આ જગ્યાએ ભૂતોને મળે છે 3 ડિગ્રી ટોર્ચર, જાણો આ જગ્યા વિશે…..

0
111

રાજસ્થાનના સિકરાય તાલુકામાં આવેલા હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ ‘મહેંદીપુર બાલાજી મંદિર’ વિષે આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. જેને ઘાટા મહેંદીપુર પણ કહેવામાં આવે છે. બે પહાડોની વચ્ચે બનેલું આ મંદિર સુંદર હોવાની સાથે જ હિંદુ ધર્મના પવિત્ર ધાર્મિક સ્થળો માંથી એક છે. હનુમાનજીને સમર્પિત આ મંદિરમાં દર્શન માટે દેશ વિદેશથી આવવા વાળા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. અને આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં લોકો ભૂત પ્રેતથી છુટકારો મેળવવા માટે આવે છે.જી હા, તમે લોકોએ એ તો સાંભળ્યું હશે કે, કોઈ ગુનેગાર પાસે ગુન્હો કબુલ કરાવવાનો હોય, તો પોલીસકર્મીઓ ગુનેગારોને થર્ડ ડીગ્રી આપે છે. એજ રીતે આ મંદિરમાં હનુમાનજી ભૂત પ્રેત કે ખરાબ આત્માઓને થર્ડ ડીગ્રી આપે છે, અને લોકોને ખરાબ શક્તિઓથી છુટકારો અપાવે છે.

આ મંદિર માં જે લોકો પહેલી વાર જાય છે ત્યારે અહીંયાનો નજરો જોઇને ચોંકી જાય છે. જે ભક્તો ની ઉપર કાળી છાયી અને પ્રેત બાધા ના સાયા રહે છે એને મુક્તિ મેળવવા માટે આ મંદિર માં આવે છે. મહેંદીપુર બાલાજી ના દરબાર માં પહોંચતા જ ખરાબ શક્તિ જેમ કે ભૂત-પ્રેત, પિશાચ ખુદ જ ડર થી કાંપવા લાગે છે. અહિયાં પ્રેતાત્મા ને શરીર થી મુક્ત કરવા માટે એને કઠોર સજા આપવામાં આવે છે. આ ઉપચાર ને જોઈ લો તો તમારા રુંવાટા ઉભા થઇ જશે કારણ કે આ ઈલાજ પોલીસ ની થર્ડ ડીગ્રી થી ઓછો નથી હોતો.

એ તો તમે સાંભળ્યું જ હશે કે પોલીસ ગુનેગારને પોતાનો ગુનો કબૂલ કરવા માટે થર્ડ ડિગ્રી નો ઉપયોગ કરે છે. પરંતુ ભૂત-પ્રેત આત્મા માટે પણ થર્ડ ડિગ્રી ઉપયોગ કરવામાં આવે તે સાંભળ્યું નહીં હોય.હનુમાનજીના નામથી ભૂત-પ્રેત આત્મા ને મળે છે થર્ડ ડિગ્રી,આ જાણીને તમને આશ્ચર્ય થશે કે મહેંદીપુર ના બાલાજી મંદિરમાં ભૂત પ્રેત કે ખરાબ આત્માને કોઈપણના શરીરમાંથી બહાર લાવવા માટે આ ઉપયોગમાં કરવામાં આવતી થર્ડ ડિગ્રી કોઈપણ પ્રકારનું શારીરિક કષ્ટ આપ્યા વગર હનુમાનજીના નામનો જય જય કાર હોય છે.

દરેક પ્રકારનો ઉપયોગ કરવા છતાં પણ જો બધા હારી ગયા હોય. તો તે રાજસ્થાનમાં આવેલા મહેંદીપુર બાલાજીના શરણમાં આવે છે. અને કહેવામાં આવી છે કે જેણે પણ અહીં આવીને પોતાની અરજી કરે છે તે ખાલી હાથે નથી જતા.મંદિરમાં બજરંગ બલી ની બાલ રૂપ મૂર્તિ સ્વયંભૂ છે. આ મૂર્તિની જમણી બાજુ એક નાનું છિદ્ર છે અને તેની અંદરથી નિરંતર પાણી આવ્યા જ કરે છે. આ જળને ભક્તો ચરણામૃત તરીકે પોતાની સાથે લઇ જાય છે. બાલાજી મંદિરમાં પ્રેત રાજ સરકાર અને કોતવાલ કપ્તાન ભૈરવની મૂર્તિઓ પણ છે.

પરેશાન માણસોનો ઈલાજ,મંદિરમાં વધુ સંખ્યામાં ઉપરી બાધા ગ્રસિત લોકો અજીબો ગરીબ હરકત કરતા નજરમાં આવે છે. જેને અહીં પેશી આવવામાં કહે છે. મંદિર મો દિવસ-રાત બાલાજી નો જય જય કાર કરીને બધા નો ઈલાજ થાય છે. આ પૂરું દ્રશ્ય એટલું હતભ્રત કરી દે તેવું છે કેમ આનો કોઈ માણસને થર્ડ ડિગ્રી આપવામાં આવતી હોય અને તે બચવાની ભીખ માંગી રહ્યું હોય, ઘણા માણસો બેહોશ પણ થઇ જાય છે.

