મોરબી બ્રિજ આ કંપનીની બેદરકારી ના કારણે તૂટ્યો? Oreva કંપની ના જયસુખ પટેલ પર લોકો ગુસ્સે થયા…

0
738

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર કેબલ સસ્પેન્શન બ્રિજ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 132 થયો છે જ્યારે 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 19 ઘાયલોને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ 140 વર્ષ જૂના પુલનું સમારકામ કરનાર ઓરેવા કંપની અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે IPCની કલમ 304,308,114 હેઠળ FIR નોંધવામાં આવી છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

મોરબીના આ ઐતિહાસિક બ્રિજના સમારકામ અને જાળવણી માટેનું ટેન્ડર તાજેતરમાં ઓરેવા નામની કંપનીને મળ્યું હતું ટેન્ડરની શરતો મુજબ કંપનીએ સમારકામ બાદ આગામી 15 વર્ષ સુધી બ્રિજની જાળવણી કરવાની હતી.

આ કેબલ સસ્પેન્શન બ્રિજ 7 મહિનાના સમારકામ બાદ ગત 26 ઓક્ટોબરે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પાંચ દિવસ બાદ 30 ઓક્ટોબરે સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે પુલ તૂટવાને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો.

ગુજરાત સરકારે મોરબી બ્રિજ અકસ્માતની તપાસ માટે 5 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે આ પાંચ સભ્યોની ટીમમાં આર એન્ડ બી સેક્રેટરી સંદીપ વસાવા આઈએએસ રાજકુમાર બેનીવાલ આઈપીએસ સુભાષ ત્રિવેદી ચીફ ઈજનેર કે.એમ.પટેલની સાથે ડો.ગોપાલ ટાંકને રાખવામાં આવ્યા છે.

આ વિશેષ તપાસ ટીમ અકસ્માતનું કારણ શોધી કાઢશે મચ્છુ નદીમાં બચાવ કાર્યને ઝડપી બનાવવા સેનાની મદદ લેવામાં આવી છે NDRFની સાથે SDRFની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો બચાવ કામગીરી આજે બપોર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે જેમાં સ્ટેટ ફાયર બ્રિગેડ કોસ્ટ ગાર્ડ ગરુડ કમાન્ડો અને ભારતીય નૌકાદળની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના મોરબી અને આસપાસના વિસ્તારના રહેવાસી છે એવા અહેવાલો આવ્યા કે રવિવારના દિવસે 400 જેટલી ટિકિટો વેચવામાં આવી હતી દુર્ધટના બની ત્યારે બ્રિજ પર 200 લોકો હાજર હતા.

ત્યારે જ 6.45 વાગ્યે બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો પ્રાથમિક અહેવાલ મુજબ 35 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી હતી જોકે મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યકત કરાઇ રહી છે દરમિયાનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા.

આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે 5 સભ્યોની એક તપાસ સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે જેમાં સીઆઇડી ક્રાઇમના રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

જેમની એક કડક ઓફિસર તરીકેની છાપ છે એટલે હવે ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે કડક પગલા લેવાય તેવી લોકોની માગ પણ ઉઠી રહી છે ઓરેવા કંપની મૂળે અંજતા ક્લોક કંપની હતી જે દુનિયાની સૌથી મોટી ઘડિયાળ બનાવતી કંપની હતી.

મોરબી ઘડિયાળો બનાવવા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે તે જ ઓરેવા કંપની છે હવે આ કંપની ઘડિયાળ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ પ્રોડકટ બનાવે છે ઓરેવાનું નામ તે કંપની શરૂ કરનાર ઓઘવજી ભાઇ આર પટેલના નામ પરથી જ રાખવામાં આવ્યું છે.

મોરબી બ્રિજ હોનારતમાં પ્રાથમિક અહેવાલ મુજબ 35 લોકોના મોતની વાત બહાર આવી છે ત્યારે તે પહેલાનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો કેબલ બ્રિજ પર હાજર હતા કેટલાક લોકો કેબલ પર કૂદકા મારતા અને લાતો મારતા જોવામાં આવી રહ્યા હતા.

અહીં સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોને બ્રિજ પર જવા દેવામાં કેવી રીતે આવ્યા લાંબા સમયથી બંધ બ્રિજને નવા વર્ષના દિવસે જ કોની પરવાનગીથી શરૂ કરી દેવાયો નગરપાલિકાના ચીફ ઓફિસર ઓરેવા કંપની પર જવાબદારી ઢોળી રહ્યા છે.

ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પર હવે આખી ઘટનાની જવાબદારી ઢોળી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે ત્યાં હાજર એક ડોક્ટરનું કહેવું છે કે, 40-45 બાળકોના મોત થયા છે અને હજુ આ આંકડો વધે તેવી શક્યતા છે.

બાળકોના મોત વધુ થયા છે મોરબીના ઈતિહાસમાં 43 વર્ષ બાદ આ બીજો મોટો અકસ્માત છે આ પહેલા 1979માં 11 ઓગસ્ટે મચ્છુ નદી પર બંધ તૂટી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ હતી જેમાં 2000થી વધુ લોકોના મોત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રવિવારે 3 દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા હતા તે મોરબી જઈ શકે છે તેઓ આજે અમદાવાદમાં રોડ શો કરવાના હતા જે રદ કરવામાં આવ્યો છે વડા પ્રધાન અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના હતા.

જે રદ કરવા પડ્યા હતા આ અકસ્માત અંગે તેઓ પોતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે ભાજપે રાજ્યમાં તેના તમામ કાર્યક્રમો પણ રદ્દ કરી દીધા છે 1 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી પેજ સમિતિના પ્રમુખોની દિવાળી બેઠક પણ રદ કરવામાં આવી છે.

કોંગ્રેસે 31 ઓક્ટોબરથી શરૂ થનારી તેની રાજ્યવ્યાપી પરિવર્તન સંકલ્પ યાત્રા પણ મોકૂફ રાખી છે આ મુલાકાત માટે ગુજરાત પહોંચી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ મોરબીની મુલાકાત લઈ શકે છે.