આ કારણે ગર્ભમાં રહેલ બાળક મારે છે લાત……

0
549

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે તમે કોઈ માતાને પૂછો કે જ્યારે તેના ગર્ભમાં રહેલું બાળક પગ મારતું હોય ત્યારે તેને કેવું લાગે છે. ત્યારે માતાનો કદાચ જવાબ હશે મારું બાળક મને લાત મારી રહ્યું નથી, પરંતુ તે મને ગળે લગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.” એવું કહેવામાં આવે છે કે જ્યારે બાળક પ્રથમ પેટમાં લાત મારે છે,ત્યારે તેનો અર્થ એ કે તે માતૃત્વની દુનિયામાં પ્રવેશ કરી રહ્યું છે.કોઈ પણ સ્ત્રી માટે પહેલીવાર માતા બનવાની લાગણી ખૂબ જ ખાસ હોય છે. તેનું એક ક્ષણ હોય જે તે આજીવન ભૂલી શકતી નથી. 9 મહિના દરમિયાન તે પોતાની અંદરના જીવનને જન્મ આપવાની શક્તિનો અનુભવ કરે છે. ગર્ભના ગર્ભાશયમાં જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ માતા બનવાનો આનંદ વધુ તીવ્ર થવા લાગે છે. જ્યારે બાળકને ગર્ભાશયમાંથી પ્રથમ વખત લાત મારે છે ત્યારે આ ભાવના વધુ જાગે છે. દરેક સગર્ભા સ્ત્રી આનો અનુભવ કરે છે.પહેલું કારણ ગર્ભમાં રહેલ બાળકનું લાત મારવાનો અર્થ એ છે કે બાળકની તબિયત સારી છે.

જો બાળકની તબિયત સારી છે, તો તે પેટની અંદરથી તેના પગથી લાત મારે છે.બીજું કારણ એ છે કે સગર્ભા સ્ત્રીઓ અનુસાર, જમ્યા પછી જ બાળક લાત મારે છે, એટલે કે બાળકને ખોરાક પણ મળે છે.ત્રીજું કારણ જ્યારે માતા ડાબી બાજુ સુવે છે ત્યારે બાળકની લાતની સંખ્યા વધે છે. આની પાછળનું કારણ એ છે કે જ્યારે માતા તેની ડાબી બાજુ સૂતી હોય છે, ત્યારે ગર્ભને લોહીનો પુરવઠો વધે છે, જેના કારણે બાળક હલાવવાનું શરૂ કરે છે.ચોથું કારણ જ્યારે બાળક બાહ્ય પરિવર્તનની અનુભૂતિ કરે છે,ત્યારે તે તરત જ પ્રતિક્રિયા તરીકે લાત મારે છે.પાંચમો કારણ ઓક્સિજનનો પૂરતો પુરવઠો ન હોવાને કારણે, બાળકની લાતની સંખ્યા ઓછી થઈ છે. તેથી આ વસ્તુની વિશેષ કાળજી લેવી જોઈએ.બાળક ગર્ભાશયમાં જ દુ: ખ, સુખ, ઉદાસી અને ગુસ્સો અનુભવવાનું શરૂ કરે છે. ગર્ભાશયમાં જ બાળકની ઘણી ઇન્દ્રિયો વિકસિત થાય છે. ગર્ભાશયમાં, બાળક માતાની લાગણીઓને ખૂબ જ સારી રીતે સમજવા લાગે છે અને જેમ માં મહેસુસ કરે છે તેમ બાળક પણ મહેસુસ કરે છે.આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવીશું જે ગર્ભાશયની અંદર બાળકને ગમતી નથી.

તેજ રોશની ગર્ભાવસ્થાના 15 મા અઠવાડિયા સુધીમાં, બાળકની આંખો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ બનવાનું શરૂ કરે છે, પરંતુ 22 મા અઠવાડિયા સુધીમાં બાળક તેની આંખો ખોલતું નથી. બાળક સૂર્યપ્રકાશ અને અન્ય તેજસ્વી પ્રકાશને ઓળખે છે. આ સમયે, તેની દૃષ્ટિ ઓછી હોય છે, પરંતુ તેમ છતાં તે સૂર્યપ્રકાશ જોઈ શકે છે. ઊંઘ દરમિયાન, તેજસ્વી લાઇટ્સ બાળકોને ખલેલ પહોંચાડે છે. તેથી જો તમે તડકામાં બહાર જાવ છો, તો તમારા પેટને ઢાંકી ને રાખો.તે અવાજ અને ઘોંઘાટ બાળકો ગર્ભાવસ્થાના 20 મા અઠવાડિયાની આસપાસ સાંભળવાનું શરૂ કરે છે.ગર્ભાશયમાં, બાળકને સંગીત ગમે છે પરંતુ જોરથી અવાજ અને અવાજ તેમને ડરાવે છે. માતાનો અવાજ બાળકના ધબકારાને તીવ્ર કરે છે જ્યારે ઘોંઘાટ અથવા જોરથી અવાજ શિશુને વિચલિત કરે છે. ગર્ભાશય માં બકાલોને નોઈસ બિલકુલ પસંદ નથી તે તેમને ડરાવી શકે છે.માં નું ઉદાસ થવું જ્યારે માતા તાણમાં હોય છે અથવા ઉદાસી અનુભવે છે, ત્યારે તેના ગર્ભાશયમાં રહેલું બાળક પણ ઉદાસી અને તણાવ અનુભવે છે. માતાના લાંબા ગાળાના તણાવમાં રહેવું અથવા નાખુશ થવું તે બાળક પર નકારાત્મક અસર કરી શકે છે. તાણ પર શરીરમાં નકારાત્મક હોર્મોન્સ રચાય છે,