ચમત્કારની ઘણી સાબિતીઓ,બુંદેલખંડ થી આવેલા દિપક સોની એ જણાવ્યું તે 25 30 વર્ષથી અહીં આવે છે. અને કોઈ વર્ષ કેવું નથી કર્યું કે બાબાએ ચમત્કારનો સાક્ષાત અનુભવ ના કરાવ્યો હોય. તેવી રીતે અનુપ મોદી કહે છે પરિવાર અને મિત્રો ને લગતા ઘણા પ્રશ્નો છે કે દિલ્હી દવાઓથી પણ હારી ગયા પણ અહીં આવવાથી ચમત્કારી રૂપથી આરામ થઈ ગયો.અહીં મંદિરમાં ચઢાવવામાં નથી આવતો પ્રસાદ,મહેંદીપુર બાલાજી ધામ એટલા માટે પણ પ્રખ્યાત છે કે બધા મંદિરોની જેમ અહીં પ્રસાદ ચઢાવવામાં નથી આવતો કે ભક્તો પ્રસાદ ઘરે પણ નથી લઈ શકતા. હાજરી કે દરખાસ્ત ના નામ પર પાંચ રૂપિયામાં લાડવા ચઢાવવામાં આવે છે. પરંતુ કોઈ શ્રદ્ધાળુ પોતાના હાથથી મૂર્તિ પર પ્રસાદ નથી ચઢાવી શકતા.

અહીં મંદિરનો એક નિયમ પણ છે. અહીં આવેલા ભક્તો કોઈપણ પ્રકારની ખાવા-પીવાની ચીજવસ્તુઓ સાથે નથી લઈ જઈ શકતા. મંદિરમાંથી જલ કે ભભૂતી સાથે લઈ જઈ શકે છે. આસ્થા ની સામે તર્ક કે વિજ્ઞાન કંઈ જ કામ નથી આવતું. મહેંદીપુર બાલાજી મંદિર દેશ-વિદેશમાં રહેલા અંધવિશ્વાસ ને દૂર કરવામાં પ્રખ્યાત છે.બાલાજીની જમણી બાજુ છાતીમા છે કાણું:મેહંદીપુર બાલાજીની જમણી છાતી માં એક નાનું એવું કાણું છે. એનાથી નિરંતર પાણી વહેતુ રહે છે. એવી માન્યતા છે કે આ બાલાજી નો પસીન છે. આ મંદિર માં ત્રણ દેવતા બિરાજે છે એક તો સ્વયં બાલાજી, બીજા પ્રેતરાજ અને ત્રીજા ભૈરો જેને કેપ્ટન કહેવામાં આવે છે.

અહિયાં પર ચઢાવવામાં આવે છે અલગ અલગ પ્રસાદ:બાલાજી મંદિરની ખાસિયત છે કે અહિયાં બાલાજી ને લાડુ, પ્રેતરાજ ને ચોખા અને ભૈરો ને અડદ નો પ્રસાદ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે બાલાજી ના પ્રસાદ માં બે લાડુ ખાતા જ ભૂત-પ્રેત થી પીડિત વ્યક્તિ ની અંદર મોજુદ ભૂત-પ્રેત ચટ-પટાવા લાગે છે અને અજીબ હરકતો કરવા લાગે છે.મંદિરના છે અમુક કડક નિયમ:મેંહદીપુર બાલાજી ના દર્શન કરવા વાળા લોકો માટે અમુક કડક નિયમ હોય છે. અહિયાં આવવા માટે એક અઠવાડિયા પહેલા લસણ, ડુંગળી, ઈંડા, માંસ, દારૂ નું સેવન બંધ કરવું પડે છે.

અહિયાંનો પ્રસાદ ઘરે લઈને જઈ શકતા નથી:એમ તો મંદિર માં ભગવાન ના દર્શન કર્યા પછી લોકો પ્રસાદ લઈને ઘરે આવે છે પરંતુ મેંહદીપુર બાલાજી મંદિર થી ભૂલીને પણ પ્રસાદ ને ઘરે લઇ આવો તો તમારા ઉપર પ્રેત સાયા આવી શકે છે.પાછા વળતી સમયે રાખવી પડી છે વિશેષ સાવધાની :બાલાજી ના દર્શન પછી ઘરે પાછા ફરતા સમયે એ જોઈ લેવું જોઈ કે તમારા ખિસ્સા અથવા બેગ માં ખાવા-પીવા ની કોઈ પણ ચીજ ના હોય. અહિયાં નો નિયમ છે કે અહિયાં થી ખાવા પીવા ની કોઈ પણ ચીજ ઘરે લઇ ન જવી.

અહિયાંના પ્રસાદને કહે છે દર્ખાવસ્ત અને અરજી:અહિયાં પર ચઢાવવા ના પ્રસાદ ને દર્ખાવસ્ત અને અર્જી કહે છે. મંદિર માં દર્ખાવસ્ત નો પ્રસાદ લગાવ્યા પછી ત્યાં થી તરત જ નીકળવાનું હોય છે. જયારે અર્જી નો પ્રસાદ લેતા સમયે એની પાછળ ની બાજુ ફેકવાનો હોય છે. આ પ્રક્રિયા માં પ્રસાદ ફેંકતા સમયે પાછળ ની બાજુ જોવું ન જોઈએ.પાણીના છાંટાથી મળે છે પ્રેત ની સાયાથી મુક્તિ:બાલાજી જાવ તો સવારે અને સાંજ ની આરતી માં શામિલ થઇ આરતી ના છાંટા લેવા જોઈએ. આ રોગ મુક્તિ તથા ઉપરી ચકકર થી રક્ષા કરવા વાળા હોય છે.