આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.
આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરાના એક વિસ્તારની છે જ્યાં પોતાનાથી છ વર્ષ નાના ભાણિયાના પ્રેમમાં માસી પાગલ બન્યાં હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસી-ભાણિયાની આ પ્રેમલીલા આટલેથી જ ના અટકી.
કાયમ માટે એકબીજાના થવા માટે તેઓ ઘરેથી પણ ભાગી જતાં પરિવારજનોના જીવ ઉંચા થઈ ગયા હતા. આ ઘટના ગોધરા તાલુકાના એક ગામની છે. ઘર છોડીને ભાગી ગયેલા માસી-ભાણિયાને શનિવારે ઘરે પરત લવાયાં હતાં.
આ મામલે પરિવારજનોએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. કાઉન્સિલર્સની ટીમ ગામમાં પહોંચી, અને તેમણે બંને પ્રેમીપંખીડા ઉપરાંત તેમના પરિવારજનો સાથે વાત કરી ત્યારે બં ને એકબીજાને કેટલું ચાહતાં હતાં તે સામે આવ્યું હતું.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મીતા (નામ બદલ્યું છે)ના પતિનું થોડા સમય પહેલા અવસાન થતાં તે પોતાના 18 વર્ષના દીકરા જિગર (નામ બદલ્યું છે) અને દીકરીને લઈને પિતૃગૃહે રહેવા માટે આવી હતી.
તેની એક પિતરાઈ બહેન કલ્પના (નામ બદલ્યું છે) પણ તેમની નજીક જ રહેતી હતી. 24 વર્ષની કલ્પના પણ ડિવોર્સી હતી અને તેને એક નાની દીકરી પણ હતી.જિગર અને કલ્પના સંબંધમાં આમ તો માસી-ભાણિયો થતાં હતાં. જોકે, ઉંમરમાં ખાસ તફાવત ના હોવાથી બંનેને એકબીજા સાથે ખૂબ જ સારું બનતું હતું. પરિવારજનોએ પણ માસી-ભાણિયાની નીકટતાને સહજ ગણી તેના પર ક્યારેય શંકા નહોતી કરી.
પરંતુ બંને એકબીજાની એટલા બધા નજીક આવી ગયાં હતાં કે તેમણે સાથે જ જીવવાનું નક્કી કર્યું હતું.એક દિવસ અચાનક જ કલ્પના અને જિગર ઘરેથી ગાયબ થઈ ગયાં હતાં. આખરે છેક ત્યારે તેમના પરિવારજનોને શંકા પડી હતી કે બંને ઘર છોડીને ભાગી ગયા હોઈ શકે છે. આખરે તેમણે તેમની શોધખોળ શરુ કરી, અને તેમને જાણવા મળ્યું કે તેઓ સૌરાષ્ટ્ર પહોંચી ગયા છે, અને લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે.
બંને પ્રેમીપંખીડા લગ્ન કરે તે પહેલા જ તેઓ પકડાઈ ગયાં હતાં, અને તેમને ગામડે પરત લવાયા હતા. કાઉન્સિલર હીના મકવાણાના જણાવ્યા અનુસાર, ગામના સરપંચ સાથે મળીને અભયમની ટીમે જિગર અને કલ્પનાને તેમનો આ પ્રેમસંબંધ શક્ય ના હોવાનું સમજાવ્યું હતું.
સમજાવટ બાદ કલ્પનાએ પણ પોતાનું ઘર બદલી બીજે રહેવા જવા તેમજ જિગરથી દૂર થઈ જવાનું સ્વીકાર્યું હતું. ગામના સરપંચે પણ સમગ્ર પ્રકરણનું શાંતિપૂર્વક સમાધાન કરવાની ખાતરી આપતા આખરે આ મામલો થાળે પડ્યો હતો.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં રહેતી અને મૂળ પોરબંદરની યુવતી જે ઘરકામ કરે છે અને આ 28 વર્ષીય યુવતીએ પોતાના ભાણિયા વિરુદ્ધ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટશને નોંધાવી છે.
આ ફરિયાદ રવિવારના રોજ નોંધાવી છે. ભાણિયાએ લગ્નનો પ્રસ્તાવ મૂકીને પરિવારના સભ્યોને સમજાવવાની ખાતરી આપી માસી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી માસી સાથે સંબંધો કાપી નાંખ્યા હતા.
આનંદનગર પોલીસ સ્ટેશનમાં મૂળ પોરબંદરની અને હાલમાં શહેરમાં રહેતી રેખા (નામ બદલ્યું છે)એ તેના ભાણિયા વિનોદ (નામ બદલ્યું છે), વિનોદની માતા, બહેન અને ફિયાન્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ રેખા વર્ષ 2009માં એમબીએ કરવા માટે પોરબંદરથી અમદાવાદ આવી હતી. તે સમયે રેખાની તેના મામાની દીકરીના બોપલ સ્થિત ઘરે અવરજવર રહેતી હતી. તે દરમિયાન સપના સમક્ષ તેની પિતરાઈ બહેનના પુત્ર વિનોદએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જો કે, રેખાએ આપણે એક જ્ઞાતિના હોવાથી આ સંબંધ પરિવાર મંજૂર નહી રાખે. તે સમયે વિનોદએ પરિવારને હું સમજાવીશ તેમ કહી રેખા સાથે અવારનવાર શારિરીક સંબંધો બાંધ્યા હતા. બાદમાં રેખાને જાણ થઈ કે વિનોદના લગ્ન માટે અન્ય યુવતી સાથે વાત ચાલી રહી છે.
રેખાએ આ બાબતે વિનોદ સાથે વાત કરતાં તેણે રેખા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. અને જણાવ્યું હતું કે મારી ફીયાન્સી કેનેડા અભ્યાસ માટે ગઇ છે તે આવતાની સાથે જ અમો લગ્ન કરી લઇશું. અને આ વિશે તું કોઇને જાણ કરીશ તો તારા અશ્લીલ ફોટા વાયરલ કરી દઇશ અને તને જોઇ લઇશ તેવી ધમકી પણ આપી હતી.