Breaking News

આજથીજ કરીલો આ વસ્તુઓનું સેવન સડસડાટ ઉતરવા લાગશે વજન,જાણીલો આ વસ્તુ વિશે

વજન ઘટાડવા માટે આ 6 વસ્તુઓ કરો, તમને તરત લાભ થશે,આજે ઘણા લોકો વજન વધારવાની સમસ્યાથી પરેશાન છે. વજન વધવું સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. વજન વધવાને કારણે અનેક પ્રકારના રોગો થવાનું જોખમ રહેલું છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના પગલા લે છે. આજે અમે તમને જણાવીશું કે વજન ઓછું કરવા માટે તમારે શું કરવું જોઈએ. તંદુરસ્ત અને રોગોથી દૂર રહેવા માટે વજન નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગરમ પાણી પીવો. : વજનને નિયંત્રણમાં રાખવા માટે દરરોજ સવારે એક કે બે ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આ પાણીમાં તમે લીંબુનો રસ અને મધ પણ ઉમેરી શકો છો. દરરોજ આ મિશ્રણનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

યોગ અથવા કસરત કરો. : યોગ કરવું અથવા કસરત કરવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે નિયમિત યોગ અથવા કસરત કરવી જોઈએ. જેઓ વજન ઓછું કરવા માંગે છે, તેઓએ રોજ ઓછામાં ઓછા 20 મિનિટ યોગા અથવા કસરત કરવી જોઈએ.

સનબાથ. : દરરોજ સૂર્યપ્રકાશનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો મુખ્ય સ્રોત છે. નિયમિત રીતે સૂર્યપ્રકાશ લેવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. રોગોથી દૂર રહેવા માટે દરરોજ સૂર્યપ્રકાશ લો.

ઠંડા પાણીથી સ્નાન કરો. : વજનને નિયંત્રણમાં રાખવા માટે, તમારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. ઠંડા પાણીથી નહાવું ખૂબ ફાયદાકારક છે. જો તમને ઠંડા પાણીથી નહાવાને લીધે શરદી અને શરદીની સમસ્યા છે, તો ઠંડા પાણીથી નહાવાનું ટાળો.

સ્વસ્થ નાસ્તો : સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજન નિયંત્રણમાં રાખવા માટે આરોગ્યપ્રદ નાસ્તો કરવો જોઈએ. જેઓ વજન ઓછું કરવા માંગે છે, તેઓએ તંદુરસ્ત નાસ્તો લેવો જોઈએ.

બહાર જમવાનું ટાળો. : જો તમારે વજન ઓછું કરવું હોય તો બહાર જમવાનું ટાળો. બહારનું આહાર ખાવાથી વજન વધી શકે છે. ઘરેલું ભોજન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકેકે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં વજન ઓછું નહીં થાય. જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા…

રોજ 3-4 લીટર પાણી પીઓ. : વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. આ ઉપરાંત આટલું પાણી પીવાથી વારંવાર ખાવાની આદત પણ જતી રહે છે કારણ કે પાણીના કારણે પેટ ભારે હોવાનો અહેસાસ થાય છે. એટલું ધ્યાન આપો કે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીઓ.

સલાડ ખાઓ. : રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે.

ભોજન કર્યા બાદ 15 મિનિટ ટહેલવાની આદત રાખો. : બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ 15 મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે, પેટ બહાર આવે છે. જો તમે વધુ કેલેરીવાળુ ભોજન કર્યું હોય તો ખાધા બાદ ટહેલવાથી તે બળશે અને લાભ થશે.

જંક ફૂડ ન ખાઓ. : જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે. આ સાથે જ ચોકલેટ, કેક, ટોફી અને આઈસ્ક્રિમનું સેવન પણ ન કરો.

ઓવરઈટિંગથી વધે છે વજન. : ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.

દરરોજ નાસ્તો કરો. : જો તમે ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા તો તે તમારા માટે જોખમી બની શકે છે. નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે.

