આજની આ આધુનિક યુગમાં ટેકનોલોજી નો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો યુવાધન કારકિર્દી ઘડી શકે છે અને જો યોગ્ય ઉપયોગ ના થાય તો પોતાને કારકિર્દી બગડી પણ શકે છે. આજે યુવાનો પોતાના મોજ શોખને જ પ્રાધાન્ય આપે છે ત્યારે કેટલીક વાર યુવાધન ખંડિત પણ બને છે. મોજ શોખ ની જિંદગીમાં યુવાન છેતરાયો છે.
ત્યારે વાત કરવામાં આવે તો ઠેળ ઠેળ ચાલતા ગેસ્ટ હાઉસ કોઈ મહેમાનો અને યાત્રીઓ માટે રોકવાની સેફ જગ્યા કહી શકાય પણ આજે આ ગેસ્ટ હાઉસોમાંથી જયારે કૂટણખાણાં બની ગયા છે.
ત્યારે યુવા ધન પણ મોજ શોખ માટે રવાડે ચડ્યું છે.મોડાસા શહેરના કેટલાક ગેસ્ટ હાઉસ અને હોટલોમાં અત્યાર સુધી ગેરકાયદેસર દેહવેપારનો વેપલો બંધ બારણે ચાલતો હોવાનું જગજાહેર છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેહવેપારનો વેપલો કરતા સંચાલકો હિંમત વધી હોય તેમ સોશ્યલ મીડિયા મારફતે ગોરખધંધા ચલાવી રહ્યા છે.
કેટલાક ગેસ્ટ હાઉસના સંચાલકો અને મેનેજર વોટ્સઅપમાં ગ્રુપ બનાવી અને તેમના કાયમી ગ્રાહકોને દર ત્રણ-ચાર દિવસે નવી નવી લલનાઓના ફોટા મોકલી તેમજ સ્ટેટ્સમાં યુવતીઓના ફોટા રાખી યુવાનોને લલચાવી ધમધોકાર દેહવેપાર ચલાવી રહ્યા છે.
મોડાસા ટાઉન પોલીસે અને એસઓજી પોલીસની આંખ નીચે ખુલ્લેઆમ ચાલતા દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક ગેસ્ટ હાઉસ ખુલી રહ્યા છે શહેરના કેટલાક ગેસ્ટ હાઉસમાં ફક્ત ને ફક્ત દેહવેપાર ચાલી રહ્યો છે શહેરના ગેસ્ટ હાઉસ પર પ્રાંતીય, મહીસાગર જીલ્લાની યુવતીઓ થી કુટખાણાં ધમધમી રહ્યા છે.
મોડાસા શહેરી કેટલીક છોકરીઓ પણ દેહવેપારની ઝાળમાં સપડાઈ ચુકી છે દેહવેપારનો વેપલો કરતા ગેસ્ટ હાઉસના સંચાલકો અને દલાલો સોશ્યલ મીડિયાના મારફતે ગ્રાહકોને લલચાવી રહ્યા છે.
ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવેપારના પગલે અનેક યુવાનો અને પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયા છે જુના ગ્રાહકોને ત્રણ-ચાર દિવસે ગેસ્ટ હાઉસમાં દેહવેપાર માટે આવેલી યુવતીઓના મોડલિંગ દેખાવ સાથેના ફોટા મોકલી આમંત્રણ આપી રહ્યા છે.