સવાલ.અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.
જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.
સવાલ.લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી જ નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ખૂબ ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે.
જવાબ.પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જ જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી હોતી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી જ નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે. એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો પણ નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.
સવાલ.હું ૧૮ની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી.
જવાબ.તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ પણ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી હોતો. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક પણ છે.કાણાને કાણો કહે વરવું લાગે વેણએ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખી જાવ.
સવાલ.પુરુષોએ ટાઇટ અન્ડરવેર ન પહેરવું જોઈએ? શું તે શુક્રાણુના ઉત્પાદન અને જાતીય જીવનને અસર કરે છે?.
જવાબ.ટાઈટ અન્ડરવેરમાં કોઈ નુકસાન નથી. તે કામવાસના કે જાતીય શક્તિને અસર કરતું નથી. હા, જે લોકોના શુક્રાણુઓમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય, તેમણે ખૂબ ટાઇટ અન્ડરવેર ન પહેરવા જોઈએ. વિજ્ઞાન કહે છે કે શુક્રાણુઓ શરીર કરતા અમુક નીચા તાપમાને વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય છે
અને તેથી જ અંડકોષ શરીરની બહાર હોય છે.સામાન્ય માણસના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા 16 મિલિયન પ્રતિ મિલી કરતા વધુ હોય છે. જો વ્યક્તિમાં આ સંખ્યા 16 મિલિયન પ્રતિ મિલીલીટરથી ઓછી હોય, તો તે વ્યક્તિ માટે સહેજ ઢીલું અન્ડરવેર પહેરવું યોગ્ય છે. શક્ય છે કે આનાથી શુક્રાણુના ઉત્પાદનમાં વધારો થશે.
સવાલ.થોડા અઠવાડિયા પહેલા વહેલા ડિસ્ચાર્જની સમસ્યા વિશે ચિંતિત થતાં હું ડૉક્ટરની મુલાકાતે ગયો. તેણે મને પ્રાઈ-વેટ પાર્ટ પર લગાવવા માટે ક્રીમ આપી. આ ક્રીમથી મારી વહેલા ડિસ્ચાર્જની સમસ્યા તો ઘણી હદે દૂર થઈ ગઈ છે, પરંતુ એક નવી સમસ્યા ઊભી થઈ છે. હવે જ્યારે પણ હું પ્રવેશ કરું છું ત્યારે મારા પાર્ટનરને મારા પ્રાઈ-વેટ પાર્ટનો ખ્યાલ પણ આવતો નથી. શુ કરવુ.
જવાબ.વહેલા ડિસ્ચાર્જની સમસ્યાને દૂર કરવા માટે આજે ઘણા ઉપાયો છે જેમ કે ડેપોક્સેટીન 60mg ની એક ગોળી એક ગ્લાસ પાણી સાથે લેવામાં આવે છે તો મોટા ભાગના કિસ્સાઓમાં સમસ્યા દૂર થઈ જાય છે. તે 24 કલાકમાં એકવાર લઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ દવાની અસર તેને લેવાના 1 કલાક પછી શરૂ થાય છે અને આગામી 4 થી 5 કલાક સુધી રહે છે. તે જ સમયે, બીજો ઉકેલ ક્રીમ છે.
વહેલા ડિસ્ચાર્જની સમસ્યાને દૂર કરવા માટે બજારમાં ખાસ પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે. આ ક્રીમમાં સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરવામાં આવે છે.આ ક્રીમ લગાવ્યા બાદ પુરુષનો પ્રાઈ-વેટ પાર્ટ મોટાભાગે સંવેદના વગરનો બની જાય છે અને સમસ્યા વિલંબિત ડિસ્ચાર્જમાં ફેરવાઈ જાય છે. પરંતુ ઘણી વખત લોકો આ ક્રીમનો ઉપયોગ કરતી વખતે ભૂલ કરે છે.
વાસ્તવમાં આ ક્રીમ પુરૂષના પ્રાઈ-વેટ પાર્ટના આગળના ભાગ પર જ લગાવવામાં આવે છે, પરંતુ લોકો તેને આખા પ્રાઈ-વેટ પાર્ટ પર લગાવે છે. તે જ સમયે, પ્રવેશ પહેલાં આ ક્રીમને પાણીથી ધોવા જરૂરી છે. જો નહીં, તો આ ક્રીમ મહિલાના પ્રાઈ-વેટ પાર્ટને પણ પેનિટ્રેશન પછી સેન્સિટિવ બનાવે છે. ત્યારે સ્ત્રીને પુરુષનો પ્રાઈવેટ પાર્ટ નથી લાગતો. આ સિવાય જો કોઈટસ દરમિયાન અને પેનિટ્રેશન પહેલા કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાથી પણ છુટકારો મળી જશે.