ભોજન કર્યા બાદ તરત ક્યારેય ન સૂવું. : કેટલાક લોકોને આદત હોય છે કે ભોજન કર્યા બાદ તરત સૂવા ભેગા થાય છે. આમ જરાય ન કરવું જોઈએ. રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો

સવારે ઊઠીને હૂંફાળું પાણી પીવો. : સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે. સવારે હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા પણ સારી થાય છે.

ગળી વસ્તુઓ ઓછી ખાઓ. : મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ. આ સાથે મીઠું પણ ઓછું ખાઓ.

રોજેરોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો. : વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સપ્તાહમાં એવી કોશિશ કરો કે 150 મિનિટ એટલે કે અઢી કલાક વ્યાયામ કરો. શરૂઆતમાં એક્સાઈઝ કરી શકો છો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેને વધારો. એક્સસાઈઝ શરૂ કરતા પહેલા વોર્મઅપ કરો. વોર્મઅપ કરવાથી શરીર મોકળું થાય છે.

સ્થૂળ શરીર કોઈપણ વ્યક્તિને ગમતું નથી, પરંતુ કેટલાક કુદરતી અને કેટલાક માનવ સર્જીત કારણોને લીધે મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડિત છે. જે લોકો સ્થૂળતાથી પીડિત છે તેઓ સતત પ્રયત્ન કરે છે કે વધેલું વજન ઝડપથી ઘટી જાય. વજન ઘટાડવા માટે દવાઓથી લઈ રસોડામાં જોવા મળતી અનેક વસ્તુઓનો પણ ઉપયોગ લોકો કરે છે.વજન ઘટાડવા માટે લીંબૂ, મધ, વિવિધ સૂપ જેવી ખાદ્ય-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અહીં મધના ઉપયોગથી ઝડપથી વજન ઘટાડવાની ખાસ ટીપ્સ રજૂ કરવામાં આવી છે. મધમાં વિટામીન એ, બી, સી, કેલ્શિયમ, સોડિયમ વગેરે તત્વો હોય છે. મધનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સ્વસ્થ અને તાજગીસભર રહે છે. તેમાં પણ મધનો ઉપયોગ જો આ 6 વસ્તુઓ સાથે કરવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે અને નિયંત્રણમાં પણ રહે છે.

લસણની 2 કળીની પેસ્ટ કરી તેમાં 1 ચમચી મધ ઉમેરી અને હુંફાળા ગરમ પાણી સાથે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. આ બે વસ્તુ રોજ પીવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.છાસમાં 1 ચમચી મધ ઉમેરીને પીવાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. શરીરમાંથી યોગ્ય રીતે ચરબી બળવાથી વધેલું વજન ઝડપથી ઘટે છે.

દૂધીએક ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ ઉમેરવું અને આ જ્યૂસ રોજ સવારે પી લેવું. આ જ્યૂસ પણ વધેલા વજનને નિયંત્રણમાં રાખે છે. તેનાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.તજ એક ગ્લાસ પાણીમાં તજનો એક ટુકડો ઉમેરીઅને ઉકાળી લેવું. આ પાણીને 1 ચમચી મધ સાથે પી લેવું. 1 મહિના સુધી આ પાણી પીવાથી વજનમાં ઘટાડો થઈ જશે.લીંબુ એક હુંફાળા ગરમ પાણીમાં એક લીંબુ અને 1 ચમચી મધ ઉમેરી અને રોજ સવારે પી જવું. તેનાથી પેટ પર જામેલી ચરબી ઝડપથી ઘટે છે.દૂધ રોજ દૂધમાં ખાંડને બદલે મધ ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે. મધવાળું દૂધ પીવાથી શરીરનું મેટાબોલીઝમનું સ્તર સુધરે છે.

About admin

Check Also

ભોજન કર્યા પછી આવે વિચિત્ર ઓડકાર તો અત્યારે જ કરીલો આ ઉપાય મળશે છુટકારો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખાટ્ટા ઓડકાર આવવા એ એક …