આ ગામનાં લોકો મહિનાઓ સુધી બેડપર કરે છે એવું કામ કે જાણી નવાઈ લાગશે…..

0
17412

દુનિયામાં એક એવું સ્થળ છે જ્યાં લોકોની હાલત કલ્પનાશીલતાની બહારની છે. આ સમસ્યા કઝાકિસ્તાનના કાલચી ગામના લોકોમાં જોવા મળી રહી છે. કઝાકિસ્તાનના ઉત્તરીય ક્ષેત્રના આ ગામના લોકો ઊંઘની રહસ્યમય બિમારીથી પીડાઈ રહ્યા છે.વિશ્વ ઘણા રહસ્યોથી ભરેલું છે.

એવી ઘણી બાબતો છે જેનો આજદિન સુધી કોઈ જવાબ આપી શક્યું નથી. અનેક રહસ્યમય કોયડાઓનાં જવાબો શોધતાં વૈજ્ઞાનિકો પણ કંટાળી જાય છે. આવું જ કંઈક કઝાકિસ્તાનના એક અનોખા ગામમાં છુપાયેલું છે. અહીંના લોકો ઘણા દિવસો સુધી સૂઈ જાય છે.

કઝાકિસ્તાન યૂરેશિયામાં સ્થિત એક દેશ છે. ક્ષેત્રફળના આધારે આ દુનિયાનો નવમો સૌથી મોટો દેશ છે.આની રાજધાની અલ્માતી છે અહીં ની કઝાખ ભાષા અને રૂસી ભાષા મુખ્ય અને રાજભાષાઓ છે.મધ્ય એશિયામાં એક મોટા ભૂભાગમાં ફેલાયેલો આ દેશ પહલાં સોવિયત સંઘનો ભાગ હતો.

૧૯૯૧ માં સોવિયત સંઘના વિઘટન પછી આણે સૌથી છેલ્લે પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો. સોવિયત પ્રશાસન દરમ્યાન અહીં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓ સંપન્ન થઈ, જેમાં ઘણાં રૉકેટોનું પ્રક્ષેપણથી લઇને ક્રુશ્ચેવની વર્જિન ભૂમિ પરિયોજના શામિલ છે. દેશની મોટાભાગની ભૂમિ ઘાસના મેદાન, જંગલ તથા પહાડી ક્ષેત્રોથી ઢંકાયેલી છે.

આ ગામની વસ્તી 600 ની આસપાસ છે. ગામના લગભગ 14 ટકા લોકો આ રોગથી ગ્રસ્ત છે. આશ્ચર્યજનક રીતે, આ રોગથી પીડાતા વ્યક્તિને ખબર નથી હોતી કે તે સૂઈ રહ્યો છે. તેથી તેઓ કોઈપણ સ્થળે ઘણા દિવસો સુધી સૂઈ શકે છે.ગામ બંધ યુરેનિયમ ખાણની નજીક છે.

જ્યાં ત્યાં મોટા પ્રમાણમાં ઝેરી કિરણોત્સર્ગ હોય છે. અહીંના લોકો એકવાર સૂઈ જાય છે, તેઓ મહિનાઓ સુધી જાગૃત રહી શકતા નથી. આ કેસ સૌ પ્રથમ 2010 માં કાલાચીમાં નોંધાયો હતો. જ્યારે બાળકો અચાનક શાળાએ ગયા અને સૂઈ ગયા. ત્યારબાદ, દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારથી, વૈજ્ઞાનિકો આ ગામમાં સંશોધન કરી રહ્યા છે.

ઘણા વૈજ્ઞાનિકો અને ડોકટરો આ રોગ અંગે સંશોધન કરી રહ્યા છે, પરંતુ તેનું કારણ હજી સુધી શોધી શકાયું નથી. કેટલાક વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે આ કારણ દૂષિત પાણી હોઈ શકે છે. રહસ્યમય રીતે લોકો સૂવે છે તેના કારણે તેને ‘સ્લિપ ખોખલા’ પણ કહેવામાં આવે છે.

ભૂગોળ :કઝાકિસ્તાનનો અધિકાંશ ભૂભાગ (જેમ કે ઉપર કહેવાયું છે) સ્ટેપ્સ, પહાડ઼, જંગલ કે રણો થી ઢંકાયેલ છે. રણ તો પડોસી તુર્કમેનિસ્તાન તથા ઉઝબેકિસ્તાન સુધી ફેલાયેલ છે. દક્ષિણ તથા વાયવ્યમાં કૈસ્પિયન સાગર સ્થિત છે, જ્યારે ઉરલસાગરની સીમા ઉઝબેકિસ્તાન સાથે સમ્મિલિત છે. દેશની મધ્યમાં સ્થિત બાલ્કાશ તળાવ વિશાલકાય તળાવોમાંની એક છે. ઉત્તરી તિએન શાન ક્ષેત્રને કોલસાઈ તળાવો પર્વતીય તળાવોની શ્રેણીમાં આવે છે.

