આ દેશીમાં ઊંઘવાથી ક્યારેય નહીં ખૂટે ઘરમાં ધન, હમેંશા રેહશે માં લક્ષ્મીની કૃપા….

0
10026

આપણા હિન્દુ ધર્મ અનુસાર, વાસ્તુ શાસ્ત્રનો આપણા જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. વાસ્તુ અનુસાર, સારી ઊંઘની સાથે, યોગ્ય દિશામાં સૂવું, આપણા આરોગ્ય અને ચેતના સહિતના અન્ય ઘણા ફાયદા છે.આપણી શરીર રચના કેવી છે. :આપણાં શરીરમાં હૃદય, શરીર મધ્યથી થોડું ઉપર છે. તે શરીરની ડાબી બાજુ સહેજ ઊંચું આવેલું છે, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ઉપરથી કોઈપણ પ્રવાહી (લોહી)નું પંપીંગ કરતા, નીચેના ભાગથી પંપીંગ કરવું વધારે મુશ્કેલ છે. આપણા શરીરની નીચેની રક્તવાહિનીઓ કરતા ઉપરની રક્તવાહિનીઓની ગોઠવણી વધુ સારી અને જટીલ છે. જેમ જેમ તમે મગજ તરફ જાવ તો ત્યાં, લગભગ વાળ જેટલી પાતળી રક્તવાહીનીઓ હોય છે. જેમાં એક ટીપાંથી પણ વધારા લોઈ વહી શકતું નથી અને જો આ કોષીકાઓમાં વધારા લોહી વહે તો, બ્રેઈન હેમરેજ કે મગજને નુકસાન થવાની સંભાવના છે.

મોટાભાગના લોકોના મગજમાં હેમરેજ થયું હોય છે. જો કે આ કોઈ મોટું હેમરેજ નથી હતું. પણ તેનાથી નાના સરખી નુકસાની તો થાય જ છે. આ નુકસાની વાત કરીએ તો, થાક અને કંટાળો આવવો વગેરે અનુભવો વધારે થાય છે. પાંત્રીસ વર્ષની ઉંમર પછી આપણે આ બાબતે વધુ કાળજી રાખવી જોઇએ. આ ઉંમર પછી તમે જે યાદ રાખો છો તે, તમારી યાદશક્તિના કારણે છે. આપણી બુદ્ધિના કારણે નહી.

આપણા હિન્દુ ધર્મમાં, લગભગ દરેક કાર્ય નિયમો, શિસ્ત અને ધર્મ સાથે જોડાયેલા છે. શાસ્ત્રો મુજબ, જ્યારે આપણે આખો દિવસની થાક દૂર કરવા સૂઈએ છીએ, ત્યારે આપણે ક્યારે, ક્યાં અને કેવી રીતે સૂવું જોઈએ તે ચોક્કસપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે બધી દિશામાં સૂવાના તેના પોતાના પરિણામો છે અને દરેક દિશામાં ફાયદા છે. ચાલો આપણે જાણીએ કે ઊંઘતી વખતે આપણે કઈ દિશામાં સૂવું જોઈએ અને માથું કઈ દિશામાં રાખવું જોઈએ અને તેના ફાયદા શું છે.

પૂર્વ દિશામાં માથું કરીને ઊંઘવાના ફાયદા- વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું ક્યારેય ભણતર ઘટાડતું નથી તેની કમી નહિ થતી. સકારાત્મક ઉર્જા આવે છે અને એકાગ્રતા વધે છે.પશ્ચિમ તરફ માથું કરીને સૂવાના ફાયદા – પશ્ચિમમાં દિશામાં માથું રાખીને સૂવાથી નામ, આદર અને માન્યતા વધે છે.ઉત્તર દિશા તરફ માથું રાખી સૂવાના ફાયદા – આપણા હિન્દુ શાસ્ત્રોમાં ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું એ સૌથી ખતરનાક કહેવાય છે કારણ કે આ દિશામાં સૂવાથી અસંખ્ય રોગોનું જોખમ રહે છે.

જ્યારે તમે ઉત્તરમાં માથું મૂકશો તો શું થશે?તમને કોઈપણ જાતની લોહી સંબંધિત સમસ્યા હોય તો, તેને એનિમિયા તરીકે ગણવી. આ મામલે ડોક્ટરો શું સૂચન કરશે? લોહતત્વ, આપણા લોહીનો એક મહત્વનો ઘટક છે. બીજી તરફ પૃથ્વીનુ ચુંબકીય ક્ષેત્ર વિષે આપે સાંભળ્યું હશે. પૃથ્વીનું ચુંબકીય તત્વ સતત બનતું રહેતું હોય છે. આ ચુંબકીય પરિબળો ખુબ જ શક્તિશાળી હોય છે.દક્ષિણ દિશા તરફ માથું રાખી સુવાના ફાયદા- દક્ષિણ દિશામાં સૂવાથી સંપત્તિની ક્યારેય તંગી નથી. દક્ષિણ દિશામાં સૂવાથી દિવસમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ તનાવ અને નકારાત્મક વિચારો શરીરમાં આવતા નથી.

જ્યારે આપણે સુવા માટે આડા થઈએ છીએ ત્યારે તરત જ આપણા પલ્સ રેટ ઘટી જાય છે. જો આમ ન થાય તો મગજમાં લોહીનું પ્રેસર વધશે અને તેને નુકસાન થશે. હવે, તમે ઉત્તર દિશામાં માથું મૂકી 5 થી 6 કલાક સુઈ જાવ છો, તો પૃથ્વીનું ચુંબકીય તત્વ મગજ પર દબાણ કરશે. ચોક્કસ ઉંમરથી વધારે હશો તો, રુધિરાવાહિનીઓ નબળી પડશે. જેના કારણે હેમરેજ અને લકવાનો સ્ટ્રોક આવવાની શક્યતા પણ વધી જાય છે. જો તમે તંદુરસ્ત હોવ તો, આટલી હદનું નુકસાન નથી થતું. પણ મગજમાં આ રીતે પ્રેસર વધુ રહેતા ઉશ્કેરાઈ જવું, ગુસ્સો આવવો વગેરે સામાન્ય થાય છે. જો કે ડરવાની જરૂર નથી આ બઘુ એક દિવસની ઊંઘ નહીં થાય. પરંતુ જો સતત ઉત્તર દિશામાં સુવામાં આવે તો, મુશ્કેલીઓ વધી શકે છે. આ મુશ્કેલીઓની માત્રા તમારા સ્વાસ્થ્યને આધારે થઈ શકે છે.

તો, સુવા માટે કઈ દિશા ઉત્તમ છે? કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ? જવાબ છે. પૂર્વ દિશા આ શ્રેષ્ઠ દિશા છે. ઉત્તર-પૂર્વ, પશ્ચિમ દિશા પણ યોગ્ય છે. અમુક ખાસ સંજોગામાં દક્ષિણ દિશા ચાલે, પણ ઉત્તર દિશા તો કોઈપણ સંજોગોમાં ન ચાલે. જ્યાં સુધી તમે ઉત્તરીય ગોળાર્ધમાં હોવ ત્યાં સુધી આ સુચન માન્ય રાખવું. ઉત્તર દિશા છોડી કોઇપણ દિશામાં માથું રાખીને સૂઈ શકાય છે. જો તમે દક્ષિણ ગોળાર્ધમાં હોવ તો, માથું દક્ષિણ દિશા તરફ રાખીને ન સુવુ.

હિન્દુ શાસ્ત્રો અનુસાર સુવાના નિયમો:મનુસ્મૃતિના કહેવા મુજબ માણસે ક્યારેય સાંભળેલા અને નિર્જન મકાનમાં, ગર્ભગૃહમાં અને સ્મશાનગૃહમાં સુવું જોઈએ નહીં.દેવી ભાગવત અને પદ્મપુરાણ અનુસાર કોઈને પણ અંધારાવાળી રૂમમાં સુવુ જ ન જોઈએ.મહાભારત મુજબ તૂટેલા પલંગ અને ખોટા મોં એ ક્યારેય સૂવું ન જોઈએ.ગૌતમ ધર્મ અનુસાર વ્યક્તિને ક્યારેય નગ્ન અથવા કપડાં વગર સુવું જોઈએ નહીં.બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, દિવસ દરમિયાન અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂતા વ્યક્તિ રોગગ્રસ્ત અને ગરીબ બને છે.

પથારીની સાચી અને ખોટી બાજુ!શારિરીક રચનામાં હૃદય અગત્યનો ભાગ છે. આ જ ભાગેથી આખા શરીરમાં લોહી પંપ થાય છે. લોહીનું પંપીંગ બરાબર નહીં થાય તો, બીજુ કશુંજ બરાબર નહી થાય. આ માટે યોગ્ય રીતે ઉઠવું જરૂરી છે.આપણી સંસ્કૃતિ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ આપણે સાવારે ઉઠીએ ત્યારે જમણી બાજુએથી પથારી છોડવી. સવારના સમયે શરીર રીલેક્સ અને ચયાપચયની ક્રિયાઓ મંદ હોય છે. ઊઠ્યા બાદ અમુક પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. આથી આપણે જમણી બાજુએથી ઊઠવું જોઈએ. કારણ કે આ સમયે ચયાપચય ક્રિયાઓ મંદ હોય છે. જો અચાનક ડાબા પડખેથી ઉઠો તો, કાર્ડિયાક સિસ્ટમ પર દબાણ આવશે.

તમારા શરીર અને મગજને સક્રિય કરો :પરંપરાગ રીતે આપણે હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે, વહેલી સવારે ઉઠો ત્યારે હથેળીઓ ઘસવી અને તે આંખો પર મૂકવી. આમ કરવાથી તમને ઈશ્વરના દર્શન થશે. પણ આ ધાર્મિક કે દર્શનની વાત નથી.આપણા હાથમાં અને હાથેળીમાં સારા પ્રમાણમાં ચેતાઓ હોય છે. જ્યારે હથેળીઓ પરસ્પર ઘસવામાં આવે છે, ત્યારે શરીરની ચેતાઓ સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગ્રત થઈ જાય છે. જ્યારે તમે સવારમાં ઊઠો અને સુસ્તી કે ઊંઘનો અહેસાસ લાગે, ત્યારે આ પ્રકિયા ચોક્કસ કરો. તરત જ જાગ્રતતા અને તાજગીનો અહેસાસ થશે. તુરંત જ આંખો અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલ ચેતાઓમાં સંપૂર્ણ તાજગી આવી જશે. દિવસની શરૂઆત કરીએ તે પહેલા આપણું મન અને શરીર સક્રિય હોવું જરૂરી છે. આ વિચાર પાછળનો એક જ ઉદેશ્ય છે કે તમે સાવારે ઊઠો ત્યારે તાજગી અને સ્ફુતી સાથે ઊઠો.