અમદાવાદમાં સ્પા ની આડ માં આ મોલ માં ચાલતો હતો વેશ્યાવૃત્તિ નો ધંધો,યુબતીઓને પૂછ્યું તો.

0
168

ડ્રાઈવ ઈન રોડ ઉપર આવેલા વાઈટ ઓર્ચિડ ડે નામના સ્પામાં બોડી મસાજની આડમાં દેહવિક્રયનો વ્યવસાય ચાલતો હોવાની બાતમીના આધારે મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.

જો કે સ્પાના માલિકે ડમી ગ્રાહક પાસેથી રૂ.1000 લઈને તેને પાર્ટીશન વાળી રૂમમાં યુવતી સાથે શરીર સુખ માણવા મોકલ્યો હતો. જેના આધારે પોલીસે દરોડો પાડીને સ્પાના માલિકની ધરપકડ કરી હતી. પોલીસે દરોડો પાડયો ત્યારે સ્પામાંથી 5 યુવતીઓ પણ મળી આવી હતી.

ડ્રાઈવ ઇન રોડ ઉપર હિમાલયા મોલના બીજા માળે આવેલા વાઈટ ઓર્ચિડ ડે નામના સ્પામાં બોડી મસાજની આડમાં દેહવિક્રયનો વ્યવસાય ચાલતો હોવાની અરજી મહિલા ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે તપાસ કરતા આ સ્પામાં પાર્ટીશનવાળી 5 રૂમ બનાવવામાં આવી હતી.

જ્યારે સ્પામાં બોડી મસાજ કરાવવા આવતા ગ્રાહક પાસેથી માલિક ગબ્બરસિંગ રૂ.1 હજાર લઈને તેમને યુવતીઓ સાથે શરીરસુખ માણવા દેતો હતો. આ માહિતીના આધારે પોલીસે એક ડમી ગ્રાહકને રૂ.500ની 2 નોટો લઈને આ સ્પામાં મોકલ્યો હતો.

ડમી ગ્રાહકે અંદર જઈને ગબ્બરસિંગ સાથે વાત કરતા ગબ્બરસિંગે તેની પાસેથી રૂ.1 હજાર લઈને તેને પાર્ટીશનવાળી રૂમમાં યુવતી સાથે મોકલ્યો હતો. જેથી ડમી ગ્રાહકે પોલીસને ઈશારો કરીને બોલાવી લેતા પોલીસે રેડ પાડી હતી. સ્પામાંથી માલિક ગબ્બરસિંગ તેમજ 5 યુવતી મળી આવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આવોજ એક બીજો કિસ્સો,અમદાવાદમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટેલ તથા બીજા ચાર્જ પેટે છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.

એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ
અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પડયું છે. પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને કોલસેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મહિલા સાથે હોટલમાં હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજ ઠગબાજો રૂપિયા પડાવતા હતા. પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે કામલીલાની વાત કરી લલચાવી આ આરોપીઓ નિર્દોષ લોકોને ફસાવતા હતા.બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16માં કમલ વધવાણી પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો.

જાહેરાતના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવતા અને તેના પર લોકો કોલ કરતા હતા. જેમાં યુવતીઓ મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવવી લોભામણી વાતો કરતી હતી. છોકરીઓ સાથે મુલાકાત કરી શારીરિક સંબંધ બાંધવાનું જણાવી લાલચ આપી રૂપિયા પડાવતા હતા.

પોલીસે પકડેલી આ ટોળકી શારીરિક વાસનાની લાલચમાં આવીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણા મેળવી લઈને લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી છે કરે છે અને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. હાલ તો સાઈબર ક્રાઇમ દ્વારા આ બોગસ કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે અને આરોપીઓને પૂછપરછ કરી વધુ હકીકત મેળવવા પોલીસે કવાયત હાથધરી છે.