જે શિશુ સુધી પહોંચે છે અને તેને નુકસાન પહોંચાડે છે.સ્પાઈસી ફૂડ દરેક વ્યક્તિ જાણે છે કે માતા જે પણ ખાય છે તેનો સ્વાદ બાળકને પણ મળે છે. તેથી જ સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં પૌષ્ટિક ખોરાક લેવાનું કહેવામાં આવે છે જેથી બાળકને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો મળી શકે. બાળકને મસાલેદાર ખોરાક જરા પણ ગમતો નથી. ખૂબ તળેલું અને મસાલેદાર ખોરાક ગર્ભને નુકસાન પહોંચાડે છે.વધુ હસવું આમ તો જ્યારે માતા હસે છે અથવા ખુશ છે, બાળકો પણ હસે છે અને તેને ખુશી મહેસુસ થાય છે, પરંતુ ઝડપથી અને વધારે પ્રમાણમાં હસવાથી બાળક ડરી શકે છે.વધારે હસવાથી બાળક ઉપર નીચે ઉછરે છે જે તેને અસુરક્ષિત મહેસુસ કરાવે છે. અમુક સમયે, બાળક પણ રડી શકે છે. જો કે, સગર્ભા સ્ત્રી માટે હસવું અને ખુશ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે બાળકને ખુશ પણ કરે છે. ગર્ભાવસ્થામાં ઝડપથી હસવાનું ટાળો. આ કરવાથી તમારા બાળકને ડરાવી શકાય છે.કોઈ પણ મહિલા ગર્ભવતી હોય ત્યારે બાળકના હલનચલન પરથી ડૉક્ટર બાળકની પરિસ્થિતિ બતાવે છે, પરંતુ કોઈને એ ખ્યાલ નહીં હોય કે બાળકનું સ્વસ્થ, તંદુરસ્ત હોવું તે પૂરતું નથી.

બાળક માતાના ગર્ભમાં ફરે છે તેનાથી જ તેનાં હાડકાં જોડાય છે તે વિશે વિશ્વનું શ્રેષ્ઠ રિસર્ચ થયું છે. આવો જાણીએ બાળક ગર્ભમાં શું કામ ફરે છે.એક સ્ત્રી જ્યારે માતા બનવા તરફ ડગ માંડે છે ત્યારે તે વિશ્વનું સૌથી અમૂલ્ય સુખ ભોગવવા તરફ આગળ વધતી હોય છે. એક-એક પલ તેને પોતાના બાળકની ચિંતા રહેતી હોય છે. સામાન્ય રીતે પ્રથમ ચાર માસ તો તેને કોઈ ખાસ અનુભવ બાળકના ગર્ભમાં હોવાનો થતો નથી, પરંતુ જ્યારે ચાર માસ પૂર્ણ થાય અને બાળકની હાર્ટબીટ્સ શરૃ થાય ત્યારે માતા એક-એક સેકન્ડ બાળકની સાથે વાતો કરતી હોય તેવું લાગે છે. ક્યારેક તેનો નાનો-નાનો હાથ વાગે છે,તો ક્યારેક તેનો પગ કિક કરે છે. આ બધું માતા માટે દુનિયાની દરેક દોલત કરતાં કીમતી હોય છે, કારણ કે આ નવ મહિના દરેક માતા માટે ખાસ હોય છે, પરંતુ હજુ સુધી કોઈ માતાને કે અન્ય કોઈને ખ્યાલ પણ નહીં હોય કે જ્યારે ભ્રૂણ ગર્ભમાં ફરે છે ત્યારે જ તેનાં હાડકાં જોડાય છે. જો ભ્રૂણ ફરવાનું બંધ કરે તો ગર્ભનો વિકાસ તો થશે, પરંતુ તેનાં હાડકાં જોડાશે નહીં, સાંધા નહીં બને. પ્રથમ વખત સાંભળે આ વાત ખોટી લાગતી હશે, પરંતુ એક રિસર્ચમાં આ હકીકત સાચી પુરવાર થઈ છે.

ગર્ભવતી મહિલાઓના અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન ડૉક્ટર ભ્રૂણના હલનચલન પરથી બાળકની પરિસ્થિતિ જાણે ઇછે, પરંતુ બાળક ગર્ભમાં કયા કારણોસર ફરે છે તે અત્યાર સુધી કોઈને જાણ નથી, પરંતુ હવે આઇઆઇટી કાનપુરના બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અમિતાભ બંદોપાધ્યાય આ વિષય પરથી પરદો ઉઉઠાવવામાં સફળ રહ્યા છે.જેના માટે તેમણે ત્રણ વર્ષ સુધી આ વિષય પર રિસર્ચ કર્યું છે. જેમાં તેમનો સાથ આયરલેન્ડના જંતુવિજ્ઞાનના પ્રોફેસર પાઉલા મર્ફીએ આપ્યો છે. આ બંને પ્રોફેસરના સહિયારા પ્રયત્નથી આજે એ જાણકારી પ્રાપ્ત થઈ છે કે ભ્રૂણ જો ગર્ભમાં ફરતું ન હોય તો હાથ-પગ કે શરીરના કોઈ સાંધા યાને જોઈન્ટ બનતાં નથી.