આ કેસર વાળું તેલ ત્વચા પરના ખીલ અને કાળા ડાઘ કાઢવા માટે ખૂબ અસરકારક છે….

0
514

ખાવામાં સ્વાદિષ્ટ કેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને ભારતમાં થાય છે.

સુંદર દેખાવવા માટે ત્વચા અને વાળની સાચવણી જરૂરી છે ઘરના રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે ત્વચા અને હેર માટે ફાયદાકારક હોય છે. એક એવી વસ્તુ છે કેસર. કેસર સામાન્ય રીતે ભારતીય રસોઇમાં ઉપયોગ કરવામાં આવનારો મસાલો છે.કેસરનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ તેમની સુંદરતા માટે રુટીનમાં કેસરને સામેલ કરે છે. કેસરમાં કેલ્શ્યિમ, વિટામીન, પોટેશિયમ અને મેગ્નેશ્યિમ રહેલું છે. જે ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે.

એક કન્ટેનરમાં 100 એમએલ બદામનું તેલ લો.તેમા કેસરની 10-15 તાંતણા મિક્સ કરો.તે બાદ બોટલ બંધ કરીને 7 દિસ માટે કુલ અને ડાર્ક પ્લેસ પર રાખી દો.જ્યારે ઓઇલનો કલર નારંગી થઇ જાય ત્યારે તેનો ઉપયોગ કરો.કેસરમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે જે ખીલને જડમૂળથી દૂર કરે છે. તે સિવાય કેસર ઓઇલ ખીલના ડાગ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. ઘર બનેલા ફેસ માસ્કમાં કેસર તેલ મિક્સ કરીને લગાવવાથી ખીલની સમસ્યા દૂર થઇ જાય છે.

કેસરનું તેલ ત્વચાને એક્સફોલિએટ કરે છે અને લોહીનું પરિભ્રમણ વધારે છે. આ ઉપરાંત તે ત્વચાને ફ્રેશ રાખે છે. કેસર એક સારું મોઇશ્ચરાઇઝર પણ છે, જે શુષ્ક ત્વચા માટે ફાયદાકારક છે. તે ત્વચાને ઉંડે ભેજયુક્ત રાખે છે અને તેને સ્વસ્થ રાખે છે.કેસર વાળ તૂટવા અને ખરવાથી બચાવે છે. આ સિવાય વાળના વિકાસમાં પણ મદદ કરે છે. કેસરનું તેલ લગાવવાથી વાળ મૂળથી મજબૂત અને સ્વસ્થ હોય છે. કેસરનું તેલ અન્ય તેલમાં પણ ભેળવી શકાય છે.

સૂર્યના હાનિકારક કિરણો અને પ્રદૂષિત હવાના સંપર્કને કારણે ત્વચા કાળી અને નિસ્તેજ બને છે. કેસર ત્વચાને ઠંડુ રાખે છે અને ચહેરા પર કુદરતી ગ્લો લાવે છે. તમારા ચહેરાને સાફ કરો અને તેના ચહેરા અને ગળા પર કેસરના તેલના થોડા ટીપાથી મસાજ કરો. થોડીવાર પછી ચહેરો ધોઈ લો.કેસરનું વૃક્ષ વિશ્વમાં સૌથી કીમતી છે. ભારતમાં સેફ્રોનનું ઉત્પાદન જન્નત-એ- કાશ્મીરના વિસ્તારમાં થાય છે.ઉપચાર માં આને ઉષ્ણવીર્ય, ઉત્તેજક, રક્તસ્ત્રાવજનક, દીપક, પાચક, વાત-કફ-વિનાશક અને વેદનાસ્થાપક માનવામાં આવે છે.

 

પરંપરાગત રીતે માનવામાં આવે છે કે કેસર ચીકીત્સા ગુણોથી સમૃદ્ધ છે. પેટ સંબંધિત બીમારીઓના ઈલાજમાં કેસર ખુબજ ફાયદાકારક છે. અપચો, પેટમાં દુખાવો અને પેટમાં મચકોડ વગેરે જેવી સમસ્યાથી કેસર છુટકારો આપે છે.સેફ્રોનના ઉપયોગથી રૂપ અને સ્વાસ્થ્ય સુધરે છે.શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળું હોય છે. સેફ્રોન ‘ક્રોકસ સેટ્ટીવમ’ નામના વૃક્ષની નાની નાજુક પાંખડીઓમાં હોય છે.ચંદનને કેસરની સાથે ઘસીને માથા પર લેપ લગાવવાથી મગજમાં શાંતિ મળે છે અને મગજ રીલેક્સ ફિલ કરે છે.

આના લેપથી મગજ તેજ બને છે.મહિલાઓ માટે પણ આ ખુબ ફાયદેકારક છે, જેમ કે માસિક ચક્રમાં અનિયમિતતા અને ગર્ભાશયમાં સોજો વગેરે સમસ્યામાં કેસરનું સેવન ફાયદાકારક નીવડે છે.પેઢામાં આવેલ સોજો કે પેઢામાંથી નીકળતું લોહીને કેસર મટાડે છે. તથા મોઢાની અને જીભની સમસ્યા પણ દુર કરે છે.દૂધમાં કેસર નાખીને પીવાથી કાળી ચામડી દુર થઇ સફેદ ત્વચા બને છે.કેસર એકાગ્રતા, સ્મરણ શક્તિ અને રિકોલ ક્ષમતાને પણ વધારે છે.બાળકોને શરદી અને ફલૂની સમસ્યા હોય તો કેસર વાળું દૂધ પીવડાવવાથી શરદી અને ફલૂથી આરામ મળે છે.

આયુર્વેદના અનુસાર કેસર કામશક્તિને વધારે છે. આ મૂત્રાશય, બરોળ, યકૃત (લીવર), મગજ અને આંખોની સમસ્યામાં લાભદાયી છે. બળતરાને દુર કરવાનો ગુણ પણ કેસરમાં જ છે.કેસર મગજ અને નર્વસ સિસ્ટમ માટે કોઈ વરદાનથી કમ નથી. રોજ રાત્રે સુતા પહેલા દુઘના ગ્લાસમાં કેસર નાખીને પીવાનું ન ભૂલવું. કારણકે આના બેમિસાલ ફાયદાઓ છે. ઉપરાંત આમાં કેલ્શિયમ, વિટામીન અને પ્રોટીન નો સારો એવો જથ્થો મળી આવે છે, જે આખા શરીરને સ્વસ્થ રાખે છે.કેસરને નારિયેળના તેલમાં નાખીને ૧૦ થી ૧૫ મિનીટ સુધી માથામાં માલીશ કરવાથી ખરતા વાળ દુર થાય છે. આ ટીપ્સ ની મદદથી ખરતા વાળની સમસ્યા દુર થશે.