આ રીતે ઘરેજ કરો માં દુર્ગા ની પૂજા, દરેક દુઃખ થઈ જશે દૂર ખુલી જશે કિસ્મત ના દ્વાર…..

0
229

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 17 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થશે. આ વખતે ઘરે જ માતાની ચોકી સ્થાપના પૂજા કરવામાં આવશે. મિત્રો આ નવરાત્રિમાં તમે પોતાના ઘરમાં જ કરો આ રીતે માતા દુર્ગાની પૂજા અને અર્ચના તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે અને ઇચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ ધામધુમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માતાને પ્રસન્ન કરવા માટે વિવિધ રીતે માતાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજા ભાવ વિભોર થઇને પૂજા અર્ચના કરે છે. સનાતન ધર્મમાં કોઈપણ પૂજા ભોગ ધરાવ્યા વગર અધૂરી માનવામાં આવે છે.નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રીના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે.

તેથી કોઈ પણ દેવતાની પૂજા કરતી વખતે પ્રસાદ આપવો ફરજિયાત છે. પ્રસાદ બધા દેવી-દેવતાઓ અર્પણ કરવાથી પ્રસન્ન પ્રભુ પ્રસન્ન થાય છે. તો આ વખતે નવરાત્રિમાં નવ દિવસ સુધી તમે માતાને પ્રિય પ્રસાદનો ભોગ લગાવી તેમને પ્રસન્ન કરી શકો છો. જાણો માતાના નવ પ્રસાદ ક્યા ક્યા છે.

નવરાત્રીમાં દુર્ગામાતાને માતૃશક્તિ, કરુણાની દેવી માનીને પૂજે છે. આથી તેમની પૂજામાં તમામ તીર્થો, નદીઓ, સમુદ્રો, નવગ્રહો, દિશાઓ, નગર દેવતા, ગ્રામ દેવતા સહિત તમામ યોગીનીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવા હેતુ પ્રાર્થના અને તેમનું આહ્વાન કરવામાં આવે છે. નવરાત્રિમાં પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત તે પર્વત હિમાલયની પુત્રી છે, જેના કારણે તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું છે. માતા શૈલપુત્રી પ્રકૃતિની દેવી છે.

સાધકને તેમની પૂજાથી તમામ પ્રકારનો આનંદ મળે છે. તેમને ભોગમાં ગાયનું શુદ્ધ ઘી ચડાવવું જોઈએ. આ પ્રસાદ આરોગવાથી રોગોથી મુક્તિ મળશે.માતાના બીજા સ્વરૂપને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે, જે નવરાત્રીના બીજા દિવસે તેમની પૂજા કરવાનો નિયમ છે. બ્રહ્મચારિણીના એક હાથમાં કમળ અને બીજા હાથમાં માળા છે. તેમના નામનો અર્થ તપસ્યા કરનાર છે. તેમના નામ પ્રમાણે તેમની પૂજા કરવાથી સાધકનું મન મજબૂત થાય છે. બ્રહ્મચારિણી માતાને ખાંડ, સાકરનો ભોગ ધરાવવો જોઇએ. પરિવારના સભ્યોનુ આયુષ્ય લાંબું થાય છે.

માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે માં ચંદ્રઘંટાની પૂજા ત્રીજા નોરતે થાય છે. તેઓ શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે. શુક્રથી પીડિત જાતકોએ દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી લાભ થાય છે. માતા ચંદ્રઘંટા તેના કપાળ પર અર્ધચંદ્રાકાર ધારણ કરે છે. આ કારણોસર, તેમનું નામ ચંદ્રઘંટા છે. તેમના ધ્વનિથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. તે સિંહ પર સવારી કરે છે. ચંદ્રઘંટા માતાનું શરીર સોનાની જેમ ચમકતું હોય છે. માતાજીને ફળ-ફૂલ અર્પણ કરવા. આ સ્વરૂપ દુષ્ટોનો સંહાર કરે છે.

