ઝરી કારની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર પાસે રોલ્સ રોયસ ફેન્ટમ, બેન્ટલી કોન્ટીનેન્ટલ ફ્લાઈંગ સ્પર, મર્સીડીઝ GLS, પોર્શ કેયેન, રેંજ રોવર વોગ, મર્સીડીઝ GL350 CDI, હોન્ડા CR-V જેવી ખુબ જ કિંમતી કારોનો કાફીલો છે. સાથે સાથે અક્ષય કુમાર બાઈકના પપન ખુબ જ શોખીન છે. તેની પાસે હાર્લી ડેવિડસન અને યામાહા વી મેક્સ જેવી મોંઘી બાઈકનું પણ કલેક્શન જોવા મળે છે.પરંતુ આજે દેશના જવાનો માટે પણ અક્ષય કુમાર ખુબ જ સારું કાર્ય કરી રહ્યા છે. તેવો એક સારા દેશ ભક્ત પણ છે. જે દેશ માટે કંઈક કરવાની તમન્ના પણ રાખે છે.