અમદાવાદના સરદાનગરમાં રહેતી સગીરાને રાજસ્થાનથી ભગાડીને 22 દિવસ સુધી તેના વતન ઘરે ગોંધી રાખી ધાકધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સગીરાને રાજસ્થાનનો યુવક ઉપાડી ગયો હતો અને સરદારનગર પોલીસે ધમકી આપ્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી. કેસની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા પાટિયા વિસ્તારમાં આવેલા કર્મા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોકરી કરવા ગઈ હતી.
ત્યારે ડુંગરપુરમાં રહેતો ચંદ્રેશ યાદવ નામનો યુવક રાજસ્થાનના સુંદરપુર ગામમાં નોકરી કરતો હતો. 18-10-22ના રોજ સવારે યુવતીને ઢોર માર મારી રાજસ્થાન લઇ ગયો હતો.
આ બનાવ સંદર્ભે સગીરાની માતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સરદારનગર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે રાજસ્થાન જઈને આરોપીની ધરપકડ કરી સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી અને આરોપીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આવોજ એક બીજો કિસ્સો,રાજકોટમાં પ્રેમીને મળવા આવેલી વાંકાનેર પંથકની યુવતીને રીક્ષા ચાલકે બહેન બનાવી પોતાના ઘરે લઈ જઈ હવસનો શિકાર બનાવ્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે.
ભકિતનગર પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી રીક્ષા ચાલક ફીરોઝ ઉર્ફે દકો ઈકબાલ બાબવાણીની ધરપકડ કરી હતી.વાંકાનેર પંથકની યુવતીને રાજકોટ રહેતા યુવક સાથે પાંચેક માસ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને કારણે તે પ્રેમીને મળવા ગઈ બપોરે ઘરેથી નિકળી ગઈ હતી.
પરીવારજનોને તેણે વતન જાઉ છું તેવું બહાનું બતાવ્યું હતું. ઘરેથી નિકળ્યા બાદ તેણે પ્રેમીને ફોન કરતા રાજકોટ પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જેથી સાંજે ૬ વાગ્યે રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચી હતી. જયાં તે પ્રેમીની રાહ જોઈને બેઠી હતી ત્યારે આરોપી ફીરોઝ તેની પાસે ગયો હતો.
તેણે પોતાની ઓળખાણ આપી કયાં જવું છે તેમ પુછયું હતું. જેથી તેણે પોતાને કોઈ લેવા આવશે તેમ કહ્યું હતું. આરોપી ફીરોઝે જે લેવા આવનાર હોય તેને લાવો ફોન કરી આપુ તેમ કહી તેના મોબાઈલ ફોનમાંથી તેના પ્રેમીને કોલ કરી તેની સાથે વાત કરાવી હતી.
બાદમાં આરોપી ફીરોઝ જતો રહ્યો હતો. થોડીવાર પછી ફરીથી આવ્યા બાદ જતો રહ્યો હતો.પ્રેમીએ કાલે સવારે લઈ જઈશ તેમ કહેતા એસટી બસ સ્ટેન્ડમાં જ રાત રોકાવવાનું નક્કી કર્યું હતું. રાત્રે 1વાગ્યે ફરીથી આરોપી ફીરોઝે આવી કહ્યું કે એકલા રાત્રે કયાં જશો. ? તમે બહેન તરીકે મારા ઘરે આવો. હું મારા મમ્મી સાથે રહું છું.
તમે મારા મમ્મી સાથે સુઈ જજો.જેથી તેના વિશ્વાસમાં આવી રીક્ષામાં તેની સાથે તેના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ આરોપી ફીરોઝે તેનો હાથ પકડી અંદર લઈ જઈ અચાનક દરવાજો બંધ કરી દીધો હતો.
જેથી તેને દરવાજો કેમ બંધ કરી દીધો અને તમારા મમ્મી કયા છે તેમ પુછતા કહ્યું કે મારા મમ્મી નથી અને આજે આપણે બંનેએ સાથે જ સુવાનું છે તેમ કહી બળજબરી કર્યા બાદ મોઢુ બંધ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આમ છતાં તેણે હિંમત કરી આરોપી ફીરોઝના પેટના ભાગે લાત મારતા તે ઉભો થઈ ગયો હતો.
બાદમાં તેને બે તમાચા ઝીંકી દીધા બાદ તેના ઘરમાંથી નિકળી ગઈ હતી. રસ્તામાં એક બાઈક ચાલક મળતા તેને રોકી સીધી ભકિતનગર પોલીસ મથકે પહોંચી હતી. જયાં ફરિયાદ નોંધાવતા પોલીસે તત્કાળ આરોપી ફીરોઝની ઓળખ મેળવી તેને દબોચી લીધો હતો