નવરાત્રિના ચોથા દિવસે માતાના ચોથા સ્વરૂપ કુષ્માંડા માતાની પૂજા કરવામાં આવે છે. માતાનું ચોથું સ્વરૂપ એટલે માં કુષ્માંડા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દેવી સૂર્ય સાથે સંબંધ ધરાવે છે. માતા કુષ્માંડાના ચહેરા પર મસ્ત સ્મિત છે. તેમનું આ સ્વરૂપ ખૂબ જ મનોહર લાગે છે. જ્યારે સર્વત્ર અંધકાર હતો, ત્યારે માતાએ તેમના ધીમા સ્મિતથી બ્રહ્માંડ બનાવ્યું. આથી તેમનું નામ કુષ્માંડા પડ્યુ. કુષ્માંડાને માલપુઆ ધરાવવાથી પ્રસન્ન થાય છે.

નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. દેવી સ્કંદમાતા બુધ ગ્રહને નિયંત્રિત કરે છે. તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને બુધ ગ્રહના ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે. સ્કંદમાતાને ચાર હાથ હોય છે, માતાએ સ્કંદ (કુમાર કાર્તિકેય)ને પોતાના ખોળામાં રાખ્યો છે, માતાની ડાબી બાજુ ઉપર હાથમાં કમળ છે. ડાબી બાજુનો ઉપલો હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તો નીચેના હાથમાં માતાએ કમળ રાખ્યુ છે. ભોગમાં સ્કંદ માતાને કેળા અર્પણ કરવા જોઈએ.

નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવાનું વિધાન છે. માતાનું આ સ્વરૂપ ગુરુના ખરાબ પ્રભાવને શાંત કરે છે. માં કાત્યાયની ગુરુ ગ્રહને નિયંત્રિત કરે છે. માતા આદિશક્તિ કાત્યાયન ઋષિની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને અહીં એક યુવતી તરીકે અવતર્યા હતા. જેના કારણે તેમને કાત્યાયની નામ અપાયુ. તેમના આચરણથી સાધક આ દુનિયામાં રહીને પણ અલૌકિક તેજ મેળવે છે. કાત્યાયની દેવીને મધનો ભોગ અર્પણ કરો.

માતાના સાતમા સ્વરૂપ એટલે કે કાલરાત્રિની પૂજા કરવાથી શનિ ગ્રહના રોષમાં મુક્તિ મળે છે. શનિના દુષ્પ્રભાવથી પીડિત વ્યક્તિઓએ માતાના આ સ્વરૂપની આરાધના સાતમાં નોરતેં કરવી જોઈએ.તેમનો દેખાવ અકલ્પનીય છે, કારણ કે તે રાક્ષસો અને દુષ્ટ લોકોનો નાશ કરે છે. તેમનું સ્વરૂપ દુષ્ટ લોકો વચ્ચે ભય ઉત્પન્ન થવાનું છે, પરંતુ તેનું સ્વરૂપ ભક્તો માટે હંમેશાં શુભ રહે છે. તેથી તેઓને શુભંકરી પણ કહેવામાં આવે છે. મા કાળરાત્રીને ગોળનો પ્રસાદ અર્પણ કરો.

નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવી જોઈએ. તેમનું આ સ્વરૂપ રાહુના ખરાબ પ્રભાવને ઘટાડે છે. તેમને અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. આ ગૌર વર્ણના છે. જેના કારણે તેઓને ગૌરી કહેવામાં આવે છે. મહાગૌરીને નાળિયેર અર્પણ કરો.

નવરાત્રિના નવમાં દિવસે દુર્ગા માતાના નવમાં સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ કેતુને નિયંત્રિત કરે છે. તેની કૃપાથી સાધકને દરેક કાર્યોમાં સિદ્ધિ મળે છે. ભગવાન શિવ પોતે પણ તેમની કૃપાથી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેઓ શિવના ડાબા ભાગમાં રહે છે, જેના કારણે શિવને અર્ધનારેશ્વર કહેવામાં આવે છે. નારિયેળ અને ખીરનો માતા સિદ્ધિદાત્રી દેવીને પ્રસાદ અર્પણ કરો.