આજે કરીલો હનુમાનજી ની આવી પ્રતિમાં ના દર્શન દરેક દુઃખ થઈ જશે દૂર, આવશે અઢળક ધન……

0
300

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભગવાન હનુમાનજી ના અમુક એવા ઉપાય વિશે જેનાથી તમારા સંકટો દુર થઈ જાય છે સંકટ મોચન એટલે જે મુશ્કેલી દૂર કરે તે, હનુમાનજીની પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવ ગ્રહોની ખરાબ અસરમાંથી પણ બચાવે છે. હનુમાનજી આગળ નવે નવ ગ્રહ પાણી ભરે છે. સંકટ મોચન હનુમાન અષ્ટક સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે જેનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમાં આઠ શ્લોક આવેલા છે જેમાં હનુમાનજી દુઃખ દૂર કરવા પોતાની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અદભૂત વર્ણન છે.

મિત્રો માનવના જિંદગીની દરેક તકલીફોનું નિવારણ મહાવીર હનુમાનજીની પાસે છે, એવું માનવામાં આવે છે કે સંકટ મોચન મારુતિની કૃપાથી માનવીના દરેક દુખો દૂર થાય છે, જેમ કે આપણે બધા જાણીએ જ છીએ, મંગળવાર અને શનિવારના દિવસ મહાવીર હનુમાનજીને સમર્પિત છે અને જો તમે આ બંને દિવસે એની વિશેષ ભક્તિ પૂજાપાઠ કરતા હોય તો મારુતિ નંદન આપનાથી ખુબ જ જલદી પ્રસન્ન થઇ શકે છે. દરેક વ્યક્તિ એજ ઈચ્છે છે કે, તેમની ઉપર સંકટ મોચન મહાબલી હનુમાનજીનો આશીર્વાદ બન્યો રહે, જેના માટે લોકો પોતાની તરફથી દરેક સંભવ પ્રયત્ન કરે છે.

જો કોઈ ભક્ત પોતાના સાચા મન થી એને યાદ કરે છે તો હનુમાનજી પોતાના ભક્તો ના દરેક દુઃખ દૂર કરવા માટે જરૂર આવે છે. મહાબલી હનુમાન જી ની મહિમા અપરંપાર બતાવવા માં આવી છે અને એમની શક્તિઓ નો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે જો તમે પણ હનુમાનજી ની પૂજા કરો છો તો પવનપુત્ર ની પ્રતિમા અને એની સ્થાપના કરવા ની દિશા ની તમને જાણ હોવી જોઈએ. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હનુમાનજી ની પૂજા આરાધના થી જોડાયેલી કેટલીક જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદ થી તમારી દરેક ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે.

મિત્રો આપણ ને મહાબલિ હનુમાનજી ની ઘણી પ્રતિમાઓ અને ફોટા જોવા મળે છે, જેનું પોતાનું મહત્વ બતાવવા માં આવ્યું છે અને એવું બતાવવા માં આવે છે કે એના અલગ અલગ રૂપ ની પૂજા કરવા થી મનુષ્ય ના જીવન ના ઘણા દુઃખ દૂર થઈ જાય છે, પરંતુ જો તમે પોતાની વિશેષ મનોકામના ને જલ્દી થી જલ્દી પૂર્ણ કરવા માંગો છો, અને તમે ઈચ્છો છો કે ઘર ની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય તો તમારે ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજી ની પૂજા કરવી જોઇએ. એવું માનવા માં આવે છે કે આવું કરવા થી બધા દેવી-દેવતાઓ નો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘર-પરિવાર માં સુખ-સમૃદ્ધિ નું આગમન થાય છે.

હનુમાનજી ની આ પ્રતિમા ની પૂજા કરવા થી માનસિક કલેશ ની સમસ્યાઓ થી મુક્તિ મળે છે અને જો તમે ભાઈ બહેનો અને માતા પિતા નો પ્રેમ બનાવી રાખવા માંગો છો તો એના માટે તમારે હનુમાનજી ની એવા ફોટા ની પૂજા કરવી જોઈએ જેની અંદર એ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ ની પૂજા કરી રહ્યા હોય. આવું કરવા થી હનુમાનજી ની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રેમ ભાવના નો વિકાસ થાય છે.મિત્રો જો તમે ઘર માં સૂર્ય ની ઉપાસના કરતાં હનુમાનજી ની પૂજા કરો છો તો એ પરિવાર ના માન-સન્માન અને ઉન્નતિ માટે લાભદાયક માનવા માં આવ્યું છે. તેનાથી ઘર ની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અધૂરા કામ પણ પૂરા થાય છે. પરંતુ તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમે જે પણ પ્રતિમા રાખો એની દરરોજ નિયમિત રીતે ઉપાસના કરો.

હનુમાનજી ની વિભિન્ન મુદ્રાઓ વાળા ફોટા રાખી ને પૂજા કરો છો તો એનાથી તમારી અસાધ્ય ઈચ્છા પણ પૂરી થવા ની શક્યતા રહે છે. તમે હનુમાનજી ની ખાસ મુદ્રા વાળા ફોટા પોતાના પૂજા સ્થળ માં વિધિવિધાનપૂર્વક સ્થાપિત કરો અને નિયમિત રીતે એમની પૂજા કરો. સાંજે હનુમાનજી ની સમક્ષ દીવો પ્રગટાવવો અને સાથે જ મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરો. જો તમે 41 મંગળવાર અને શનિવાર સુધી આવું કરો છો તો આનાથી નિશ્ચિત લાભ મળશે. હનુમાનજી ની કૃપા થી તમારા જીવન ની બધી મુશ્કેલીઓ નું સમાધાન થઇ શકે છે.મિત્રો હવે જો આપણે મૂર્તિઓ કે ચિત્રો ઘરે મૂકવા અથવા મૂકવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તે વિશે વાત કરીએ, તો ભગવાન હનુમાનની યુવાનીમાં પીળા કપડા પહેરેલા ચિત્રો મૂકવાનું શુભ છે.તેમજ હનુમાનનાં લંગોટ પહેરેલા ચિત્રો સ્ટડી રૂમમાં મૂકવા જોઈએ. આને કારણે મન અધ્યયનમાં કેન્દ્રિત છે તેમજ હનુમાનજી ભગવાન રામની સેવા કરી રહ્યા છે તે મુર્તિ ની પૂજા કરવાથી ઘરમાં ધનનો વરસાદ થાય છે.