એક 10 રૂપિયાનો મસાલો આ વ્યક્તિને પડ્યો 30,00000 માં જાણો એવું તો શું થયું…..

0
1085

મિત્રો ક્યારેક એવી ઘટના બને છે કે વ્યક્તિને પણ ખબર નથી પડતી કે એની સાથે આગામી ક્ષણે શું થવાનું છે ગઠિયાઓ પણ દિમાગ કામ ન કરે એવા આઈીડિયા અપનાવતા હોય છે જેમાં ક્યારેક તે ફાવી જાય છે તો ક્યારેક પોલીસના હાથે ભરાઈ જાય છે પણ ગાડીની ડેકીમાં કોઈ કિંમતી વસ્તુ રાખવાની આદત હોય તો ચેતી જજો.

ક્યારેક આ મોંઘુ પડી શકે છે આવો જ એક કિસ્સો મહાનગર સુરત શહેરમાંથી સામે આવ્યો છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મોપેડની ચોરી થઈ હતી એક્ટિવામાં રૂ.30 લાખના કિંમતી હીરા હતા. આ સાથે રૂ.1.16 લાખ રોકડા પડ્યા હતા.

સુરત માં બે દિવસ અગાઉ એક ઘટના બની હતી જેમાં કાપોદ્રામાં એક એક્ટિવાની ચોરી કરવામાં આવી હતી આમ તો વાહનચોરીની ઘટના સુરતમાં સામાન્ય છે જોકે પોલીસ ત્યારે દોડતી થઇ ગઈ જ્યારે ખબર પડી કે એક્ટિવાની ડિકીમાં 30 લાખ રૂપિયાથી વધુની કિંમતના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા છે

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં જેને પગલે પોલીસે દોડધામ કરી ચોરી કરનાર અરોપી અને તેના સાગરીતની કાપોદ્રાથી ધરપકડ કરી હતી.

પોલીસ રીપોર્ટ અનુસાર પરેશભાઈ દૂધાત હીરાના વેપાર સાથે જોડાયેલા છે જવાહરનગર રોડ સાઈનાથ સોસાયટીમાં એમનું ડાયમંડનું કારખાનું છે જ્યારે નારાયણ નગર સોસાયટીમાં હીરા લે વેચ માટેની એક ઓફિસ છે તેમણે છેલ્લા એક મહિનામાં જુદા જુદા વેપારી પાસેથી હીરા ખરીદ્યા હતા આ હીરાની કુલ કિંમત રૂ.30 લાખ છે હીરા ભરેલી એક બેગ તેમણે એક્ટિવાની ડેકીમાં મૂકી હતી.

ત્યારા બાદ તેઓ મિનિ બજારમાં ગયા હતા ત્યાર બાદ વેપારી પાસેથી લેણા નીકળતા રૂ.1.16 લાખની રોકડ પણ એક્ટિવાના બેગમાં મૂકી હતી ત્યાર બાદ તેઓ એક્ટિવા લઈને ઘરે જમવા માટે ચાલ્યા ગયા હતા જ્યાં તેમણે હીરાથી ભરેલી બેગ કાઢી લીધી.

જમ્યા બાદ તેમણે ફરી આ બેગ એક્ટિવાની ડેકીમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ તેઓ પોતાની ઓફિસે ગયા હતા. જ્યાં મોપેડ પાર્ક કરી કારીગરને માવો આપવા માટે ગયા હતા માત્ર દોઢ મિનિટમાં પાછા આવ્યા ત્યાં એક્ટિવા જ ન હતું શખ્સો એક્ટિવા ચોરી ગયા હતા.

એક્ટિવાની ડેકીમાં રૂ.30 લાખના 312 કેરેટ હીરા અને રોકડ રૂ.1.16 લાખ હતા. આ મામલે પરેશભાઈએ પોલીસ ફરિ યાદ નોં’ધાવી છે.

બંને આરોપીઓની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે જૂના પાર્ટનેર જ પોતાના અપમાન અને આર્થિક નુકસાનનો બદલો લેવા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના અંગે એસીપી સી કે પટેલે જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદ બાદ

પોલીસે સીસીટીવી CCTV કેમેરાની મદદથી આરોપીઓને શોધવાનું શરુ કર્યું હતું, જેમાં ઘનશ્યામ ધીરૂભાઈ નાકરાણી અને રાહુલ ધીરૂભાઈ ચોડવડિયાએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

આરોપી ઘનશ્યામ હીરા દલાલ તો રાહુલ ટેમ્પો ડ્રાઇવર છે. બંનેની અટક કરી તેમની પાસેથી પોલીસે તમામ 30 લાખ રૂપિયાના હીરા અને રોકડ રકમ તથા એક્ટિવા પણ કબજે કર્યું છે. ચોરી કરવા અંગે પોલીસે કરેલી પુછપરછમાં ઘનશ્યામે એવી કબુલાત કરી હતી કે,

થોડા વર્ષો પહેલા ફરિયાદી પરેશ દુધાત અને બંને સાથે કામ કરી રહયા હતાં. જેમાં પરેશના કારણે તેમને ધંધામાં ઘણું આર્થિક નુકસાન થયું હતું. પરેશે કારણે તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતાં, આ ઉપરાંત પરેશ અનેક વખત તેમનું અપમાન પણ કરતો હતો. જેથી ઘનશ્યામભાઈએ નક્કી કરી કર્યું હતું કે, કોઈ પણ રીતે પરેશને નુકસાન પહોંચાડવું.

દરમિયાનમાં પાંચેક મહિના પહેલા પરેશ પાસેથી કામ છે ઘનશ્યામે થોડા સમય માટે તેની એક્ટિવા લીધી હતી. આનો ફાયદો ઉઠાવી ઘનશ્યામે ડ્યુપ્લિકેટ ચાવી બનાવી હતી. ઘનશ્યામને ખબર હતી કે પરેશ બધું જોખમ પોતાની એક્ટિવાની ડીકીમાં મુકે છે.

જેથી ઘનશ્યામ ચોરી કરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી તેના પર વોચ હતો, આની તક ઘનશ્યામને સોમવારે મળી હતી, આરોપી ઘનશ્યામે અન્ય આરોપી રાહુલને કહ્યું કે, એક્ટિવાની બાજુમાં 5 મિનિટ ટેમ્પો મુકવાનો છે, જેના બદલામાં તેને 50 હજાર મળશે.

રાહુલે આ કામ માટેનું કારણ જાણ્યું ન હતું, માત્ર 5 મિનિટના 50 હજાર મળશે તે વાતથી રાહુલ ખુશ હતો કારણ કે રાહુલની દીકરી બીમાર હોવાથી 10 દિવસ પહેલા જ તેના સારવાર માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આમ રાહુલને રૂપિયાની જરૂરત હોવાથી તેણે કામ કરવાની હા પાડી હતી.

મહત્વનું છે કે રાહુલ અને ઘનશ્યામ એક જ દુકાને માવા ખાતા હોવાથી ઓળખતા હતા. સીસી કેમેરામા ટેમ્પોમાંથી ઘનશ્યામ નીકળતા દેખાયો હતો. જેને આધારે એની ઘરપકડ કરી લેવામાં આવી હતી, અને બાદમાં રાહુલ પણ પકડાઈ ગયો હતો.