અહીંની પ્રાકૃતિક સમ્પદા ક્ષેત્રોમાં અક્સૂ-જ઼બાગલી, અલમાટી, બરસા-કેલ્મેસ, બયાન-આઉલ, મારકોકલ ઉસ્તિર્ત તથા પશ્ચિમી અલ્તાઈ ના નામ પ્રમુખતા થી ગણાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની વિશ્વ ધરોહરોંમાં સ્ટેપી ક્ષેત્ર સર્યરકા નું નામ ૨૦૦૮માં શામિલ થયું છે. ભેજવાળા ક્ષેત્રોંમાં ગુલાબી ફ્લેમિંગો, સાઇબેરિયાઈ વ્હાઇટ ક્રેન, ડલમાટિયન પેલિકન તથા પલાશી ફિશ ઈગલ જેવા પક્ષીઓ જોવાય છે.

ધરોહર :તરઝ, યાસ્યે (તુર્કિસ્તાન) તથા ઓટરાર સરસબ્જ઼ (જલસ્થલ) ના રેશમ માર્ગ (સિલ્ક રૂટ)ના મહત્વપૂર્ણ વ્યાપારિક સ્થળોમાં ગણાય છે. ઓટરાર પ્રથમ શતી સાથે ચીન અને યુરોપના વ્યાપારમાં મહત્વપૂર્ણ રહ્યું છે. આ સિવાય ઓટરારમાં ચૌદમી સદીમાં નિર્મિત મસ્જિદ પણ બહુ પ્રસિદ્ધ છે.ભાષા:કઝાખ ભાષા રાજભાષા છે. રૂસી ભાષા ને આધિકારિક દરજ્જો પ્રાપ્ત છે.ધર્મ :ઇસ્લામ તથા રૂસી પારંપરિક ધર્મ મુખ્ય છે.

ખાનપાન :કજાખ જમણમાં બ્રેડ (પાઉ-રોટી), સૂપ તથા શાકનું પ્રમુખ સ્થાન છે. નૂડલ્સ હમેંશા ઘોડ઼ેના માંસ ના સૉસેજ સાથે ખવાય છે. જમણમાં માંસનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. બકરા તથા ગાયના માંસ સિવાય માછલીને રાંધવા માટે ઘણી રીતો વપરાય છે. પિલાવ (યા પુલાવ) ખાટ્ટા તથા મીઠા બંને સ્વાદમાં માંસ સાથે ખવાય છે. આ સિવાય સૂકા ફળોનો પણ ઉપયોગ કરાય છે. દૂધ તથા દહી જેવા વ્યંજન પણ ખવાય છે. પીવામાં ચા બહુ લોકપ્રિય છે. ભારતની જેમ જ લોકો ચામાં દૂધ કે લીંબુ મેળવે છે. પત્તી વાળી ચા વિના સાકર અને દૂધ પણ પસંદ કરાય છે. સ્થાનીય શરાબ વોડકા પણ લોકપ્રિય છે.

ઉત્તરી કઝાકિસ્તાનના કાલાચી ગામના લોકો રહસ્યમય રીતે ઊંઘની બીમારીથી પીડાઈ રહ્યા છે. જ્યારે આ લોકો એકવાર સૂઈ જાય છે, ત્યારે તેઓ ઘણા દિવસો અને મહિનાઓ સુધી ઉઠતા નથી. આ કારણોસર બહારના રહેવાસીઓને અહીંના લોકો કુંભકર્ણના સબંધી કહે છે. ઘણા દિવસોથી સૂવાનો પહેલો કિસ્સો વર્ષ 2010માં કલાચી ગામમાંથી આવ્યો હતો. કેટલાક બાળકો અચાનક સ્કૂલમાં પડી ગયા હતા અને સૂઈ ગયા હતા.

આ પછી આ રોગનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધવા માંડી. ત્યારથી, વૈજ્ઞાનિકો આ ગામ પર સંશોધન કરી રહ્યા છે. જો કે, વૈજ્ઞાનિકો કે, ડૉક્ટર કોઈ પણ પ્રકારની ચોક્કસ તારણ પર આવ્યા નથી કે, કંઈ રીતે શક્ય બને.તો વળી સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ સ્લીપિંગ ડિસઓર્ડરનું એક કારણ છે યુરેનિયમ માઈંસ. યુરેનિયમમાંથી નિકળતો ગેસ આપણા શરીર પર ખૂબ અસર કરે છે. આ ગેસથી લોકો બેભાન પણ થઈ જાય છે.લોકો હવે ગામ ખાલી કરી રહ્યા છે ! આ બિમારીના કારણે લોકો આ ગામને ખાલી કરી રહ્યા છે. વિતેલા થોડા સમયમાં કેટલાય લોકો આ ગામ છોડી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે.