આ આઠ દેવતાંના વરદાન ને કારણે હનુમાનજી બની ગયાં મહાબલી, ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય…..

0
230

ભગવાન હનુમાન ને સંકટમોચન કહેવામાં આવે છે ભક્ત જો એક વાર એમનું નામ લઈ લે તો પછી સંકટ એણે અડી પણ નહિ શકે.હનુમાન એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.

રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.

તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.ભગવાન હનુમાનને સંકટમોચન કહેવામાં આવે છે. તેમના ભક્ત ગમે તેટલી મુશ્કેલીમાં હોય, ફક્ત હનુમાનજીનું નામ લેતા જ સંકટ સમાપ્ત થાય છે. શું તમે જાણો છો હનુમાનજીને 8 દેવતાઓ દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું, જેના પછી તેમનામાં આશ્ચર્યજનક શક્તિઓ આવી. હનુમાનજી જ્યારે બાળપણમાં સૂર્યદેવને ફળ રૂપે ખાવા દોડી ગયા હતા ત્યારે આ બન્યું હતું.આના ડરથી દેવરાજ ઇન્દ્રએ હનુમાન પર ગાજવીજ વડે હુમલો કર્યો, જેનાથી હનુમાન બેભાન થઈ ગયો. આ જોઈને પવન દેવતા ગુસ્સે થઈ ગયા અને આખા વિશ્વમાં હવાના પ્રવાહને અટકાવ્યો. દુનિયામાં એક હોબાળો મચ્યો. પરમ પિતા બ્રહ્મા હનુમાનને હોશમાં લાવ્યા. તે સમયે તમામ દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યું હતું. આ વરદાનથી હનુમાનજી મહાબલી બન્યા.

હવે ચાલો તમને જણાવીએ કે કયા 8 દેવોએ હનુમાનને વરદાન આપ્યું હતુંસૂર્ય ભગવાન :સૂર્યદેવે હનુમાનજીને તેમના તેજનો સોમો ભાગ આપ્યો. સૂર્યદેવે એમ પણ કહ્યું હતું કે જ્યારે આ બાળક મોટો થશે, ત્યારે તે તેને શાસ્ત્રનું જ જ્ઞાન આપશે. જે પછી તે શ્રેષ્ઠ વક્તા બનશે અને શાસ્ત્રના જ જ્ઞાનમાં કોઈ તેની સામે ઉભા રહી શકશે નહીં.ધર્મરાજા યમ :ધર્મરાજા યમે વરદાન આપ્યું કે હનુમાનજીને ક્યારેય યમનો શિકાર નહીં થવું પડે.કુબેર :કુબેરે હનુમાનજીને ગદા આપી અને તેમને વરદાન આપ્યું, તે ક્યારેય યુદ્ધમાં પરાજિત નહિ થઈ શકે.

ભગવાન શંકર :મહાદેવે પોતાનું વરદાન આપ્યું કે કોઈ પણ શસ્ત્રથી મૃત્યુ નહિ થાય.વિશ્વકર્મા :દેવ શિલ્પી વિશ્વકર્માએ વરદાન આપ્યું કે એમના દ્વારા બનાવવામાં આવેલા બધા શસ્ત્રો સાથે કંઈ લેવાદેવા નથી.તેનાથી હનુમાન ને કઈ નહિ થાય.ઇન્દ્ર :ઇન્દ્રએ હનુમાનજીને વરદાન આપ્યું કે મારી ગર્જનાની અસર આ બાળક પર નહીં પડે.વરુણ :જલદેવતા વરુણે વરદાન આપ્યું હતું કે દસ લાખની ઉંમરે પહોંચ્યા પછી પણ આ બાળક મારી લૂપ અને પાણીથી મરી જશે નહિ.બ્રહ્મા :બ્રહ્માજીએ હનુમાનજીને દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરવા અને તેમની ઇચ્છા પ્રમાણે કોઈ પણ રૂપ લઇને ક્યાંય પણ જવા આશીર્વાદ અને વરદાન આપ્યું.આ બધા દેવતા દ્વારા હનુમાન જીને આશીર્વાદ મળ્યા હતા હવે તમને જણાવીએ ગુજરાતમાં માં આવેલ હનુમાન મંદિર નો ઇતિહાસ :હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

આ સ્થળ પર ભગવાન હનુમાનજી માનવ સ્વરૂપે દર્શન આપે છે :પવનપુત્રનુ એક એવુ ધામ જ્યાં માનવ સ્વરુપે હનુમાનજી દર્શન આપે છે. જી હા આ સ્થાનક અતિ ચમત્કારીક માનવામાં આવે છે જે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલુ છે. તપોભૂમિ કહેવાતા ભીડભંજન હનુમાન મંદિરના આજે આપને દર્શન કરાવીશુ જ્યાં ત્રેતાયુગથી માંડી આજ દિન સુધી હનુમાનજીની હાજરી અનુભવાય છે. તો આવો વડોદરાના ભીડભંજન હનુમાન મંદિરનો મહિમા જાણીએ.સંસ્કારી નગરી એવા વડોદરાના હરણી વિસ્તારમાં સ્થિત છે પવનપુત્ર હનુમાનજીનું માનવ સ્વરુપ જે ભીડભંજન હનુમાન તરીકે પૂજાય છે. કહેવાય છે કે સ્કંદપુરાણના વિશ્વામિત્ર મહાત્મય અધ્યાયમાં આ ધામનું વર્ણન કરાયુ છે. આ સ્થાનકમાં પ્રવેશતા જ મનને અપાર શાંતિ અને સુરક્ષાની અનુભૂતિ થાય છે કારણ કે રામભક્ત હનુમાનની જ્યા હાજરી હોય ત્યા તમામ મલીન તત્વો નાશ પામે છે.

મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજીની માનવ સ્વરુપની પ્રતિમા અનન્ય મહત્વ ધરાવે છે.. અન્ય કોઈ પણ મંદિરમાં પવનપુત્રના માનવસ્વરુપના દર્શન થતા નથી, તેથી જ આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક રીતે ખૂબ મહત્વનું મનાય છે. આ ધામ સાથે જોડાયેલી કથા, સાંભળનાર દરેક વ્યક્તિને અભિભુત કરે છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને હિરણનગરી કે જેને આજે હરણી વિસ્તાર કહે છે તેનું મહત્વ સમજાવ્યુ હતુ. ત્રેતાયુગમાં દૈત્યરાજ હિરણ્યાક્ષને પવનપુત્ર હનુમાનજીએ રામકૃપાથી પોતાના પગે પાળ્યો હતો. પરંતુ યુદ્ધના એ સમયે હનુમાનજીનું સ્વરુપ અતિ ક્રોધિત અને ભયંકર હતુ.

જો કે પ્રભુ શ્રી રામની આજ્ઞાથી કપિરાજે પોતાનું ભયંકર સ્વરુપ, વિરાટ સ્વરુપ ત્યજી માનવ સ્વરુપે સ્થાપિત થવાનું સ્વીકાર્યુ. ત્યારથી માંડીને આજ દિન સુધી જે પણ ભક્ત જીવનની વિપદાથી ઘેરાયા હોય તેમની સહાય ભીડભંજન હનુમાનજી અચુક કરે છે. એવા અસંખ્ય ભક્તો છે જેમને ચિરંજીવી હનુમાનના પરચા મળ્યા હોય. પ્રાચીન સમયથી આજે પણ પૂજારીની નવમી પેઢી પ્રભુની સેવા કરતા આવ્યા છે. ગર્ભગૃહની બારશાખ પર દ્રષ્ટિ કરીએ તો પવનપુત્રના અગિયાર સ્વરુપોનીં કાષ્ટ પર અતિસુદંર કોતરણી જોવા મળે છે. આધુનિક વિજ્ઞાનની સહાય છે સૌ ભક્તો યથાશક્તિ હનુમાનજીને તેલ ચઢાવી પાપમુક્તિ કરે છે.

હરણી વિસ્તારના આ ચમત્કારી સ્થાનકના પરિસરમાં બોરસલીના વૃક્ષ નીચે જ અશોક વાટિકાનું એ દ્રશ્ય પણ જોવા મળે છે જ્યાં દેવી સીતા અને હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. આ સુંદર પ્રતિમાઓ એટલી જીવંત અને દિવ્ય લાગે છે કે ભક્તો નતમસ્તક થઈ જાય. જ્યાં હનુમાનજી હોય ત્યાં પ્રભુ શ્રી રામ પણ હોય. આ જ વાતને સાર્થક કરે છે શ્રીરામ સીતા અને લક્ષ્મણની આ સુંદર પ્રતિમાઓ.. સાથે જ રાધા કૃષ્ણ અને મહાદેવની પણ અહિં સ્થાપના કરાઈ છે. અતિ પ્રાચીન કહેવાતા ભીડભંજન હનુમાન મંદિરમાં વિવિધ પર્વોની ધામધૂમથી ઉજવણી થાય છે. જેમાં રામ નવમી, હનુમાન જયંતિ, શ્રાવણ માસના ચાર શનિવાર, કાળી ચૌદશ વગેરે તહેવારોમાં અહિં ભવ્ય મેળો ભરાય છે. રાજ્યભરમાંથી જ નહિ પરંતુ દેશભરમાંથી ભક્તો ભીડભંજન હનુમાનજીના દર્શનનો લ્હાવો લે છે.